ખળભળ – કીર્તિકાન્ત પુરોહિત

કોઈ ચિંતા ક્યારે ય શાશ્વત નથી,
માણશો તો ખુશીને પણ હદ નથી.

એક ઠોકરથી ખળભળી શું ગયો ?
રાહમાં ડગલે પગલે પથ્થર નથી.

પાપનું છત્તર માથે ઓઢ ના,
તાપને કોઈની મહોબત નથી.

મન હૃદયને રાધા બનીને કહે છે,
એ બતાવો ક્યાં કૃષ્ણનું ઘર નથી.

‘કીર્તિ’ કાળું કરે એ નફફટ બની,
રાતને પડછાયાનો પણ ડર નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંડની પેટીમાં પારસ – બકુલ રાવલ
મુજને અડશો મા ! – દયારામ Next »   

7 પ્રતિભાવો : ખળભળ – કીર્તિકાન્ત પુરોહિત

  1. gopal h parekh says:

    બહુ જ સરસ ગઝલ,મજા આવી ગઈ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.