આપણું કર્તવ્ય – મૃગેશ શાહ

[ ગઈકાલે બપોરે હું જમીને એક પુસ્તક લઈને બારણા પાસે બેઠો હતો. એટલામાં ટપાલી આવ્યો અને મારા હાથમાં બે અખંડઆનંદ મૂક્યાં. મને આશ્ચર્ય થયું એટલે મેં પૂછ્યું : ‘કેમ બે ?’ તો કહે કે ત્યાંથી બે જ આવ્યા છે અને બંને પર તમારું સરનામું છે. મને એમ થયું કે કદાચ ભૂલથી બે મોકલ્યા હશે. તેમાંનું એક સામાયિક ખોલીને મેં ઉપર ઉપર નજર ફેરવી લીધી અને પછી તે બાજુએ મૂકીને હું મારા કામમાં પરોવાઈ ગયો. સાંજે રીડગુજરાતીના વાચક તેમજ ઉચ્છલના લેખિકા કલ્પનાબહેનનો ફોન આવ્યો કે ‘મૃગેશભાઈ, અભિનંદન !’
મેં કહ્યું : ‘શેનાં અભિનંદન ?’
તેઓ કહે : ‘તમારો લેખ અખંડઆનંદમાં વાંચી આનંદ થયો.’ ફટાફટ સામાયિક ખોલીને જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ લેખ મેં અખંડઆનંદમાં આજથી લગભગ બે વર્ષ પહેલા મોકલેલો ! કદાચ તે સમયે રીડગુજરાતી પણ ચાલુ નહોતું કર્યું. હવે મને ખ્યાલ આવ્યો કે બે સામાયિક કેમ આવ્યા હતા. એ સમયે વિચારો અભિવ્યકત કરવાની રીત જુદી હતી અને આજે જુદી છે પરંતુ તેમ છતાં વાંચીને આનંદ થયો. જે વાચકમિત્રોને ત્યાં આ સામાયિક ન આવતું હોય તેઓ વાંચી શકે તે માટે આજે સાઈટ પર મૂકું છું. અખંડઆનંદના તંત્રી તેમજ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર.]

akhandanand

સવારથી સાંજ સુધીમાં આપણી બે પ્રકારના માણસો સાથે થાય છે. એક છે પ્રત્યક્ષ અને બીજો પ્રકાર છે પરોક્ષ. આપણે આપણા મિત્રોને, સગાંસંબંધીઓને, વેપારીઓને તથા પરિચિત વ્યક્તિઓને મળીએ છીએ, તે મુલાકાતનો પ્રત્યક્ષ પ્રકાર છે. આ પ્રકારમાં આપણે સંબંધોને મહત્વ આપીએ છીએ. પણ તેમ છતાં ખરી મુલાકાત તો આપણા સમાજના નીચલા વર્ગ, ગરીબો અને શ્રમજીવીઓ સાથે, પરોક્ષ રીતે તેમણે આપણને આપેલી વસ્તુઓ દ્વારા થાય છે. આ મુલાકાતો ખૂબ અગત્યની છે. આપણે તે લોકોની સાથે સીધા સંપર્કમાં નથી આવતા પણ આપણે જે વૈભવ ભોગવીએ છીએ તે તેમણે કરેલા શ્રમનું પરિણામ છે. તેમના શ્રમને આપણે મૂલ્ય આપીને ચૂકવી શકતા નથી. જેમ ડૉક્ટર પોતાની ફી લે તેના પ્રમાણમાં કોઈનું જીવન બચાવે તે અમૂલ્ય હોય છે એમ તેઓએ પણ સમાજને આપેલ યોગદાન અમૂલ્ય હોય છે. સમાજના નીચલા વર્ગના ટેકાથી જ આપણે આજે આટલી ઊંચાઈએ પહોંચી શક્યા છીએ. આપણે તેને કબૂલ ના કરીએ તે જુદી વસ્તુ છે ! તમામ પ્રકારના ભૈતિક વિકાસમાં સમાજના શ્રમજીવીઓનું સીધું પ્રદાન છે.

રોજ સવારે આપણે ટૂથબ્રશથી લઈને રાત્રી સુધીમાં કૉલ્ડ કૉફી જેવી અનેક વસ્તુઓ/પદાર્થો/ મશીનો અને સાધનો વાપરતા હોઈએ છીએ. ભલે આજકાલ બધી વસ્તુઓ સ્વયંસંચાલિત મશીનોમાં બનતી હોય પણ એ મશીનોની મિલમાં કામ કરનાર કારીગર એક નીચલા વર્ગનો માણસ હોય છે. તે ઓવરટાઈમ કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો હોય છે. આપણે જે મોંઘીદાટ ગાડીઓ ફેરવીએ છીએ એનું પંકચર રિપૅર કરનાર સમાજનો શ્રમજીવી વર્ગ જ હોય છે. જેને આપણે ‘ડીજીટલ કોમ્યુનિકેશન’ કહીએ છીએ અને જે ઈન્ટરનેટની મદદથી આપણે ‘ઓન-લાઈન’ વ્યાપાર કરીએ છીએ, તેના કેબલ નાંખનાર અને ખાડા ખોદનાર મજૂરવર્ગ હોય છે તે આપણાથી ભુલાવું ન જોઈએ. દુકાનમાં જઈને જ્યારે આપણે એરકન્ડિશનર, ફ્રીજ, ટી.વી. કે પછી બીજી કોઈ વસ્તુ નોંધાવીએ છીએ ત્યારે તે વસ્તુને આપણા ઘર સુધી પહોંચાડનાર હાથલારી કે ટેમ્પો ચલાવનાર એક શ્રમજીવી જ હોય છે. તેઓના વગર આપણી બધી રાજાશાહી ધૂળ બરાબર છે. તેઓ હજી આપણી જેમ બુદ્ધિપૂર્વક ગણતરીઓ કરતા નથી થયા તેથી કદી હડતાળ પાડતા નથી ! દેશભરના મિલ-કામદારો, હાથલારી ચલાવનારાઓ, ખાડા ખોદનાર મજૂરો જો પોતાનું કામ બંધ કરી દે તો આપણી બધી જ ભૌતિક પ્રગતિ શૂન્ય થઈ જાય. કદાચ કોઈક વાર આપણને તેઓ કામચોરી કરતા હોય તેવું લાગે પણ તે આપણે કરેલા શોષણનું પ્રતિબિંબ છે. સમાજે તેઓનું શોષણ ન કરવું જોઈએ તેમજ તેમની ઉપેક્ષા પણ ન કરવી જોઈએ.

આપણે જરા કલ્પના કરીને જોઈએ કે જો ધોબી આપણાં કપડાંને ઈસ્ત્રી ન કરે તો ? જો વર્ષો સુધી કોઈ ગટરો સાફ ન થાય તો ? કોઈ સફાઈ કામદાર આપણું આંગણું ન વાળે તો ? રસ્તા પર પડેલાં પશુ-પક્ષીના મૃતદેહો જો કોઈ ખસેડે જ નહીં તો ? આપણને જે થોડું મનોરંજન કરવાનો સમય મળે છે તે તેઓના પરિશ્રમને આભારી છે. જો તેઓ ન હોત તો આપણો સમય ઉપર બતાવેલાં કામોમાં જ વ્યતિત થઈ જાત. આપણે કદાચ કોઈ ફાઈલ બીજે દિવસ ‘ક્લિયર’ કરીએ તો ચાલે પણ તેમના વગર આપણને એક દિવસ પણ ન ચાલે. નાનાં-નાનાં કામ કરનારનું સમાજમાં ખૂબ મોટું યોગદાન હોય છે. ભષ્ટાચાર, કામચોરી જેવાં તત્વો આપણામાં જેટલાં પ્રમાણમાં છે તે કરતાં તેઓમાં ઘણાં ઓછાં છે.

કોઈ શાકવાળો આપણી પાસે બે ‘રૂપિયા’ વધારે લે તો પાછળ તેનો હેતુ પોતાના કુટુંબનું ગુજરાન પૂરું કરવાને કે પછી પોતાના બાળકોને એક-બે વસ્તુઓ લાવી આપવાનો હોય છે. આપણે કદાચ બુદ્ધિમાં એટલા આગળ નીકળી ગયા છે કે આપણને તે બે રૂપિયા પણ ભારે પડે છે ! બીજી બાજુ, આપણે 11 રૂપિયાની મંદિરમાં ભેટ મૂકતા હોઈએ છીએ ! આપણે જે કમિશનો લઈએ છીએ તેની પાછળ આપણો શું હેતુ છે તે આપણે પોતાની જાતને જ પૂછવું રહ્યું. પરોક્ષ રીતે મળતી આ વ્યક્તિઓ પર જ આપણો સમાજ ચાલે છે.

આપણામાંના ઘણા લોકો એવું માને છે કે ગરીબ લોકોને મદદ કરીએ તો તેઓ પૈસા દારૂ અને જુગારમાં વાપરી નાખે છે. તો પછી આપણામાંના કેટલાક લોકો રોજ શૅરબજાર અને ‘બાર’માં જાય છે તેનું શું ? આપણે તો કેટલીય કલબોના મેમ્બર છીએ. વસ્તુનાં નામ બદલવાથી તેનું મૂળ તત્વ નથી બદલાઈ જતું. સુધરેલા સમાજે ખાલી નામો બદલ્યાં છે બાકી કોઈ નખશીખ વ્યસનમુક્ત નથી. ગરીબોને વ્યસન લગાડવા પાછળ અને તેમને ચિંતામાં નાખવા પાછળ ધનવાનોનું શોષણ જવાબદાર હોય છે. એક બાજુ લોકો શોષણ કરતા હોય છે અને બીજી બાજુ મદદ કરવાના બહાને સામાજિક પ્રતિષ્ઠા શોધતા હોય છે. ગરીબ લોકોને પૈસા, દવાદારૂ, સાંત્વન અને સાથે સાથે શિક્ષણની પણ જરૂર છે. પણ હાય રે નસીબ…! આપણે તો શિક્ષણને પણ પ્રોફેશનલ બનાવી દીધું છે. આપણે બધી જ જગ્યાએથી કમાવાનું અને આપણો જ વિચાર કરવાનું શીખ્યા છીએ.

સમાજના નીચલા વર્ગને, શ્રમજીવીઓને, ગરીબોને તથા મજૂરોને જો પ્રેમથી અપનાવવામાં આવે, તેમને શિક્ષણ આપવામાં આવે, તેમની આર્થિક પરિસ્થિતિને ઉપર લાવવામાં આવે તો ચોક્કસ સામાજિક ક્રાંતિ થઈ શકે. ‘રૂરલ મૅનેજમેન્ટ’ માં પી.એચ.ડી કરવી કદાચ સહેલી હશે પણ તેમના અંત:કરણ સુધી પહોંચીને તેમની જરૂરિયાતોને સમજવાનું હજી આપણા માટે અઘરું જ રહ્યું છે. એ લોકોએ બનાવેલી કોઈ પણ વસ્તુ હાથમાં આવે તો તેની કદર કરીએ તથા સમાજના નીચલા વર્ગને તુષ્ટ-પુષ્ટ કરવાનો બનતો પ્રયાસ કરીએ એ જ સુખ, સમૃદ્ધિ સાથે શાંતિનો રાજમાર્ગ છે. આપણું કર્તવ્ય સમજીને આટલું તો આપણે કરવું જ રહ્યું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એશિયાખંડની બાળવાર્તાઓ ભાગ-2 – હિંમતભાઈ પટેલ
અનુસંધાન – રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ Next »   

25 પ્રતિભાવો : આપણું કર્તવ્ય – મૃગેશ શાહ

 1. Ajay Patel says:

  ખુબ જ સાચી વાત કરી છે મૃગેશ.

  બધા જો, એ લોકો પણ માણસ છે એ નજરે નિહાળે અને એ રીતે એમની સાથે વર્તન કરે અને એમના કાર્યોની યોગ્ય કદર (કિંમત) કરે તો તંદુરસ્ત સમાજ નો એક પાયો રચાય.

 2. raju mehta says:

  મારુ ચોક્કસ એમજ માનવું છે. કદાચ મારો વ્યવહાર દરેક સાથે તે રીત નો છે બીજા ની દ્રષ્ટિ એ નાના માણસો જેમકે રિક્શા ચાલક, ને હું જ્યારે પૈસા ચુકવતા ‘થેન્ક્સ’ કહું છું ત્યારે તે લોકો તેમના કામ બદ્દલ અભિમાન અનુભવે છે, ત્યારે તેમને તે કામ નાનું નથી લાગતું.

 3. Kaushik Joshi says:

  મુગેશભાઈ,
  લેખ ખુબ સરસ છે.

 4. JITENDRA TANNA says:

  ખુબ સરસ લેખ મૃગેશભાઈ
  અભિનદન

 5. Ritesh says:

  ખુબ જ સુંદર લેખ છે ….

 6. Komal says:

  ખરેખર ખુબ સરસ લેખ..
  મે આજે પહેલિ જ વાર આ સાઈટ જોઇ ને મને તે બહુ ગમી.

 7. RAMESH SHAH says:

  IT’S AN EYE OPENING ARTICLE FOR THE SOCIETY AND IT’S TRUE NOTHING BUT THE TRUTH.

 8. Brinda says:

  Hi,
  You should have been in social justice and empowerment sector. Great!! You talk of rights and dignity for an important segment of our society.

  Great, hope to see more such articles on this site than just literature and fiction.

  Thanks a lot

 9. સુરેશ જાની says:

  તમારો લેખ ‘અખંડ આનંદ’ જેવા માસિકમાં છપાયો તે જાણી બહુ આનંદ થયો.

 10. Maya says:

  Hello Mrugesh bhai…

  I hv been reading ur site since so many days but never left nay comments…Today after readingf ur article, I sense u hv the same kind of feelings , passion and will to do something for society as gandhiji had…
  its privilege to see someone like him in today’s world..

 11. YOGENDRA K.JANI. says:

  Shri Mrugeshbhai,
  It is the old trend of the society. We all salute the Flag but not the stick by which it is supported. You have written correctly, we should do something. We should thank them when get our work done and should pay little more than fixed. Many thanks for such an excellent article.
  Y.K.Jani/NewYork.

 12. preeti hitesh tailor says:

  આ વસ્તુ એક સનાતન સત્ય છેઃકલ ,આજ અને કલ માટે. અભિનંદન મૃગેશભાઈ !!

 13. suresh says:

  તમે તો શ્રમેજિવિના ચહક નિક્ળ્યા.અભિન્ન્દન્.
  બે વખત વાન્ચિ ગયો.

 14. Mrugesh Parmar says:

  એક દમ સાચી વાત છે. મ્રુગેશભઈ … હુ હમ્જ્યા..

 15. Rup says:

  Very good article.

 16. Lata Hirani says:

  “હુ વિચારુ ચ્હુઁ માટે હુઁ માનવી ચ્હુઁ ” એવુઁ એક મહાન ફિલસુફે કહેલુઁ. અભિનઁદન.. નાની ઉઁમરે આટલા સરસ વિચારો ધરાવવા બદલ.

 17. Hasmukh Sosa says:

  shri mriguesh bhai,

  tamaro lekh vanchi khub j saro lagyu.
  Manmaa rahela vicharone teko malyo.

  aeem lagyu ke hu je garib lokona barama vicharu chhu te sachhu che.

  khub khub dhanyavad

  lokoma khub sara sanskar nirman thase.
  jay satchidanand

 18. Dipika D Patel says:

  ખુબ જ સરસ.

 19. excellent thoughts and amazing expression …. keep giving us such things to ponder upon and keep thinking in positive and productive direction instead of going otherwise….

  thank you for giving us these thoughts …
  keep writing…. 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.