પ્રેમ પર ધંધાની અસર – નિર્મિશ ઠાકર

[જુદા જુદા રોજગારમાં રોકાયેલ વ્યક્તિ પોતાના પ્રેમનો એકરાર પોતાની ભાષામાં કેવી રીતે વ્યક્ત કરે છે તેની પરના રમૂજી મુક્તકો ]

[1] સુથાર

છોલવું કારણ વિના એ એમની લત હોય છે
પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવું દિલ છતાં વ્હેરાય છે
એમની પાસે નજરની એક કરવત હોય છે

[2] લુહાર

ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની એરણે –
રોજ બદલાતી હથોડી હોય છે !

[3] ટપાલી

તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું
તારા પ્રણયના બોજને ખેંચ્યા કરું છું હું
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉંબરા ?
પત્રો લખે છે કોક ને વહેંચ્યા કરું છું હું !

[4] ટાલ ધરાવનાર

હું ઘસાયો એકલો ને તું સદા વ્હેતી ગઈ
‘લ્યો લપસજો’ કહીને લીસ્સા ઢાળ તું દેતી ગઈ
તેં દિધેલો કાંસકો ઝાલીને હું બેસી રહ્યો
બેવફા તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ !

[5] સેલ્સમેન

સાવ રીઝનેબલ અમારા રેટ છે
પ્રેમપત્રોનું અસલ પેકેટ છે
હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ –
વાપરો તો દિલ મફતમાં ભેટ છે.

[6] પાયલોટ

રન-વે પ્રણયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે
તારી નજરનો જોકે જુદેરો પ્રકાર છે
જગ્યા તો તરત થઈ જશે, તું લેન્ડ કરી જો
સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે.

[7] દરજી

ગાજ-ટાંકામાં નવું શું ? રોજ એ કરતો રહું ?
પ્રેમનો ગ્રાહક મળે તો રોજ છેતરતો રહું
આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહું !

[8] પોલીસ

હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મુજ વિના કોઈ નહીં લૂંટી શકે !
તું ભલે ઝડપાઈ મારા પ્રેમમાં –
પણ વગર હપ્તે નહીં છૂટી શકે !

[9] ઈંગ્લીશ બોલતો ગુજરાતી

ફિલ્ડ છે લવનું ડીયર, તું ફલર્ટ કર ને ફ્લાય કર
તન થયું ટાયર્ડ, તો તું મનને મેગ્નીફાય કર
પ્રેમમાં ઈનફેક્ટ, યુ સી, ન્હોય પરમેનન્ટ કૈં
તુંય થા બીઝી ગમે ત્યાં, ને ગમે ત્યાં ટ્રાય કર !

[10] દૂરદર્શનનો ઉદ્દઘોષક

પ્રેમનું આ છે પ્રસારણ દિલની ચેનલ વન ઉપર
હે પ્રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર્શને
એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર

[11] ક્રિકેટર

છે પ્રિયે લિમિટેડ ઓવર્સ, ને પ્રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આ એક વન-ડે મેચ છે
થર્ડ અમ્પાયરને વચમાં નાંખ ના, આ પ્રેમ છે
આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમરંગ – બકુલ ત્રિપાઠી
શ્વાસનળીમાં ટ્રેન – વીનેશ અંતાણી Next »   

31 પ્રતિભાવો : પ્રેમ પર ધંધાની અસર – નિર્મિશ ઠાકર

 1. Navneet Dangar says:

  મજા પડી ગઈ !

 2. Hiral Thaker says:

  Realy great. No words to say. this is the correct way to express feelings. I think so.

 3. sujata says:

  wahhhhhhhhhhhhhhh!!!!!!!! wah…………..

 4. gopal h parekh says:

  વાહ વાહ, મજા પડી ગઈ

 5. manisha says:

  નિમૅશભાઈ ….મજા આવી ગઈ…… હુરત વરતાઈ ગયુ….

 6. એમની પાસે નજરની એક કરવત હોય છે…
  આ સુતાર ના દલડા હલબલી ગ્યા … ઓહોહોહો… 🙂

 7. ashalata says:

  વાહ મજા પડી ગઈ!!!!!!!!!!!!

 8. સુરેશ જાની says:

  મૃગેશ,
  એક વ્યવસાય રહી ગયો – સંપાદકનો !! પણ એનું મુક્તક તો તારે જ બનાવવું પડશે!
  હા ! નિર્મીશ ભાઇ લખી આપે તો કામ થઇ જાય.

 9. મજા પડી ગઈ, બાપુ!

  એક ડૉક્ટર કંઈ કહેવા માંગે તો? –

  કમર તારી તો સ્ટેથોસ્કૉપથી પણ ખૂબ લચીલી છે,
  નજર તો સોય ઈંજેક્ષન ઉપર જાણે મૂકેલી છે;
  ન અળગી થાય ક્ષણભર, વળગી રહે જાણે ન હો એપ્રન,
  કયા મૂરતમાં તારા નામની વેક્ષિન લીધેલી છે!

 10. Dipak says:

  વાહ વાહ નિર્મિશબાપુ તમે તો જલ્સો કરાવી દીધો.

 11. Dev says:

  I like it.Keep it up.

 12. Rajvi Jariwala says:

  ખુબ સરસ! મજા આવી ગઇ…

 13. denish says:

  what the fuck it is?

 14. nikit shah says:

  nice collection boss. keep it up. and please forward me the links if u found more.

  thanks 🙂

 15. Keval Vala says:

  જામૉ પડી ગયૉ …….

  Ok enough i can not write more than that.
  But Its realy too good .

 16. Ankit Gandhi says:

  મસ્ત !!

 17. વટ્ટી says:

  મસ્ત બાવા. dam kool ઘાણિ સરસ love it man
  ખુબ સરસ

 18. JATIN says:

  great job buddy keep it up

 19. Adderall….

  Adderall abuse. Adderall….

 20. Forward currency….

  Forward currency….

 21. Currency exchange….

  Currency convertor. Currency converter. Currency conversion….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.