કાવ્ય સૂર – સુરેશ જાની

[ રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી સુરેશભાઈ જાની (ટૅક્સાસ, અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

ધારો કે..

પંખી બનું, ધાર કે હું, આજ ગગનમાં,
ઉડતો રહું, સરતો રહું, આજ આ નભમાં.

દૂર દૂરે, ડુંગરા પર, ભમતો રહું રે,
વન વન ફરું , સેર કરું, હરિત બાગમાં.

આમ ફરું, તેમ ફરું, મસ્ત બનીને,
ગામ તણી ગલી ઘુમું, સહજ શ્વાસમાં.

પવનની હું હોડ કરું, વીર બનીને,
નદી કેરાં નીર ચૂમું, ઘડીક વારમાં.

અરે! આ તો સપન હતું, ખબર પડી જ્યાં,
ધમ્મ દઇ પાછો પડ્યો, આ જ જગતમાં.

રજા લે !

કહ્યું સાકીને ‘તું મજા લે! મજા લે!’
ઉપેક્ષા મળી લો! ટપાલે ટપાલે.

હતી આશ થાશે, મિલન કો’ મધુરું,
વિદા ગીત ગાયું ‘ખમી લે! ખમી લે! ‘

મળ્યા, ના મળ્યા ઉત્તરો જ્યાં મને ત્યાં,
નવી સો સમસ્યા, સવાલે સવાલે.

મળી ગમગીની, હર કદમ પર અરેરે!
મળ્યા રક્ત ટપકાં, ગુલાલે ગુલાલે.

મથું ચીરવા ગમ વ્યથા કેરી રાતો,
મળી મેશ મુજને મશાલે મશાલે.

હતો સુસ્ત, બેજાન, હરદમ અટૂલો,
નિરર્થક એ વાતો ‘રમી લે! રમી લે!’

હવે શું કરીશું, મથીને, જીવીને ?
ભરી આહ બોલ્યો: ‘રજા લે! રજા લે!’

પાનખર

અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભા, ય સૌ બરબાદ થઇ જાશે.
જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.

ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.
પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પુછશો , આ ખેલનો અંજામ શું રહેશે ?

શીતળ કો બિંદુના મૃદુ સ્પર્શથી નવી કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવી જિંદગી ઉગશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રવાસે – ગિરીશ ગણાત્રા
કાવ્ય કેફ – મનોરમા થાર Next »   

13 પ્રતિભાવો : કાવ્ય સૂર – સુરેશ જાની

 1. સુરેશ જાની says:

  ખૂબ ખૂબ આભાર મૃગેશ ,
  મારી બધી રચનાઓ વાંચો –
  http://kaavyasoor.wordpress.com/

 2. ashalata says:

  અરે સુજ્ઞ વાચક રીડગુજરાતી તારે દ્વારે,
  રચનાઓનુ મનન કરી લે કરી લે !

  આભાર મૃગેશભાઈ
  સુન્દર રચનાઓ માટે આભાર સુરેશભાઈ!!!!!!!!

 3. gopal h parekh says:

  છેલ્લે નવી જિંદગીની વાત બહુ જ ગમી

 4. UrmiSaagar says:

  દાદા, આ બધી કૃતિઓ જ્યારે તમે આપણા ‘સહિયારું સર્જન’માં અપાતા અઠવાડિક વિષયો પર લખી હતી ત્યારે તો માણી જ હતી, પણ આજે એકી સાથે અહીં માણીને ફરી મજા આવી ગઇ…

  http://sarjansahiyaaru.wordpress.com
  http://urmi.wordpress.com

 5. nirlep bhatt says:

  લો, આજે આપની ગજલ પણ વાચી લીધી….મજા આવી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.