ભીંત ઉપર – આદિલ મન્સૂરી

ભીંત ઉપર
ચકલી બેઠી ને
સૂરજ સરક્યો,
બારીના
સળિયાઓ તોડી
તડકો થરક્યો,
કૅલેન્ડરના પાને પાને
સ્પર્શ સમયનો,
ભીંત ઉપર
પડછાયો ડોલે
વધતી વયનો,
ચાની ઊડતી વરાળમાં
માછલીઓ તરતી,
સૂરજનો માળો છોડીને
ચકલી
ભીંતે પાછી ફરતી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બટાકાપૌંઆ તો તારાબહેનનાં જ ! – કલ્પના દેસાઈ
જવા દે – રશીદ મીર Next »   

14 પ્રતિભાવો : ભીંત ઉપર – આદિલ મન્સૂરી

 1. Suresh Jani says:

  કોઇ આ કવિતાનો અર્થ સમજાવશે?

 2. puja says:

  કોઈ અમને પણ સમજાવો………

 3. sagrika says:

  એક દીવસ કવિ ને જે ધુન ચડી તે આ કવિતા,!!!!!!

 4. વિનય ખત્રી says:

  લેખક online available નથી અને મૃગેશભાઈ રજા પર છે….
  આ કવિતાનો અર્થ કોણ સમજાવશે?

 5. Pankaj says:

  good poem. If people do not have the capability to understand that, pls do not read the poem.
  bravo Adil, keep writing this type of poem to make people fool.

 6. સરળ કવિતાનો સરળ અર્થ
  મોત અને પછી ફોટામાં બેઠી ચકલી સજી ધજીને

 7. વિનય ખત્રી says:

  પ્રિય પંકજભાઈ,

  તમને કવિતા સમજાણી હોય તો અમને પણ સમજાવો, ને ન સમજાણી હોય તો અમારી Lineમાં આવી જાઓ…

  તમે કયા ફૂલની વાત કરી રહ્યા છો? હમણાં વસંતઋતુ ચાલી રહી છે અને દરેક બાગમાં ફૂલો મહેકી રહ્યા છે… !!!

  ચાલો ત્યારે, લખતા રહેશો…

 8. VF SJLTFGM VZY G VFJ0[TM VF56G[ VWLSFZ GYL HLJJF DL\+ GM

 9. SHREYAS PARMAR says:

  હ્જુ સુધી મૃગેશભાઈ રજા પર થી પાછા આવ્યા નથી ?

  કોઇક તો તઈયાર થાવ આવિતા સમજાવ્વા મઅટે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.