- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વાનગી સંચય – અનિત્રિ ત્રિવેદી

[રીડગુજરાતીને આ સુંદર વાનગીઓ લખી મોકલવા બદલ શ્રીમતી અનિત્રિબહેનનો (ટેક્સાસ) ખૂબ ખૂબ આભાર.]

મેંગો હલ્વો

સામગ્રીઃ

૨ પાકી કેરી
૧ નાનો ક્પ ખાંડ
૧ ક્પ દુધ
૧ ચમચી ઘી
૨ ટીંપાલીંબુ નો રસ
ઈલાયચી કેસર(ટૈસ્ટ પ્રમાણે)

રીતઃ

૧) કેરી ની છાલ કાઢી ને નાના કટકા કરવા.
૨) એક વાસણ માં ઘી મુકી ને કેરી ને સાંતળવી.
૩) પાંચ મિનિટ પછી એક કપ દુધ નાખવુ.
૪) દુધ થોડુ જાડુ થાય એટલે તેમા લીંબુ ના ટીંપા નાખવા.
૫) પછી ખાંડ નાખવી (પહેલા કેરી ની સ્વીટનેસ જોઇ લેવી).
૬) બરાબર હલાવતા રહેવુ.
૭) જાડુ શીરા જેવુ થાય એટલે તેમા ઈલાયચી અને કેસર તથા એક ચમચી ઘી નાખી ને ઊતારી લેવુ.
૮) એક થાળી માં ઘી લગાડી ને પાથરી દેવુ.
૯) ઊપર વરખ પણ લગાડી શકાય.
૧૦) ઠંડુ પડે એટલે કાપા પાડવા.

પૈઆ ની કટલેટ

સામગ્રીઃ

૧ કપ પૈંઆ
૧ મોટુ બાફેલુ બટાકુ
૧/૨ કપ બાફેલા લીલા વટાણા
૨ ચમચી રવો
૪ ચમચી આરા લોટ
૧/૨ કપ બ્રેડ ક્ર્મ્બ્સ
૨ લીલા મરચા જીણા સમારેલા
૧/૨ ચમચી લાલ મરચુ
૨ ચમચી લીંબુ નો રસ
૧ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ખાંડ
મીંઠુ પ્રમાણસર
તેલ (તળવા માટે)

રીતઃ

૧)પૈઆ ને ધોઇ ને ૧૦ મિનિટ સરખા પાણી મા પલાળવા.
૨)૧૦ મિનિટ પછી પાણી વધારે લાગે તો પૈઆ ને ગાળી લેવા.
૩)પૈઆ તથા બાફેલા બટાકા ને જોડે મસળી લો.
૪)બાફેલા લીલા વટાણાનાખો.
૫)તેમાં બધો મસાલો, રવો , ૨ ચમચી આરા લોટ,૨ ચમચી બ્રેડ ક્રમ્બ્સ નાંખી ને બધુ મીક્સ કરો.
૬)એક ડીસ મા વધેલો આરા લોટ તથા બ્રેડ ક્રમ્બ્સ મીક્સ કરો.
૭)કટલેટ ના બીબા થી કટલેટ પાડવી.
૮) આરા લોટ તથા બ્રેડ ક્રમ્બ્સ મા કટલેટ ને રગદોળી ગરમ તેલ મા ગોલ્ડન થાય ત્યાં સુધી તળવી.
૯)ગરમ-ગરમ કટલેટ ગળી ચટણી સાથે પીરસવી.

નોધઃ
કટલેટ ફાટે તેવુ લાગે તો વધારે આરા લોટ માં રગદોળવી.

મગ ની દાળ ના વેજીટેબલ ઢોકળા

સામગ્રીઃ

૧ ૧/૨ કપ પલાળેલી મગ ની દાળ
૧/૨ કપ ગાજર જીણા સમારેલા
૧/૨ કપ લીલા વટાણા
૧/૨ પાલક ની ભાજી જીણી સમારેલી
૨ લીલા મરચાં જીણા સમારેલા
૧ ૧/૨ ચમચી આદુ-લસણ ની પેસ્ટ
૧/૨ કપ ખાંટુ દહીં
મીંઠુ પ્રમાણસર
ચપટી સાજી ના ફુલ અથવા ૧/૪ ટી સ્પુન ઈનો

રીતઃ

૧)મગ ની દાળ ને ૪ ક્લાક પલાળવી.
૨)દાળ ને દહીં મા ઢોકળા જેવી વાટવી.
૩)વાટેલા ખીરા મા બધા મસાલા તથા વેજીટેબલ નાંખવા.
૪)જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે સાજી ના ફુલ નાખવા.
૫)એક થાળી મા તેલ લગાવવુ.
૬)થાળી મા પ્રમાણસર્ ખીંરુ નાંખી ને ૧૨-૧૫ મિનિટ ચડવા મુકવુ.
૭)કાપા પડી ને લીલી ચટણી સાથે ગરમ-ગરમ પીરસવા.


વજીટેબલ સ્ટફ પરાઠા

સામગ્રી (પુરણ માટે)
૧ ગાજર છીણેલુ
૧ બાટાકુ છીણેલુ
૧ કપ કોબીચ જીણી સમારેલી
૧ નાની ડુંગળી જીણી સમારેલી
૧ ચમચી આદુ, મરચાં, લસણ ની પેસ્ટ
૧/૨ કપ જીણી સમારેલી કોથમીર
૧ ચમચી કોપરા નુ છીણ
૧ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ખાંડ
૨ ચમચી ચણા નો શેકેલો લોટ
૧/૨ લીંબુ
મીઠુ પ્રમાણસર
તેલ વઘાર માટે

સામગ્રી (લોટ માટે)

૨ કપ ઘઊં નો લોટ
૨ ચમચી તેલ
મીઠુ પ્રમાણસર

રીતઃ

૧) ઘઊં નો રોટલી જેવો લોટ બાંધવો.
૨) એક વાસણ માં વાઘાર માટે તેલ મુકવુ.
૩) તેમા જીણી સમારેલી ડુંગળી નાખવી.
૪) પછી તેમા આદુ, મરચાં, લસણ ની પેસ્ટ નાખવી.
૫) બટાકુ નાખવુ, ૨ મિનિટ સાંતળવુ.
૬) ગાજર, કોબીચ, મીંઠુ, ખાંડ, ગરમ મસાલો નાખવો.
૭) ગેસ પર થી ઊતારી લેવુ.
૮) થોડુ ઠંડુ પડે ત્યારે તેમા કોપરા નુ છીણ, ચણા નો લોટ, લીંબુ, અને કોથમીર નાખીને હલાવવુ.
૯) લોટના ગુલ્લા કરી પુરી જેવો વણી ને તેમા સ્ટફીંગ ભરવુ, પછી પાછો વણવો.
૧૦) તવી પર તેલ અથવા ઘી મુકી ને બન્ને બાજુ શેકવો.

મેથી ની ભાજી ના સકરપારા

સામગ્રીઃ
૧ ૧/૨ (ઙૉઢ) કપ મેથી ની ભાજી સમારેલી
૧ કપ મેંદો
૧/૨ કપ રવો
૩ ચમચી તૅલ (મોણ માટે)
૨ ચમચી જીરુ વાટેલુ
૨ ચમચી મરી વટેલા
મીંઠુ ટેસ્ટ પ્રમાણે

રીતઃ

૧ મેંથી ની ભાજી ને સમારી ને ૨ ગ્લાસ પાણી માં ઉકાળવી.
૨ ૭-૧૦ મિનીટ ઉકાળી ને ગાળી લેવી જેથી કઙવાશ નીકળી જાય.
૩ એક વાસણ માં મેંદો-રવો લેવો. તેમાં બધી સામગ્રી મીક્સ કરવી.
૪ ગાળેલી મેંથી ની ભાજી નાંખી ને પુરી જેવો લોટ બાંધવો.
૫ લોટ ના સરખા ભાગ કરીને મોટા રોટલા વણી લેવા.
૬ એક-એક રોટલા ને સક્કરપારા જેવા કાપી ને મીઙીયમ તાપે તળી લેવા.