મુજને અડશો મા ! – દયારામ

‘મુજને અડશો મા ! આઘા રહો અલબેલા છેલા ! અડશો મા !
અંકભર્યાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉં;
કહાનકુંવર ! કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં !’ મુજને…

‘તું મુજને અડતાં શ્યામ થઈશ તો હું ક્યમ નહિ થાઉં ગોરો ?
ફરી મળતાં રંગ અદલાબદલી, મુજ મોરો, તુજ તોરો !’ મુજને….

‘કાળી થયાનું કામ નથી, પણ લગ્ન લોકમાં ઠરશે;
લઘુ વયમાં લાંછન લાગ્યાથી બીજો વર ક્યમ વરશે ?’ મુજને….

‘તારે બીજા વરનું કામ શું છે ? હું વર, તું વહુ ધન્ય !
જેનું લાંછન તેને વરિયે તો તો માન મળે અનન્ય.’ મુજને….

સૂણી એમ હરિવદની હસી ભેટ્યાં, પ્રતિઉત્તર ના દીધો;
હોળીની હાંસી મિશે દયાપ્રીતમ બેએ આનંદરસ લીધો. મુજને….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખળભળ – કીર્તિકાન્ત પુરોહિત
વાગ્યજ્ઞ – ફાધર વાલેસ Next »   

7 પ્રતિભાવો : મુજને અડશો મા ! – દયારામ

 1. સુંદર કાવ્ય…

  અંકભર્યાના સમ ખાઓ તો અધર તણો રસ પાઉં;
  કહાનકુંવર ! કાળા છો, અડતાં હું કાળી થઈ જાઉં !

  -પ્રણય-શૃંગારરસની ચરમસીમા….

 2. Preeti says:

  U are excellent i have forwarded ur these creation to my lot of friends
  JSK from Preeti Joshi

 3. દયારામનું આવું જ બીજું ભજન છે જેમાં આવો જ ભાવાર્થ છે.
  શ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ સખી
  કાળા થવાનો ડર નહીં તો ?????
  પણ શ્યામ તો કાળા જ હતાં ને !!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.