ઓહો રેલમછેલ છે…. – લતા હિરાણી

[રીડગુજરાતી ને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રીમતી લતાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

“દુનિયાનું શું થવા બેઠું છે ? હળાહળ કળિયુગ આવ્યો છે…. રામ રામ ભજો.. પહેલાના જમાનામાં કેવું સારું હતું !” વગેરે વગેરે… કોણ કરે છે આવો કકળાટ ? માફ કરજો મિત્રો, મારે આવા ડાયલોગ નથી લખવા પણ આવી વાતો જેમની જીભે રમતી હોય કે જેમના કાનમાં અથડાતી હોય એ બધાને માટે, આ કળિયુગમાં મહોરેલી કળીઓ, અરે પુરબહારમાં ખીલેલા બાગબગીચાઓની અને જમાનો કેવો બે કાંઠે છલકાઇ રહ્યો છે એની વાત કરવી છે. થોડોક માત્રાભેદ હોય એટલે કે જરા ઓછુંવતું થાય પણ એક સામાન્ય સુખી પરિવારની વાત કરું.

ક-ભાઇ અને ચ-બહેનનો આ સંસાર છે. બે બેડરુમના સરસ ફર્નિશ્ડ ફ્લેટ્માં તેઓ રહે છે. સવારમાં એમને વહેલા ઉઠવું છે. ડબલ બેડના સાઇડ ટેબલ પર રાખેલા મોબાઇલમાં રોજ એની જાતે જ વાગે એમ એલાર્મ સેટ કરી દીધો છે. સવારે પલંગ પરથી ઉઠીને એટેચ્ડ બાથરુમમાં ઘુસે છે. નિત્યક્રમ પતાવે છે. ટીવી ઓન કરે છે. ચેનલ પર આવતા બાબા રામદેવના પ્રોગ્રામ સાથે યોગ કરે છે. પતિ પત્નીએ શહેરમાં ચાલતા યોગના કોર્સ કર્યા છે.

હવે દૂધવાળો આવે ત્યારે તપેલી લઇને એમને દોડવું નથી પડતું. ઘરની બહાર ખીંટી પર લટકાવેલી થેલીમાં દૂધના પાઉચ આવી જાય છે. ચા કોફી પતાવતાં જ મોબાઇલમાં કાકાની બર્થડેનું રિમાઇન્ડર આવે છે. એમણે હવે આવું બધું યાદ રાખવાની જરુર નથી. તરત જ નંબર ડાયલ કરે છે. કાકા અને કાકી બંને ખુશ થઇ જાય છે. બ્રેકફાસ્ટ માટે ઘરે બનાવેલા અને તૈયાર નાસ્તાની અનેક વેરાઇટીઓ છે. ઓવન, ટોસ્ટર તો ખરાં જ. ચીઝ, બટર, સોસ, જામની કેટલીયે ફ્લેવર હાજર છે.

એમનો દીકરો અમેરિકા છે. અહીંની સવાર અને ત્યાંની. રાત. ઘરે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ છે. બંને નેટ પર બેસી જાય છે. ચેટીંગ કે સ્પીકર વડે પુત્ર પુત્રી સાથે નિરાંતે વાત કરે છે. સંતાનો પ્રુથ્વીના બીજે છેડે વસે છે પણ એ શું જમ્યા, શું નવું ખરીદ્યું, કોને મળ્યા કે પછી કયો ટીવી પ્રોગ્રામ જોયો એ બધી જ ઝીણી ઝીણી વાતો શેર કરે છે. વેબ કેમેરામાં એમના હસતા ચહેરા જોઇને સંતોષ મેળવી લે છે. માતા પિતાને લાગતું જ નથી કે સંતાનો દૂર છે.

ચ-બહેન ઘરના કામમાં પરોવાય છે. મદદ માટે નોકર છે. રસોડામાં ગેસ, કૂકર, ઓવન, મીક્સર, જેવી અનેક સુવિધાઓ છે. ઓછી કડાકૂટ થાય એવા કેટલાય તૈયાર મસાલા અને ઇન્સ્ટંટ સામગ્રી ઉપલબ્ધ છે. અથાણાં મુરબ્બા તેઓ જાતે નથી બનાવતા. ઓફિસે કે બહાર જવા માટે દરેક પાસે પોતાનું વાહન છે. ગરમીમાં પંખા, કૂલર, એરકંડિશનર છે. વાંચવા માટે છાપાં મેગેઝીન ઘરે આવે છે. સાંજ પડ્યે કયા શોપિંગ સેંટરમાં જવું એ નક્કી કરવાનું હોય છે. જ્યાં જાય ત્યાં એક જ સ્થળે પૂરી થતી તમામ જરુરિયાતોમાં શું પસંદ કરવું એ દ્વિધા છે. શોપિંગ મોલની બાજુમાં મલ્ટીપ્લેક્સ થિયેટર છે. પિક્ચર જોઇ રાતનું ડિનર બહાર પતાવી ઘરે આવે છે. રાત્રે મનપસંદ પ્રોગ્રામ જોઇ મજાના ડબલ બેડમાં સુઇ જાય છે.

આ અતિશયોક્તિ નથી, હકીકત છે. સરેરાશ સુખી વર્ગની આ વાત છે. આ વર્ગ નાના મોટા શહેરોમાં મોટા પાયે છે અને વધતો જાય છે. હજી હું ફાર્મ હાઉસ માલિકોની કે પોશ ક્લબોમાં ફરતા ધનાઢ્ય વર્ગની વાત નથી કરતી. જો કે એવો વર્ગ પણ નોંધપાત્ર સંખ્યામાં છે ખરો. ‘ઝેડ-બ્લુ’ જેવી કપડાંની લક્ઝુરિયસ શોપમાં કોઇ આવીને એકસાથે પાંચેક લાખની ખરીદી કરે કે “આ તો સસ્તી ઘડિયાળ છે સાહેબ, ત્રીસેક હજારમાં લીધી હતી” એવું કહેનારા આપણા જ અમદાવાદમાં વસે છે પણ આપણે એમને બાકાત રાખીએ છીએ. ઉપર લખી એવી સગવડો ભોગવતા વર્ગની જ આપણે વાત કરીએ છીએ જે મોટા પ્રમાણમાં છે. શોપિંગ મોલ્સમાં કે હોટલો થિયેટરોમાં આવો વર્ગ છલકાતો નજરે પડશે.

ઇન્ટરનેટ પર ક્લીક કરો અને દુનિયાભરની માહિતી તમારા સ્ક્રીન પર ખડકાઇ જાય છે. કંઇ પણ જાણવા માટે તમારે તમારા ટેબલથી વધારે દૂર જવાની જરુર નથી. રિઝર્વેશન કરાવવું છે ? ઘેર બેઠાં ખરીદી કરવી છે ? પ્રવાસમાં જવું છે ? માહિતીથી માંડીને બુકિંગ કે ડિલીવરી સુધીનું બધું જ ઘરમાં હાજર. એકલા કંટાળી ગયા છો ? મિત્રો જોઇએ છે ? ચેટિંગરુમમાં પહોંચી જાઓ. દેશ વિદેશના પુસ્તકો, ફિલ્મો, સંગીત બધું જ ઘરમાં હાજર. વિડિયો ગેમ્સ રમો કે વોટર પાર્કમાં જાઓ. બારે માસ જાતજાતના મેળાવડાઓ, એક્ઝિબિશન્સ ચાલ્યા જ રાખે.

સૌંદર્યની માવજત માટે બહુ કડાકૂટની જરુર નથી. બ્યુટીપાર્લરમાં જાઓ કે એને ઘરે બોલાવો. બ્યુટી પાર્લરમાં પોતાની સાથે બાજુની ખુરશીમાં પોતાની કામવાળી ફેસિયલ કરાવતી હોય એવા અનેક અનુભવ ગૃહિણીઓને થયા હશે. તમે નોકરી નથી કરતા અને નવરાશમાં કંટાળો છો તો કોઇ કીટીમાં જોડાઇ જાઓ, મજા કરો. સમાજસેવામાં રસ છે ? કેટલીયે સંસ્થાઓ છે. એ હોંશ પણ પૂરી કરો. બાળકોનો સારી રીતે ઉછેર કરવા માટે પાર વગરની પ્રવૃત્તિઓ અને ઢગલાબંધ ક્લાસીસ ચાલે છે. ઇન્ટરનેશનલ લેવલનું ભણતર આપતી સ્કૂલો આપણે ત્યાં છે.

પ્રેમમાં પડ્યા છો ? પત્ર લખવામાં મજા આવતી હોય તો એ ઓપ્શન છે જ. મોબાઇલ પર SMS, કલાકો સુધી પ્રેમાલાપ કરાવતી મોબાઇલ સેવાની સસ્તી ઓફરો, નેટ પર ચેટિંગ, ઇમેઇલ, ફોન અધધધ… કેટલી સગવડો !! અને બધી આંગળીને ટેરવે…

એક જમાનામાં લોન મેળવવા માટે લગવગ લગાડવી પડતી. હવે બેંકના એજન્ટો તમારા પગથિયા ઘસે છે. ક્રેડીટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તમને આપવા માટે લાઇન લાગે છે. શોપિંગ કરવા માટે ઉધારીની બધી સગવડ ઉપલબ્ધ. મોટરકાર હવે સામાન્ય માનવી વસાવી શકે છે.

હવે જરા યાદ કરો. તમારા પિતાજી કે દાદા કે પરદાદા અરે, પાંચ સાત કે દસ વીસ પેઢીમાં યે કોઇએ આવી સગવડ ભોગવી હોય એવી કલ્પના તમે કરી શકો છો ખરા ? જવાબ ના અને માત્ર નામાં જ આવે. પેઢીઓની વાત જવા દો, ઇતિહાસમાં આવો વૈભવ જોવા નહીં મળે. રાજા મહારાજાઓને કે શહેનશાહ અકબરને પણ આવી જાહોજલાલી નહોતી. તાલી પાડતાં દાસદાસીઓ હાજર ભલે થાય પણ હુકમના પરિણામ સુધી એને રાહ જોવી પડતી. આવી ટેકનોલોજી ક્યાં હતી ? આજે આપણી પાસે જે છે એ આપણા પુર્વજો પાસે ક્યારેય નહોતું.

હેલ્થ અંગે જે જાગૃતિ આજે છે એ પહેલાં નહોતી. મેડિકલ ફેસેલિટી કેટલી વધી છે ! પરિણામે સરેરાશ આયુષ્ય વધ્યું છે એ નિર્વિવાદ છે. કુદરતી હોનારતો પહેલાં પણ થતી. આટલી જલ્દી અને આટલી અસરકારક સેવાઓ પહેલાં નહોતી. રોગચાળામાં અસંખ્ય લોકો પિડાઇને મરતાં. અંધશ્રધ્ધામાં મરતાં લોકો જુદાં. આજે ય એવું થતું હોય પણ એનું પ્રમાણ ઓછું જરુર થયું છે.

હા, સિક્કાની બીજી બાજુ જરુર છે. સમાજમાં ગરીબી છે, દુખ છે, ખરાબી છે, ખોટું છે પણ યાદ રાખો મિત્રો, સિક્કો પહેલાં પણ એવો જ હતો, બે બાજુ વાળો. શું રામરાજ્યમાં રાક્ષસો નહોતા ? કુથલી નિંદા નહોતા ? લોભ, મોહ, ઇર્ષા, દ્વેષ, છળ, કપટ બધું જ હતું. ગરીબી હતી અને મજબુરી પણ હતી. રાવણ, મંથરા, કૈકેયી, દશરથ, દુર્યોધન, દુશાસન, ધ્રુતરાષ્ટ્ર, કર્ણ, કુંતી, જાબાલા આ બધા શાના પ્રતિકો છે ? ભગવાન કૃષ્ણે એટલે તો સત્વ, રજસ અને તમસ ત્રણેય ભાવો વર્ણવવા પડ્યા !

આજે જે કંઇ ખોટું છે એ પહેલાં યે હતું. ફરક એટલો કે પહેલાં એકબીજા સાથે સંપર્ક અઘરો હતો. મિડિયા નહોતું, છાપાં નહોતાં, રેડિયો, ટીવી નહોતાં. આજે જે થાય છે એ તરત બધા સુધી પહોંચી જાય છે. પહેલાં બાજુના ગામમાં બનતો બનાવ ખબર પડતાં યે દિવસો લાગી જતાં. યાદ કરો, મોરબીની હોનારતની ગણતરીની મિનિટોમાં સેટેલાઇટ દ્વારા વિશ્વને ખબર પડી ગઇ હતી.

સમ્રુધ્ધિની ટોચ પર પહોંચ્યા પછી યુવાનવયે નિવૃત્તિ લઇ લેનારા બિલ ગેટ્સ અને નારાયણમુર્તિ આ યુગના જ છે. કર્મયોગી કિરણ બેદી કે અબ્દુલ કલામ જેવા મહામાનવો આપણી સાથે આ ધરતી પર જ વસે છે.

આપણી પાસે હંમેશા પસંદગી છે જ. છાપામાં લુંટફાટ્ની, ગુંડાગર્દીની, ગંદા રાજકારણીઓની કે બળાત્કારોની સ્ટોરીઓ ભલે છપાતી. એની સામે સારા સમાચારો છપાય છે જ. ઢગલાબંધ પૂર્તિઓમાં વિશાળ વિષય વૈવિધ્ય સાથે સારું સાહિત્ય પણ ભરપટ્ટે છપાય છે. વલ્ગર અને અશ્લીલ પ્રોગ્રામો કે ફિલ્મો સાથે ડિસ્કવરી ને આસ્થા કે સંસ્કાર જેવી ચેનલો આવે જ છે. ટુથપેસ્ટથી માંડીને ટીવી પ્રોગ્રામ સુધી, કોફીથી માંડીને કલર્ડ કોન્ટેક્ટ લેન્સ સુધી અને હરડેથી માંડીને હાર્ટ સર્જરી સુધી આજના માનવી પાસે પસંદગીના જેટલા વિકલ્પો છે, મેળવવાની જેટલી સુવિધાઓ છે કે માણવાની જેટલી તકો છે એ ભૂતકાળમાં ક્યારેય નહોતી. આપણને ઇશ્વરે આ યુગમાં જન્મ આપીને કેટલો ઉપકાર કર્યો છે !! આનંદો.. ભરપુર આનંદો…

આ વાતનો જરાય એ મતલબ નથી કે લોકોએ પોતાના સુખમાં ડૂબી જઇ સ્વાર્થી બનવું. બિલકુલ નહીં. દુખી લોકોની બની શકે એટલી મદદ જરુર કરીએ. કોઇની સેવા માટે સમય, શક્તિ અને નાણાં ખરચીએ પણ આપણું સુખ ભોગવતાં ભોગવતાં એમાંનો અમુક ભાગ વાપરીશું તો બંને કામ થશે. કોઇ પોતાનું બધું જ ન્યોચ્છાવર કરી દે તો પણ આ દુનિયાના દુખોમાં રતિભાર ફેર ના પડે. સુખ-દુખ, અમીરી-ગરીબી આનંદ-પીડા બધું માનવજાતના અસ્તિત્વ સુધી સાથે જ રહેવાનું. એનો સમુળગો નાશ શક્ય જ નથી.

મિત્રો, આ કળિયુગ નથી. અમારા મિત્ર, સ્પેસ મેનેજમેન્ટના શ્રી કિશોરભાઇ ડેડિયા કહે છે આ સુવર્ણયુગ છે. આપણને આ સુવર્ણયુગમાં જીવવાનું અહોભાગ્ય મળ્યું છે.. એટલે આપણી પાસે જે છે એ બધું ઉતમ છે. સમય ઉતમ છે. સાધનો ઉતમ છે. જીવન ઉતમ છે.

ચાલો, આપણા પર વરસતી આ રેલમછેલને માણીએ અને સમગ્ર વર્ષ આનંદમાં રહેવાનો, ખુશખુશાલ રહેવાનો સંકલ્પ કરીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાપનાં પોટલાં ! – પુરવ પંડ્યા
રંગ ડોલરિયો – લોકગીત Next »   

28 પ્રતિભાવો : ઓહો રેલમછેલ છે…. – લતા હિરાણી

 1. Ami says:

  દુનિયાને જોવાની પોતપોતાની નજર

 2. Navneet Dangar says:

  એકદમ સાચુ છે !

 3. Pankita says:

  Gud Article..

 4. Lata Hirani says:

  આપ સહુનો આભાર….

 5. Ali Reza Masani says:

  Excellent and fact article.

 6. nilam doshi says:

  ખૂબ સરસ. અભિનન્દન.

 7. Rita Saujani says:

  I enjoyed the article!
  Please keep it up!!
  We need to look at things with different perspective!!!

 8. Mayuri says:

  ખુબ સુન્દર ક્રુતિ જિવન જોવાનિ સુન્દર દ્રશ્તિ

 9. ashalata says:

  ખૂબ સરસ અભિનદન !

 10. Rashmita lad says:

  lekh saro che………….parantu samajma to upar na bindu pase badhu che to nichena bindu pase kasu nathi .aa asamanata ni khai pan sathe che……..jivan ma sukh ni sathe dukh pan atla j che.

 11. Dipti Pandya says:

  Simply Fantastic………….. Very good article for people who are always complaing and always seeing negative aspects of the things and miss to enjoy whatever they have, who never want to thank god for his love and gifts.

 12. Ami says:

  Vow very nice article!! what a positive attitude…..wish everyone could see the world with your eyes.

 13. જીવનપ્રણાલીકાનો સરસ ચિતાર… સમય સમય બલવાન છે …

  આભાર…

 14. preeti hitesh tailor says:

  એક સુંદર કૃતિ! આધુનિક જમાનો! પણ સિક્કાની બીજી બાજુ શું? એકલતા? ઘૂંટન? માનસિક તાણ ? તન થી પાસે પણ મનથી?
  માણસ માટે માણસ બનવાની તક જાણે ઝૂંટવાઈ ગઈ ! સમૃધ્ધિની આ ભેટ પણ એક પર એક ફ્રીની સ્કીમની જેમ સાથે જ મળે !
  રાતની નિદ્રા સ્લીપીંગ પીલના સથવારે પણ હોયને?
  પરદેશમાં બેબીસિટર તરીકે બોલાવાતા મા-બાપોની પીડા ? એક ઓરડામાં સૂતા પતિ પત્નીની આત્મીયતા-એકબીજાની ધડકનની સમજણ ક્યાં?
  ઓપ્શન આપણે પસંદ કરવાનો -સમૃધ્ધિ કે દૂરી?

 15. baboochak says:

  પૈસા છે – ખુમારી નથી
  આરામ છે – ઉંઘ નથી
  ઇન્સ્ટન્ટ ફૂડ છે – ભુખ નથી
  સગાં છે – સબંધો નથી
  મન ની શાંતિ ક્યાંક ખોવાઈ ગઇ છે.

  બધું જ છે પણ કંઈજ નથી…..

 16. gopal h parekh says:

  સુખ કે દુઃખનો સંબંધ આપણે વસ્તુને કઈ રીતે નિહાળીએ છીએ તેના પર અવલંબે છે, કાયમ જ દુઃખી હોવાનો કકળાટ કરવો એ ઠીક ન કહેવાય

 17. Moxesh Shah says:

  Good,
  I presume that Smt. Lataben is /or /should be head of HR department of today’s corporate world. Very nice positive attitude. But, I think,
  to speak out or express the negative thoughts, sometimes helps that person as blowing off/steam out.
  This positive expression is reality, કે પછી
  “Tum Itna Jo Muskura Rahe Ho, Kya Gam Hai Jisako Chhupa Rahe Ho” or
  ” Har Phikra Ko Dhuve main Udata Chala Gaya”.
  Anyway, Nice article and show the way to society to think differently or from other side also.

 18. I'm extremely thankful for such a wonderful mateial on the site. Thanks to every body for putting it here. says:

  ભાર

 19. Khub saras Abhinandan thanks says:

  ર્હ્દ્ય્ય્રાજ્
  આવ તારા મોન નએ
  હઉ વાચ લઊ

 20. Alpesh Bhatt says:

  ખુબ સરસ. અભિનન્દન્.

 21. Nilesh Gajariya of Rajkot says:

  જે લોકો ને કાયમનો કકળાટ છે કે આ તો હળાહળ કળિયુગ છે તે વાત સંદતંર ખોટી સાબિત કરે છે.

 22. KavitaKavita says:

  Very good. In life we need both kind of attitude. But only positive attitudes takes us further in life.

 23. Pritesh Dedhia says:

  je vyaktiyo pase paisa che,samay che te vyaktio aa reete j jeeve che.
  aapni vichardhara saari positive che.
  pan adhar rakhe che vyakti vyakti par. ena sanjogo pa,eni manasik sthti par.
  aa badhi vat bhautikta ni thai.pan mansik vastuo gana paribalo par depend kare che.

  Any ways jem ganao e abhpray aapyo tem hu pan kahis NICE ARTICLE.

 24. Rekha Iyer says:

  nice article! positive attitude in once life matters

 25. satvik shah says:

  this is what is in hand, ie.today.
  Dont think much of Past days, those were gone days.
  Dont even think much of comming days, because they have still not come.
  Just leave today, with reference to the experience of Past and for betterment of the future.
  But think much of today,
  Live today.
  And baaki badhu to રેલમછેલ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.