રંગ ડોલરિયો – લોકગીત

એક ઝાડ માથે ઝૂમખડું,
ઝૂમખડે રાતાં ફૂલ રે,
ભંવર રે રંગ ડોલરિયો.

એક ગોખ માથે ભાભલડી,
ભાભીના રાતા રંગ રે… ભંવર.

એક બેન માથે ચૂંદલડી,
ચૂંદલડીએ રાતી ભાત રે… ભંવર.

એક માંચી બેઠા સાસુજી,
સાસુની રાતી આંખ રે… ભંવર.

એક ઓરડે ઊભા જેઠાણી,
એને સેંથે લાલ સિંદુર રે.. ભંવર.

એક મેડી માથે દેરાણી,
એના પગમાં રાતો રંગ રે… ભંવર.

એક ફળિયા વચ્ચે નણદલડી,
એનાં પગલાં લાલ હીંગોળ રે… ભંવર

એક ઢોલિયો પોઢ્યા પ્રીતમજી,
એના ઢોલિયાનો રંગ રાતો રે…. ભંવર

એક દરિયા કાંઠે સેજલડી,
સેજલડીએ રંગ હીંડોળ રે…. ભંવર.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓહો રેલમછેલ છે…. – લતા હિરાણી
ચૂંદડીએ રંગ લાગ્યો – લોકગીત Next »   

14 પ્રતિભાવો : રંગ ડોલરિયો – લોકગીત

 1. Amit Patel says:

  wow,
  આ કવિતા હું નિશાળમા ગાતો હતો.

  આજે વાંચીને ખૂબ આનંદ થયો.

 2. Mehul Shah says:

  એક કડી ઉમેરી શકાય ..જે આપણે શાળામાં ગાતા હતા,
  એક માત કાખે બાળકડું,
  બાળકડે રાતા ગાલ રે
  ભમ્મર રે રંગ ડોલરિયો.

 3. Himsuta Bhatt says:

  Mara pitashri Gajanan v. joshie RANG DOLARIYO poostak temni 80 varas ni age ma sampadit karyu hatu. Te book ma na lokgeeto ni temne casette pan banavi hati ane te geeto na collection ane rag shikhva AHMEDABAD NI ZUPADPATTI NA BAHENO NE GHER JAI GEETO SHIKHYA HATA ANE TEMNE SAMJAVYA PAN HATA.

 4. Mehul Shah says:

  શું એ કેસેટ બજારમાં હજી મળે છે? જણાવશો…ક્યાંથી મેળવવી?
  આભાર.

 5. Mohita says:

  આજ ની તો સવાર સુધરી ગઈ!!
  આભાર..

 6. Jayshree says:

  a different version of this lok-geet can be listened online here on tahuko :
  http://tahuko.com/?p=1259

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.