હું તો પૂછું – સુન્દરમ્

હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ-રંગવાળી
            આ ટીલડી કોણે જડી ?
વળી પૂછું કે મીંદડીની માંજરી-શી આંખમાં
            ચકચકતી કીકીઓ કોણે મઢી ?

હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે
            ત્યાં કૂંપળો કોણે કરી ?
વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી
            મીઠી ધાર કોણે ભરી ?

હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની
            ઝૂંપડી કોણે મઢી ?
વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી
           ભમરડી આ કોણે કરી ?

હું તો પૂછું કે પોપચે મઢેલી આ દશ દિશ દેખંતી
            આંખ મારી કોણે કરી ?
વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ
            આભલાની ચૂંદડી કોણે કરી ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હિન્દુધર્મની વિશેષ વિગતો – શ્રી ભાણદેવ
એવું જ માંગુ મોત – કરસનદાસ માણેક Next »   

19 પ્રતિભાવો : હું તો પૂછું – સુન્દરમ્

 1. manvant says:

  Satyam…..Shivam…..Sundaram !!!!!!!!!!!!

 2. Neela Kadakia says:

  સ્કુલનાં દિવસો યાદ આવી ગયાં

  નીલા

 3. nayan panchal says:

  આજે મોટા થયા પછી પણ આ કવિતાઓ માણવાની એટલી જ મજા આવે છે.

  નયન

 4. અતુલ જાની (આગંતુક) says:

  સુન્દરમ ની સુંદર કવિતા.

 5. વાય. એન. વ્‍યાસ says:

  ગુજરાતી કવિતામાં કવિ દ્વારા થયેલી રજુઆતથી ગુજરાતી ભાષામાં રહેલી પ્રખરતા, મજબુતાઇ તથા સુંદરતા આહ્લલાદક રીતે ખરેખર માણી શકાય છે એવી અનુભુતી ’’હું તો પૂછું – સુન્‍દરમ્ ’’ રચના પરથી સ્‍વંયસ્‍પષ્‍ટ થાય છે. આભાર …
  તા: ૧૬-૦૯-૨૦૦૮

 6. shyam parmar says:

  માર (૨૬) એકાદશીની વાર્તા જોઇએ છે જો કોઇ પાસે હોય તો મને ઇમેલ દ્વારા જાણ કરશો. મારે અત્‍યંત જરુરી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.