હું એટલું શીખ્યો છું કે – ડૉ. આઈ. કે. વિજળીવાળા

હું એટલું શીખ્યો છું….

….કે દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.

….કે પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.

…..કે તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.

…..કે આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.

….કે દયાળુ અને માયાળુ બનવું તે ખરા બનવા કરતા વધારે સારું છે.

….કે બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.

…..કે કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.

……કે આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.

…..કે દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી જ હોય છે, જે તેને સમજી શકે.

…..કે જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !

…..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !

…..કે પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.

……કે રોજિંદા વ્યવહારની નાની નાની ઘટનાઓ જ જિંદગીને સાચું સ્વરૂપ આપતી હોય છે.

……કે દરેકના બખ્તરિયા કોચલા નીચે એક એવી વ્યક્તિ હોય જ છે જ પ્રેમ અને લાગણી ઝંખે છે.

…..કે આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, એટલે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું.

….કે સમય કરતાં પણ પ્રેમમાં જ દરેક ઘાને રુઝવવાની શક્તિ રહેલી છે.

….કે મારો વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો મારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે.

…..કે જેને મળીએ તેને બની શકે તો એક સ્મિત તો ભેટ આપવું જ જોઈએ.

…..કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, સિવાય કે જેની સાથે તમે પ્રેમમાં પડો !

…..કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !

…. કે અમૂલ્ય તક ક્યારેય વ્યર્થ જતી જ નથી. આપણે જો ન ઝડપી લઈએ તો બીજુ કોઈક એ ઝડપી લેવા તૈયાર જ હોય છે.

…..કે તમે જો કટુતા-કડવાશને હૃદયમાં આશરો આપશો તો ખુશાલી બીજે રહેવા જતી રહેશે ! એમને અંદરોઅંદર જરાય બનતું નથી !

….કે બોલેલા શબ્દોને દરેક જણાને નરમ અને મીઠાશભર્યાં જ રાખવા જોઈએ, કારણ કે ન કરે નારાયણ અને કાલે કદાચ એને પોતાને જ એ પાછા ગળવાનો વારો આવે તો તકલીફ ન પડે !

….. કે સુંદર મજાનું સ્મિત એ ચહેરાની સુંદરતા વિનામૂલ્યે વધારવાનું એક અદ્દભુત ઔષધ છે.

……કે નાનકડો પૌત્ર કે પૌત્રી જ્યારે દાદા-દાદીની ઘરડી આંગળી પોતાની નાનકડી મુઠ્ઠીમાં પકડે છે ત્યારે હકીકતમાં તો એ દાદા-દાદીને જિંદગી જીવવાનો ટેકો આપે છે. એમને જિંદગી સાથે બાંધે છે.

….. કે દરેક જણને પહાડની ટોચ પર રહેવાની તમન્ના હોય છે. પણ સાચો આનંદ અને વિકાસ ત્યાં સુધી પહોંચવામાં જ હોય છે.

….. કે કોઈને શિખામણ ફક્ત બે જ સંજોગોમાં આપવી જોઈએ : એક, જો સામી વ્યક્તિએ એ માંગી હોય અને બીજું જો એના જીવનમરણનો સવાલ હોય.

….. કે અગત્યના કામ માટે સમય જેટલો ઓછો મળે તેટલું કામ વધારે ઝડપથી થઈ શકે છે.

….. કે સારા મિત્રો અદ્દભુત ખજાના જેવા હોય છે. એ લોકો તમારા ચહેરાને સ્મિતની ભેટ આપે છે, તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે, તમારી વાતો (ઘણી વખત તો સાવ ફાલતુ વાતો) પણ ધ્યાનથી તેમજ રસથી સાંભળે છે, તમારી નિ:સ્વાર્થ પ્રશંસા કરે છે અને એમના હૃદયના દરવાજા હંમેશ હંમેશ તમારા માટે ખુલ્લા રાખે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુંદર પ્રાસંગિક લોકગીતો – રતિલાલ સથવારા
સફારી ની સફર – પ્રો. જયેશ વાછાણી Next »   

31 પ્રતિભાવો : હું એટલું શીખ્યો છું કે – ડૉ. આઈ. કે. વિજળીવાળા

 1. chini says:

  very nice

 2. JITENDRA TANNA says:

  ખુબ સરસ. હું આ લેખ વાંચીને એટલુ શીખ્યો છું કે…..

  આ લેખ જેટલું શીખવે છે એ શીખી લઇએ તો પછી લગભગ કાંઇ શીખવાનુ બાકી રહેતું નથી.

 3. kirti says:

  i got tears in my eyes after reading this. if you follow these, life becomes very easy. but being a ordinary human being certain expectations, wishes are not easy to leave. but will try to follow it.

 4. Anand says:

  Nice One !!

 5. urmila says:

  simply beautiful

 6. deval says:

  ” કે અપેક્ષા માનવ જીવન નો આનન્દ ઓછો કરે છે.”

 7. Trupti Trivedi says:

  Thank you Dr. I.K.

 8. વટ્ટી says:

  too good
  very nice who ever wrote this one
  this is rock man
  i really like this web.
  from watti

 9. Bhavin Gandhi says:

  બસ આટલુ જીવન મા ઉતારી લો પછી કોઇ સ્વામીના શરણની જરૂર નથી.

 10. Manisha says:

  ડોકટર સાહેબ …ખરેખર તમે તો વીજળી જેવુ જ કામ કર્યુ. ….આભર શબ્દ નાનો પડે………..

 11. dharmesh Trivedi says:

  dr.vijliwala
  aapno artical sarvang sunder chhe….jivan jivava nu em nahi pan umda rite kem jivi sakay te aama thi supere sikhi sakia tevo sunder lekh…aabhar….dharmesh

 12. Riddhi says:

  it’s very inspiring… જિવન નો નિચોડ ચૅ….
  Thanks very much

 13. Anokhi says:

  Wow, each and every sentance is beautiful of this artical , but the one which inspire me is ….કે જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !

 14. purvi says:

  એકદમ સરલ અને રસપદ વાતો

 15. Keyur Patel says:

  સાચા મોતી છે આ બધા. વીણાય એટલા વીણી લો.

 16. ONE WHO LIVES WITH DR.I.K.VIJALIWALA’S THOUGHTS WITH ACTION IN DAY TO DAY’S LIFE WILL BE THE MOST HAPPY PERSON.

 17. Pravin V. Patel says:

  વિચાર મોતી,
  જડ્યાં.
  લી(ળી)ધાં ખોબલે ખોબલે.
  વાહ રે વાહ,
  લા(ળી)જવાબ.
  અભિનંદન.

 18. Pravin V. Patel says:

  લા(ળા)જવાબ.

 19. સમજવા જેવી વાતો છે.

 20. khatri says:

  …..કે આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !

 21. Hiral says:

  readgujarati is the best site!
  and gujaratis r the best people!
  thank u for all wonderful stories which r not stories tells truth of life!

 22. Prima says:

  ખુબ જ સરસ ચે

 23. Niraj says:

  “જિંદગી અતિકઠિન છે, પણ હું કાંઈ ઓછો મજબૂત તો નથી જ !”
  વાહ વાહ !!!

 24. sandeep thanki says:

  very nicely given the crunch of his life. hats off.

 25. PALLAVI says:

  Worth Reading Article.
  Pallavi

 26. Suhas says:

  ખુબ જ સરસ…Thanks…!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.