લાભ સવાયા લેજો – ભજન

આવો ફરી ફરી અવસર નહીં મળે
તમે લાભ સવાયા લેજો,
આવો ફરી ફરી અવસર નહીં મળે

તમે કણ સવાયાં કરજો
હીરા માણેક ને સત પરવાળાં
નેણલે નરખી લેજો…. આવો..

નેન-કમલ પર દીવડો જલત હે,
નાભિકમળ ચિત્ત ધરજો,
કબુદ્ધિ જ્યોત તમે અળગી કરીને
તમે અમર જ્યોત આદરજો…. આવો…

સંસારસાગર મહાજળ ભરિયો,
તમે તરી શકાય તો તરજો,
જગજીવનનને જાણ કરીને તમે
એણી પાર ઊતરજો…. આવો…

ગુરુ મળિયા ફેરા ટળિયા, તમે
ગુરુને વચને રે’જો,
ગુરુ પરતાપે પીઠો બોલ્યો
અમરલોકમાં વરજો…. આવો….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાણક્યના નીતિસૂત્રો – સંકલિત
બંગલો – દાસી જીવણ Next »   

11 પ્રતિભાવો : લાભ સવાયા લેજો – ભજન

  1. હ્ગ્જ્જ્જ્હ્ગ્જ્ય્ય્થ્હ્ન્ન્ગ્ફુર્જ્હ્જ્ત્જ્મ્ન્બ બ્બ્બ્વેવ્૭૭ઇહ્ઘ્ઘ્બ્ન્હ્ર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.