એવું જ માંગુ મોત – કરસનદાસ માણેક

એવું જ માંગુ મોત,
            હરિ, હું તો એવું જ માગું મોત !

આ થયું હોત ને તે થયું હોત, ને જો પેલું થયું હોત,
અંત સમે એવા ઓરતડાની હોય ન ગોતાગોત !
            હરિ, હું તો એવું જ માગું મોત !

અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલવું ગોત :
ઓતપ્રોત હોઉં આપ મહીં જ્યારે ઊડે પ્રાણ-કપોત !
            હરિ, હું તો એવું જ માગું મોત !

ઘનવન વીંધતા, ગિરિગણ ચડતાં, તરતાં સરિતાસ્ત્રોત,
સન્મુખ સાથી જનમજનમનો : અંતર ઝળહળ જ્યોત !
            હરિ, હું તો એવું જ માગું મોત !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું તો પૂછું – સુન્દરમ્
ભય અમારે કોનો ? – રવીન્દ્રનાથ ઠાકુર Next »   

11 પ્રતિભાવો : એવું જ માંગુ મોત – કરસનદાસ માણેક

  1. nayan panchal says:

    હું તો એવુ મોત માગુ છુ કે મને થોડા દિવસો પહેલા (૧-૨ મહિના) ખબર પડી જાય. જેથી અંતિમ ઘડી ઉજવવામા કંઇ બાકી ન રહી જાય. જોઇએ ભગવાન મને કેવુ મૃત્યુ આપે છે.

    નયન

  2. અતુલ જાની (આગંતુક) says:

    સુંદર માંગણી – કવિ અંત સમયે કોઈ પણ ઓરતા ન રહી જાય તેવી ઇચ્છા રાખે છે. સતત પુરુષાર્થ દ્વારા પોતાની આતમ-ખોજ કરવા ઝંખે છે અને જ્યારે આ પ્રાણરુપી પંખેરુ ઊડી જાય ત્યારે હરિની સાથે જ ઓતપ્રોત હોય તેમ ઈચ્છે છે. વનવગડામાં, ગિરિ-પર્વતોમાં, કે જળસ્ત્રોતો વચ્ચે જ્યાં પણ હોઉ પ્રભુ આપ મારી સન્મુખ જ છો તેવી જાગૃતિને ઝંખે છે અને અંતરમાં આ જ્ઞાનની ઝળહળ જ્યોત સહિત હરિ સાથે એકરસ થઈ જતા જતા આ ક્લેવર ને છોડી દેવા ઇચ્છે છે.

    કેટલી સુંદર ચાહના.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.