ભય અમારે કોનો ? – રવીન્દ્રનાથ ઠાકુર

ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

લુચ્ચા બુઢ્ઢા ચોરલૂંટારા
અમને શું કરવાના ?
સીધુંસાદું જીવન જ્યાં હો
શીદને અમ ડરવાના ?
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

નહિ કપટ, ન ઝોળી થેલી,
મતા અમારી શી ?
લૂંટી શકે ના લગન અમારી
ધૂન તદ્દન પાગલ શી !
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

ખપે નહિ આરામ અમોને,
ખપે ન યશ કે નામ;
ખપે નહિ વિરામ અમોને,
સદા લગન – બસ, કામ !
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

ચડતી-પડતી સમાન અમને,
છો હાર જીવન કે જીત;
જીવન જોગવવું જ લગનમાં,
ધ્યેયમગન થઈ નિત !
ભય અમારે કોનો જગમાં ?
ભય અમારે કોનો ?

(અનુવાદ : ધર્મેન્દ્ર માસ્તર ‘મધુરમ્’)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એવું જ માંગુ મોત – કરસનદાસ માણેક
પુસ્તકોની હૂંફ – મુકુંદ ટાકસાળે Next »   

16 પ્રતિભાવો : ભય અમારે કોનો ? – રવીન્દ્રનાથ ઠાકુર

 1. nayan panchal says:

  સરસ રચના.
  આજની ગળાકાપ હરીફાઇમાં સ્વસ્થતાપૂર્વક જીવવા માટે ઉપયોગી.
  આભાર.
  નયન

 2. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર કાવ્ય – અને આવું જીવન હોય તેને કોણ ભયભીત કરી શકે ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.