ચિંતનમોતી – સં. માવજી સાવલા
[શ્રી નિસર્ગદત્ત મહારાજ પ્રણીત ‘આત્મશોધ’ નો જ્યારે ત્રીજો ભાગ પ્રગટ થયો ત્યારે અંજારના સન્મિત્ર ડૉ. સનત દવી ત્રણેય ભાગમાંથી સારરૂપ કે ચાવી રૂપ જેવા થોડાંક સૂત્રોનું ટાંચણ કરીને મને મોકલી આપેલ. કુલ્લે 44 ફૂલસ્કેપ પાનમાં એમણે સારવેલાં આવા સૂત્રોમાંથી અહીં માત્ર થોડાંજ એક પૂરવણી તરીકે. – લેખક]
[1] નાનામાં નાની બાબતના અસ્તિત્વમાં આખાય વિશ્વનો ફાળો હોય છે. સમગ્ર વિશ્વસર્જિત ઘટના સિવાય કોઈપણ ઘટના બની શકે નહિ.
[2] તમારા મન પર અતિશય તત્પરતાથી લક્ષ રાખો, કારણ ત્યાં જ તમારું બંધન અને સ્વાતંત્ર્યની ચાવી છે.
[3] જો તમારે જગતને મદદ કરવી હોય તો તમારે મદદની આવશ્યકતાથી પર થવું જોઈએ.
[4] પ્રેમ એટલે દઢ ઈચ્છા. તમારા આનંદમાં બધાને સહભાગી કરી લેવાની દઢ ઈચ્છા. આનંદિત હોવું, આનંદિત કરવું એ જ જીવન છંદ-લય-તાલ છે.
[5] સાધના શ્રમવિહિન હોય છે, કારણ કે એમાં ‘કરવા જેવું’ કશું નથી હોતું. ઉલ્ટાનું કશું જ ‘ન કરવાનું’ એ જ કરવાનું હોય છે !
[6] તમે જેવા તદ્દન છો તેવા જ રહીને જેટલા સુખી છો તેટલા સુખી તમે અન્ય કશાના સહવાસથી કદી પણ થનાર નથી. સુખની શોધમાં નીકળશો તો દુ:ખોના જ માર્ગ પર આવી પડશો.
[7] સુખ નિદ્રાધીન કરે છે – દુ:ખ જગાડે છે. તમને દુ:ખ ન જોઈતું હોય તો નિદ્રાથી સાવધાન રહો.
[8] સર્વ કાંઈ બનવા કાળ હશે તેમ બનશે કારણ જગત જેવું હોવું જોઈએ તેવું જ છે.
[9] પરિણામોની અપેક્ષાવાળી શ્રદ્ધાની કશી જરૂર નથી.
[10] તમારી પાછળ સુખ અને દુ:ખનો ઘોંચપરોણો હોવાથી તમે જ્ઞાનની શોધમાં રહો છો.
[11] તમે શું છો તે જુઓ. બીજાઓને એ વિષે તમે પૂછો નહિ. તમારા વિશે બીજાઓએ તમને કશું કહેવાની જરૂર નથી.
[12] તમારું સ્વાતંત્ર્ય વિચારોમાં અને કર્મમાં ભરપૂર વ્યકત કરો.
[13] જ્યાં સુધી દેહની આવશ્યકતા છે ત્યાં સુધી દેહ ટકી જ રહેશે. મહત્વ દીર્ઘ જીવનનું નહિ, પૂર્ણ જીવનનું છે.
[14] પાપની વિરુદ્ધ તમે જે પુણ્ય કહો છો તે ભયથી ઉત્પન્ન થયેલ આજ્ઞાપાલન હોય છે.
[15] આદત અને પુનરાવર્તનની ઈચ્છાથી યોગી અને ભોગી બન્ને નિષ્ફળ જાય છે.
Print This Article
·
Save this article As PDF
ગાગરમાં સાગર જેવી રત્નકણિકાઓ માં જીવનની સમસ્યાઓનાં સમાધાનસૂત્રો છે ! આભાર મૃગેશભાઈ ..