Archive for June, 2009

અભિનયસમ્રાટની અભિનયયાત્રા – સં. રજનીકુમાર પંડ્યા, બીરેન કોઠારી

[કલાના વિવિધ ક્ષેત્રોમાં રહેલી ગુજરાતી પ્રતિભાઓને વંદન કરવાનો રીડગુજરાતીનો એક ઉપક્રમ રહ્યો છે જેમાં આજે ‘અભિનયસમ્રાટ’ અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સુપ્રસિદ્ધ ગુજરાતી કલાકાર શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીના તાજેતરમાં પ્રકાશિત થયેલા આત્મકથનાત્મક પુસ્તકમાંથી માણીશું પ્રથમ પ્રકરણ. આ પુસ્તકનું વિમોચન તથા અભિવાદનનો કાર્યક્રમ તા. 14મી જુલાઈ, 2009ના રોજ તેમના 73મા જન્મદિનના અવસર પર ભાઈદાસ સભાગૃહ, મુંબઈ ખાતે થનાર […]

પ્રવચન શાંતિનિકેતન – રવીન્દ્રનાથ ઠાકુર

[‘પ્રવચન-શાંતિનિકેતન’ એટલે મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને જે છાતીમ (સપ્તપર્ણી)ની છાયામાં પરમ શાંતિનો એકાએક બોધ થયો હતો, તે છાતીમતલાના પરિસરમાં 1891માં બાંધેલ કાચના કમનીય ઉપાસના-મંદિરમાં અનેક બુધવારોની સવારે રવીન્દ્રનાથે આપેલાં પ્રવચનો અર્થાત્ કરેલાં ઉદ્દબોધનો. આ મંદિરની નિકટ શાલવીથિને છેડે આવેલા આવાસ ‘દહેલી’ની અગાસીમાં ધ્યાનસ્થ કવિની ચેતનામાં તે દિવસોમાં ગીતાંજલિપર્વનાં ગીતોનું પણ અવતરણ થયું. આ પ્રવચનો ‘શાંતિનિકેતન’ નામથી […]

નયનાબહેન – રોહિત શાહ

[‘પરિચયનાં પારિજાત’ પુસ્તકમાંથી સાભાર. ] ‘કહું છું…..’ ‘કહો.’ ‘આજે રાસબિહારીભાઈ આવ્યા હતા.’ ‘રાસબિહારીભાઈ ? અહીં, ઘેર શા માટે આવ્યા હતા ?’ ‘આમ તો તમને મળવા જ આવેલા, પણ તમે ઑફિસે હતા. એમનું વીઝીટિંગ કાર્ડ મૂકતા ગયા છે.’ ‘કંઈ ખાસ કામ માટે આવેલા ?’ ‘કામ તો કંઈ કહ્યું નથી, એ તમને પછી ફોન કરશે.’ કહીને નયનાબહેને […]

વીણેલાં મોતી – પ્રમોદ બત્રા

[‘અહા જિંદગી’ સામાયિકમાંથી સાભાર.] શતાબ્દીઓથી ચાલી આવતું શુદ્ધ સમજદારીપૂર્વકનું શિક્ષણ એટલે રૂઢિપ્રયોગો અથવા તો નાનકડાં વાક્યો. ચિંતન અને અનુભવોનો આ સાર ફક્ત એક જ વ્યક્તિને લાગતોવળગતો નથી. એ તો હજારો વ્યક્તિ સાથે અનેક જુદા જુદા સંજોગોમાં-સંદર્ભોમાં સંકળાયેલો છે. શતાબ્દીઓના અનુભવી નિચોડમાંથી અમુક ખાસ તારવેલાં પરિવારને લગતાં બુદ્ધિપૂર્ણ વિચક્ષણ વાક્ય અહીં આપેલાં છે. આશા રાખું છું […]

બોધકથાઓ – સંકલિત

[1] પ્રેમ એક યુવતી ઑફિસથી ઘેર પાછી આવી રહી હતી. એ વખતે એની કારનો આગળનો ભાગ આગળની કારના પાછલા હિસ્સા સાથે અથડાઈ પડ્યો. પેલી યુવતીની આંખમાંથી તો આંસુ વહેવાં લાગ્યાં. પોતાની કાર તદ્દન નવી છે અને થોડા દિવસ પહેલા જ શો રૂમમાંથી લીધી છે. હવે આ કારને થયેલાં નુકશાનની વાત પતિને ક્યા મોઢે કહીશ, એમ […]

ગુલોનો ગુલદસ્તો – મનુભાઈ ભટ્ટ

[ બોધક બાળવાર્તાઓના પુસ્તક ‘ગુલોનો ગુલદસ્તો’માંથી સાભાર.] [1] ઈશ્વરનો અદલ ઈન્સાફ ઈશ્વરને ન્યાયી કહેલ છે. પરંતુ જ્યારે ધર્મીને ઘેર ધાડ પડે, લુચ્ચા લફંગા એશઆરામ કરે ત્યારે મનમાં શંકા આવી જાય છે. પણ ઈશ્વરના દરબારમાં કેટલો અદલ ઈન્સાફ છે તેની આ રહી વાર્તા. એક હતો બ્રાહ્મણ. તે કાશીએ ગયો અને શાસ્ત્ર પુરાણોનો ખૂબ અભ્યાસ કરીને પંડિતજી […]

હરિનો કાગળ – મૂકેશ જોષી

હરિનો કાગળ આવ્યો આજ ! જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ ! હરિનો કાગળ આવ્યો આજ ! હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ? હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ? કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ ! હરિનો કાગળ આવ્યો આજ ! અક્ષર સાથે છેટું એ શું […]

અછાંદસ કાવ્યો – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

[વ્યવસાયે સોફટવેરક્ષેત્રમાં ફરજ બજાવતાં નવોદિત યુવા કવિયત્રી હિરલબેનનો (અમદાવાદ) આ અછાંદસ રચનાઓ રીડગુજરાતીને મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : hiralthaker@gmail.com ] [૧] આકાશી કેનવાસ સવારે ઉતાવળમાં મસાલિયાનો ડબો પડી જાય છે ફર્શ પર ને રચાય છે આકાશી કેનવાસ હું શોધવા મથુ છું ડૂબતા સૂર્યને એ કેનવાસ પર […]

નાલાયક – નીલમ દોશી

[ ગુજરાતી સાહિત્યકૃતિના અંગ્રેજી અનુવાદો થતા ઘણા સાંભળ્યા હશે પરંતુ જો કોઈ કૃતિનો સંસ્કૃત અનુવાદ થાય એ ઘટના ખરેખર વિરલ જ ગણાય ! તાજેતરમાં જાણીતા સાહિત્યકાર નીલમબેન દોશીની આ પ્રસ્તુત વાર્તા સંસ્કૃતમાં અનુવાદીત થઈને બૅંગલોરથી પ્રકાશિત થતા એક સંસ્કૃત સામાયિકમાં સ્થાન પામી છે જે ખૂબ ગૌરવની વાત છે. આ વાર્તા સાથે તેનો સંસ્કૃત અનુવાદ પણ […]

ઈન્ટર-વ્યુ – રિદ્ધિ દેસાઈ

[ કટાક્ષિકા – ‘નવનીત સમર્પણ’, જૂન-2009માંથી સાભાર.] બીજાને સલાહ આપવાનો મને જબરો શોખ છે. એમાંય મારાથી બધી રીતે આગળ હોય એવાને તો ખાસ ! શોધકો ઘાસની ગંજીમાંથી સોય શોધી કાઢે એમ એમના વિરાટ વ્યક્તિત્વમાંથી હું નાની નાની ક્ષતિઓ ખોળી કાઢું છું, ને પછી તમે સમજી ગયા હશો…. મારી આ આગવી ખૂબી જોતાં બધાએ મને એક […]

મારી જીવનયાત્રા – બબલભાઈ મહેતા

[ આદરણીય શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી દ્વારા સંપાદિત ‘મારી જીવનયાત્રા’ ખિસ્સાપોથીમાંથી કેટલોક અંશ સાભાર. આ નાનકડી ખિસ્સાપોથીની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] મારો જન્મ 1910ના દસમા મહિનાની દસમી તારીખે સૌરાષ્ટ્રમાં સાયલા ગામમાં થયેલો. હું એક વર્ષનો થયો એ પહેલાં મારા પિતાજી પ્રાણજીવનદાસ મહેતા આ દુનિયામાંથી વિદાય થયા. એમનું કોઈ સ્મરણ મને નથી. મારી બા દિવાળીબા […]

સોનેરી સુભાષિતો – સં. શાંતિ આંકડિયાકર

[હિન્દી સહિત ચાર ભાષામાં લખાયેલા સુંદર સુભાષિતોના પુસ્તક ‘સોનેરી સુભાષિતો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [હિન્દી સહિત ચાર ભાષામાં લખાયેલા સુંદર સુભાષિતોના પુસ્તક ‘સોનેરી સુભાષિતો’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] सर्पोडग्निदॅजनो राजा जामाता भगिनीसुत: । रोग: शत्रुर्नावभान्योडप्यल्प इत्युपचारित: ।। સાપ, અગ્નિ, દુર્જન, શાસક, જમાઈ, ભાણેજ, રોગ […]

પુત્રીનો પ્રેમ – જયવતી કાજી

નવ વર્ષની બાલિકા. એનું નામ એરિકા. વહેલી સવારથી જ એના મનમાં ઉત્સુકતાભર્યો અજંપો હતો. એણે વાળની ‘પોની ટેઈલ’ કરી. પોતાનો મનગમતો ડ્રેસ પહેર્યો અને શાળાએ જવાને તૈયાર થઈ ગઈ. આજે એની શાળામાં Daddy’s Day – પિતૃ દિનની ઉજવણી હતી અને એમાં એને જલદી પહોંચી જવું હતું. બધાં બાળકો એમના ડેડી સાથે આવવાનાં હતાં પણ… પણ… […]

ફરી એક વાર – દક્ષા પટેલ

[‘અખંડ આનંદ’ મે-2009માંથી સાભાર.] શહેરની શાળા-કૉલેજમાં પરીક્ષાની મોસમ ઊઘડે એટલે શાળાજીવનનો પરીક્ષાકાળ અવશ્ય યાદ આવી જાય. મૂળે મારો રમતિયાળ સ્વભાવ. સૌની સાથે ગપાટા મારવાની આદત. એટલે ઘરનિકાલ કરી અગાશીના સામેના ખૂણે બેસી વાંચવાની કાળાપાણીની સજા મળે. સંધ્યાકાળે અગાશીમાં બેસીને વાંચતાં-વાંચતાં અક્ષરોની દુનિયામાંથી ક્યારે આકાશી દુનિયામાં સરી પડું તેનું ભાન જ ન રહે. પકડદાવ રમતાં વાદળો […]

આસવ – હરિશ્ચંદ્ર

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારની ‘આસવ’ કૉલમમાંથી સાભાર.] [1] મારું ઘર સામેની પાટલી પર બેઠેલ જોડું ખુશખુશાલ હતું. એક-મેક સાથે ખૂબ હળીમળી ગયાં હશે ! જાય જ ને ! પેલીનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ જ નહીં હોય. પેલો એની કેટલી કાળજી લે છે ! ‘જાંબુ લઈશું ? પાણી જોઈએ છે તને ? બારી બંધ કરી દઉં ? ચા […]

અસ્મિતાનો એક વાલી – મીરા ભટ્ટ

‘ટ્રસ્ટ’ શબ્દ ભારત માટે પરદેશી છે, પરંતુ એની વિભાવના એ સુપેરે જાણે છે. ભારત દેશમાં અનેક રાજા-મહારાજા, મહાજન-વેપારી એવા થઈ ગયા છે જેમણે પોતાની સંપત્તિને પોતાની ન માનતા, સર્વજનહિતાય વાપરીને કેવળ વાલી હોવાનો સિદ્ધાંત પાર પાડ્યો છે. મા-બાપ અને વાલીમાં ફરક છે. મા-બાપ બાળકને ઉછેરે છે, પરંતુ એ મોટો થઈ ગયા બાદ પોતાની વૃદ્ધાવસ્થા માટેની […]

સુસ્વાગતમ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, જૂન મહિનો એટલે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત. નવું દફતર, નવી વોટરબેગ, નવા પુસ્તકો, નવો કલાસરૂમ – બરાબર એ જ રીતે, નવું રીડગુજરાતી, નવું લે-આઉટ, નવા વિભાગો અને નવી સુવિધાઓ ! પણ મિત્રો (એટલે કે તમે) તો એના એ જ ! તેથી પુન: આપ સૌનું રીડગુજરાતી પર સ્વાગત છે.  છેલ્લા એક સપ્તાહથી રીડગુજરાતીના તમામ […]

જીવન – કિરીટ ગોસ્વામી

જીવન, પળ પળ બદલે રૂપ… એ જ નથી સમજાતું એનું સાચું કિયું સ્વરૂપ ? આંસુભીની એક ઘડી તો બીજી ઉત્સવ સરખી ! રોજ ખૂલે સંજોગ નામની અણધારી જ ચબરખી લાખ સવાલો ઘૂંટયા કરતું મન આ, બેઠું ચૂપ ! જીવન, પળ પળ બદલે રૂપ…. કોઈ ઉખાણું માની બૂજે, કોઈ સફર કહી ચાલે ! કોઈ વળી, બેપરવા […]

ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’

ખુદ સમંદર ઉડીને નદીને મળે, કાર્ય એવું ઉપાડી લીધું વાદળે. ફૂલને એણે કરમાવાં દીધાં નહીં, સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે. સિંધુ બનવાની એની તરસ જોઈને, રણને છલકાવી દેવું પડયું મૃગજળે. ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર, તારલા પણ હશે આંખના કાજળે. ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે, એટલે ઘરને બાંધી દીધાં સાંકળે. જે હ્રદયના […]

ફૂલ દીધાનું યાદ – વિઠ્ઠલ પંડ્યા

[પુન: પ્રકાશિત] ગાડી પ્લેટફોર્મ પર ઊભી રહી એવો જ હું મારી એટેચી ને બિસ્તરો લઈ નીચે ઊતર્યો. પરિષદમાં જવાનું છેક છેલ્લી ઘડીએ નક્કી કર્યું હોવાથી કોઈની સાથે નીકળવાનું બની શક્યું નહોતું. આથી મારી એકલાની ચિન્તા કરતો હું એ અજાણ્યા શહેરમાં ઊતરી પડ્યો. પછી રિક્ષા કરી સરનામા મુજબ ઉતારાના સ્થળે પહોંચ્યો. સવારનું ધુમ્મસભર્યું વાતાવરણ ને ગુલાબી […]

ગૂગલ ન્યૂઝ : ભારતનું ગૌરવ – ડૉ. હરેશ અને યોગેશ કામદાર

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર. – પુન: પ્રકાશિત] 1970 ના દાયકાના ઉત્તરાર્ધમાં બૅંગલોરનો એક બાળક કૃષ્ણ-ભરત મુગ્ધ બની તેના દાદાને જુદાં-જુદાં છાપાં વાંચતાં જોતો. કન્નડ અને અંગ્રેજી ભાષાનાં અલગ-અલગ સમાચારપત્રો અને સામાયિકો તો ખરાં, ઉપરાંત અમેરિકાનું “ટાઈમ” સાપ્તાહિક પણ દાદાજીનું માનીતું. આટલું હજી ઓછું હોય તેમ દાદાજી દરરોજ બી.બી.સી.ના અને ટેલિવિઝનના સમાચારો પણ અચૂક સાંભળતા. દાદાજીની સાથે […]

વિશેષ નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો, રીડગુજરાતીનું નવું સ્વરૂપ આપને ગમ્યું હશે. લેખોનું ભારણ એક જ વિભાગમાં વધી ન જાય તે માટે હવે ‘નવા લેખો’ અને ‘સંગ્રહિત લેખો’ એમ બે વિભાગમાં આ ઓનલાઈન સામાયિકને વહેંચવામાં આવ્યું છે. પરંતુ આ તમામ વિભાગો સહિત અન્ય નાની મોટી સુવિધાઓમાં ફેરફાર કરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે. લગભગ 50% કામ હજુ પૂર્ણ થઈ […]

કબાટનો હિંડોળો ઝાકમઝોળ – ભગવતીકુમાર શર્મા

[પુન: પ્રકાશિત] આ માત્ર મારી પત્નીની વાત નથી, મોટા ભાગની વયસ્ક સ્ત્રીઓની વાત છે. મારા પત્ની જો એક વાર ઘરનું કબાટ ઉઘાડે છે તો તે કલાક – દોઢ કલાક સુધી ફરીથી બંધ થઈ શકતું નથી. કલ્પી શકું છું કે ઘરેઘરે આ સ્થિતિ હશે. એમાં વાંક પત્નીનો નથી, મારો છે. કઈ રીતે ? અમારા ઘરના મુખ્ય […]

પત્ની-પારાયણ : નીલેશ રાણા

[હાસ્ય લેખ – પુન: પ્રકાશિત ] પત્ની વિશે આજે હું કેમ લખવા પ્રેરાયો છું, એ જો તમે પતિ હશો તો પૂછવાની જરૂર નહીં રહે. ‘હસબન્ડ’ તરીકેની પાંચ વર્ષની એકધારી સેવા આપ્યા બાદ જ્યારે મારી ‘વાઈફે’ હસીને બંડ કર્યું ત્યારે મારું હસવાનું બંધ થઈ ગયું. અત્યાર સુધીનું મારું ‘સફળ પતિ’નું લૅબલ કશી પૂર્વમંત્રણા વગર જ છીનવી […]

નવું વિચારતાં ડરો છો ? – વર્ષા પાઠક

[પુન: પ્રકાશિત] ‘આપણે તો ભાઈ વર્ષોથી આ જ નિયમ પાળ્યો છે કે સવારે બરાબર સાડા સાત વાગ્યે ઘરેથી નીકળીને ઑફિસે જવું અને સાંજે છના ટકોરે પાછા ઘરે હાજર થઈ જવું. અઠવાડિયાના સાતેય દિવસનો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું મેનુ લગભગ નક્કી જ હોય. કોઈ વાર મહેમાન આવી જાય, ઘરમાં સાજામાંદા હોય તો એમાં ચૅઈન્જ થાય. મહિને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.