કાવ્ય કેફ – મનોરમા થાર

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રીમતી મનોરમાબહેનનો (સાંતાક્રુઝ, મુંબઈ) ખૂબ ખૂબ આભાર.]

ક્યાં વસે છે જિંદગી ?

જિંદગી ! સૌ તને જોયા કરે છે કલ્પનાથી
કો ઉષાના રંગમાં કે કિનખાબી ખિલતી સંધ્યામાં !
કો ઝરમર વરસતી સાંજમાં, કે અંધારી રાતમાં !
ક્યાં વસે છે જિંદગી ?

તું નવાબી ઠાઠમાં, કે હુક્કો પીતાં ખાટમાં ?
તું ધરમમાં, તું કરમમાં કે ધર્મગ્રંથોના મરમમાં ?
લાંબી સફરના પેલ્લા પગથિયે, કે છેલ્લા મુકામે ?
કાનમાં કહી દે, નથી ને મોનાલિસાના સ્મિતમાં ?
ક્યાં વસે છે જિંદગી ?

કોઈ વિસ્મયી આંખથી, ચૌદિશ તને શોધ્યા કરે
બુદ્ધિની ચાવી ગ્રહીને, કોઈ જો ખોલ્યા કરે
કોઈ શ્રદ્ધા જ્યોતથી જપતપ સદા કર્યા કરે
કોઈ તો વ્યવહારના કાટલે તોલ્યા કરે
ક્યાં વસે છે જિંદગી ?

જીવન અને મૃત્યુ વચ્ચે ઊભી જિંદગીની પાલખી
નાદબ્રહ્મ શો ગુંજી રહ્યો દિંગતને દ્વારથી.
અતિત અને ભાવિ વચ્ચે ઝૂલતી આ જિંદગી
ના હવે તડપાવ મુજને આ જિંદગીની મહેફિલમાં
કહે ક્યાં વસે છે જિંદગી ?


એક કન્યાનું સ્વપ્ન

સાવનની એક ઝરમર સાંજે
સોળ વરસની કન્યાને કૈં ગીત ફૂટયું છે
દરિયા કિનારે ફરતાં ફરતાં
શમણાના આકાશ હિંડોળે
હિલ્લોળે હિંચકતા એને ગીત ફૂટ્યું છે !
કશી હશે તુજ છબિ ! વિચારે હિંદોલતી હિંડોળે. સોળ વરસની….

રોમ રોમ ઊઘડ્યાં વાસંતી દ્વારને ફૂલોની ભરતી છાઈ
હોંઠો પર રોમાંચ તણી મધુર ભીની ભીંજન છવાઈ
કુંવારું શમણું અત્તરના ફાયે જાગ્યું મદહોશી છવરાઈ
અપ્રાપ્ત ઝંખનાની દોટે ઉર કળી કૈં ફાગી
હૃદયવીણાની સરગમ કૈં ઝંકૃત થઈને જાગી
સ્વપ્ન ચુનરી ઊડીઊડીને ચહેરાને ગઈ ઢાંકી. સોળ વરસની…

સાવનની મધુમાસી સાંજે કન્યા સોળ વરસની થૈ ગૈ
ઝેલમલ ઝેલમલ અંધારે ઉન્માદની ટશર લાગી ગૈ
પ્રેમ લહર ઊર્મિ હેલારે ચઢી, અમુક હૈયે લાગી ગૈ
લજજાની પાળો તોડીને રસ સાગરમાં મોજાની કૈ લ્હેર ઊડી ગૈ !
જીવનની કૈં પ્યાસ છીપાવી સ્મરણ પટે સપનામાં લેટી ગૈ
લુપ્ત થવાનો કેફ ચડ્યોને લાગણીઓ ઘોળી પી ગૈ ! સોળ વરસની…


આપણા પ્રેમ ગીતની છોળ

વસંતની મદભરી સાંજે
જુહુ કિનારે ફરતાં સ્હેજે
તારા ખભાના આકાશ સમ ટેકે
હથેળીની ઉષ્માનો પેલ્લો સ્પર્શ સાંભર્યો
રોમરોમ ઉછળ્યાં મોજાં પ્રેમના પ્રારંભ સમા

રેતીમાં પડેલા પગલાંનો, આદિકાળનો રોમાંચ….
અદશ્ય સી-ગલ્સનાં ઊર્મિચંચલ ટૌકા..
દરિયામાં તરતાં શ્વેત હંસોની જોડી…
અંગે અંગમાં સાત સમુંદરનું તોફાન.

ક્ષિતિજથી સરી આવતાં મોજાનાં ફીણ સમી કલગી
ક્યાંક આપણા પ્રેમગીતની છોળ તો નહીં હોય ?
કો અતીતનાં સ્મરણની તલપતો નહીં હોય ?
કે વેલેન્ટાઈન-ડે નો કેફ તો નહીં હોય, પ્રિયે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાવ્ય સૂર – સુરેશ જાની
પ્રેમરંગ – બકુલ ત્રિપાઠી Next »   

21 પ્રતિભાવો : કાવ્ય કેફ – મનોરમા થાર

 1. સુરેશ જાની says:

  અદ્ ભૂત અભિવ્યક્તિ …

 2. Zarmar says:

  ખુબ ખુબ ખુબ સરસ…. બહુ જ સરસ.

 3. Shah Pravin says:

  “લ્હેરખી આવી વાસંતિ સમીરની, કાનમાં કહી ગઈ વાત, ઍ વાતમાં વિતી ગઈ આજની સાંજ.”

  આભાર્

 4. NARENDRA TANNA says:

  Jindgini aa safarne joi le tu joi le. Man chahe to le hasi tu man chahe to roi le.

  Manoramabene Shri Venibhai Purohit yad karaya.

 5. NARENDRA TANNA says:

  Shunya Palanpuri ni Jindgi Visheno Share moklu Chhu.

  Kalna ghera timirma jhagame ae jindagi
  Asma tuti pade pan na dage ae jindagi
  Bhitma chanto rahe jalim jamano ae chhata
  Dhairya ni tiradmathi tagtage ae jindagi.

 6. NARENDRA TANNA says:

  Balwantrai Thakore :

  Dil gayu thiji pachhi shu jivavu
  Dil hari tiha shu jitvau
  Jitvu dil jitvanu kam chhe
  Jindagi jindadilinu nam chhe.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.