માનસિક તંદુરસ્તી – મૃગેશ શાહ

આજના સમયમાં માનવીની પ્રવૃત્તિ એવી છે કે વ્યક્તિને શારીરિક કરતાં માનસિક થાક વધારે લાગે છે. મનોરંજનનું પૂરેપુરું ક્ષેત્ર આ માનસીક થાક ઉતારવાને કારણે જ વિકસ્યું છે. શારીરિક થાક ઉતારવા માટે જેમ આરામ જોઈએ તેમ માનસિક થાક ઉતારવા માટે માણસને હવે મનોરંજન જોઈએ છે. પરંતુ આ મનોરંજન ધીમે ધીમે કરીને આપણા મનમાં એટલો વ્યાપ ફેલાવી ચૂક્યું છે કે તેનાથી મનુષ્યની કામ કરવાની એકાગ્રતા, અને બુદ્ધિકૌશલ્ય વિકસવાને બદલે વિનાશ તરફ વિસ્તરતું જાય છે.

શારીરિક શ્રમ કરીને જરૂરી આરામ કરી લઈએ તો શરીર પાછું ફરી સ્વસ્થ અને તરોતાજા થઈ જાય અને બીજે દિવસે ફરી આપણે આપણા કાર્યને એજ સ્ફૂર્તિ અને તાજગીથી કરી શકીએ. આ બાબત માનસિક થાક ઉતારવાની બાબતમાં એ રીતે લાગુ નથી પડતી. માનસિક થાક ઉતારવા માટે આપણે જે મનોરંજનનો સહારો લઈએ છીએ, ક્યારેક તો એ માત્ર થાકનો પ્રકાર જ બદલે છે ! થાક ઉતારવામાં સંપૂર્ણ સફળ નથી થતું. વળી મનોરંજન કેટલીકવાર વ્યસન પણ બની જાય છે.

વિદ્યાર્થીઓ સાત-આઠ કલાકનું વાંચન કરે એ પછી ફ્રેશ થવા માટે ફિલ્મ,મ્યુઝીકનો સહારો લેતા હોય છે. વાર્ષિક પરીક્ષાઓના છેલ્લા પેપર વખતે જાણે જેલમાંથી છૂટ્યા હોય તેમ બાળકો મનપસંદ પ્રવૃત્તિઓ તરફ દોટ મૂકે છે. હકીકતમાં જેને મનોરંજનનો સહારો લેવો પડે છે તે વ્યક્તિને પોતાની પ્રવૃત્તિ આનંદ નથી આપતી એમ સિદ્ધ થાય છે. જો આપણને આપણી પ્રવૃત્તિ રસપ્રદ અને આનંદદાયક લાગે તો આપણને કોઈ મનોરંજનના સાધનો પર આધાર રાખવાની જરૂરિયાત ન રહે.

મનોરંજન એટલી હદે વ્યાપી ચૂક્યું છે કે હવે તે વ્યસન બની ગયું છે. અઠવાડિયામાં એક ફિલ્મ જોવી, અમુક હોટલોમાં જવું, અમુક ટીવી પ્રોગ્રામો તો છોડાય જ નહિ – આ બધા આપણા ફ્રેશ થવાના ઉપાયોમાંથી નિપજેલા વ્યસન છે. મનને આનંદિત કરતા આ સાધનો ને નામે કેટલો બધો કચરો આપણે આપણા મન અને શરીરમાં નાખતા હોઈએ છીએ ! આ બધાની અસરો કંઈ તાત્કાલિક નથી દેખાતી, તેની અસરો આખા જીવન પર લાંબે ગાળે પડતી હોય છે. ધીમે ધીમે વ્યક્તિની એકાગ્રતા અને માનસિક શક્તિ ઘટે છે. જે વ્યક્તિ પહેલા આઠ કલાક સળંગ રસપૂર્વક વાંચી શકતો હોય, વાંચનમાં ડૂબી જતો હોય, એકાગ્ર થઈ જતો હોય – એ વ્યક્તિ જેમ જેમ ફ્રેશ થવાના સાધનો નો સહારો લેવા માંડે તેમ તેમ તેના કામના કલાકોની ક્ષમતા ઘટતી જાય છે. એ પછી એ જ વ્યક્તિ ચાર કલાકમાં જ ચોપડી મૂકી દે છે. અત્યારે વાંચન ઘટ્યું છે એનું એક કારણ આ પણ છે. આપણા વડિલો એક રાતમાં એક નવલકથા પૂરી કરી દે એવું રસપૂર્વક વાંચન કરતા હતા, જ્યારે આજે દશ પાનની નવલિકા પણ આપણે મોટી લાગે છે !

મનોરંજન આપણા જીવનમાં જેમ જેમ પ્રવેશતું જાય છે એમ દરેક કામ પછી બોજ લાગવા માંડે છે. પ્રત્યેક કાર્યમાંથી આનંદ જતો રહે છે. આપણને જેમ બને તેમ કામ આટોપીને મનને આનંદ આપે એવી પ્રવૃત્તિઓ તરફ જવાની ઈચ્છા થાય છે. કલાકોના કલાકો બેસીને જે રિસર્ચ કરવાની આપણી ક્ષમતા હોય છે તેમાં ધીમે ધીમે ઓટ આવે છે. રોજિંદા કાર્ય સાથે આપણે સંલગ્ન થઈ શકતા નથી.

આ તમામ પરિસ્થિતિઓનો ઉપાય શું ? સૌથી સરળ ઉપાય એ છે કે આપણે આપણી પ્રવૃત્તિઓને જ એટલી રસપૂર્વક બનાવવી કે જેથી બને ત્યાં સુધી અન્ય ઉપાયોનો ઉપયોગ આપણે કરવો ન પડે. અમુક વિદ્યાર્થીઓ વાંચનના વિષયને એટલો રસાળ બનાવી દે છે કે તેની તે વિષયને પચાવવાની પદ્ધતિ તમામ વિદ્યાર્થીઓ કરતા જૂદી પડે છે. તે વિષયથી કદી ‘બોર’ થતો નથી બલ્કે તેને એમ થાય છે કે જલ્દી જલ્દી કામ પતાવીને હું મારા ડેસ્ક પર ક્યારે પહોંચી જવું ! એ જ રીતે જે રસપૂર્વક કાર્ય કરનારા છે તેઓ ઑફિસવર્ક પણ આ રીતે કરતા હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં, પેઢીઓમાં, દુકાનોમાં જે રોજનું રોજ એક સરખું કામ કરનારા છે એ લોકો પોતાના કામથી કયારેય થાકી નથી જતા, એનું કારણ શું ? એનું કારણ એ જ કે તેઓને પોતાનું કામ ગમે છે, આનંદ આપે છે. હાલની તમામ ઑફિસોમાં બધા કામો બૈદ્ધિક સ્તરના છે. તમામ કાર્યોમાં અત્યારે બુદ્ધિનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થાય છે અને એ બુદ્ધિને ફ્રેશ કરીને મનને તરોતાજા રાખવા માટે આપણે મનોરંજનના સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ તેને બદલે પોતાના કાર્યમાંજ જુદા જુદા પ્રકારો, અવનવી પદ્ધતિઓ અને વિવિધતા લાવીને આપણે તેને ખૂબ આનંદદાયક બનાવી જ શકીએ.

મનોરંજન એ કોઈ ખોટી બાબત છે એમ વાત નથી, પરંતુ તેનો પ્રમાણસર ઉપયોગ કરવાનો આપણો વિવેક ટકી રહે તે અગત્યની વસ્તુ છે. જ્યાં સુધી સાત્વિક મનોરંજન આપતી પ્રવૃત્તિઓ છે ત્યાં સુધી કોઈ ભય નથી પરંતુ ફ્રેશ થવાના નામથી આ સાધનો જ્યારે આપણા મનનું બંધારણ તોડીને એકાગ્રતા નષ્ટ કરવાની કોશીશ કરે છે ત્યારે તે વખતે જાગૃત રહેવું ખૂબ જરૂરી બની જાય છે.

માનસિક થાક ઉતારવાનો સૌથી સરળ ઉપાય એકાંત માં રહેવાનો, ધ્યાન કરવાનો, કોઈ સુંદર ગીત ગણગણવાનો છે. પરંતુ આજે જો વ્યકિતને સૌથી વધારે કોઈની બીક લાગતી હોય તો એ છે ‘એકાંત’ ની. એકલા પડવું કોઈને નથી ગમતું. પ્રવૃત્તિઓ આપણને નથી છોડતી એમ નથી, પરંતુ હકીકતમાં આપણે પ્રવૃત્તિઓને છોડી શકતા નથી. આ પ્રવૃત્તિઓની સાઈકલ ચાલુ રાખવાના ભાગરૂપે જ આપણે એક પછી એક કામ કાઢીને પણ સતત વ્યસત રહેવાનો પ્રયત્ન કરતાં હોઈએ છીએ. ઘરના તમામ સભ્યો બહાર જાય અને એકાંત છવાઈ જાય ત્યારે આપણાથી આપોઆપ ટી.વીની સ્વિચ ઓન થઈ જાય છે, ક્યાંક બહાર જવા પગ થનગને છે, ઈન્ટરનેટ ચેટ કે પછી મ્યુઝિક સીસ્ટમ કે કંઈક પણ આપણી નજરે ચડી જાય છે.

ઘણા લોકો એમ કહે છે કે ‘મનને નવરું ન પડવા દેવું જોઈએ’ પરંતુ આ અર્ધસત્ય છે. મનને નવરું ન પડવા દેવાનો એવો અર્થ નથી કે તેમાં સતત કંઈકને કંઈક ભર્યા કરવું. મનને પ્રવૃત્તિશીલ રાખવું એનો અર્થ એ છે કે મનને ખીલવાનો પૂરતો સમય આપવો અને એ સમયનો સદઉપયોગ કરીને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ મનને લઈ જવું. જગતમાં જેટલા મહાન વ્યક્તિઓ થયા તેમણે એકાંતને માણ્યું છે, ચિંતન કર્યું છે, માનસીક થાક ઉતારવા માટે સાત્વિક પ્રવૃત્તિઓ કરી છે અને તેથી જ તેમના તમામ કાર્યોમાં આપણને સર્જનાત્મકતા અને તાજગી દેખાઈ છે.

કદાચ “યોગ કર્મ સુ કૌશલમ્” (આપણને પ્રાપ્ત થયેલા કાર્ય સાથે ઓતપ્રોત થવાની/ એને માણવાની અને એમાંથી આનંદ લેવાની કળા એ જ મોટો યોગ છે) એ શું આનું જ નામ હશે ? છેલ્લે એક વાત આપણે યાદ રાખવી જરૂરી લાગે છે કે વ્યક્તિની સર્જનાત્મકતા અને કળાને ખીલવવા માટે તેની માનસિક તંદુરસ્તી ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. મનોરંજનના સાધનોથી ક્યાંક આ તંદુરસ્તી બગડે નહીં એ ધ્યાન રાખવાની જવાબદારી આપણી પોતાની છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સર્જનકર્મ એટલે ઉપનિષદયાત્રા – દિનકર જોષી
વડોદરાનું ન્યાયમંદિર – તુષાર વ્યાસ Next »   

34 પ્રતિભાવો : માનસિક તંદુરસ્તી – મૃગેશ શાહ

 1. Ami says:

  સાચી વાત છે – આજે તો મનોરંજન ની વચ્ચે પ્રવૃતિ કરતા હોય એવુ થઈ ગયુ છે.

  આવો સરસ લેખ આપવા બદલ આભાર.

 2. urmila says:

  good article – thanku mrugashbhai

 3. Ritesh says:

  Really good article.. Drwaming attention to unnoticed true fact….

 4. Hiral says:

  very good!

 5. Pankita says:

  સરસ લેખ…

 6. JITENDRA TANNA says:

  ખુબ સરસ લેખ મૃગેશભાઈ.

 7. jasama gandhi says:

  આભાર્, દરેક જને સમજવા જેવુ છે.

 8. ક્લ્યાણી વ્યાસ says:

  ખુબ જ સાચી વાત કહી, આજના યુવાનો એ સમજ્વા જેવુ છે.

 9. કલ્પેશ says:

  આ લેખ વાંચીને લાગે છે કે દરેક કાર્યમા વિવેક જરુરી છે.

 10. preeti hitesh tailor says:

  સ્વ સાથેની ઓળખાણ કરીએ,
  પોતાની ખૂબીઓ અને ખામીઓની પિછાણ કરીએ,
  આપણને શું ગમે છે તેનું વિશ્લેષણ કરીએ,
  દુનિયા શું કરે છે તે નહીં આપણે શું કરી શકીએ છીએ તેને અનુરુપ પ્રવૃતિ કરીએ!
  sorry we are not having the time for all this o.k.!
  બસ તો પછી શોધ્યા કરીએ મનની શાંતિને !
  all the best…

 11. hemantkumar b shah says:

  બહુ સરસ લેખ આવા લેખ મોકલતા રહેશો ખુબ ખુબ આભાર્

 12. drashti says:

  ખૂબ જ સરસ લેખ.

 13. Jayesh Bhatt says:

  Really nice Artical ..

 14. rajan says:

  ખૂબ જ સરસ લેખ. ખુબ ખુબ આભાર્.

  મારી વાન્ચવામા એકાગ્રતા નહોતિ એટલે જ આ વેબ સાઇટ ના લેખો વાચુ ચ્હુ… મારે સુધરવાનિ જરુર ચ્હે.

 15. Dhaval Shah says:

  જોરદાર વાત કહી તમે તો,………….

 16. Mukesh Shah says:

  Mrugeshbhai,

  It was really a very nice article. I would also like to make a request that the spellings are checked properly by the proof readers. The word ‘manasik’ was spelled in two different ways. It causes confusion for people like me who are trying to improve their spellings. Please don’t feel bad about my suggestion. My only hope is that you will be doing a greater service than you already have been to the Gujarati reading public.

 17. Hemant H Shah says:

  Very Nice , I heartly Thanks to you all. Spacialy Mr. Dhaval Shah, Who Informed me this site Address.

  Keep it up.

 18. alpesh patel says:

  i grateful for you because you realise me what is concius reading.

 19. તમારી વાત 100% સાચી છે મૃગેશ…

  મને મારા કોલેજ સમયની એક વાત યાદ આવી ગઇ જે અહીં જણાવું છું…
  મારા એક સાયકોલોજીનાં પ્રોફેસરે (અમેરીકામાં) ક્લાસની બુક વાપરવાની જગ્યાએ એમની પોતાની એક સવાલ-જવાબની બુક બનાવેલી… (મારા બુકનાં પૈસા પણ બચી ગયેલાં) અને આખા સેમેસ્ટરમાં દરેક ચેપ્ટરને સવાલ પ્રમાણે ભણાવતા ગયેલા અને ભણતા ભણતા એના જવાબો અમે લખતા ગયેલા… સાથે સાથે દેખીતો સાયકોલોજીનો પ્રયોગ પણ ક્લાસમાં કરતા અને બધા પાસે કરાવતાં… અને પરીક્ષામાં એમની એ જ ચોપડીમાંથી બધા સવાલો પુછાતા… હવે અમે એ સવાલ-જવાબ તરીકે જે અને જેટલું ભણ્યા હતા એટલી સારી રીતે પેલી મોટી મોટી મોંઘી બુક્સમાંથી રાત-દિવસ વાંચીને એટલું શીખી શક્યા ન હોત. એ પ્રયોગ મને ખુબ જ અસરકારક લાગેલો… અને મજાની વાત તો એ હતી કે ક્લાસમાં જવાનો ક્યારેય કંટાળો પણ નહીં આવતો, ઊલટાંનું એ ક્લાસમાં જવા માટે ખાસ રાહ જોવાતી હતી!

  He had ‘used psychology’ to teach psychology… very effectively!!

 20. કહેવાનું રહી ગયું કે…

  તમારો લેખ ખુબ જ સ-રસ છે… અભિનંદન!

 21. Pragnesh Patel says:

  Really Great !!

  Thanks

  Mrugesh

 22. medha patel says:

  very nice article Mrugeshbhai…

 23. Wellbutrin. says:

  Wellbutrin….

  Taking lexapro and wellbutrin together. Using wellbutrin after heart attack. Wellbutrin bleeding. Wellbutrin withdrawal. Wellbutrin in australia. Wellbutrin. Wellbutrin sr. Generic for wellbutrin….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.