માનવ અને માનસી – વિશાલ દવે

[‘દિવ્યભાસ્કર’માંથી સાભાર. ]

માનવ અને માનસીનાં લગ્નની આજે પાંચમી વર્ષગાંઠ હતી. વીતેલાં વર્ષોનું સરવૈયું કાઢતાં લેણાં બાજુ જે એક્માત્ર મિલકત વધી હતી તે હતી ચાર વર્ષની તેમની દીકરી નિષ્ઠા. સંગેમરમરમાંથી કંડારેલા શિલ્પ જેવી નાનકડી નિષ્ઠા હવે મા-બાપ વચ્ચે અવાર-નવાર ઝરતા તણખાઓની ગરમી અનુભવી શકતી હતી અને એટલે જ માનવ ઘણીવાર માનસીને કહેતો કે ‘માનસી! આપણાં ઝઘડા આપણી વચ્ચે જ રહેવા જોઇએ. નિષ્ઠાના કુમળા માનસ પર તેની અસર ન પડવી જોઇએ.’

માનવ પ્રત્યેની માનસીની તમામ ફરિયાદો છેવટે એક જ વાક્ય પર આવી અટકતી હતી. ‘દુનિયા આખીના પતિઓ પોતાની પત્નીઓને કેટલું સાચવે છે અને એક તું છે માનવ, કે તને મારી કંઇ જ દરકાર જ નથી. માનવ, તને ખબર છે કે સામેવાળા તુષારભાઇએ દીવાળી પર ગીતાભાભીને સોનાની બંગડીઓ કરાવી આપી ?’
‘હા, તો ?’ માનસીની વાતમાં રહેલો ગર્ભિત ઇશારો માનવ સમજી ગયો હતો.
‘તો કંઇ નહીં, આ તો ખાલી વાત કરું છું. વાત ન થાય ?’ થોડીવાર માટે મૌન પથરાઇ ગયું અને ત્યારબાદ ફરી માનસીના હોઠ ખુલ્યા ‘માનવ તને યાદ છે, આપણે ખરીદી કરવા ગયા ત્યારે રત્નદીપમાં પેલી સાડી મને બહુ જ ગમી હતી?’
’હા, યાદ છે, સાડી પણ બાવીસો રૂપિયાની. તેની કિંમત પણ !.’
‘હા, એટલી જ કિંમતની અને બિલકુલ એવી જ સાડી ગઇકાલે મેં મારી બહેનપણી નીરૂને પહેરેલી જોઇ. મેં એને પૂછ્યું તો કહ્યું કે એના હસબન્ડે એને ‘બર્થ-ડે’ પ્રેઝેન્ટ કરી છે.’
‘માનસી, આ બધી વાત તું મને શું કામ કરે છે ? તું કહેવા શું માંગે છે ?’ માનવે પોતાની નારાજગી વ્યકત કરતાં કહ્યું.

‘તમારી સાથે તો વાત કરવી એ જ ગુનો ! ’ માનસીએ અકળાઇને જવાબ આપ્યો.
‘વાત કરે છે કે અપેક્ષા દર્શાવે છે?’
‘અપેક્ષા દર્શાવી હોય તો પણ ખોટું શું છે ? પત્ની છું તમારી ! એટલો પણ હક્ક નથી મારો ?’
‘જો માનસી, તુષારભાઇ લાકડાનો બિઝનેસ ધરાવે છે એમના માટે પત્નીને સોનાની બંગડીઓ લઇ આપવી એટલું જ સરળ છે જેટલું સરળ મારા માટે તને બગસરાનું પેન્ડન્ટ લઇ આપવું. પરંતુ ખોટું તને સદતું નથી અને પેલી તારી બહેનપણી નીરૂ ! એનો પતિ કોલસાની દલાલીમાં ઘણું કાળું-ધોળું કરી ચૂક્યો છે. બાવીસો રૂપિયા જેટલી રકમ તો એના લૂગડાં ખંખેરતાય અમસ્તા પડી જાય એમ છે. જ્યારે હું રહ્યો એક સામાન્ય શિક્ષક, એ પણ નવો-નવો જેનો પૂરો પગાર પણ હજુ ચાલુ થયો નથી. તું આ બધી વાત કેમ ભૂલી જાય છે ?’
‘સીધી રીતે કહોને કે તમારામાં ત્રેવડ નથી !’ માનસીએ સીધો જ માનવના સ્વમાન પર ઘા કરતાં કહ્યું. જવાબમાં માનવ બિલકુલ સ્તબ્ધ, તેની આંખો પુત્રી નિષ્ઠા પર સ્થિર થઇ ગઇ. હોઠ પર આવેલા શબ્દો તે ગળી ગયો. ઇચ્છા તો હતી કે એક ધક્કા સાથે માનસીને ઘરની બહાર ધકેલી દે, પરંતુ ધક્કાની અસર પત્ની કરતાં વધારે પુત્રીને થાય તેમ હતી. આ વાત ને આજે એક વર્ષ થવા આવ્યું હતું. એક જ છત નીચે રહેવા છતાં માનવે માનસી સાથેના તમામ સંબંધો કાપી નાખ્યા હતા. સાથે રહેવાનું એક માત્ર કારણ પુત્રી નિષ્ઠાનું સુરક્ષિત ભવિષ્ય હતું.

એક વર્ષના આ ગાળા દરમિયાન માનસી ઘણું પસ્તાઇ ચૂકી હતી. પતિની આંખમાં આંખ મિલાવવાની હવે તેની હિંમત નહોતી. માફીનામું તૈયાર કરવા માટે તેણે કાગળ તથા પેન ઉઠાવ્યાં અને શરૂઆત કરી. ‘પ્રિય માનવ ! એક વર્ષ સુધી તારી સાથે રહેવા છતાંય તારાથી દૂર રહીને મને સમજાઇ ચૂક્યું છે કે સાચું સુખ ભૌતિક સંપત્તિમાં નહીં પણ નિ:સ્વાર્થ લાગણીઓમાં છે. કીંમતી દાગીનાઓમાં નહી પણ હુંફાળા સંબંધોમાં છે હું ભૂલી ગઇ હતી કે રૂપિયાની મદદથી શોરૂમમાં સજાવેલી સાડી તો ખરીદી શકાય છે, પરંતુ પતિની આંખોમાં રહેલી ચમક નહીં. તારી માનસીને એક્વાર માફ નહી કરે માનવ?’ આટલું લખ્યા બાદ માનસીની આંગળીઓ અટકી ગઇ. માનવ હવે આવતો જ હશે એમ વિચારી તેણે ત્યાં જ પત્ર પૂરો કરી દીધો. પછી પત્ર મૂકવા માટે તે માનવના ટેબલ તરફ વળી. તેનું ડ્રોઅર ખૂલતાં જે તેની નજર અંદર પડેલાં પોતાનું નામ લખેલા કવર પર પડી. તેણે કવર ઉઠાવ્યું. અંદર માનવનો પત્ર હતો.

માનસીએ ફડકતા હૃદયે અને ધ્રૂજતા હાથે પત્ર વાંચવાની શરૂઆત કરી, ‘પ્રિય માનસી! આજે હું હારી ગયો. આજ સુધીનો દરેક દિવસ હું એ જ વિશ્વાસ સાથે વિતાવતો રહ્યો કે એક દિવસ તો એવો જરૂર આવશે જ્યારે મારી માનસી બધું જ ભૂલીને સંબંધોમાં પડેલી તિરાડને પૂરી દેશે. પોતાની ભૂલ સ્વીકારી લેશે અને પ્રેમથી મને ગળે લગાવી લેશે, પરંતુ મારો એ વિશ્વાસ માત્ર એક ભ્રમ સાબિત થયો. દાંપત્યજીવનનાં અંધકારમાં એક નવો સુરજ ઊગવાની મારી આશા રોજે ટુકડે-ટુકડે દમ તોડતી રહી એટલે કાયમ માટે આંખોથી દૂર કરી અહીંથી જઇ રહ્યો છું. હું જવાબદારીથી છટકી જનારો ના-મર્દ નથી એટલે આપણી દીકરી નિષ્ઠાને મારી સાથે લઇ જઇ રહ્યો છું. તેનો ઊછેર હવે હું મારી રીતે કરીશ. તને તારી જિંદગીની સેકન્ડ ઇનિંગ માટે બેસ્ટ……માનસી આગળ વાંચી ન શકી. માનવની આંખોમાંથી ટપકેલા અશ્રુઓથી પત્રનાં અક્ષરો ચેરાઇ ચૂક્યા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શું ઇશ્વર ખરેખર બધે જ છે? – અમિત પરીખ
સોબત – પ્રવીણ દરજી Next »   

32 પ્રતિભાવો : માનવ અને માનસી – વિશાલ દવે

 1. Navneet Dangar says:

  ખતરનાક !

 2. hiral says:

  this type of articles should not b written bcz loko aavi stories thi prerata hoy che!
  negative impact pade che!

 3. Bansi Patel says:

  For the comment posted above,

  Are people a kid? If they inspired by something and harm their life its their own destiny.

  Every kind of literature should be written and published. So people can develop the understanding to judge what is right and wrong.

  It is like ban the use of Internet just because people can see something bad on it.

  Ban the 3 hrs movie just because it has 5 second of so called bad scene.

  Ban the channel becuase it shows some movie which has some so called bad scenes?

  Ban the ‘Gutkha’ becuse people (no matter they are of age 15 or 45) don’t understand it can harm them and innocently eat that.

  Ban alcohol because we have failed to develop the level of maturity in people which hcan help them decide how much to consume.

  When would we learn to take responsibility to develop our mind such a way that can judge right and wrong instead of stopping the things only to come in our way?

 4. વો મોડ તુમ મુડ ગયે જહાસે વો મોડ અબ ભી વહી ખડે હૈ

 5. Rajesh Makwana says:

  I think it is a good story. Story Only !!!

 6. keyur vyas says:

  for the third response, is it a comment or article?

 7. Keyur Patel says:

  આવી વાર્તા ઉપરથી વાંચકો એ બોધ લેવો જોઇએ. નહિ કે નેગેટિવીટી. લાલ બત્તી ધરે છે આ વાર્તા સમાજ સામે.

 8. suresh jani says:

  બહુ જ સરસ વાર્તા. સ્ત્રીઓના પ્રશ્નોને, મજબુરીઓને વાચા આપતી, ચવાયેલી વિષયોની વાતો માં આ વાર્તા નવી જ વાત લઇને આવી છે.
  ઘણા આધુનિક લગ્નો તૂટવાનું કારણ સ્ત્રીઓનું બાહ્ય ભભક પ્રત્યે આકર્ષણ હોય છે, તે વાત અહીં ઊજાગર થઇ છે.
  બદલાતા જમાના અને દામ્પત્ય સંબંધોમાં આવી વાર્તાઓ પથ પ્રદર્શક બની રહેશે.

 9. Jayesh Bhatt says:

  Sir If Possible Please Provide Me The mail Address OF Comment On Manav And mansi …Vishal Dave Because it’s My Bichede Friend…………..Thanks

  Feb 13 2007 Hiral

  this type of articles should not b written bcz loko aavi stories thi prerata hoy che!
  negative impact pade che!

 10. Agni says:

  DAMN… O MY GOD!!!
  wat the F************** !!!
  this is such a bull shit… never put any articles like this…. KACHRO ARTICLE>….. not inspiring at all….

 11. suresh jani says:

  અગ્નિ ભાઇ કે બહેન !
  જો તમને આ કચરો લાગતું હોય તો તમે એક વાર્તા લખો – ભલે અંગ્રેજીમાં લખો, પણ તેમાં દિશા સૂચન કરો કે આ વાર્તાને પ્રેરણાદાયી કઇ રીતે બનાવવી.
  અમને તો આમાંથી ય ઘણી પ્રેરણા મળી અને વાર્તા કળાની દૃષ્ટિએ પણ છેલ્લી લીટીઓ માસ્ટરપીસ લાગી. વાર્તા હકારાત્મક કે સુખાંત જ હોવી જોઇએ તે જરુરી નથી.
  હું મૃગેશભાઇને વીનંતિ કરું કે મારી કોમેંટ તમને ખાસ પ્રયત્ન કરીને પહોંચાડે.

 12. urmila says:

  Mrugeshbhai – I have a request – please do not print ‘foul language’ /(four letter words) – from the readers – Read Gujarati is a respectable sight- please make readers aware of that by refusing to print ‘bad language’

 13. Naresh Dholakiya says:

  Really touching story , some times people wait for others to start talk. Procastination in patch up turns out tobe cause of break up.

 14. Naresh Dholakiya says:

  I have read all comments some sensitive and some insensitive to story theme. But I request MRUGESHBHAI to contnue such efforts.

 15. Komal says:

  very very very nice story!!! very touching

 16. Priyanka Patel says:

  really very touching story!!!!!!!!!!!!!

 17. hitu pandya says:

  જીવન માઁ કરેલી ભૂલ નો એહસાસ થાય તો એને સ્વીકારવા મા નાનપ નથી…એને એહસાસ થતાઁ ની સાથે જ સ્વીકારી અને સુધારી લેવી જોઇએ….સરસ વાર્તા

 18. KRUNAL CHOKSI says:

  અિત કરુણ ભાવ દર્શાવતી આ વાર્તા હ્દય ને સ્પર્શી ગય.

 19. Megha says:

  this story is really good… ane je loko e upar comment kari che k story nathi sari , etc.. e darek ne hu kahu chu k ek story lakhi ne batavo… sahitya nu kaik sarjan kari ne batavo ane pachhi koi uagata sahityakar par negative comment karo. Mr Vishal dave keep it up!!!

 20. સુરેશ જાની says:

  મેઘા ને ધન્યવાદ !

 21. Chirag Patel says:

  સરસ ભાવ પ્રગટાવ્યા છે.
  મેઘા, તમે પ્રતિભાવો વાંચીને એવું ના કહી શકો કે એક વાર્તા લખી બતાવો અને પછી ટીકા કરો. કેમ? સારા પ્રતિભાવ આપનારને પણ આવું કેમ ના કહેવાય કે વાર્તા લખો અને પછી પ્રતિભાવ આપો! લખનારે એની ફરજ પુરી કરી, હવે વાંચનાર જે પણ પ્રતિભાવ આપે તે સ્વીકારવો જોઇએ.

 22. સુરેશ જાની says:

  ( મારી નવી જોડણી સહી લેશો.)
  નકારાત્મક ટીકા કરવી સહેલી છે.
  રચનાત્મક કામ કરવું કઠણ છે.
  મેઘાબેને આપણને રચનાત્મક અભીગમ તરફ વાળ્યા માટે તેમને ધન્યવાદ…

 23. પહેલાં પતિ તરીકેની ફરજ માટેની અપેક્ષા…. પછી સમાધાન પણ એ કરે એવી અપેક્ષા…

  કદાચ આવી અપેક્ષાઓ જ સુખી જીવનનો અંત લાવવામાં કારણભૂત બનતી હોય છે…

  ખુબ ઉત્કૃષ્ટ રચના….

 24. અંગ્રેજીમાં “F”થી શરુ થતા ૧૫ અક્ષરના functionalistic અને એવા બીજા ૮૫થી વધુ શબ્દો છે. (જુઓઃ http://wordnavigator.com/by-length/15f) ત્યારે “F**************” વાંચીને ચતુરાક્ષરી જ કેમ યાદ આવે છે?

  જોકે અગ્નિએ KACHRO શબ્દ નહીં વાપરવો જોઈએ. હું પણ સ્ટ્રોંગ્લી ઓપોઝ કરું છું.

  અને હા, અત્યંત સુન્દર વાર્તા. નકારાત્મક પણ અણધાર્યો વળાંક સાથેની ખુબજ ઉત્કૃષ્ટ રચના.

 25. Agni says:

  okay.. i’ve reread the story n yr replies after my comment.
  and i apologies to all of you and readgujarati and the author…
  i shouldn’t have used it….
  and if i didn’t like the article i shudn’t have expressed my thoughts in such words…
  anyways… sorry..
  may b i haven’t grasped the depth of this article that’s y prolly i didn’t like it..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.