પરીક્ષાઓમાં હોમાતી યુવા પેઢી – મફત ઓઝા

[આજથી 10-12મા ધોરણની પરીક્ષાઓ ચાલુ થાય છે; તે સંદર્ભમાં શ્રી મફતભાઈ ઓઝાનો પરીક્ષા વિશે ચિંતન રજૂ કરતો એક નિબંધ-લેખ સાભાર. ]

પરીક્ષાઓનાં પરિણામો આવવા લાગ્યાં છે. જે વિદ્યાર્થીઓ એંસી ટકા લાવતા હતા તે નાપાસ જાહેર થાય છે અને જે પાસ થઈ શકે તેમ નહોતા તે સારા ટકે ઉતીર્ણ થાય છે, પરીક્ષા એ એવી ઊથલપાથલ છે કે જિંદગીનો નકશો બદલી નાંખે છે. ખાસ કરીને બારમા સાયન્સનો વિચાર કરવા જેવો છે. સામાન્ય રીતે એમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. આ તેજસ્વી વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવવા રાત દિવસ જાગી અભ્યાસ કરે છે. હાઈસ્કૂલોમાં તનતોડ મહેનત કરે છે. ટ્યુશન કલાસીસમાં ભારે ફી ભરી ભણે છે અને ઘેર શિક્ષકને રોકી તૈયારી કરે છે. આમ છતાં પાસ થનાર તો સોએ ત્રીસ-બત્રીસ જણ જ હોય છે. જે વિદ્યાર્થી તેજસ્વી છે. સારા ટકા મેળવી અભ્યાસ કરે છે. વધુ ટકા મેળવવા અડધો થઈ જાય છે તે વિદ્યાર્થી નાપાસ કેમ થાય છે ?

વિદ્યાર્થી જે મહેનત કરે છે તે આંધળી હોય છે ? એ જાણ્યા પ્રમાણ્યા વિના ખોટું ભણે છે ! હાઈસ્કુલો અને ટ્યુશન વર્ગોમાં જે ભણાવવામાં આવે છે તે ખોટું છે ? બોર્ડના પરીક્ષકો વિષયના નિષ્ણાતો નથી કે પરીક્ષણકાર્યમાં વેઠ કાઢે છે ?

ગમે ત્યાં તંત્રની ખામી છે. ભણનાર તેજસ્વી વિદ્યાર્થી છે. બોર્ડે નિયત કરેલો અભ્યાસક્રમ છે. હાઈસ્કૂલો અને ટ્યુશન વર્ગો એ જ નિયત અભ્યાસક્રમ ભણાવે છે. ભણનાર એ શિક્ષકો છે જે પરીક્ષકો છે, છતાં આવાં પરિણામો કેમ ?

હવે તો બધી જ પરીક્ષાઓ જોખમી બની છે. પરિણામો શાં આવશે અને કેવાં આવશે એ વિશે વરતારો કે અટકળ થઈ શકે તેમ નથી. જેઓ જે પરિણામ ધારી બેઠા હોય છે તેનાથી વિપરીત પરિણામો આવતાં પરિવારો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. દીકરાને વિદેશ ભણાવવા માટે પોટકાં બાંધી બેઠેલાં મા-બાપ નપાસનું પરિણામ મેળવતાં ઢીલાંઢફ થઈ જતાં પોટકાં છોડી નિ:સાસા નાંખે છે. સંતાનો માટે સારા ચાન્સની સગવડો ગોઠવી બેઠેલા વાલીઓ નિરાશ થાય છે. પરીક્ષા એવું તે કેવું યંત્ર છે કે યુવાનીનું એક એક વર્ષ એમાં હોમી દેવું પડે ?

પરીક્ષણકાર્ય માટે કોઈ ચોક્કસ પદ્ધતિ વિકસાવવામાં આવી નથી. પરીક્ષાતંત્રની ગોઠવણી એવી છે કે પ્રશ્નપત્રો ફોડવાથી માંડી પરિણામો સુધી ન કલ્પી શકાય એવા ફેરફારની જોગવાઈઓ છે. વળી પરીક્ષા વિદ્યાર્થીની ગોખણશક્તિની જ ચકાસણી કરે છે. એની યાદ-શક્તિની જ એમાં તપાસ થાય છે. એનું સર્વાંગી ઘડતર થઈ શકે એવી પરીક્ષાનો ખ્યાલ હજી આપણે ત્યાં વિકસ્યો નથી. એના શારીરિકકૌશલ, બૌદ્ધિક આંક, સમજસજ્જતા, અભ્યાસનિષ્ઠા, ગ્રહણશક્તિ અને મૌલિક વિચારદષ્ટિ વગેરે માટે પરીક્ષામાં ક્યાંય જોગવાઈ નથી. કૉલેજ કક્ષાએ કરુણતા એ છે કે જે વર્ગમાં નિયમિત ભણે છે એ પરીક્ષામાં નાપાસ થાય છે અને જે ટોળે વળી કંપાઉન્ડમાં ઊભા રહે છે તે પાસ થાય છે ! પાસ થવાના અનેક માર્ગો છે. યુનિવર્સિટીઓ એટલી બધી ઉદાર છે કે નાપાસ થવા ઈચ્છતો વિદ્યાર્થી નાપાસ ન થઈ શકે ! કૃપાગુણ, એકસો એકતાળીસની કલમને કારણે મળતા ગુણ અને એ.ટી.કે.ટી. જેવી જોગવાઈઓને લીધે નાપાસ થવું અઘરું છે, છતાં નાપાસ થનારનો વર્ગ ઘણો મોટો હોય છે.

પરીક્ષણકાર્યની પદ્ધતિઓ જોવા જેવી છે. કેન્દ્રીય મૂલ્યાંકન પદ્ધતિઓનાં કંઈ સારાં પરિણામો આવ્યાં નથી. કલાકની ચાલીસ કે તેથી વધારે ઉત્તરવહીઓ તપાસનારા પરીક્ષકવીરો ત્યાં બેઠેલા હોય છે. પરીક્ષા સંચાલકો આવી ગતિ સામે નાક ચડાવે તો પરીક્ષકો સવારના આઠથી સાંજનાં પાંચ સુધીમાં પચાસેક ઉત્તરવહીઓ તપાસે છે. પરીક્ષા-સંચાલકોને કલાકો ગણતાં સંતોષ થાય છે, પણ આટલા બધા કલાકો ખરેખરું કામ કેટલા કલાક થયું છે તે તપાસવા જેવું હોય છે. આ પદ્ધતિ એટલા માટે નિષ્ફળ ગઈ છે કે જે તેજસ્વી અધ્યાપકો છે તે એને સ્વમાન ભંગની પદ્ધતિ ગણે છે અને જે આવે છે તે આ પદ્ધતિને બંધન ગણે છે. વાતો કરતાં, ટોળાટપ્પાં મારતાં, ચા-પાની પતાવતાં અને મોકળાશ માણતાં ઉતાવળે એ કામ થાય છે. જોકે જ્યાં તોલનની ચોક્કસ વ્યવસ્થા ન હોય ત્યાં પરિણામો વણધાર્યાં જ આવવાનાં.

આજની પરીક્ષા પદ્ધતિને નાબૂદ કરવા જેવી છે. આને સ્થાને વર્ષ દરમિયાન વિદ્યાર્થી પાસે જે કંઈ કામ લેવાયું હોય એનું મૂલ્યાંકન થવું જોઈએ. માત્ર વિદ્યાર્થીની સ્થૂલ હાજરી માત્ર નહિ, એની અભ્યાસની ધગશ, વિષયની સજ્જતાની લગન અને વારંવાર વિષય નિષ્ણાત દ્વારા થતી અણધારી કસોટીઓથી એની પરીક્ષા થવી જોઈએ. આ પ્રકારની પરીક્ષાઓ શરૂ થતાં વ્યક્તિનિષ્ઠા અને વિદ્યાર્થી પરની શ્રદ્ધા-સજ્જતાથી કેળવાયેલાં હોવાં જોઈએ. એમાં શૈક્ષણેતર કોઈ મૂલ્યનું સ્થાન ન હોય તો જ આ પદ્ધતિનાં સારાં પરિણામો આવી શકે. આમ છતાં પરીક્ષાપદ્ધતિ કરતાં આ પદ્ધતિ વધારે સારી છે.

શિક્ષણના અધ:પતન માટે એમાં પડેલી વ્યક્તિઓ જવાબદાર છે. સામાન્ય શિક્ષકથી માંડી બોર્ડના અધ્યક્ષ કે યુનિવર્સિટીઓમાં કુલપતિઓ શિક્ષણને ખતમ કરવામાં સહભાગી બને છે. પરીક્ષાઓ અશ્રદ્ધેય બની છે એના મૂળમાં તેઓ છે. તેઓ સ્વતંત્ર નથી. એ તો પ્રાણપ્રશ્ન છે, પણ સમગ્ર શિક્ષણનું માળખું સ્વતંત્ર નથી એ તો મહાપ્રશ્ન છે. પ્રશ્નપત્રો કાઢતાં સમગ્ર અભ્યાસને વણી લેવાનો આગ્રહ, નિયત પ્રશ્નોના માળખાને વળગી રહેવાની જડતા અને વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખવાનું વલણ કેવું બેહૂદું છે ? એ જ રીતે વિદ્યાર્થીને પાસ કરવાનાં વલણોય નિંદનીય છે. પરીક્ષાનાં સાચાં પરિણામો તો માંડ વીસેક ટકા હોય છે. એંસી ટકા વિદ્યાર્થી નાપાસ થતા હોય એ પરીક્ષાપદ્ધતિ જિંદગી સાથે ખેલ ખેલે છે એ ભયાનક છે. સમગ્ર પરીક્ષાના માળખાને વિખેરી પુન: એની રચના કરવાની જરૂર છે.

કોઈ પૂછે કે ભલા, પરીક્ષાનાં પરિણામો આવી ગયાં ને હવે શા માટે ડહાપણ ડહોળો છો ? આ પ્રશ્નનો ઉત્તર આ જ હોઈ શકે કે પરીક્ષાના ખપ્પરમાં હોમાતી યુવા પેઢીને ઉગારી લેવા માટે કેળવણીકારો (બાળો) ને પૂરતો સમય મળી રહે એની પુન: વિચારણા કરવાનો અમને ગળા સુધી વિશ્વાસ છે કે અમારી આ મથામણ છતાં તસુભાર એમાં ફેર થવાનો નથી. અમારું આ અરણ્યરુદન ક્યારેક તો કોઈ સાંભળશે અને કંઈક કરશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દરિયો વહાલનો – અર્જુન રાઉલજી
એશિયાખંડની બાળવાર્તાઓ ભાગ-2 – હિંમતભાઈ પટેલ Next »   

18 પ્રતિભાવો : પરીક્ષાઓમાં હોમાતી યુવા પેઢી – મફત ઓઝા

 1. gopal h parekh says:

  મફતભાઈની વાત ખરેખર બહુ વિચારવા જેવી છે.

 2. Ami says:

  નિસાસા નાંખી ને બળાપો કાઢવાથી વધારે આપણે કંઈ જ નથી કરી શકતા આ કહેવાતા શિક્ષણમંત્રીઓ અને “બોર્ડ” ની સામે … એમનાં બાળકો જો ભણતા હોત (!!??) અને આ વાસ્તવિકતાનો અનુભવ થતો હોત તો કદાચ ફેર પડતે .. પણ … લાચાર વાલીઓ અને લાચાર વિધાર્થીઓ બસ આ જ “ભંગાર” શિક્ષણ પધ્ધતિઓ ભોગ બનતા રહેવાનાં.

 3. Rekha Iyer says:

  We all know this, but its difficult to change the system. I dont want to put my children in this race, but what they will do when grown up? If the upper level start implementing the improvements, then only it is possible.

 4. KavitaKavita says:

  Absolutely right. I agree with Mr. Oza. We do need to change our system. There is no chance for anyone to improve his knowledge, by own thinking. Every thing is done by “guide” publishers. I hope Mrs. Anandiben Patel is visiting this site regularly & take “janta”‘s view in account for next time.

 5. Darshan says:

  Mafat bhai’s is correct with his view. But I have a contrarian view of the system as well. This is the same Education/Exam system that produces world’s finest Scientists, Engineers & Doctors. We all know that we can not blame “The system” and just sit here. We created “The system” it self. I consider myself and all of us product of this same educational system that we are debating. I agree there are some loopholes in the system but still “It works!”. If nothing else it makes “The students to work hard” Why do most of the Indian students excel when they go study/work out side India? That is because, Our Exam oriented System have made them “Real Hard Workers at whatever they do” if nothing else.

 6. ANIL RAMJIBHAI KANKOTIYA says:

  સરસ

 7. mohit parikh says:

  there two santences at the end of the article that drew my particular attention. the writer is so confident that no one is going to do anything and then he expects someone to do something about it. I find it funny. Second thing, no one is tackling the bull by its horn in India. isn’t it an irony that in a country of one billions, there are only a few T.N Seshan and G.R.Kheirnar!! educational system, political system and all other systems are part of a broader society. so the systems can only be as good as the society. and the society, in turn is only as good as are its values and principles. anyways, its not the intention of writine an essay here. the article is certainly thought provoking. and the writere certainly deserves compliments for that.

 8. Bakul says:

  Mr. Oza is right that our education system needs an improvement. Yes, this system makes student to work hard and memorize lots of thing and as a result when matured student comes abroad for higher education, they can compete very well. However, these students have more theoretical knowledge and practically not really great. Though, here subject is that many students are not able to get the marks worth of their hard work. In my opinion, our system gives result in only 3 hours final exam. It may be possible that it’s a bad day for some brilliant student, may be it’s health, social or any other domestic problem. If system will evaluate the student round the year than more real result would come up.

 9. minaxi patel says:

  very thoughtful article. We prepare them for the test, not to enrich knowledge. Saw your name after long time. We studied toghther in MA. It is the same situation here too. What is the solution?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.