સફારી ની સફર – પ્રો. જયેશ વાછાણી

magazine[રીડગુજરાતીના નિયમિત વાચક પ્રો. જયેશભાઈ ‘ઉમિયા પરિવાર’ સામાયિકના કટાર લેખક છે. આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા તેમણે સુપ્રસિદ્ધ ‘સફારી’ સામાયિકના સર્જક શ્રી નગેન્દ્રભાઈની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતને લગતી આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ પ્રો. શ્રીજયેશભાઈનો (રાજકોટ) ખૂબ ખૂબ આભાર.]

વર્ષ 2004, મે મહિનાની 18મી તારીખે સવારે અમદાવાદના એલીસબ્રીજ વિસ્તારમાં રિક્ષામાંથી ઉતરતી વખતે વર્ષોથી એ વ્યક્તિને રૂબરૂ મળવાનો તલસાટ બેકાબુ બન્યો; ‘આનંદમંગલ’ કોમ્પ્લેક્ષમાં તેમની ઓફીસની કોરીડોરમાં પ્રવેશતા જ ચારેકોર અનેક પુસ્તકોના ઢગલાની વચ્ચે કાર્યમગ્ન એ વ્યક્તિને મળી ધન્યતા અનુભવી. વાંચનપ્રેમીઓ જેની કલમથી રોમંચીત થઇ ઊઠે છે એવા આ ગુજરાતી લેખનના સુપરસ્ટાર એટલે ‘સફારી’ સમયિકના સર્જક, અનેકવિધ વિષયોને શીરાની જેમ ગળે ઉતરી જાય તેટલી સરળતાથી વાચકો સમક્ષ મૂકતા વન એન્ડ ઓન્લી, નાગેન્દ્ર વિજય.

અગાઉ ટેલીફોનીક ટોક દ્વારા, મારી કોલેજ-સંસ્થાના વિધાર્થીઓ ‘સફારી’ના વાંચનના રવાડે ચડે તે માટે નાગેન્દ્રભાઇ પાસે લવાજમમાં રાહત માટે વાત કરેલી. એક વર્ષના 12 અંકો માટેનું મૂળ લવાજમ રૂ.120 વધારે નહોતું, પરંતુ ડિસ્કાઉન્ટના આકર્ષણ દ્વારા વિધાર્થીઓને આ મેગેઝીન સાથે દોસ્તી કરાવવાનો નમ્ર પ્રયાસ કરેલો. નગેન્દ્રભાઇએ ‘સફારી’ના વેચાણ વધારા માટે નહી પરંતુ વાંચન વધારવાના શુભ હેતુસર લવાજમ રૂ.100 કરી આપ્યું. જેના પરિણામે ભેગા થયેલા 200 લવાજમની વિગતો આપવા જવાનો અવસર પ્રાપ્ત થયો.

આટલે સુધી વાંચવાની તસ્દી લેનાર વાચક પાસે ગુજરાતી ભાષામાં બહાર પડતા મેગેઝીન્સમાં સૌથી વધુ વેચાતા અને વંચાતા ટોચના પાંચ મેગેઝીન્સમાંના એક ‘સફારી’ની જાણકારી અપેક્ષીત હોય જ ! વાંચકમાંથી લેખક થયા હોવાનાં નાતે પ્રમાણમાં સમજવામાં અઘરા અને બોરીંગ લાગતા વિષયો ઉપર માહિતી અને મનોરંજન તેમજ જ્ઞાન સાથે ગમ્મતના સિદ્ધાંતને અનુસરી વાચકો સમક્ષ સમૃદ્ધ વાંચનનો ખજાનો ખોલતા સામયીક ‘સફારી’ની સફર કરાવવાનું મન થઇ આવ્યું.

પ્રાયમરીના વિધાર્થીઓથી લઇને સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિધાર્થીઓ સુધી તેમજ ખભે વોટરબેગ ભરાવી –વિજ્ઞાન – ગણીતના સિધ્ધાંતોને પહેલીવાર સમજવાનો પ્રયાસ કરતા બાળકોથી લઇને નિવૃત્તિબાદ બગીચામાં બેસી કોયડાઓ ઉકેલતા વૃધ્ધો સુધી સૌ કોઇ માટે ‘સફારી’ આજકાલ ફેવરીટ છે. પરંતુ ‘સફારી’ની શરૂઆતની સફર થોડી સંઘર્ષમય હતી. 1 ઓગસ્ટ, 1980ના રોજ ફક્ત રૂપિયા ત્રણની કિંમતનો ‘સફારી’ પ્રથમ અંક બહાર પડેલો પરંતુ વાચન કે નોલેજ માટે જલ્દી ખિસ્સામાં હાથ ન નાંખતા ગુજરાતીઓને કારણે ‘સફારી’ નિયમિત અનિયમિત બની જઇ 1992 સુધીમાં તેમના ફક્ત 10 અંકો બહાર પડ્યાં !
’સફારી’ પહેલા ‘સ્કોપ’ અને ‘ફ્લેશ’ કેવા વિજ્ઞાન વિષયક સામાયિકનો વરવો અનુભવ નગેન્દ્રભાઇને થયેલો. પરંતુ 1992 ના મે મહિનામાં 11માં અંક સાથે ‘સફારી’ એ મિ.બચ્ચનની જેમ પોતાની નવી ઇનિંગ શરૂ કરી, જે આજે 152માં અંક સુધી અકબંધ રહી છે. વિજયગુપ્ત મૌર્ય જેવા જ્ઞાની લેખકો પિતા પાસેથી મળેલો જ્ઞાનવારસો નગેન્દ્ર વિજયે ‘સફારી’ દ્વારા આગળ ધપાવ્યો ત્યારે હવે આ સફારી શીપને તેમના અસલ વારસદાર પુત્ર હર્ષલ પુષ્કર્ણાની કેપ્ટનશીપ સાંપડી છે. ઓલ્ડ જનરેશનના એક્સપીયરન્સ અને ન્યુ જનરેશનની ક્રિયેટીવીટીના અફલાતૂન કોમ્બીનેશનથી ‘સફારી’ વધુ ને વધુ ફ્રેશ બનતું જાય છે.

નગેન્દ્ર વિજયની કલમે જ્યારે જ્યારે ‘સફારી’માં લેખમાળા શરૂ થાય ત્યારે રીતસર વાચકો દ્વારા ‘સફારી’ ના બ્લેક બોલાય ! ડિસેમ્બર, 1999 અંક નં. 77 થી શરૂ થયેલી ‘આસાન અંગ્રેજી’ લેકમાળા ‘અંગ્રેજી શીખો’ ના કલાસીસ સંચાલકોની આંખો ચાર થઈ જાય એટલી લોકપ્રિય થયેલી. આ સિવાય વિશ્વની અજાયબીઓ, બંધો, ગ્રહો અને છેલ્લે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદ પરની લેખમાળાઓ સુપરહીટ રહી છે.

સફારીમાં મેથેમેટિક્સ, સાયન્સ, પ્રકૃતિ-પર્યાવરણ, પ્રાણીજગત, બ્રહ્માંડ, ઈતિહાસ, યુદ્ધ કથાઓ, અર્થતંત્ર, ભૂતકાળની ઘટનાઓ, ભવિષ્યની કલ્પનાઓ, રોજબરોજની ક્રિયાઓ તથા વસ્તુઓ, રમતગમત, રાજકારણ, ભૌતિક-રસાયણ-જીવવિજ્ઞાન, શોધ-સંશોધનો વગેરે વગેરે અઢળક-અવનવા-અદ્દભૂત વિષયો પર એકદમ સચોટ-સ્પષ્ટ અને સરળ રીતે લેખો પ્રસિદ્ધ થાય છે. ‘ફેકટફાઈન્ડર’ નામનો વિભાગ વિષયના બિનજરૂરી વર્ણનોને બદલે ટૂંકમાં યોગ્ય-ઉપયોગી સમજ પૂરી પાડે છે. ‘એક વખત એવું બન્યું’ અને ‘વાયકા અને વાસ્તવિકતા’ જેવા વિભાગો દ્વારા તર્કશુદ્ધ દલીલો દ્વારા જૂનવાણી માન્યતાઓ કે દંતકથાઓની પોલ છતી કરે છે. પ્રોફેસર ફરગેટના પ્રોજેક્ટ્સ તથા મોટુભા, કરશન કડકા, છન્નાસિંહ જેવા રમુજી પાત્રો દ્વારા મનોરંજનનો આધાર લઈ માહિતી પૂરી પાડે છે.

‘સફારી’ ના દરેક લેખ માટે થતું રિસર્ચ, યોગ્ય રીતે મેળવાતી વિગતો અને વિષયને સચોટદાર બનાવવા ચાર્ટ-આલેખ-આકૃતિ કે ચિત્રોના ઉપયોગથી દરેક અંક લોકરમાં મુકવા યોગ્ય અમૂલ્ય બની રહે છે. ‘સફારી’ નો દરેક નવો અંક ખુદ પોતાના જુના અંક સામે હરિફાઈમાં વધુ સારો બનવાનો પ્રયત્ન કરે છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે વિજ્ઞાન, ગણિત, ઈતિહાસ, અંગ્રેજી જેવા વિષયો પર ખૂબ જ રસપ્રદ રીતે લખી શકનાર નગેન્દ્ર વિજય બી.કોમ યાને કોમર્સ સ્નાતક છે ! 10-15 પાનાના એકાદ લેખ માટે સેંકડો અંગ્રેજી પુસ્તકો, વિદેશી અંગ્રેજી સામાયિકો કે ઈન્ટરનેટ પર વેબસાઈટ્સને ખૂંદી વળતા નગેન્દ્રજી ગુજરાતી માધ્યમમાં ભણેલા છે !

‘જાગ્યા ત્યાંથી સવાર’ માં માનનારા વાચકો માટે સફારીના જૂના જૂજ અંકો ઉપલબ્ધ હશે. પરંતુ નવા અંકોના નિયમિત વાંચન ઉપરાંત પોતીકી પ્રકાશન સંસ્થા ‘યુરેનસ બુક્સ’ દ્વારા લેખ સંગ્રહો પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયા છે. ઐતિહાસિક સદીની 50 અજોડ સત્ય ઘટનાઓ, સમયસર, ફેકટફાઈન્ડર, વિશ્વવિગ્રહની યાદગાર યુદ્ધકથાઓ, યુદ્ધ-71, સફારી-જૉક્સ, પાસટાઈમ પઝલ્સ, મોસાદના જાસૂસી મિશનો, સુપર કવીઝ, એક વખત એવું બન્યું, જેવા લેખસંગ્રહો મેગેઝીન સાઈઝમાં પુસ્તક રૂપે કિફાયતી દામ (રૂ. 15 થી રૂ. 25 સુધી) સાથે પ્રકાશિત થયાં છે. આ સિવાય સફારીના લેખોના સંગ્રહ સ્વરૂપે યુરેનસ બુક્સે વિદ્યાર્થીઓથી લઈને વિદ્વાનો સુધી જેને રેફરન્સ માટે ઉપયોગમાં લઈ શકે તેવા બહેતરીન પુસ્તકો પ્રકાશિત કર્યા છે. ઈજનેરીવિદ્યા હોય, ભૌતિકશાસ્ત્ર હોય, કમ્પ્યુટર ટેકનોલોજીની વાત હોય કે વિજ્ઞાન પર આધારિત કોઈ બીજો વિષય હોય – દરેકના પાયામાં એક યા બીજી રીતે ગણિત અનિવાર્ય પણે હોય છે. પાઠ્ય પુસ્તકોમાં કરાતી કઢંગી રજૂઆત તથા ભદ્રંભદ્રી વાક્યો ગણિતને માથાનો દુખાવો બનાવી દે છે. ગણિતને વિસ્મયપ્રેરક સ્વરૂપમાં રજુ કરવાનો પ્રયાસ નગેન્દ્ર વિજયે ‘મેથેમેજિક’ પુસ્તક દ્વાર કર્યો છે. પુસ્તકમાં સમાવેલા પ્રકરણોની યાદી વાંચતા જ મેથેમેટિક્સનો મેજિક નજરે ચડશે. એટલે જ ગણિતના નામે ગેલ કરાવતું પાંડિત્ય અને પીંજણ વગરનાં અફલાતુન પુસ્તકનું નામ છે : મેથેમેજીક.

ખોગળશાસ્ત્ર પણ અંગત રીતે થોડું બોરીંગ જણાય છે. પરંતુ સાધારણ વાચકોએ પણ ખોગળશાસ્ત્રમાં એકાદ ડૂબકી એટલા માટે લગાવવી રહી કે બાહ્યાવકાશ જેવો રોમાંચકારી વિષય આપણી પૃથ્વી પર શોધ્યો જડે નહીં. અને એટલે જ ‘બ્રહ્માંડ આપણે ધારીએ છીએ એટલું નહિ, પરંતુ આપણે ધારી શકીએ તેના કરતાં વધારે અજીબોગરીબ છે.’ જેવી કેચલાઈન ધરાવતું સાધારણ વાચકોને જ ધ્યાનમાં રાખીને પ્રગટ કરાયેલું અન્ય પુસ્તક ‘કોસ્મોસ’ ખગોળશાસ્ત્રને પુરોપુરો સમાવી લેતો દરિયો નથી, છતાં ઉત્તમ પ્રકારના સ્પ્રિંગ-બોર્ડનું કામ આપી શકે એમા પણ શંકા નથી. આ ઉપરાંત કુદરતના ખોળે પાંગરેલી વિરલ જીવસૃષ્ટિ અંગે, જીવસૃષ્ટિના જે તે સભ્યોની ખૂબીઓ અંગે, સભ્યોને લાગુ પડતા ઉત્ક્રાંતિના સંગદિલ નિયમો અંગે વિશ્લેષણાત્મક વર્ણન કરતું સુંદર પુસ્તક ‘પ્રકૃતિ અને પ્રાણીજગત’ પણ નગેન્દ્ર વિજયનો આપણા ઉપર ઉપકાર છે. આ પુસ્તકનાં દરેક પ્રકરણ વાંચ્યા પછી કુદરતના અજાયબ કરીશ્મા પર મનોમન આફ્રીન થયા વિના રહેવાતું નથી ! વિજ્ઞાન ક્ષેત્રે એકાદ શોધ કે નવીન સંશોધન કરવું હોય તો વિજ્ઞાનની ડીગ્રી વિના શક્ય નથી એવી માન્યતા છે. પરંતુ સરેરાશ માણસની સૌથી મોટી ડિગ્રી ખુદ તેની જીજ્ઞાસા છે, કેમ કે નવી શોધ, નવું સંશોધન યા નવો આઈડિયા હમેશાં જિજ્ઞાસાને આભારી હોય છે. વિજ્ઞાનના ભારેખમ ગણાતા વિષયમાં સામાન્ય વ્યક્તિને જિજ્ઞાસા જગાડે અને સંતોષે એવું અન્ય એક અફતલાતૂન પુસ્તક એટલે નગેન્દ્ર વિજયની કલમે, બે ભાગમાં બહાર પડેલું ‘વિસ્મયકારક વિજ્ઞાન’ વિજ્ઞાન જગતની અદ્દભૂત અને અકલ્પનિય જ્ઞાનસફર માણવા આ પુસ્તક બેનમૂન સાબિત થઈ રહ્યું છે. ઉપરોક્ત દરેક પુસ્તકની કિંમત રૂ. 180ની આસપાસ છે તેમજ એકંદરે 215 પાનાઓમાં 24-25 જેટલા પ્રકરણોનો સમાવેશ કરેલ છે.

ખ્યાતનામ કટારલેખક જય વસાવડાથી લઈને આ લખનારનાં વિદ્યાર્થી એવા પત્રકાર લલિત ખંભાયતા સુધી સૌ કોઈ પોતાની સફળતામાં ‘સફારી’ નો શ્રેય દર્શાવી ચૂક્યા છે. જય વસાવડાએ બહુ સાચું લખ્યું છે : ‘નગેન્દ્ર વિજયે ‘સફારી’ની સફળ સફરમાં વ્યક્તિ કરતા વિચારને, વિજ્ઞાપન કરતા વિજ્ઞાનને, સમાધાનોને સ્થાને સંઘર્ષને તથા પ્રસિદ્ધિ કરતા પ્રજ્ઞાને વધુ મહત્વ આપ્યું છે.’

દર મહિને ફક્ત રૂ. 15માં વાચકોને ‘સફારી’ સ્વરૂપે નગેન્દ્ર વિજય અને તેની ટીમ કંઈક અવનવું પીરસે છે. જેના વાચનથી વિકાસ શક્ય બને છે. દીમાગની બારીઓ ખૂલે છે, વિક્સતા યુગમાં ઈન્ફોર્મેશન દ્વારા ઈન્ટેલીજન્સી પ્રાપ્ત કરવી જરૂરી છે ત્યારે ‘સફારી’ વાચકને મલ્ટી ડાયમેશન્લ સમજણ પૂરી પાડે છે. ડીયર રીડર્સ, ઉપરોક્ત વાતો તો ફક્ત પરિચય રૂપી ‘ઝલક’ છે. બાકી, મેનેજમેન્ટ સ્કુલના વિદ્યાર્થીઓ સફારીની સકસેસ સ્ટોરી ઉપર તેમજ નગેન્દ્ર વિજયની લીડરશીપ સ્ટાઈલ કે વર્ક એથીક્સ ઉપર ‘કેસ સ્ટડી’ તૈયાર કરી શકે તેટલી વાતો કરી શકાય ! પરંતુ એકવેરિયમ દ્વારા દરિયાનો પરિચય શક્ય છે ? દોસ્તો ! કેટલીક વાતો જાણવા કરતા માણવામાં અને માણવા કરતા અનુભવવામાં વધુ રસપ્રદ હોય છે !

તો ચાલો ત્યારે… હેપી રીડીંગ.

[સફારી મેગેઝીનની વેબસાઈટ : http://www.safari-india.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું એટલું શીખ્યો છું કે – ડૉ. આઈ. કે. વિજળીવાળા
મીઠાં વડચકાં – અંબાદાસ અગ્નિહોત્રી Next »   

22 પ્રતિભાવો : સફારી ની સફર – પ્રો. જયેશ વાછાણી

 1. jasama gandhi says:

  નાના મોતા બધાને માતે ઘનુ સારુ . આભાર્.જસમા.

 2. Bhavin Gandhi says:

  Kharekhar safari gyan na agadh khara sagar mathi mithu pani aape chhe.

 3. drashti says:

  realy , safari is a great magazin

 4. बहुत शानदार और जानकारी पूर्ण लेख!!
  सफारी की बात चले और उनकी पुस्तक “जिन्दगी जिन्दगी” का जिक्र ना हो तो यह लेख अधूरा नहीं कहा जायेगा? 🙂
  मैने आज तक लगभग २० लोगों को यह पुस्तक खरीद कर भेंट की है।

 5. Mahendra shah says:

  excellent. First time I come to know of this magazine. Philanthropic donation can help distribute this magazine to all schools of Gujarat.

 6. Maulik Bhatt says:

  નાગેન્‍દ્ વિજય સાહેબે જ્ઞાનની વહેંચણી કરી છે વેંચણી નહીં. એમને શત્ શત્ વંદન.

 7. suresh jani says:

  મને શ્રી નાગેન્દ્ર વિજય નએ તેમના પિતા શ્રી વિજયગુપ્ત મૌર્ય ના જીવન વિશે માહીતિ કોઇ મેળવી આપી શકે? મારે તે મારા બ્લોગ પર મુકવી છે .

  http://sureshbjani.wordpress.com/parichay/

 8. Jayshree says:

  સફારીનો તો ખરેખર આભાર માનું એટલો ઓછો છે. આજે હું આલ્બાટ્રોસ પક્ષી ને ઓળખુ છું અને પેંગ્વિન અને ડોલ્ફિન પ્રત્યે વ્હાલ રાખુ છું તો એ સફારીને લીધે. વિષય ગમે તે હોય, લેખ એક વાર વાંચવાનો શર કરો તો પતે ત્યાં સુધી મુકવાની ઇચ્છા જ ન થાય.

  યુધ્ધ – ૭૧ દરેક દેશ પ્રેમી એ એકવાર વાંચવા જેવુ છે, અને જિંદગી જિંદગી વાંચવા મળે તો તો જરા ચુકશો નહીં

 9. સફારીના વાર્ષિક લવાજમનો આંકડો અને પૉસ્ટલ એડ્રેસ મૂકવાનું કેમ ચૂકી ગયા? એની વેબ-સાઈટ પર બધી વાતો ડૉલરમાં જ કરી છે…

 10. Keyur Patel says:

  સફારી વાંચી ને તો મોટા થયા છીએ. સ્કોપ અને ફ્લેશ પણ સાથે ખરા. ખુબ જ ગમ્મત સાથે ગ્યાન મેળવ્યું છે મે આમાથી. નાનપણથી વિગ્નાન માં જે ઋચિ થઇ છે તે સફારી જેવા સામયિકો માં થી. મ્રુગેશભઇ તેમજ જયેશભાઈનો આભાર માનવોજ રહ્યો.

 11. Vikram Bhatt says:

  Really went into past. Those summer vacations with Safari, Scope Issues. Resp. Vijaygupt Mauryaji & S/Nagendra Vijayji has conributed a lot for the intellectual development of one whole Gujarati Generation by way of their megazines.

 12. Shailesh says:

  I am a voracious reader since my childhood. ‘Scope’ was first found by me in raddi-shop. I paid 50 paisa for that and since then there was no turning back. I learned about ‘Theory of Relativity” when I was in 9th standard. During my graduation, I had a paper on relativity. During my first semister, my professor excused me from all her classes after I told her everything related to relativity. It was a difficult subject to compehend to most people but thanks to Scope, I learned black-holes and realtivity long before I was suppose to. I must say, the easy language and detailed descirptions provided by Safari is just not found anywhere. Most people copy their articles, whereas, I must say that Safari/Scope is the magazine where authors spend enough time in research, transform information such that even a common man can understand and gives it at a very affordable price.

  I still have ‘Jindagi-Jindagi’ that was published long time ago. Must be nearly 20 years old copy. 🙂

  Even today, I read online safari and don’t miss a issue if I get to lay my hand on even though I am in USA.

  I wish all the best to Safari.

 13. Dipika D Patel says:

  સાચે જ સફારી કોઈ પણ વિષયને સરળ બનાવી દે છે. દરેકે તે વાચવું જોઈએ, પણ દરેક શિક્ષકે તો જરુર વાચવું જોઈએ.

 14. Rashmita lad says:

  safari duniyani safar karavi jay che.darek vishay nu gahan ane undu gnan male che ane pachu rasal shilima. nagendrabhai ne sache j dhanyavad.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.