હું ક્યાં છું ? – જયન્ત પાઠક

ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય –
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા ક્યાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી –
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરત બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ જેવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે –
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ –
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતું,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય –

અરે, પણ તે હું ક્યાં છું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અડધી દાઢી ઑપ્શનમાં ! – બકુલ ત્રિપાઠી
આવર્તન – માલિની શાહ Next »   

13 પ્રતિભાવો : હું ક્યાં છું ? – જયન્ત પાઠક

 1. Manisha says:

  પાઠક સાહેબ્,,, તમે તો આ કવિતા મા જ છો…. ગમી…

 2. Jayant Thacker says:

  આ કવિતા વાચી મને મારુ બાળપણ યાદ આવી ગયુ.

 3. gopal h parekh says:

  બાળપણ રીપીટ થઈશકતું હોતતો કેવું સારું

 4. સુંદર કાવ્ય…. ગ્રામ્ય પરિવેશના ગણિતમાં અસ્તિત્વની શોધનો દાખલો સરસ ગણ્યો છે…

 5. GALA PRAVINA says:

  no words touching story

 6. Pr@nav Nagar says:

  વાહ.. મન પ્રસન્ન થઇ ગયુ……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.