નાથને નીરખી – નરસિંહ મહેતા

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;
પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.

અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૌંયો વધાવે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મુક્ત થઈ જા – મહેન્દ્ર જોશી
એમ રખે માનજે – પ્રવીણ દરજી Next »   

9 પ્રતિભાવો : નાથને નીરખી – નરસિંહ મહેતા

  1. gopal parekh says:

    નરસિંહ મહેતાની આ કવિતા પહેલીવાર જોઈ, આભાર

  2. નરસૈયાને તોલે કોઈ ન આવે

  3. Vishnuprasad naik says:

    બહુજ સુન્દર કવ્ય પહેલી વાર જ વાચ્યુ આવી રચનાઓ આપાતા રહેશો એ અપેક્ષા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.