હસતાં રહો – સંકલિત

[સમગ્ર ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમિયાન રીડગુજરાતીના હોમપેજ પર મૂકવામાં આવેલા જૉક્સનો સંગ્રહ ]

વક્તા ભાષણ આપી રહ્યા હતા; કોઈકે તેમના પર સડેલું ટામેટું નાખ્યું. વક્તાએ બૂમ મારી : ‘આ શું તોફાન છે ? પોલીસ ક્યાં છે ?
‘બીજા ટામેટા લેવા ગયા છે !’ કોઈકે કહ્યું.
**************

સાર્જન્ટ : ‘તો તમે છાપાના તંત્રી છો, ખરું ?’
કેદી : ‘હા, સાહેબ.’
સાર્જન્ટ : ‘તું જૂઠું બોલે છે. મેં તારા ખિસ્સાં તપાસ્યાં. તેમાં પૈસા હતા.’
**************

નટુ : ‘લોકો કહે છે કે વિરુદ્ધ સ્વભાવવાળી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી માણસ સુખી થાય છે.’
ગટુ : ‘એટલે તો હું એવી છોકરી શોધું છું જે પૈસાદાર હોય !’
**************

છગન : ‘પ્રિયે ! હું તારી નાનામાં નાની ઈચ્છા પૂરી કરીશ’
શોભના : ‘સાચ્ચે જ !’
છગન : ‘હા, પણ તું તારી નાનામાં નાની ઈચ્છા જ કહેજે !’
**************

દીકરો : ‘પપ્પા, 5+5 કેટલા થાય ?’
પપ્પા : ‘ગધેડા, મૂરખા, નાલાયક આટલુંય નથી આવડતું ? જા અંદરના રૂમમાંથી કૅલ્ક્યુલેટર લઈ આવ…..’
**************

વકીલ : ‘તલ્લાક કરવાના રૂ. 10,000 થશે.’
પતિ : ‘પાગલ તો નથી થઈ ગયા ને ? શાદી કરવાના તો માત્ર રૂ. 100 જ થયેલા અને હવે તલ્લાકના રૂ. 10,000 ?
વકીલ : ‘જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?’
**************

ગ્રાહક : તમારી પાસે રંગીન ટીવી છે ?
દુકાનદાર : છે ને, જાતજાતનાં છે.
ગ્રાહક : મારા ઘરની દીવાલ સાથે મેચ થાય એવું લીલા રંગનું આપજો ને જરા !
**************

‘તમારી ક્યારેય ધરપકડ થઈ છે ?’ એક ફોર્મમાં આનો જવાબ લખવાનો હતો.
અરજદારે લખ્યું : ‘ના’
બીજો સવાલ હતો : ‘શા માટે ?’ ધરપકડ શા માટે થઈ હતી એ સંદર્ભમાં….
પણ અરજદાર સમજ્યો નહિ એટલે એણે લખ્યું : ‘ક્યારેય સાબિતી પકડાઈ નથી.’
**************

માલિક : ‘આ કામ માટે અમારે એક જવાબદાર વ્યક્તિની જરૂર છે.’
ઉમેદવાર : ‘તો તો હું એને માટે બરાબર છું. અગાઉ નોકરીમાં જ્યારે જ્યારે કંઈ ખોટું થતું ત્યારે ત્યારે મને જ એને માટે જવાબદાર ઠેરવવામાં આવતો.
**************

પત્રકાર : પહેલાં તમે વીરરસના કવિ હતા, પરંતુ આજકાલ ગુલામી ઉપર કવિતા લખી રહ્યા છો, એનું શું કારણ છે ?
કવિ : ‘મેં લગ્ન કર્યા પછી જાણ્યું કે વીરતા દેખાડવી એ એટલું સહેલું કામ નથી. હું જે કરી રહ્યો છું એ જ લખી રહ્યો છું.
**************

છોટુ : ‘મારા દાદાનું ઘર એટલું વિશાળ હતું કે જગતના બધા જ લોકો તેમાં સમાઈ શકતા હતા.’
મોટુ : ‘પણ મારા દાદા પાસે એટલો ઊંચો વાંસ હતો કે તેઓ ઈચ્છતા ત્યારે વાદળોમાં કાણું પાડી વરસાદ વરસાવતા.’
છોટુ : ‘તારા દાદા એ વાંસને રાખતા ક્યાં ?’
મોટુ : ‘કેમ વળી, તારા દાદાના મકાનમાં જ તો.’
**************

છગન : ‘મારી કંપની એક એકાઉન્ટન્ટને શોધી રહી છે.’
મગન : ‘પણ હજુ ગયે અઠવાડિયે જ તમારી કંપનીએ એકાઉન્ટન્ટની નિમણૂક કરી હતી ને ?’
છગન : ‘એ એકાઉન્ટન્ટની જ શોધખોળ ચાલે છે !’
**************

એક ગ્રાહકે વાળંદને કહ્યું : ‘મારા વાળ ઘણા ઓછા થઈ ગયા છે. તમારે મારા વાળ કાપવાના ઓછા પૈસા લેવા જોઈએ.’
‘ઊલટું, તમારા વાળ કાપવાના મારે વધારે પૈસા લેવા જોઈએ. તમારા માથા પરના વાળ શોધવામાં મને કેટલી સખત મહેનત પડે છે !’ વાળંદે કહ્યું.
**************

પત્ની : ‘સાંભળ્યું છે કે શ્રોતાઓ હવે સભાઓમાં તમારા પર જોડાં ફેંકવા લાગ્યા છે.
પતિ : ‘એવું કોઈકવાર બને પણ ખરું.’
પત્ની : ‘તો તમારા ખિસ્સામાં હું કાગળો મૂકું છું. તેમાં કિશોર, રેખા, સુધીર તથા મારા પગનાં માપ છે.’
**************

હૉલની અંદરથી બહાર નીકળતા માણસને ચુનીલાલે પૂછ્યું :
‘શું ચાલે છે અંદર ?’
‘સત્તાપક્ષના મિ. મહેતાનું ભાષણ ચાલે છે.’
‘શેના ઉપર બોલે છે ?’
‘એ જ કહેતા નથી…..’
**************

ચૂંટણીનો એક ઉમેદવાર ઘેર ઘેર ફરીને પ્રચાર કરતો હતો. એક ઘરનું બારણું ખૂલ્યું ત્યારે સામે એક મિજાજી સ્ત્રી ઊભી હતી.
‘શું છે, બોલો ?’ તે સ્ત્રીએ પૂછ્યું.
‘તમારા પતિ કયા પક્ષના છે ?’ ઉમેદવારે તે સ્ત્રીને પૂછ્યું.
સ્ત્રીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો : ‘મારા પક્ષના; બીજા કોઈ પક્ષના હોય ?’
**************

જ્યોતિષ : તમારા ભાગ્યમાં એકાદ અઠવાડિયામાં જ વિધુર થવાનું લખાયું છે.
ગ્રાહક : મને ખબર છે ! પણ મારે જાણવું એ છે કે હું પકડાઈ તો નહિં જાઉં ને ?
**************

(એક બહુ મોટી ચોરી કરનારને…..)
ન્યાયાધીશ : ‘આ ચોરીની આખી યોજના તારા એકલાની જ હતી ?’
ચોર : ‘હા સાહેબ.’
ન્યાયાધીશ : ‘પરંતુ તેં કોઈની મદદ ન લીધી તે નવાઈની વાત કહેવાય.’
ચોર : ‘સાહેબ, સમાજમાં ચોરોની સંખ્યા ન વધે તેનો હું ખાસ ખ્યાલ રાખું છું.’
**************

પિતા (ગુસ્સે થઈને) : ‘કાલે રાત્રે તુ ક્યાં હતો ?’
પુત્ર : ‘થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.’
પિતા : ‘ભલે, પણ તારા એ મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ ભૂલી ના જાય !’
**************

વક્તા (પ્રવચનની વચ્ચેથી) : ‘છેલ્લી હરોળમાં બેઠેલા મારા દોસ્તો ! આપના સુધી મારો અવાજ પહોંચે તો છે ને ?’
‘ના, જી !’ છેલ્લી હરોળમાંથી કોઈ બોલ્યું.
ત્યાં આગલી હરોળમાંથી એક ભાઈ ઊભા થઈને બોલ્યા : ‘તમારી સાથે અબઘડી બેઠક બદલાવવા તૈયાર છું !’
**************

ઑફિસનો મેનેજર : ‘આ ટેબલ પરની ધૂળ તો જુઓ ! જાણે પંદર દિવસથી એને સાફ જ કર્યું નથી.’
કામવાળી : ‘સાહેબ, એમાં મારો વાંક કાઢશો નહિ. હું તો હજી આઠ દિવસથી જ અહીં આવી છું.’
**************

લતા : વાસણ ઊટકવા માટે તમે શેનો ઉપયોગ કરો છો ?
ગીતા : અલી, આમ તો મેં ઘણા અખતરા કરી જોયાં, પણ એમાં ઉત્તમ મારા વર નીકળ્યા છે.
**************

લાંબા વખતનું કરજ ન ચૂકવનાર એક માણસ પાસેથી નાણાં વસૂલ કરવાની નવતર કરામત એક લેણદારે અજમાવી. એણે ઉઘરાણી કરી અને પેલાએ હંમેશ મુજબ કહ્યું : ‘અત્યારે હું એ પૈસા આપી શકું તેમ નથી.’
‘અત્યારે જ આપી દે.’ ચાલાક લેણદાર બોલ્યો, ‘નહીંતર તારા બીજા બધા લેણદારોને હું જણાવીશ કે મારું કરજ તેં ચૂકવી દીધું છે.’
**************

છગન : ત્રણ અઠવાડિયાથી મેં મારી પત્ની સાથે વાત જ નથી કરી.
મગન : અરે ! પણ એવું કેમ ?’
છગન : મને વચમાં બોલવું પસંદ નથી.
**************

નવવધૂ : ‘મારે તમારી પાસે એક કબૂલાત કરવાની છે – મને રાંધતા નથી આવડતું.’
વર : ‘ખેર, તેની ફિકર ન કરતી. હું કવિતા લખીને ગુજરાન ચલાવું છું – એટલે આપણે ઘરમાં રાંધવા જેવું ઝાઝું હશે પણ નહિ.
**************

અમુક ઊગતા કવિઓની પ્રશસ્તિ જ્યાં થઈ રહી હતી તેવા એક સમારંભમાં કેટલાંક હમદર્દો બોલી ઊઠ્યા : ‘પ્રેમાનંદો અને ન્હાનાલાલો ભૂલાઈ ગયા હશે ત્યારે પણ એ વંચાશે.’
‘હા’ છેવાડેથી એક બુઝર્ગે ટમકું મૂક્યું : ‘ – પણ ત્યાં સુધી નહિ.’
**************

એક સટોડિયાને તાવ આવ્યો. ડૉક્ટરે તાવ માપીને કહ્યું : ‘ચાર છે.’
‘પાંચ થાય ત્યારે વેચી નાખજો’ સટોડિયાએ કહ્યું.
**************

‘તું નકામી લમણાઝીંક કરે છે. આ કૂતરાને તું ક્યારેય કશું શીખવી શકવાની નથી !’ પતિ એ કહ્યું.
‘તમે વચ્ચે ન બોલો.’ પત્ની બોલી અને ઊમેર્યું : ‘એમાં ધીરજની જરૂર છે. મારે તમારી સાથે કેટલો સમય બગાડવો પડ્યો હતો.’
**************

રાકેશ : ‘મિતેશ, યાર તારી પત્ની તો બહુ જ ઠીંગણી છે.’
મિતેશ : ‘હા, પણ મારા પિતાજી કહેતા કે મુસીબત જેટલી નાની હોય તેટલું સારું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મુખવાસ (ભાગ-4) – સંકલિત
કડવાં ગુણકારી વચનો ગળી જાવ ! – ભૂપત વડોદરિયા Next »   

25 પ્રતિભાવો : હસતાં રહો – સંકલિત

 1. નવનિત ડાંગર says:

  ખુબ સરસ !

 2. Virendra says:

  તમે અહિં તંત્રી વિશે લખ્યુ છે તે પ્રમાણે તો તમે મુંબઇ જઇ નહિ શકો. તે માટે ખિસ્સામા પૈસા જોઇએ છે. જ્યારે તમે તંત્રી છો.
  હા….હા…..હા……
  ખૂબ મઝા પડી

 3. હસતા હસતા કપાય રસ્તા…
  🙂

 4. dhaval Raithattha says:

  વાહ વાહ, તમે તો લેખક નિ સાથે સાથે એક ડોકટર પણ થઈ ગયા કેમ કે ઝિદગિ મા હસવુ એ પણ એક દવા છે..ખુબ સરસ ટુચકાઓ છે..

 5. jitendra says:

  સુન્દર ખુબ ગમ્યુ આ પાનુ. હવે નિયમિત ગ્રાહક બનવાની ઈછા થઇ

 6. YOGENDRA K.JANI. says:

  અમુક જોકેસ ખરેખર ખુબજ સરસ અને તદ્દન નવ જ્
  લગેચ્હે. હુબ ખુબ અભિનન્દન્
  ઓ ગેન્દ્ર જાનિ

 7. JIGISH says:

  ઘનુ જ સ્રરસ બહુ મજા આવી

 8. Vimal says:

  very nice, and fresh ones.

 9. jigar says:

  ખુબજ મઝા પડી ગઇ.

 10. jignesh says:

  બહુ હથોઙા પઙ્યા ….. હા હા હા હા હા …

  બિજિ વાર ભુલથિ પન ના મારતા આવા હથોઙા ……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.