મને આધાર ના આપો – ઊર્મિલા ખરે

[‘દિવ્યભાસ્કર – મધુરિમા’ માંથી સાભાર.]

દીપા કોલેજથી ઘરે આવી, તો સ્તબ્ધ રહી ગઈ. એક અજબ પ્રકારના સંન્નાટાએ એને ઘેરી લીધી. એક જ ક્ષણમાં એને કંઇક કેટલાય વિચારો આવી ગયાં. કાલે બાપૂજીની તબિયત સારી ન હતી. એણે કહ્યું પણ હતુ કે ડોક્ટરને બતાવી દઇએ, પરંતુ એમની જીદ સામે એનું કઇ ન ચાલ્યું. તો શું……ના, ના એવું ન બને. એના મુખમાંથી ચીસ નીકળી ગઇ. ‘બા, બાપુજી, નીરા ક્યાં છો તમે બધાં? રૂમમાં આટલું અંધારું કેમ છે ?’ એટલામાં બાનો મીઠો પણ બહુ ધીમો, થાકેલો અવાજ સંભળાયો, ‘આવી ગઇ દીપા. ચાલ, ચા બનાવી આપું તને.’ દીપાએ કહ્યું, ‘મારે નથી પીવી ચા. તમે લોકોએ તો મને ડરાવી દીધી. બધું બરાબર તો છે ને?’
‘અને તું ત્યાં નવી પરણીને આવેલી વહુ ની જેમ લપાઇ ને કેમ ઊભી છે?’ દીપાએ નીરાનો ચોટલો પકડી પોતાની પાસે ખેંચી. દર્દ જાણે પીગળવા લાગ્યું. ડરતાં- ડરતાં ધ્રૂજતાં હાથે નીરાએ મુંબઇથી આવેલો કાગળ દીપાના હાથમાં મૂકી દીધો અને પોતે બીજા રૂમમાં જતી રહી. દીદીનો સામનો કરવાની આજે એનામાં હિંમત ન હતી.

જે અધ્યાય પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું એને ફરીથી શરૂ કરવાની વાત ગળે ન ઊતરી, પરંતુ આ કાગળમાં કંઇક તો એવું છે જે વાંચીને ઘરના દરેક સભ્ય દુ:ખી થયા છે. સદા હસતી રહેતી મારી નીરા આજે જાણે હસવાનું ભૂલી ગઇ છે. આજે લાગી રહ્યું છે કે એ હવે મોટી થઇ ગઇ છે. આજે પહેલી વખત એનું તોફાની બાળપણ એને અંગુઠો બતાવી રહ્યું છે.

એ દરમિયાન આંસુભરી આંખે આવીને બાએ ટેબલ ઉપર ચાનો કપ મૂકી દીધો અને એ પણ ધીમેથી બહાર ચાલ્યાં ગયાં. બાપૂજી પણ ચાદર ઓઢીને એ રીતે સૂતા હતા કે દીપાની નજરનો સામનો ન કરવો પડે. આજે બધાંને શું થયુ છે ? મારું પોતાનું ઘર આજે મને પારકું કેમ લાગી રહ્યું છે ? ક્યાંય આત્મીયતા અનુભવાતી નથી. કંઇક વિચિત્ર ગભરામણ થઇ રહી છે. મુંબઇથી કાગળ આવ્યો એમાં મારો શું વાંક ? મને પોતાને પણ એ પરિવાર પ્રત્યે નફરત છે. એ વાત જુદી છે કે બે વરસ પહેલાં વસંતની એક ઝલક મારા જીવનમાં આવી હતી. ચાના ઘૂંટ સાથે કેટલાંક ધૂંધળા પ્રતિબિંબ એની નજર સમક્ષ તરવા લાગ્યાં.

બે વરસ પહેલાં તે આ જ રીતે કોલેજથી પાછી આવી હતી. ઘર જાણે એક અલગ પ્રકારની સુવાસથી મહેકતું હતું. ત્યાં જ નીરા નાચતી, કૂદતી આવી :
‘દીદી, કહો તો, મારા હાથમાં શું છે?’
‘આપને કોનો કાગળ છે ?’
‘ના, ના દીદી, પહેલા મારા હાથમાં કંઇક દક્ષિણા તો આપો.’
‘લાવો , આ પર્સ હું મૂકી દઉં છું.’
નીરા ખુરશી પર ચડી બૂમો પાડવા લાગી, ‘સાંભળો, સાંભળો, પરમ દિવસે મુંબઇથી મારા ભાવિ જીજાજી, તેમના પૂ. પિતાજી અને કાકાજીને લઇને કુમારી દીપા વર્માને જોવા આવવાના છે. તાલિયાં….!’

બા-બાપૂજી મંદ મંદ હસતાં નીરાની ટીખળનો આનંદ માણી રહ્યાં હતાં. દીપા પોતાનાં દિલમાં ઉમટેલા તોફાનોને સહજ કરવા ત્યાંથી જતી રહી. એ પછી બે જ દિવસમાં બંને બહેનોએ મળીને ઘરની સજાવટ જ બદલી નાખી. સોફાના નવા કવર ખરીદવામાં આવ્યાં, બોનચાયનાનો નવો ટી-સેટ લાવ્યાં. જૂના ફોટોગ્રાફસને બદલે દીપાએ બનાવેલાં નવાં પેઇન્ટિંગ્સ લગાવવામાં આવ્યાં. બાપુજી માટે નવા ઝભ્ભા-પાયજામા સાથે ખાદીની નવી બંડીઓ પણ ખરીદવામા આવી. દીપાએ બા માટે નવી સાડી લીધી. બાપુજીએ મજાક મા કહ્યું પણ ખરું, ‘મુંબઇવાળા દીપાને જોવા માટે આવે છે અને તૈયાર તું થઇ રહી છે.’ દીપા પોતાના દિલ ની હાલત કોને કહે? દરિયામાં ઊઠતાં મોજાંની જેમ એનું મન એના કાબુમા ન હતું. નીરાની ખુશીનો તો કોઇ પાર જ નહોતો. નાસ્તામાં શું બનશે? ભોજનનું મેન્યૂ તો બે વખત લખ્યા પછી ફાડી નાખવામાં આવ્યું હતું.
‘બા, પિસ્તા-બદામ વાળી બાસુદી વગર તો મહેમાનોનું સ્વાગત અધૂરું રહેશે.’
‘દીદી, તમે દૂધીનો હલવો જરૂર બનાવજો. જીજાજી વખાણ કરતા થાકશે નહીં.’
નીરા કામ કરીકરીને થાકી ગઇ હતી અને દીપા વગર કામે જ થાક અનુભવતી હતી. કેવી રીતે દીપક સાથે વાત કરીશ? એ આંખો બંધ કરીને પથારીમા પડી હતી, એની બંધ આંખોમાં હજારો સપનાં તરવા લાગ્યાં. ચૂપચાપ દીપકનો ફોટો લઇ ટીખળ કરતી પૂછવા લાગી, ‘બોલો, દીપક વર્મા ક્યારે પધારી રહ્યાં છો?’

આખરે બે દિવસ સુધી સપનાની દુનિયામા ખોવાયેલી દીપાની ધીરજ નો અંત આવી ગયો. વર્માજીએ પોતાના પત્ર મા કંઇક આ મુજબ લખ્યું હતું : ‘અમે તો તમારી દીકરીને વાસંતીના લગ્નમાં જોઇને પસંદ કરી લીધી હતી, પણ દીપકના કાકાને બતાવવાની છે. બતાવવાની વાત તો ઠીક, ફક્ત ઔપચારિકતા નિભાવવાની છે.’ બધાંને વિશ્વાસ હતો કે વર્મા પરિવાર આવી રહ્યો છે તો લગ્નની તારીખ પણ કઢાવી લેશે. ટ્રેન મોડી હતી. નવ વાગ્યાની ટ્રેન અગિયાર વાગે આવી. દીપાનું હૈયું ઝડપથી ધબકી રહ્યું હતું.’
ડોક્ટરસાહેબ, જલદી આવી જાવ, ક્યાંક માંદગી વધી ન જાય.’ નીરા દીદીને ચીડવતાં ચીડવતાં કામ કરી રહી હતી.
‘દીદી, તમે ગમે એટલા પ્રયત્નો કરો, પરંતુ તમારી ખુશી આંખોમા સ્પષ્ટ દેખાય છે.’ બા તો પોતાની જગ્યા પર બિરાજમાન થઇ ગયાં હતાં.

આમ, હળવા વાતાવરણમાં જોવાનો રિવાજ પૂરો થયો. દીપકને નીરા બહાનું કાઢી દીપાની પાસે લઇ આવી. ‘દીદી, આપણો બગીચો તો બતાવો મારા થનાર જીજાજીને.’ અને પોતે ત્યાંથી જતી રહી.

થોડી વાર તો બંને મૌન રહ્યાં. પછી દીપકે જ બોલવાની શરૂઆત કરી, ‘દીપા, તમને જે એક વખત જોઇ લે એ તમને ભૂલી ન શકે.’ દીપકના અવાજમાં એવું ગજબનું આકર્ષણ હતું કે દીપા એના તરફ આકર્ષાઇ ગઇ. જ્યારે પાછા જવાનો સમય થયો, ત્યારે વર્માજી બોલ્યા, ‘અમને તમારી દીકરી પસંદ છે, પણ લગ્નની તારીખ અમે મુંબઇ જઇને જ કઢાવીશું. અમે ચર્ચા-વિચારણા કરીને તમને પત્ર લખીશું.’

મુંબઇ ગયા પછી દિવસો વીતતા ગયા, પરંતુ કાગળ આવ્યો નહીં. બે મહિના પછી એક પોસ્ટકાર્ડ આવ્યું. તેમાં વર્માજીએ માફી માગતાં લખ્યું હતું કે, ‘અહીં આવીને ચર્ચા-વિચારણા કરી કે ત્યાં આપણે આપવા-લેવાની વાત તો કરી જ નહીં. દીપકના ભણતર પાછળ ઘણો ખર્ચ થયો હતો અને અહીં એક એવો પરિવાર મળી ગયો છે, જે બધો જ ખર્ચ આપવા તૈયાર છે. તેથી અમે આ સંબંધ બાંઘવા નથી ઇચ્છતા. ભગવાનને પ્રાર્થના કરીશું કે તમારી દીકરીને ક્યાંક સારું ઘર-બાર મળી રહે.’

બાપૂજી તો અવાક જ થઇ ગયાં. બા જ્યાં બેઠી હતી ત્યાંની ત્યાં જ માથું પકડી બેસી રહી. નીરા તો જાણે એક ક્ષણમાં મોટી થઇ ગઇ. ક્યારેક બાપુજીને દવા આપતી, ક્યારેક મમ્મીને જમવાનું અને ક્યારેક પોતાની દીદીની વેદનાને વહેંચવાનો પ્રયત્ન કરતી. દીપાને તો આખું જગત જૂઠું લાગવા લાગ્યું. ક્યારેક ઉદાસ થઇને તુટતા તારાઓને જોઇને બબડતી, ‘ડૉ, વર્મા, તમે પણ આવી ગયા ને પૈસાની લાલચમાં?’

એને એટલો આઘાત લાગ્યો હતો કે, લગ્ન શબ્દથી જ નફરત થઇ ગઇ હતી. એનું સ્વાભિમાન જાણે જાગી ઉઠ્યું. પોતાના અંતરમનની પીડાને હૃદયમાં દાબી, નાની નીરાને ખુશ કરવાનો પ્રયત્ન કરતી કેમ કે આ ઘટના પછી એ જાણે એક્દમ મોટી થઇ ગઇ હતી. દીપા કોલેજ જતી. પાછાં વળતી વેળાએ બાપુજી માટે દવા, બા માટે પાન લાવવાનું ન ભૂલતી. નીરા માટે પણ કંઇ ને કંઇ અચુક લાવતી. આમ, બે વરસ વીતી ગયાં. એ દરમિયાન જ્યારે પણ બાપુજીએ દીપાના લગ્નની વાત કરવાનો ઉલ્લેખ કર્યો ત્યારે દરેક વખત રડી પડી. ‘બાપુજી, મેં તમને કહી દિધું કે, હવે મારે લગ્ન નથી કરવા. સાત હજાર મહિને કમાઉ છું, પગભર છું. બાપુજી, હું એટલા રૂપિયા કમાઇશ કે નીરાનાં લગ્ન ધામધૂમથી કરી શકું અને જે અન્યાય મારી સાથે થયો, એનું પુનરાવર્તન એની સાથે ન થાય.’ અને આજે એની સામે સૂતેલાં બાપુજી, બા અને નીરાને જોઇને કાગળ વાંચ્યો. એની પ્રતિક્રિયા જાણવા માટે ત્રણેયની આંખો ઉત્સુક હતી. ત્યાં જ દીપાએ જોરથી બૂમ પાડી, ‘નીરા, શા માટે મને આ કાગળ પકડાવ્યો?’ દીદીનો આટલો કર્કશ અવાજ નીરાએ પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો.

‘બાપુજી, તમે આ કાગળ ફાડીને ફેંકી કેમ ન દીધો? વાહ, શું કાગળ લખ્યો છે?’ લખે છે કે “બહુ શરમ અનુભવી રહ્યો છું. કયા મોઢે તમને લખું ? એ સમયે પૈસાના લોભમાં શ્રીવાસ્તવની દીકરી સુધા સાથે દીપકનાં લગ્ન કરી દીધાં હતાં. પરંતુ ગયા વરસે એક સંતાનને જન્મ આપી સુધા મૃત્યુ પામી. દીપક બીજે ક્યાંય લગ્ન કરવા તૈયાર થતો નથી. ફક્ત તમારે ત્યાં લગન કરવા માની ગયો છે. મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે તમારી દીકરી દીપાનાં લગ્ન હજુ સુધી કયાંય થયાં નથી. તેથી મહેરબાની કરીને મારા પર ઉપકાર કરો. દીપા દીકરીને અમારી વહુ બનાવી લઇશું. દીપકના સંતાનને મા મળી જશે અને દીપક-દીપાનું ઘર વસી જશે.” – ના બાપુજી, ક્યારેય નહીં. હું પગભર છું. હવે મારે કોઇના આધારની જરૂર નથી.’

’પરંતુ બેટા….’ બાપુજી કંઇ કહેવા ગયા, તો એણે કહ્યું, ‘બાપુજી, હવે પરંતુ ની કોઇ શક્યતા જ નથી. મારે નથી જોઇતો આધાર.’ દીપાનો દ્રઢ સ્વર હવામાં ગુંજી રહ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કડવાં ગુણકારી વચનો ગળી જાવ ! – ભૂપત વડોદરિયા
આપણે અને વિચારો – પ્રવીણ દરજી Next »   

14 પ્રતિભાવો : મને આધાર ના આપો – ઊર્મિલા ખરે

 1. Manisha says:

  સાચે જ .. આપણે જ આપણો આધાર……. ગમ્યુ.

 2. Jayesh Bhatt says:

  Good Good Deepa. You Show like Brave Women.

 3. Dhaval says:

  Very good, This is not a story but also a lesson which teach us then every women also like a mount.

 4. KavitaKavita says:

  Bravo Deepa. I hope our society & youth learn something from this story.

 5. urmila says:

  what a story – only if it was true n girls are that courages these days – it will be interesting to know if there are any true stories like these that has happened in anybody’s life – perhaps we can read about it from true experience

 6. shetal says:

  ખુબ જ સરસ અને પ્રેરક વાર્તા……દિપા જેવી બહાદુરતા બધા મા હોઇ તો અન્યાય થાય જ નહિ……..

 7. MParekh says:

  Great Story, Urmilaji!!

  All parents should understand giving dowry and taking dowry is a big crime, not only by law but ethically is inhumane.

  All girls and their parents need to show courage like the story character Deepa has exhibited.

  It’s a shame that people ask for dowry…. Hasn’t girl’s mother gone through same pain when she gave birth to her like the boy’s mom would have? Hasn’t girls parents gone thorough highs and lows (physically, mentally, financially – basically all aspects) that a boy’s parents would have?
  Then …why the dowry…..please! Help STOP this nonsense. Please discourage dowry.

 8. Dipika D Patel says:

  દીપા એ લગ્ન ના કરવાનો નીર્ણય ના લેવો જોઈએ, કેમકે દિપક વર્મા ની જેમ બધા પૈસા માટે સ્વાર્થિ હોતા નથી. ખરુને? બીજા સારા વિચારો વાળા વ્યક્તિ સાથે પરણીને દીપકને બતાવવું જોઈએ કે સ્વાર્થી લોકો વગર પણ અમે સંસાર માંડિ શકીએ છીએ. શા માટે સારા લોકોએ જ હંમેશા સહેવું?

 9. Keyur Patel says:

  આ તો ફરી થી લગ્ન કરવા છે કે સોદો?

 10. ઋષિકેશ says:

  I would say, this is a lesson to the guys not to spoil the life of a girl just by following advice of their materialistic elders. Had Deepak been brave enough, he would have chosen the right way.

  I agree with Deepika Patel ji..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.