બંગલો – દાસી જીવણ

આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ
ભાડૂતી બંગલો કોણે રે બનાવ્યો ?

લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં
નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ.

ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં
નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ.

આ રે બંગલામાં દસ દસ દરવાજા
નવસો નવાણું એમાં બારી મારા ભાઈ.

કડિયા – કારીગરની કારીગરી નથી એમાં
પાણીની બનાવી હવેલી મારા ભાઈ.

બંગલો બનાવી માંહી જીવાભાઈ પધરાવ્યા
નથી દેવું પડતું ભાડું મારા ભાઈ.

નટવર શેઠની નોટિસો રે આવી
અમારે ચોપડે નથી નામું મારા ભાઈ

ઊઠો જીવાભાઈ જમડા રે આવ્યા
આ રે બંગલો કરો ખાલી મારા ભાઈ.

પાછું વાળી શું જુઓ છો જીવાભાઈ
ખૂટી ગયાં અન્ન-જળ-પાણી મારા ભાઈ.

દાસી જીવણ જઈ ગુરુજીને ચરણે
તારશે પ્રેમનગરવાળો મારા ભાઈ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લાભ સવાયા લેજો – ભજન
દરિયો વહાલનો – અર્જુન રાઉલજી Next »   

13 પ્રતિભાવો : બંગલો – દાસી જીવણ

 1. કલ્પેશ says:

  સરસ !!

  આ સુંદર શરીર ભાડા પર મળ્યુ છે અને ભાડુ ચુકવવુ પડતુ નથી. યમરાજ શરીરરુપી મકાન ખાલી કરાવવા આવે છે અને પ્રેમનગરવાળો ભગવાન દરેકને તારે છે

  સાદી અને સરળ ભાષા
  ગુઢ સમજણ.

 2. Suresh Jani says:

  તેમના જેીવન વિશે વાંચો –
  http://sureshbjani.wordpress.com/2006/12/20/jivan_saheb/

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.