પ્રેમરંગ – બકુલ ત્રિપાઠી

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો (વાપી) ખૂબ ખૂબ આભાર.]

એક હતો રેઈનકોટ – બકુલ ત્રિપાઠી

એકહતો રેઈનકોટ
ને આપણે બે!
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’ એવો
હુકમ કીધો આ જહાંપનાહે ને
બદતમીઝીની હદ આવી ગઈ
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે નૂરજહાંએ.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…
બે હતાં આપણે
ને રેઈનકોટ એક !

મોચીનું ન હોવું – બકુલત્રિપાઠી

યાદછે ? આપણે
એક દિ’સાથે
ગબ્બર ડુંગર ચઢવા ગ્યાંતા ?

ચઢતાં ચઢતાં મારગ વચ્ચે
તારી તૂટી ચંપલપટ્ટી

મેં કહ્યું ‘કે તો ઊંચકી લઉં !’
‘ચમ્પલ ?’
‘તને !’
‘હટ ! લો ચમ્પલ ! ઊંચકો એને !
હાશ હવે બસ
અડવા પગે ઉપર જાશું’

મેંય પછી તને યાદ છે ?
મારાં ચંપલ કાઢ્યાં
પથરો લીધો
પટ્ટી તોડી !
તૂટલાં ચંપલ બેઉનાં પછી
હાથમાં લઈને
ઝૂલતા ઝૂલતાં
અડવા પગે, બળતાં પગે
થનગન થનગન
થનગન ચઢ્યાં આપણે બેઉ
ગબ્બર શિખર !
યાદ આવેછે ?

કેવાં રે બડભાગી આપણે
મારગ કોઈ મોચી ન મળ્યો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાવ્ય કેફ – મનોરમા થાર
પ્રેમ પર ધંધાની અસર – નિર્મિશ ઠાકર Next »   

14 પ્રતિભાવો : પ્રેમરંગ – બકુલ ત્રિપાઠી

 1. સુરેશ જાની says:

  તેમના જીવન વિશે વાંચો –
  https://sureshbjani.wordpress.com/2006/08/22/bakul_tripathi/

 2. તેમની અન્ય રચના વાંચીને આનંદ થયો…

 3. Jignesh Mistry says:

  ખુબ જ સરસ!

 4. pooja shah says:

  simply beautiful

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.