હૈદ્રાબાદી બિરિયાની – નીલા કડકિયા

[ રીડગુજરાતીને આ વાનગીની વિગત મોકલવા બદલ શ્રીમતી નીલાબહેન કડકિયાનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. ]
recipe

સામગ્રી :
1] 1 કપ છુટ્ટા ચઢવેલા બાસમતી ચોખા
2] 1 કપ બાફેલા મિક્સ શાક [ફણસી,ગાજર,વટાણા]
3] 1 લાંબી ચીરીઓ કરેલો કાંદો
4] થોડાક કાજુ અને કિસ્મિસ
5] થોડુંક કેસર અને ઈલાયચી વાટીને એક ચમચી દૂધમાં ઓગાળવું.
6] 4 ચમચા ઘી અથવા તેલ
7] 1 કપ ખમણેલું ચીઝ
8] 1 કપ દહીં

ગ્રેવી માટેની સામગ્રી :

1] 1 મિડિયમ કાંદો,
2] એક નાનો ટુકડો આદુ,
3] 3 થી 4 કળી લસણ,
4] 1/2 કપ કોપરાનું ખમણ,
5] 1 મિડીયમ ટામેટું

ગ્રેવી માટેની સામગ્રી ભેગી કરીને મિક્સરમાં વાટી લેવી.

રીત :

સૌ પ્રથમ ચઢવેલા ચોખામાં સ્વાદ પ્રમાણે મીઠું ભેળવવું. તેમજ દૂધમાં ઓગાળેલું કેસર તેમજ ઈલાયચી ભેળવીને એક બાજુ પર મુકવા. ત્યાર બાદ એક પેણીમાં 2 ચમચા તેલ કે ઘી મૂકીને ચીરેલા કાંદાને બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. કાંદા સાંતળતી વખતે 2 નંગ લવીંગ, 1 ટુકડો તજ, 1 પાન તમાલ પત્ર નાંખવા. તેમાં એક ચમચી ખાંડ નાખવાથી કાંદા જલ્દી બદામી રંગના થશે. કાંદા જ્યારે થવા માંડે ત્યારે કાજુનાં ટુકડા તથા કિસ્મિસ ઉમેરવા જેથી તે પણ સંતળાઈ જાય. ત્યાર બાદ તેને એક બાજુ પર રાખી બીજી એક પેણી લઈ વધેલુ ઘી કે તેલ લઈ ગ્રેવીનું મિક્સચર લઈ 3 મિનિટ સુધી સાંતળવું. સાંતળતી વખતે તેમાં સ્વાદાનુસાર મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું ઊમેરવા. તેમાં એક ચમચી ખાંડ ઉમેરવી. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લેવુ. થોડું ઠંડુ થયા બાદ તેમાં દહીં ઊમેરવું.અને ત્યારબાદ તેમાં બાફેલાં શાક ઉમેરી હલાવી લેવું.

હવે એક બૅકિંગ ડિશ લેવી તેમાં અલ્યુમિનીયમ ફોઈલ પાથરવું. હવે તેમાં સાંતળેલા કાંદા પાથરવા. તેની ઉપર કેસરવાળા અડધા ભાત લઈ કાંદાની ઊપર પાથરવા. ત્યારબાદ તેની ઉપર શાકવાળી ગ્રેવી પાથરવી. ત્યારબાદ તેની ઉપર વધેલાં અડધા ભાત પાથરવા.અને પછી તેની ઉપર ખમણેલું ચીઝ પાથરવું.

હવે 350 ડિગ્રીએ 10 મિનિટ સુધી ગરમ કરેલા ઓવનમાં આ બિરિયાની ની ડિશ મૂકવી. આ બિરિયાનીને 30 થી 35 મિનિટ સુધી બૅક કરવી.

નોંધ : આમાં ફ્રેશ ફ્રુટસ જેવાં કે સફરજન , પાઈનેપલ, સંતરાંની ચીરીઓ કે લીલી દ્રાક્ષ વગેરે ઊમેરી શકો છો અને ત્યારબાદ બૅક કરી શકો છો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન ! તોહે કેહિ વિધ કર સમજાઉં ? – પુષ્કર ગોકાણી
મારી ગોદડીને હૂંફના ટાંકા – રીના મહેતા Next »   

16 પ્રતિભાવો : હૈદ્રાબાદી બિરિયાની – નીલા કડકિયા

 1. Ajay says:

  … કેવો જુગાનોજોગ

  મૃગેશને આજ કાલ માં ખાવા મળવાની જ છે અને એ સમયે જ આ લેખ આવ્યો.

  કેમ મૃગેશ – બરાબર ને ?!!

 2. Hiral says:

  Thanks!
  i love cooking and love to learn new recipees!
  chokkas banavish!

 3. મોઢામાં સ્વાદ રહી ગયો લાગે છે. ફરી ક્યારે આવે છે? બનાવવાની મઝા આવશે.

  નીલા આંટી

 4. લાઈન લાગી છે You are in queue

 5. Bansari says:

  very good receipee, i like cooking, i will try for this.

 6. Bansari says:

  very good.

 7. prerana mehta says:

  very good vangi. pl. send more vangi…

 8. PIYA PATHAK says:

  આભાર આપનો. ખુબ સરસ વાનગી બનાવતા શીખવી નિલાજી તમે. એકદમ નવી રીતથી.હૂ ચૌકક્સ બનાવીશ.પિયા

 9. Jayantilal Patel says:

  હુ ગના વખથી સોધતો હતો તે આજે મલી.

 10. Shefali Shroff says:

  I willl try this recipe by this weekend and my elder son and my husband both will be happy. I also learnd this recipe from my father when i was in 8th grade and he always cooked Hydrabadi Birayani. Thanks Nilagi and Pappa too.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.