હોલી હૈ ! – સંકલિત
ગાંડાની હોસ્પિટલમાં એક દર્દીને પોતે ભગવાન હોવાનો વહેમ હતો.
મજાકમાં એક મુલાકાતીએ કહ્યું, ‘તો તો આ સંસાર તમે જ રચ્યો હશે નહિ ?’
‘હા, પણ હું મારા સર્જનથી કંટાળી ગયો છું ને અહીં આરામ માટે આવ્યો છું.’ દર્દીએ જવાબ આપ્યો.
*********
પત્ની : ‘આજે અકસ્માત થતાં રહી ગયો !’
પતિ : ‘શું થયું ?’
પત્ની : ‘આ આપણી ઘડિયાળ, ઉપરથી એવી પડી ! એક સેકંડનો ફરક પડ્યો હોત તો મારી માનું માથું ભાંગી જાત !’
પતિ : ‘હું નહોતો કહેતો આ ઘડિયાળ થોડું મોડું જ છે !’
*********
અક્કલમઠો છોકરી જોવા ગયો. મા-બાપે બેઉને એકલાં છોડ્યાં એટલે પેલાએ પૂછ્યું : ‘બહેન, આપ કેટલાં ભાઈબહેન છો ?’
છોકરી : ‘પહેલાં બે બહેન એક ભાઈ હતાં, પણ હવે બે ભાઈ થઈ ગયા !’
*********
એક સ્ત્રીએ પૂછ્યું : ‘બાળકોને વગર ટિકિટે મુસાફરીની છૂટ છે ?’
કંડકટર : ‘હા, મેડમ પણ પાંચની નીચેનાને જ….’
સ્ત્રી : ‘હાશ, મારે ચાર જ છે !!’
*********
એક બુદ્ધિના બેલને નોકરી મળી ગઈ. પહેલા જ દિવસે એ મોડી રાત સુધી કામ કરતો રહ્યો. બોસ ખુશ થઈ ગયા એ સાંભળીને. બીજે દિવસે એને બોલાવ્યો : ‘તેં કર્યું શું કાલે આટલો બધો વખત ?’ પેલો બોલ્યો : ‘કૉમ્પ્યુટરના કી-બોર્ડ પર એબીસીડી આડીઅવળી લખેલી હતી. દમ નીકળી ગયો બરાબર ગોઠવવામાં.’
*********
પત્ની : તમને મારામાં સૌથી સારું શું લાગેલું ? મારી બુદ્ધિ કે પછી મારું સૌંદર્ય ?
પતિ : મને તો આ તારી મજાક કરવાની આદત સૌથી વધુ ગમે છે.
*********
શિક્ષક : પાણીમાં રહેતા પાંચ પ્રાણીઓનાં નામ આપો.
છોટા બંટાસિંહ : ફિશ
શિક્ષક : શાબાશ ! હવે બીજાં ચાર કહે.
છોટા બંટાસિંહ : ફિશ દા પુત્તર, ફિશ દી કુડી, ફિશ દા પાપા, ઔર ફિશ દી મા !
*********
ડૉકટર : તમારે માટે એક સારા અને એક માઠા સમાચાર છે.
દર્દી : પહેલા સારા સમાચાર આપો.
ડોકટર : તમારો રોગગ્રસ્ત પગ હવે સુધારા ઉપર છે !
દર્દી : અને માઠા સમાચાર ?
ડોકટર : ભૂલથી તમારો સાજો પગ મેં ઓપરેટ કરી નાખ્યો છે.
*********
છગન : મોહન, રસગુલ્લા ખાવા હાનિકારક છે કે ફાયદાકારક ?
મોહન : ‘અગર તુ ખવડાવે તો ફાયદાકારક, હું ખવડાઉં તો હાનિકારક !’
*********
માલિકે નોકરને કહ્યું : ‘મેં તને કહ્યું હતું કે આ પેકેટ હરિશભાઈના ઘરે જઈને આપી આવજે, આપ્યું કેમ નહિ ?’
નોકર : ‘હું ગયો તો હતો, પણ આપું કોને ? કારણકે એમના ઘરની બહાર એવું બોર્ડ માર્યું હતું કે “સાવધાન ! અહીં કુતરાઓ રહે છે.” ’
*********
સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું : ‘તમારી દવાઓ બહુ મોંઘી છે, શું અહીંયા આ જડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?’
વૈદ : ‘ના ના… વાત એમ નથી. અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળે છે, પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલીથી મળે છે.’
*********
લગ્નપ્રસંગમાં વહુની સેંથીમાં સિંદૂર પુરતા વરરાજાને જોઈને એકે કહ્યું : ‘યાર, આ રિવાજ ઊલટો હોવો જોઈએ. ખરેખર, વહુએ વરના માથામાં સિંદૂર પૂરવું જોઈએ.’
બીજો બોલ્યો : ‘ચૂપ બેસ ને અવે, જો એવું થાય તો દુનિયામાં કેટલાય ટાલિયા માણસો કુંવારા જ રહી જાય !’
*********
છગન : પુરુષ અને સ્ત્રીના લગ્નમાં શું તફાવત છે એ તને ખબર છે ?
મગન : ના, શું તફાવત છે ?
છગન : છોકરીને યોગ્ય છોકરો ના મળે જડે ત્યાં સુધી સતત ચિંતા રહે છે જ્યારે છોકરાને યોગ્ય છોકરી જડી ના હોય ત્યાં સુધી કોઈ ચિંતા હોતી નથી !!
Print This Article
·
Save this article As PDF
રંગો જેવાજ જોક્સ છે. સૌથી સરસ કોલમ માટે કોઇ અભિપ્રાય નહિ?
“Happy Holi” to everyone.
saral pan sundar jokes, khubaj gamya.
nice jokes.
happy holi to readgujarati.
Nice Jokes
જોક્સ મજા ના હોઇ, સાથે રન્ગિન પન ચ્હે.
ખૂબ સરસ !
real jokes like it keep it up
muje vastsalvachhani na patrp vachvani ichchh chhe tho nane mari shak khara ?
vatsalvachhani na patro vachavani ichha che.
વિદેશમા રહિને આજે કદાચ પહેલિવાર આટલુ બઘુ હસ્યો છુ.
મજા આવી ગઈ, જલ્સો પડી ગ્યો.
QWERTYUIOP કી-બોર્ડ પર એબીસીડી આડીઅવળી લખેલી હતી…. વાહ ક્યા બાત હૈ!
બહોત ખુબ…
મજ્જા આવી ગઈ…
nice jokes