અનુસંધાન – રાજેશ વ્યાસ ‘મિસ્કિન’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રી રાજેશભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

ધૂન કેવી છે અલગ ? ના દેહનું યે ભાન રાખે
એ ય સાચું માંહ્યલો, સૌનું પળેપળ ધ્યાન રાખે

વાત કૈં, વ્યવહાર કૈં, સમજાય ના મસ્તી અનોખી
એ ય સાચું કે કણેકણથી અનુસંધાન રાખે

ફૂલનું આ બોલવાનું, પંખીઓનું મ્હેકવાનું
જે ગયો જોડાઇ, અંદરથી અનોખું ગાન રાખે

છે પરમ આનંદ ભીતર, શાંત-સઘળું-સ્થિર કિંતુ
એ ય સાચું કે નજરબંધી સમા તોફાન રાખે

આપનારો છે, નથી એ માંગનારો તો ય મિસ્કિન
તું ગમે તે ભાવથી આપે કશું પણ દાન, રાખે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણું કર્તવ્ય – મૃગેશ શાહ
અજાણ્યા સાથે વાતચીત – રજનીકાંત પટેલ Next »   

10 પ્રતિભાવો : અનુસંધાન – રાજેશ વ્યાસ ‘મિસ્કિન’

  1. સુંદર ગઝલ…

    આપનારો છે, નથી એ માંગનારો તો ય મિસ્કિન
    તું ગમે તે ભાવથી આપે કશું પણ દાન, રાખે….

    -સરસ વાત!

  2. કલ્પેશ says:

    આફરીન પોકારી જવાય એવી ગઝલ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.