નજરેં બદલ ગઈ… – શાહબુદ્દીન રાઠોડ

જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.

જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.

થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી.
જનરલે પૂછ્યું : ‘આ બધાં નિશાન તમે લીધા છે ?’ આવનાર ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, ‘તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો ?’

યુવાને કહ્યું, ‘ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.’
જનરલે કહ્યું : ‘હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.’ માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.
ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
ઐસી જગહ બૈઠ કોઈ કહે ના ઉઠ.
આમ કબીરસાહેબે કહ્યું છે.

આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો ? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.

વિદ્યાર્થીમિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શક્તો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે ? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું : ‘થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું ? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.’ હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.
નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.

મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી ? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને ? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો ? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે ? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો ?

પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ. મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી. મેં પૂછ્યું, ‘એલા, શું સપનું જોતો હતો ?’
મથુર કહે : ‘તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.’
મેં કહ્યું : ‘હાલ ફરવા.’
મથુર કહે : ‘ના, મારે નથી ફરવું. તું જઈ આવ.’ આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.

હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.’ દા.ત. વ્યાયામ. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.’ દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.’
You can make your living by what you earn,
But you can make your life by what you give.
‘જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.’

આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. ‘જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.’ ‘ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.’ આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શી લખ્યું છે.
ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, ‘ચાલો ભિખુ, ચાલો.’

હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.

હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, ‘ભલા માણસ, ધ્યાન રાખતા હો તો ?’ મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓને ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનને ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ. મેં નિર્ણય કરી લીધો, ‘સંઘર્ષ શક્ય નથી.’
પાછળ કાકીએ મને કહ્યું, ‘ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.’ મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : ‘અજ્ઞાનીના ઓરતા ન હોય.’

હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવકયુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આઘેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં :
મદમસ્ત યુવાનીની શિક્ષા
ઘણપણને મળે એ ન્યાય નથી
તોફાન થયું છે મધદરિયે,
સપડાય કિનારો શા માટે ?

ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.

જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો, એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, ‘સાહેબ, એક અડધી ચા પાવ.’ હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : ‘ચા સાથે નાસ્તો કરશો ?’

એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઢિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને ? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું ?

હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, ‘મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.’ ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાન પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.
મેં તેને કહ્યું, ‘ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.’
ભિક્ષુક કહે, ‘સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.’
મેં કહ્યું, ‘ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.’
ભિક્ષુક કહે, ‘કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે ?’
મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો. હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, ‘જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જોયેલું ને જાણેલું – સંકલિત
હાસ્યરંગ – સંકલિત Next »   

63 પ્રતિભાવો : નજરેં બદલ ગઈ… – શાહબુદ્દીન રાઠોડ

 1. Babhoochak says:

  યોગાનુયોગ…હમણાં હું શાહબુદ્દીન રાઠોડ ના પુસ્તકો વાંચી રહયો છું….અણમોલ આતિથ્ય.. અને હસતાં હસાવતા….

 2. Manan says:

  મજા પદિ ગયિ ભૈ…

  ગમ્મત સાથે ગ્યાન તે આનુ નામ… આખુ જીવન જિવવાની રીત સમજાવી ગયા. અને મો પર સ્મિત પણ્ આપી ગયા…

 3. Navneet Dangar says:

  વડિલ શાહબુદ્દીન રાઠોડ ની વાતો ની આજ વાત છે કે મિઠાઈની સાથે કડવી દવા પણ આપી દે છૅ. આભાર.

 4. Baiju says:

  ભાઇ, શાહબુદેીન ભાઇ નામ એ કે જે બોધ મા પન સ્મિત આપે..
  હેડ માસ્તર હોવા છ્તા એટલા નિખાલસ કે બળકો સાથે બળક ને વડીલો ના વડીલ ……..

  એમનો જોટો મળવો મુશ્કેલ નહી પણ અશ્ક્ય છે.

  ઍમની વાત સાથે જીવન વણાયેલુ હોય છે.

 5. કલ્પેશ says:

  સરળ અને નિખાલસતા ભરેલો હાસ્ય લેખ 🙂

 6. sanjay says:

  શાહ્બુદીભાઈ… સાચેજ નજરે બદલ ગઈ…

 7. sanjay says:

  શાહ્બુદીનભાઈ… સાચેજ નજરે બદલ ગઈ…

 8. amol patel says:

  અતિ ઉત્તમ……..
  આભાર….

 9. Ali Reza Masani says:

  ખુબ સરસ.

  શાહ્બુદિન ભાઈ ના અન્ય લેખો મુક્વા વિનન્તિ.

 10. સુરેશ જાની says:

  તેમના જીવન વિશે નેટ પર જાણવું હોય તો ત્રણ ચાર દિવસ બાદ ‘ગુજરાતી સારસ્વત પરિચય ‘ પર વાંચવા મળશે.

 11. Moxesh Shah says:

  Today when cheap commedy has captured the literature and media, we have reason to be proud that “Gujarati Sahitya” has many such Jems, who have served the society by teaching the Philosophy with laughter in a very simple way.
  Fantastic.

 12. Sanjay says:

  Very,Very Good
  You are Best teacher in world
  please give my regards to Him

 13. kumar says:

  મ્નૅ આ લખાણ ખુબ્જ ગ્મ્યુ. અને શહાબુદ્ેીન સાહેબ્ નેી તો વાત્જ ના થાય્

 14. Naren says:

  અદ ભુત !

 15. hardik pandya says:

  આ તો મિયા નિ ભેન્સ ને ડોબુ ય નો કેવાય જેવો ઘાટ છે. ઃ)

 16. Sam says:

  Too good. Priceless learnings………

 17. ખૂબ જ સરસ, હાસ્ય થી ભરપૂર આ લેખ માટે ખૂબ આભાર… શાહબુદ્દિન રઠોડ જી ની રચના ઓ ખરેખર દાદ ને પાત્ર છે…

 18. devesh shah says:

  ખુબ જ ઉત્તમ.થોડાક દિવસો પહેલા વડોદરા ગ્રુહ માઁ સાભળેલ હતા.મજા પડેી ગઇ.

 19. Alpesh says:

  અતિ ઉત્તમ્!!

 20. Supriya Chavda says:

  It is really nice.

 21. NIRMAL says:

  અહાહા…………………
  જ્લ્સા……….
  જ્લ્સા અને માત્ર જ્લ્સા…………………
  મોજેમોજ્….

 22. Bharat Kesharia says:

  pahela to readgujaratino abhar
  shahbuddinbhai vadilne request chhe ke aava lekh lakhta rahejo

  thanks for above

 23. MAHENDRASINH ZALA says:

  siply nice & humble humar

 24. મજા આવિ ગઈ

 25. Ashish Shah says:

  Thanks to Gujarati…Sahitya…

 26. chetan says:

  દ્સ્

 27. Bhooman says:

  હવે ઘરે જઈ ને શાહ્બુદિનભાઈ નિ કેસેટ કાઢવિ પડશે.

 28. s.kumar says:

  જુઓ..ઉપરની કોમેન્ટ્સમાં ઘણે ઠેકાણે જોડણીની કેવી ભુલો છે..!
  હસ્વ ઉ અને દીર્ઘ ઈ એમ બે જ રાખીએ તો લખવામાં કેટલી
  સરળતા રહે. સામાન્ય વાચકોને જોડણી સાથે લેવા દેવા નથી
  સાવ એવું ય નથી..પણ બીચારા કરે શું? જોડણીના નીયમો જ એટલા અટપટા, વળી નીયમો કરતાં અપવાદો ઢગલાબંધ..અને વીસંગતતાઓ તો..?

 29. hemen mehta says:

  આખરે વનેચન્દ ને બદ્લે બીજા કોઇ નુ વાચવા મલ્યુ

 30. Parikshit S. Bhatt says:

  શાહબુદ્દીનભાઈ આપણા ગુજર્રધરા નું મોંઘેરું રત્ન છે. હાસ્યકલાકાર તરીકે એ મુઠી ઉંચેરા છે જ; પણ સાથેસાથે એ એટલાજ સાહજિક ફિલસૂફ પણ છે.. જાણે જીવન ની કડવી વાસ્તવિકતા ની દવા પર હાસ્ય નું કોટીંગ….આવી તો અનેક વાતો છે તેમની…..

 31. Parikshit S. Bhatt says:

  શાહબુદ્દીનભાઈ આપણા ગુજર્રધરા નું મોંઘેરું રત્ન છે. હાસ્યકલાકાર તરીકે એ મુઠી ઉંચેરા છે જ; પણ સાથેસાથે એ એટલાજ સાહજિક ફિલસૂફ પણ છે.. જાણે જીવન ની કડવી વાસ્તવિકતા ની દવા પર હાસ્ય નું કોટીંગ….આવી તો અનેક વાતો છે તેમની….. જાણે માણ્યા જ કરીએ…

 32. Bhavna Shukla says:

  સરળતાને વરેલા માણસ છે. પાચમા – છઠ્ઠામા ભણતી ૮૦-૮૧ ની વાત છે ને પપ્પા લઇ જતા તેમના ડાયરામા કે ચાલ જેમની કેસેટ સાંભળ્યા કરે છે ને તેને જોવા ને પ્રત્યક્ષ સાંભળવા જઇએ. તે વખતે તો “એ છલકા…. લે છલકા…..” વાળી બાપુગીરીની વાતો ગમતી અને પછી ધીરે ધીરે તેમા રહેલી ગુઢ આધ્યાત્મિકતા પારસમણી જેવી અસર કરતી રહી..

 33. jaydeep rathod says:

  nice, aamto shahbudin bhai wishe kai kahevanu hoy j nay, pan jo ame pratibhav lakhiae nahi to kem khabar pade ame vachyu ke nahi?
  lekh kubh j khub j maje dar chhe. “moj padi gay ho bhai” pan amaru kahevanu aetlu j thai ke tame shahbudin bhai na lekh vadhare ma vadhare muko.
  temaj jaybhai vasavada na lekho pan amne vachva ni maja aavse,

 34. sunil jani says:

  શાહબુદ્દિન રાઠોડ ઉચ્ચ કલાકાર

 35. Priyank Soni says:

  મજા પડી ગઈ.

 36. saurabh desai says:

  his story always contain knowledge ,fun and good shayari

 37. paresh says:

  nice

 38. girish valand says:

  shabudin sir is a my feviret hasy kalakar and also he is “moothi uchera manas” and he’s philosofi hart touching.

 39. Ashish says:

  ખરેખર શાહ્બુદિન ભાઈ મહાન છે. દુનિયા ના તમામ તડ્કા છાયા અને અન્નુભવ તેણે અનુભવ્યા છે.

  આશિષ કિડેચા.

 40. કમલેશ કોરાટ says:

  પરમતત્વ ને ખોજનારા જે ઇશ્વ્રર અલ્લા એક છેની ફિલોસોફીમાં માનનાર હાસ્ય-સમ્રાટ ને સલામ

 41. piyush says:

  shahbuddinbhai …..always best… ever….

 42. laxman says:

  આ લેખ ખુબજ સરસ છે.

 43. chirag bhatt says:

  Sahbuddhin bhai u r the best teacher, love to be yr student.

 44. Vishwajitsinh Raol says:

  ખરેખર ખુબજ મજા આવ

 45. sandip says:

  ખુબ સરસ!,
  શાહ્બુદ્દિનભાઈ ને નાનપણ થી સાભળતા આવિઍ છિએ.
  જિવન ની કરુણતા માથી હાસ્યરસ પિરસવાની તેની અનોખી શૈલી છે,
  આવા લેખ બદલ આભાર.

 46. Nisheeth says:

  You are a gr8 teacher…

 47. piyush pandhi says:

  shahbudhhin bhai is always superb.

 48. MODI DIPAK M says:

  mane shahbuddin rathod na badha j lekho game chhe, ane amara gare temni badhi j cd cassette padi chhe….

 49. hardik says:

  શાહબુધ્ધિનૃ રાઠૉઙ એટલે ગમ્મત સાથે ગ્યાન.પોતાના પર હસિને જિવ્તા શિખવતો લેખ. a true head master(teacher)..

 50. Prerak V Shah says:

  મને જ્યારે પણ મોકો મલે ત્યારે હું શાહબુદ્દીન રાઠોડને સાંભળવાનુ કે એમના લેખો વાંચવાનુ ચુકતો નથી મે એમને ક્યારેય રુબરુમાં સાંભળ્યા નથી પણ સાંભળવાની અત્યંત ઇચ્છા છે.

 51. DEVEN PATEL says:

  શાહ્બુદીભાઈ…
  સાચેજ નજરે બદલ ગઈ…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.