સુખ નામના પ્રદેશની શોધમાં – જીતેન્દ્ર તન્ના

[વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ એવા રીડગુજરાતીના વાચક શ્રી જીતેન્દ્રભાઈનો (વેરાવળ) આ લેખ મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.]

બાર-તેર વરસ પહેલા જ્યારે મુંબઇ કોલેજમા ભણતા ત્યારે જ્ઞાતિની હોસ્ટેલમાં રહેતા. હોસ્ટેલમાં દર વરસે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થતુ અને વક્તૃત્વ સ્પર્ધાનો એક વિષય લગભગ સમાન રહેતો અને એ હતો સુખ નામના પ્રદેશની શોધમાં. ત્યારે તો કોલેજમાં ભણતા એટલે લગભગ દરેક વિદ્યાર્થી માટે સુખ એટલે ગાડી, બંગલો, બેંક બેલન્સ, સારી અને દેખાવડી પત્ની કે ગર્લ ફ્રેન્ડ વગેરે રહેતુ. પરંતુ જેમ જેમ વ્યાવસાયિક અને સંસારિક જિંદગીમાંથી પસાર થવાનુ થયું એટલે એવું લાગવા માંડ્યુ કે સુખ એટલે આ ભૌતિક વસ્તુઓ કે શું છે ? વરસોથી સુખ ઉપર હજારો પુસ્તકો, નિબંધો અને લેખો લખાયેલા છે દરેક વખતે આવા લેખો વગેરે વાંચીને એમ થાય કે સુખ મેળવવુ સહેલું છે પરંતુ દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કઇંક ને કઇંક અભાવ અનુભવે છે અને એ અભાવની અનુભૂતિ એટલે શું અસુખ હશે ? દરેક માણસ દુ:ખી નથી પરંતુ આપણે એને સાંભળીએ તો એમ થાય કે એ દુ:ખી નથી પરંતુ સુખી પણ નથી. તો સુખી હોવું એટલે દુ:ખી ન હોવુ હોય શકે ? તો સુખ શું માનસિક અનુભૂતિ હશે ?

માણસ પોતાના દરવાજે એક એવો ચોકીદાર બેસાડી રાખવા માગે છે જે માત્ર સુખને જ અંદર આવવા દે અને દુ:ખ માટે હંમેશા દરવાજો બંધ રાખે પરંતુ સુખ અને દુ:ખ જાણે પાકા મિત્રો હોય એવું લાગે. એકલું સુખ જ ક્યાંય ન રહી શકે કે એકલુ દુ:ખ પણ ક્યાંય ન રહી શકે. પરંતુ એ માણસના હાથમાં છે કે જ્યારે આ સુખ અને દુ:ખ બન્ને મિત્રો સાથે હોય ત્યારે માણસે એ બેમાંથી શેની અનુભૂતિ કરવી. દુ:ખના સમયમાં પણ સુખ તો દુ:ખની સાથે જ રહે છે તો સુખની અનુભૂતિ ત્યારે પણ થઇ શકે અને એ જ રીતે જ્યારે માણસ સુખી હોય ત્યારે એ દુ:ખને ક્યાંકથી પણ શોધી લે છે. આમ જોઇએ તો માણસનો મૂળભૂત સ્વભાવ દુ:ખી રહેવાનો છે. માણસને પોતાના રોદણાં રડવામાં કદાચ સુખી થવા કરતાં વધારે મજા આવતી હોય એવું લાગે. માણસ થોડા દિવસો કામ કરે એટલે એમ લાગે કે રજા મળે તો કેવી શાંતી. પરંતુ રજામાં માણસ શાંતિ અને આરામથી કંટાળી જાય છે અને એને એમ થાય કે હવે જલ્દી પાછો કામ પર ચડુ. મતલબ આપણે જે પરિસ્થિતિમા છીએ એમાં આપણે ખુશ રહેવું નથી. માણસને સાચું સુખ મળે એના કરતા કલ્પનાનું અને સપનાનું સુખ વધારે ગમે છે. દરરોજ ને દરરોજ સુખ માટેના માપદંડ બદલતા જાય છે. દરરોજ ને દરરોજ માણસને પોતાની જાત પ્રત્યે વધુ ને વધુ અપેક્ષા થતી જાય છે. એ અપેક્ષા અને હકિકત વચ્ચેનો ફરક એટલે દુ:ખ. પરંતુ માણસને પોતાની નાનકડી જિંદગીમાં એટલુ બધું મેળવી લેવું છે કે જાણે એ મૃત્યુ વખતે જાણે બધુ સાથે લઇ જવાનો હોય. સિત્તેર એંસી વરસની જિંદગીમાં થોકબંધ દુશ્મનો, સેંકડો રૂપિયા, હજારો છેતરપિંડી, વખતો-વખત ખોટુ બોલવું, લોકોને ભરમાવવા, પોતાની વાત સાચી સાબિત કરવા માટે ગમે તેને સારું-ખરાબ ચીતરી દેવું. આ બધું કરવા છતાં પણ બીજા વ્યક્તિ પાસેથી તો પુરેપુરી ખાનદાનીની અપેક્ષા રાખવી ! અને પછી જિંદગીની ફળશ્રુતિ માણસ બે લીટીમાં આપી દે કે “મે બધા માટે ખુબ કર્યું પરંતુ મને કોઇએ ન તો જશ આપ્યો અને ન તો મારા માટે કાંઇ કર્યું.”

ધીરુભાઇ અંબાણી કહેતા “ IN EVERY DIFFICULTY, THERE IS AN OPPORTUNITY”. દરેક મુશ્કેલી એ એક તક છે. જો આપણે પણ આ જ રીતે જિંદગીને જોઇએ તો જિંદગીથી વધારે ખૂબસુરત બીજુ કાંઇ નથી. આ અભિગમ માત્ર ધંધા પુરતો મર્યાદિત ન રાખતા વ્યક્તિગત જીવનમાં પણ ખુબ કામ લાગી શકે એવો છે. કોઇ સાથે ઝઘડો થાય કે બોલાચાલી થાય ત્યારે જો એવું નક્કી કરીએ કે આ ઝધડા પછી આપણા સબંધ વધારે સારા બનાવવા છે, અને આ ઝઘડાને એક તક તરીકે લઇએ તો ચોક્કસ આપણે ફાવી જઇએ પરંતુ આના માટે આપણા અહંને થોડોક આરામ આપવો પડે. કદાચ ક્યાંક આપણી ભૂલ ન પણ હોય અને આપણે કહીએ કે ભાઇ મારે ભૂલ થઇ ગઇ તો સામેવાળો માણસ પણ એની ખાનદાની ચોક્કસ બતાવે જ. એક વખત આપણે માફી માગીએ કે ભૂલ કબુલ કરીએ એટલે સામેવાળો ચોક્કસ કહેશે કે ‘વાંધો નહિ ભૂલ તો મારી પણ થઇ શકે’. ઘણી વખત આપણો વાંક ન હોય ત્યારે આપણે આપણાથી શક્તિશાળી વ્યક્તિ કે વધારે વગદાર વ્યક્તિ પાસે નમવું પડે છે. તો ક્યારેક આપણા જેવા નાના કે મોટા માણસ પાસે પણ થોડુંક નમી લઇએ તો જીવનના સરવૈયામાં આપણી જમા બાજુ વધારે નફો જ રહેવાનો.

માણસ સતત સબંધને પૈસા તથા નફા નુકશાનમાં જ હંમેશા તોલે છે. મિત્રો સાથે નાસ્તો કરવા કે ફરવા કે બહાર જાય ત્યારે દરેક વ્યક્તિ પોતે એક વખત પૈસા આપ્યા એટલે હવે બીજાનો વારો એવું જ વિચારે. મને આટલાનો ખર્ચ થયો એટલે એને પણ આટલો ખર્ચ થવો જ જોઇએ. પોતે જાણે બધાનો હિસાબ રાખતો હોય એમ કરે ! કદાચ બીજા વ્યક્તિથી પાંચ રૂપિયા ઓછા વપરાય એટલે પછી બીજાને કહેવાનું કે પેલો તો ખિસ્સામાં હાથ જ ન નાખે. એટલે માણસ બહુ નાની નાની વાતોમાં પોતાનું હકારાત્મકપણું ખોઇ બેસે છે. “હું એના ઘરે જમવા ગયેલો ત્યારે એણે આ જમવાનુ બનાવેલુ જ્યારે એ આવ્યો ત્યારે મેં તો આવું બનાવેલું.” સામેવાળો માણસ ક્યારે કઇ પરિસ્થિતિમાં હોય કેમ કહી શકાય ? છતાં પણ આપણે પહેલા તો એવું જ ધારી લઇએ કે એને મારા માટે સારું બનાવવું ન હતું. આમ ને આમ અંદર જે આભા છે એ દિવસે દિવસે બગડતી જાય છે અને પછી કાંઇ સારુ પણ થાય ત્યારે પણ વિચાર તો કાંઇક ખરાબ થશે તો એવો જ આવે અને આમ ને આમ માણસ કોઇ વસ્તુનો આનંદ ન લઇ શક્તો હોય એવું લાગે.

કવિ મકરંદ દવેની એક કવિતા સુખ વિશે ઘણું બધું કહી જાય છે, “ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે ને ગમતાનો કરીએ ગુલાલ”. મતલબ કે જે સારુ હોય એ માત્ર આપણા જ ખિસ્સામાં ન રાખતા એને ગુલાલની જેમ બધા પર વેરવુ જોઇએ. દરેક સારી વસ્તુ બીજાને પણ આપવી જોઇએ. કોઇ એક બીજા કવિએ પણ આ જ મતલબનુ કહ્યું છે કે “બસ એટલી સમજ પરવરદિગાર દે મને, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બીજાના વિચાર દે”.

જીવનમાં સુખી થવા માટે કોઇ ફોર્મ્યુલા હોય એવુ લાગતુ નથી. દરેક પરિસ્થિતિ દરેક માટે અલગ છે. ક્યારે શું કરવાથી સારું જ બને એ કહી ન શકાય. પરંતુ એક વાત ચોક્કસ છે કે માણસ જેમ પોતાની જાત પ્રત્યે હંમેશા જેટલો સારો રહે, પોતાની જાતની જેટલી દયા ખાય કે પોતાના વિશે જેટલો પોઝીટીવ રહે એટલો જ જો બીજા માટે પણ રહી શક્તો હોય તો એના સુખની માત્રા સો ટકા ઘણી જ વધી જવાની. એટલે સુખ મેળવવા માટે ક્યાંય જવાની જરુર નથી બસ માત્ર પોતાની જાતને થોડીક ટપારવાની જરુર હોય એવું લાગે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પર્યટન સ્થળ રાજગીર – હેતલ દવે
વધુ ને વધુ સુંદર – કુન્દનિકા કાપડીઆ Next »   

26 પ્રતિભાવો : સુખ નામના પ્રદેશની શોધમાં – જીતેન્દ્ર તન્ના

 1. Hiral Thaker says:

  Yes you are right.. Money or house hold things are not all the things….Feelings are much more important…

  One more statement I would like to add with reference to ‘Mr ambani’s statement’

  ‘Tmara Marg Ma Avti Mushkeli Ne Tame Pathhar Tarike Lo hho ke Pagathiya Tarike Teni Upar Tmari Safalta No Adhar Chhe.’

 2. keyur vyas says:

  that’s true

 3. gopal h parekh says:

  જિતેંદ્રભાઈએ બહુ સરસ વાત કરીછે,તમારો બંનેનો આભાર

 4. Divyant Shah says:

  Excellent article. I am obliged that Mr. Narendra Kamdar sents such mails to me

 5. kirit madlani says:

  a very lovely article. you said things in a very simple words which probably was done by many before in complex words. i also stayed probably in the same hostel as u did ( j d bhavan?)
  sukh is a condition of mind it is not in any outer object. very well written please keep writting.

  kirit

 6. hiral says:

  I also want to tell something jyare aavi motivative story vaanchi che!
  Life is like mirror whatever u see it reflects that only….
  so always see good things!
  Very good article

 7. drashti says:

  good one

 8. preeti hitesh tailor says:

  good planning +poor execution =failure દુઃખ્
  average planning +good execution=success સુખ
  માત્ર વાતો ન કરીએ આચરણમાં મૂકીએ એટલે ફરીયાદો ઘટી જવાની સંભાવના !!

 9. paras says:

  exceelent.. maja avi gai

 10. hemantkumar b shah says:

  ખુબ સરસ લેખ અભિનન્દન ફરી આવા લેખ આપતા રહેસો and also abhinandan 2 hiral thakkar 4 one sentence superb

 11. RAMESH SHAH says:

  ATISUNDAR LEKH CHHE AND TADDAN SATYA HAKIKAT DARSHAVI CHHE . SANTOSHI MANAS HAMESHA SUKHI CHHE .APEKSHA RAKHO TO UPEKSHA THAVANI ANE TE DUKH NE NOTRE CHHE.JIVANMAN SATKARMO NIKHALAS BHAVE KARIYE TO SUKH J SUKH CHHE.

 12. પ્રેરણાત્મક…
  આભાર મોટાભાઇ…

 13. NIRMAL says:

  VAAH, SHUUN VAAT KARI CHHE
  BAKI JIVAN NU GOODH RAHASYA BATAVI DIDHU…………….!!!!!!!!!

 14. Ramesh Desai says:

  Very nice -ATISUNDER JEEVAN MA UTARVA JEVI VAAT KAHI CHHE.

 15. CA. Mahadev Desai says:

  Very nice article. Certain things in life we all know but to put them in practice is very diffult which we all must try. For putting such things in practice we require contiuous hammering of suc articles. Keep it up.

 16. એક સહૃદયી વાચક says:

  ખુબ સરસ વિચાર. સુખનો પ્રદેશ હશે તો આવો જ હોવો જોઇએ.

 17. DJT says:

  ખુબ સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.