ચૂંદડીએ રંગ લાગ્યો – લોકગીત

રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો,

મારી ચૂંદડીના ચટકા ચાર
ચૂંદડીએ રંગ લાગ્યો.

મારા પ્રભુજી આવ્યા પરોણલા
એમને શાં શાં બેસણાં દઈશ…. ચૂંદડીએ…

છે ચૂંદડી લાલ ગુલાલ,
એમને સાંગાં માંચી હીરે ભરી…. ચૂંદડીએ….

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં દાતણ દઈશ,
એમને દાતણ દાડમી દઈશ…. ચૂંદડીએ…

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં ઝીલણ દઈશ…. ચૂંદડીએ…
એમને તાંબાની કુંડીએ જળે ભરી,
એમને હિરકોરી ધોતિયાં દઈશ…. ચૂંદડીએ….

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં ભોજન દઈશ… ચૂંદડીએ….
એમને સેવ, સુંવાળી ને લાપશી,
એમને ખોબલે પીરસીશ ખાંડ… ચૂંદડીએ….

મારા પ્રભુજી આવ્યા પરોણલા,
એમને શાં શાં મુખવાસ દઈશ… ચૂંદડીએ…
એમને લવિંગ, સોપારી ને એલચી,
એમને પાનનાં બીડલાં દઈશ… ચૂંદડીએ….

રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રંગ ડોલરિયો – લોકગીત
હોલી હૈ ! – સંકલિત Next »   

13 પ્રતિભાવો : ચૂંદડીએ રંગ લાગ્યો – લોકગીત

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.