પાપનાં પોટલાં ! – પુરવ પંડ્યા
[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પુરવભાઈનો (ખંભાત) ખૂબ ખૂબ આભાર.]
દલપતે એની બાદશાહી નોકરીને, આટલી સરળતાથી, કશા જ મહત્વના કારણ વગર છોડી દીધી ત્યારે ઘણાને આશ્ચર્ય થયું. આવા મોંઘવારીના જમાનામાં પાંચ હજાર રૂપિયાની નોકરી છોડી દેવાની મૂર્ખાઈ પર કેટલાક તો હસ્યા પણ ખરા.
દલપત નેકદિલ ઈન્સાન હતો. ઑફિસના એના સહકાર્યકરો ઉપરાંત શેઠિયાઓની નજરમાં પણ સારી હવા એણે જમાવી હતી. સૌ કોઈના હૈયાને એની વિદાય સ્પર્શી ગઈ.
કાંતિલાલ શેઠે તો એને મારી હાજરીમાં જ કેબીનમાં બોલાવી મોટોભાઈ નાનાભાઈને સમજાવે તેવી રીતે લગભગ પંદરેક મિનિટ સુધી સમજાવ્યો. પરંતુ દલપત એકનો બે ન થયો, ત્યારે કાંતિલાલ શેઠ સહેજ અકળાઈને બોલી પણ ઉઠ્યા : ‘દલપત, તારે વાંધો શેનો છે એ કહી શકીશ કે પછી બસ ‘નોકરી નથી કરવી…’ કહીને માત્ર નન્નો જ ભણ્યા કરવો છે.’
‘સાહેબ, દિલ ઉઠી ગયું છે.’
‘પગાર ઓછો પડે છે ?’
‘ના સાહેબ, તમારી દયાથી એ રીતે તો સુખી છું. આપ આપો છો એ પગારથી તો સંતોષ છે.’
‘તો પછી બીજી કોઈ કંપનીમાં આના કરતાં સારો ચાન્સ મળે છે ? જે હોય તે વિના સંકોચે કહી દે. તારી ઈચ્છા નહીં જ હોય તો હું તને રોકવા માગતો નથી…. પણ આ તો મારા દિલને જરા સંતોષ થાય.’
‘સાહેબ, નોકરી તો એક જ ધણીની કરવી છે, અને તે પણ તમારી જ. પણ હમણાં હમણાં જરા દિલ પર ભાર લાગવા માંડ્યો છે.’
‘શેનો ? તબિયત સારી નથી ? તો ત્રણેક મહિના ઘેર આરામ કર.’
‘ના સાહેબ, એ રીતે તો હજી હૈયું સાબૂત છે. પણ આ જરા જુદા પ્રકારનો જ ભાર છે. તમને કદાચ એ નહીં સમજાય.’
‘તું આવું ગોળ ગોળ ના બોલ… દિલમાં હોય તે કહી દે તો એનો રસ્તો થાય.’
‘સાહેબ, પણ મારે હવે નોકરી જ નથી કરવી.’
‘એ તો મેં સાંભળ્યું હજારવાર… પણ કોઈક કારણ કહીશ ને ? ક્યારનો મથુ છું, પણ મગનું નામ મરી નથી પાડતો.’ કહી શેઠ ઊકળી ઉઠ્યાં.
હું દલપત સામે જોઈ રહ્યો, મારો બચપણનો સાથી, ધુડી નિશાળમાં સાથે એકડાં ઘૂંટેલા. એના ચહેરા પર વિષાદની વાદળી વિહરતી હતી. કપાળ પર કરચલીઓ પડી ગઈ હતી. એની મૂંઝવણ કંઈ એવા પ્રકારની હતી કે જે શેઠ સમક્ષ રજૂ કરી શકતો નહોતો. અરે, ખુદ મારી આગળ પણ આગલી રાત્રે અમે ચોકમાં મળ્યા, ત્યારે કંઈ ન બોલ્યો.
શેઠે અમારા સંબંધનો ઉપયોગ થાય તો કરી છૂટવા આજે મને ખાસ એમની ઑફિસમાં બોલાવ્યો હતો. જરૂર પડ્યે મારે દબાણ લાવવાનું હતું. પરંતુ અહીં તો શેઠ અને એની વચ્ચે એક મીઠી તકરાર ઉભી થઈ હતી કે બંને વચ્ચેની નિકટતા આજે ‘દિવાલ’ બનીને ખડી થઈ હતી. પંદર પંદર વર્ષ સુધી એકધારી નોકરી કરી, લગભગ પાંચ હજારના પગારે પહોંચેલા દલપતે કદીય એક દિવસની પણ રજા ભોગવી નહોતી. આખીય પેઢીનો ભાર માથે લઈને ઘૂમતો હતો. ખરીદ, વેચાણ, નામું, આવકવેરો, વેચાણવેરો, સરકારી લફરાં બધું જ એકલે હાથે એ ઉપાડતો. એના હાથ નીચેના બે ‘આસિસ્ટન્ટો’ ની મદદ પણ ક્યારેક જ લેતો હતો.
કાંતિલાલ શેઠ એને અર્ધી રાત્રે પણ કોઈ પ્રશ્ન કરતાં તો એનો જવાબ દલપતને મોઢે રમતો જ હોય. આવો માણસ ગુમાવવાની ભૂલ કાંતિલાલ શેઠ જેવો વિચક્ષણ વેપારી કરે એવા નહોતા. એટલે દલપતને બધી જ રીતે ભીંસાવીને એના પેટમાં શું બળતું હતું તે જાણવા મથી રહ્યાં હતા, ને એ મીઠી ભીંસમાંથી શેઠ-નોકરનાં સંબંધો કરતાં બંને વચ્ચેની નિકટતા અને લાગણીના તત્વો એટલાં બધા વિશાળ રીતે વિસ્તરી ચુક્યાં હતાં કે દલપત હવે એની મૂંઝવણ વ્યકત ન કરે તો એને દુ:ખ થાય તેમ હતું અને તે થતું જ હતું.
‘શેઠ સાહેબ, હવે આ ઉંમરે પાપનાં પોટલાં મારે બાંધવા નથી એટલા ખાતર જ હું નોકરી છોડવા તૈયાર થયો છું.’ આખરે દલપત બોલ્યો. જો કે એની મૂંઝવણ હજી ભીતરમાં જ રહેલી હતી.
‘પાપનાં પોટલાં ? શેનાં પાપના પોટલાં ? આપણો ધંધો તો ચોખ્ખો છે… તને ક્યાં નથી ખબર ? ક્યાંય લાંચ કે એવું પાપ આપણે આચરતા જ નથી.’
‘સાહેબ, આપનો હિસાબ ચોખ્ખો છે, પણ આ ઉંમરે મારો હિસાબ મારે ચોખ્ખો રાખવો જોઈએ એવું લાગ્યા કરે છે.’
‘શેનો હિસાબ ચોખ્ખો રાખવો છે તારે ?’
‘આપની સાથેના સંબધોનો.’
‘એટલે ?’
‘આજ સુધી જે નિમકહલાલીથી, જે સચ્ચાઈથી, જે પ્રમાણિકતાથી મેં તમારી નોકરી કરી છે. જે રીતે મારો હિસાબ આપની કંપની સાથે આજ સુધી ચોખ્ખો રાખ્યો છે, એમાં ક્યાંય આંચ આવે તે પહેલાં જ મારે છૂટા થઈ જવું છે.’
‘તે તને કોઈએ મેણું માર્યું ? કોઈએ તારી પ્રમાણિકતા સામે શબ્દ પણ ઉચ્ચાર્યો છે ? જલ્દી બોલ… એને જ પાણીચું પકડાવી દઉં. ભલે પછી એ મારો સગો ભાઈ કેમ ન હોય !’
‘શેઠ્ સાહેબ, હજી સારા નસીબે આપણી ઑફિસમાં ઈર્ષાના અખાડા સર્જાયા નથી.’
‘તો પછી તને વાંધો શો છે ?’
‘જે જે કોન્ટ્રેક્ટ આપની ઑફિસને મળ્યા છે એના માટેનું ખરીદકામ તમે મને સોંપ્યું છે ત્યારથી બધા, ઑફિસ ઉપરાંત ઘેર આવી-આવીને પણ મારો જીવ ખાય છે.’
‘તે એમાં શો વાંધો છે ?’
‘વાંધો કંઈ નથી…. પણ ઘેર આવીને કમિશનમાં એટલાં બધા પ્રલોભનો આપવા માંડ્યા છે કે, ડર છે કે, ક્યારેક મારું દિલ ચળી જાય અને હું એ સ્વીકારતો થઈ જાઉં તો… ? કંપનીના એક પ્રમાણિક નોકર તરીકે તમારો જે આટલાં વર્ષોનો વિશ્વાસ સંપાદન કર્યો છે તેને છેહ દીધો ગણાય.’
‘કમિશન ને… તે લે ને…’ શેઠ હસીને બોલ્યા.
‘સાહેબ, એ જ કહું છું કે, એ લઈ શકાતું નથી. હજી કાલે જ પેલા એક લાખ રૂપિયાનો ઑર્ડર મૂક્યો એમાં કમિશન પેટે રૂપિયા દસ હજાર કેશવલાલ ઘેર આપવા આવ્યા. મેં ઘણી આનાકાની કરી અને માંડ માંડ એમને પાછા કાઢ્યા. પરંતુ એ પળો મારે માટે કસોટીની પળો હતી. કદાચ સદાને માટે એમ ન પણ બની રહે. ક્યાંક ‘લાલચ’ માં આ ઉંમરે જીવ ક્યારે લપટાઈ જાય એ કંઈ કહેવાય નહિ. અને એ લાલચનો ભોગ થઈ પાપનાં પોટલાં બાંધું એ પહેલાં જ નોકરીમાંથી છૂટો થઈ, મારો હિસાબ ચોખ્ખો રાખીને છૂટો થાઉં એ સારું.’
બીજે દિવસે દલપત ન આવ્યો. એટલે ફરી મારી ઑફિસમાંથી મને સાથે લઈ ખુદ કાંતિલાલ શેઠ એને ઘેર પહોંચ્યા. તો ઘેર તાળુ લટકતું હતું.
પાડોશીએ સમાચાર આપ્યા કે દલપત એના કુટુંબ સાથે સદાને માટે દેશમાં ચાલ્યો ગયો છે.
Print This Article
·
Save this article As PDF
દલપત જેવા લોકો આ દુનિયા મા બહુ ઓછા જોવા મલે છે.
I admire people like Dalpatbhai….
dalpat jeva loko have aajana jamana ma to bija lok na hoy avu lage che. atali pramanikta have aajana jamanama kya jova male che ?
આપણે પણ દલપત જેવા હોઇ શકીએ પણ આપણે આપણા જીવનના મૂલ્યોનુ સ્તર ઘટાડ્યુ છે.
તેથી આપણે કહીએ છીએ કે “આવા લોકો આ જમાનામ ક્યાથી મળે”
there may be three situations in life – one where you dont have an opportunity to get bribe, but you are tempted to do so, if opportunity, second you have an opportunity and you take and third you have an opportunity, but you dont take. I think third one is most difficult and rarely exist.
The third one: They are not in rare.
There are so many I came across and all of them are most successful in their life and also enjoy best relationship with all.
I think this the best situation in life.
Try it when some one try to bribe you and refuse it and get the respect.
Naresh
અહીં દલપતની પ્રામાણિકતા સોળે કળાયે ખીલી ઊઠે છે.
અભિનંદન.
આપનને દલપત બનવાની જરુર ચ્હે.ક્યા હોઇ સકે આવો દસરથ ? ભારતમાજરૂરી …..
આબાદ..સાબાસ………..
ખુબ સરસ વાર્તા. અભિનઁદન
one should not run away like this!!!It’s not practical in current situation. What will Dalpat do after going back to “Desh”? Is he not doing injustice to his family? Rather, he should face the situation & take control of it. I am sorry, but I feel, this story gives wrong message.
I am 90% agree with Mr./Miss/Mrs. Sagittarius,but this story is not giving any wrong message, you are taking it wrong way . Take it like ” THINK 100 TIME BEFORE YOU DO ANYTHING LIFE THIS WITH YOUR OWN LIFE,”
(I AM SORRY, IF I AM MAKING ANY BODY UNCOMFERTABLE HERE, THIS IS JUST MY OWN THINKING.)