એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત

[ તાજેતરમાં પ્રકાશિત થયેલા અવંતિકાબેનના પુસ્તક ‘એક દૂજે કે લિએ’ની પ્રસ્તાવના થોડા દિવસો અગાઉ આપણે માણી હતી. આજે માણીએ તેમાંના બે સુંદર લેખો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા માટે અવંતિકાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે : avantika.gunvant@yahoo.com અથવા આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505 – તંત્રી ]

[1] એ જિંદગી જીવવાની કલા જાણે છે

ઋષભ મુંબઈથી કન્યાની પસંદગી માટે એના ગામ આવ્યો. મામી બોલ્યાં : ‘શહેરની એકે છોકરી નજરમાં ન આવી તો છેક અહીં છેવાડાના ગામમાં આવ્યા ? અહીંની છોકરી તમને નજરમાં ય નહીં આવે. અહીંની છોકરીને ટાપટીપ બહુ ન આવડે, પટ પટ બોલતા ન આવડે, થોડી શરમાળે હોય. તમે તો મોટા સર્જન ડૉક્ટર. કેવો તમારો ફલેટ, ત્યાં અહીંની ઊછરેલી શોભતી હોય ?’
મામા બોલ્યા : ‘બહેન કહેતાં હતાં કે કેવી કેવી ડૉક્ટર છોકરીઓ આવે છે, ઋષભ જેટલું જ ભણેલી, કમાતી ને વળી રુઆબદાર, રૂપાળી પરંતુ ઋષભ કહે છે ઘરમાં હું એક ડૉક્ટર છું તો બસ છે. મારે ડૉક્ટર નહીં કલાકાર છોકરી જોઈએ છે.

બનેવી કહેતા હતા કે, ‘આવું સાંભળ્યું ને કલાકાર છોકરીઓની લાઈન લાગી ગઈ. કોઈને ગાતાં આવડે, કોઈને નાચતાં તો કોઈને ચીતરતાં. એ બધીઓનાં નામનાં સિક્કા પડે, છાપામાં ફોટા આવે, પણ ભાઈસાહેબને એકે પસંદ ન પડે. કહે છે મારે તો જેનો આત્મા કલાકારનો હોય, જેનાં રૂંવેરૂંવેથી સૌમ્યતા ને શીતળતા પ્રગટતી હોય એવી જીવનસાથી જોઈએ. એ છોકરી જીવન જીવવાની કલા જાણતી હોવી જોઈએ.’ મામાએ એમનું કહેવાનું પૂરું કર્યું એટલે મામી બોલ્યાં : ‘જુઓ ભાઈ, આ મયૂરી તમને પસંદ પડે તો એના તો ભાગ્ય જ ખૂલી જશે. છોકરી ખોટી નથી.’

ઋષભ મામા-મામી સાથે મયૂરીના ઘરે પહોંચ્યો. આંગણામાં પગ મૂક્યો ને એને ઘર ગમી ગયું. નાનું એક માળનું એ ઘર હતું. એ હતું એના કરતાં ય નીચું દેખાતું હતું, કારણ કે પ્લીન્થ ઊંચી ન હતી ને છત સાવ નીચી હતી. ચારેબાજુ ફૂલછોડના ક્યારાઓ હતા. વાતાવરણમાં મધુરતા અને તાજગીનો અહેસાસ થતો હતો. ઘરમાં મયૂરીનાં દાદા, દાદી, મમ્મી, પપ્પા તથા એક કુંવારા ફોઈ હતાં. આગલી રૂમમાં જ ત્રણેક કબાટો હતાં જેમાં પુસ્તકો જ પુસ્તકો હતાં. ભીંતો પર પેઈન્ટિંગો હતાં. ઋષભ મયૂરીને એકાંતમાં મળ્યો ત્યારે બોલ્યો : ‘તમારા ઘરનું વાતાવરણ કેવું અલગ છે ! એકદમ શાંત છતાંય ભર્યું ભર્યું અને જીવંત.’
‘તમને ગમ્યું ?’ મયૂરીએ પ્રેમાળ સ્નિગ્ધ કંઠે પૂછ્યું.
‘હા’ ઋષભ બોલ્યો. વાતનો દોર સાધતાં મયૂરીએ પૂછ્યું, ‘અને બીજું શું શું ગમ્યું ?’ ઋષભ મયૂરીના વાકચાતુર્યં અને સાહજિક સરળ વર્તનથી પ્રસન્ન થઈ ગયો. કેવી સ્વાભાવિકતાથી નિ:સંકોચ છતાં પૂરા વિવેકથી મયૂરી વાત કરે છે. એ હસી પડ્યો ને નિખાલસતાથી બોલ્યો, ‘મને તમે ગમ્યાં અને આ સવાલ હું તમને પૂછી શકું ને ? તમને હું ગમ્યો ?’

ઋષભના સવાલનો જવાબ આપવાના બદલે મયૂરી બોલી, ‘તમે મારી સાથે કોઈ લાંબી વાત ન કરી, પ્રશ્નો પૂછી પૂછીને મારો તાગ મેળવવા મથ્યા નહીં ને સીધો નિર્ણય લઈ લીધો અને તમારા ઘરનાં સાથે ચર્ચાવિચારણા કર્યા વિના પ્રગટ કરી દીધો !’
‘તમને કોઈ પ્રશ્નો પૂછવાની જરૂરત જ ક્યાં છે ? તમારો પરિચય તો તમને જોતાંવેંત મળી જાય છે. તમારો આ હાસ્યમંડિત ચહેરો, તમારી આંખોના મૃદુ ભાવ, તમારી વેશભૂષા, તમારું બોલવું, ચાલવું, આ અવાજ. મેં કલ્પના કરી હતી એના કરતાંય તમે વધારે સુંદર છો, મનમોહક છો. મારે ઘરમાં કોઈને પૂછવાની જરૂર નથી, કોઈનો અભિપ્રાય જાણવાની જરૂર નથી. મમ્મીપપ્પાએ બધું મારી પર છોડ્યું છે. મારા હૃદયે મને મંજૂરી આપી દીધી છે.’ મયૂરી ઋષભની નિર્દંભ ભાવુકતા પર વારી ગઈ. એણે ઋષભને એવું ય ન પૂછ્યું કે તમારા આ ભાવ જિંદગીભર રહેશે ને ? મયૂરી બુદ્ધિશાળી છે પણ શંકાશીલ નથી. લાગણી અને તર્કનું સમતોલન સાચવીને એ જીવનારી છે. ક્યાં હૃદયનું અને ક્યાં બુદ્ધિનું કેટલું સાંભળવું એ જાણે છે. લાંબી ચર્ચા કર્યા વિના બેઉએ એકબીજાને સમસ્ત હૃદયથી પસંદ કરી લીધાં.

મયૂરી બોલી, ‘મારા દાદાજી કાયમ કહે છે તમારા માટે જે પાત્ર નિર્માણ થયું હોય એને વ્યવહારિક બુદ્ધિથી મૂલવવાની કે ટકોરા મારીને એની ખાતરી કરવાની કોઈ જરૂરત નથી. તમે જુઓ ને એ પાત્રને ઓળખી જશો, હ્રદય જ પોકારી પોકારીને તમને આ વાત કહેશે, માત્ર એ સાંભળવા માટે તમારા કાન સરવા જોઈએ. તમારું ચિત્ત શાંત, કોલાહલશૂન્ય જોઈએ.’

આવો જ કિસ્સો છે વાસવી અને મોહિતનો. અમેરિકા સેટલ થયેલો ઍન્જિનિયર મોહિત ઈન્ડિયા પરણવા આવ્યો ત્યારે એનાં માબાપે ઍન્જિનિયર, ફાર્માસીસ્ટ અને ડૉક્ટર છોકરીઓ જોઈ રાખી હતી. દુનિયાના કોઈ પણ દેશમાં વસી શકે એવી પાવરફૂલ અને બહિર્મુખી એ છોકરીઓ હતી. આજકાલ પરદેશથી આવનાર છોકરાઓ કે છોકરીઓ આવા ડિગ્રીધારી જીવનસાથીને પસંદ કરે છે. આવાં પાત્રોની પસંદગીમાં ભૌતિક લાભની ગણતરી હોય છે. પસંદ કરેલું પાત્ર મબલખ કમાશે એવી ધારણા હોય છે. પરંતુ મોહિતે ટૅકનિકલ ભણેલી નહીં પણ સાયકૉલોજી સાથે ગ્રેજ્યુએટ થયેલી વાસવીને પસંદ કરી. અમદાવાદમાં ઊછરેલી ને ગુજરાતી માધ્યમમાં ભણેલી વાસવીને ફટાફટ અંગ્રેજી બોલતાં ય નહોતું આવડ્યું. એ બુદ્ધિમતી હતી પણ સંકોચશીલ હતી. તો શું જોયું મોહિતે વાસવીમાં ? મોહિતને તો એક પ્રેમાળ ઉષ્માભરી પત્ની જોઈતી હતી, જેનો હેતભર્યો સંગ અને કાળજી એને રોજેરોજ મળી રહે. મોહિત કહે છે સગાં, સ્વજનો, મિત્રો અને આપણા દેશથી દૂર રહેનાર મારા જેવા માટે તો પત્ની જ બધાંની ખોટ પૂરી કરનાર હોવી જોઈએ. એની પાસેથી ભરપૂર પ્રેમ મળે, પછી મારી કોઈ વિશેષ માગ નથી. હા, વાસવીને ઈચ્છા હશે તો એ આગળ ભણશે, કમાશે. એના વિકાસ માટે એને જે યોગ્ય લાગે તે કરશે, બધામાં મારો ટેકો હશે. બસ, મારે તો એક એવી જીવનસાથી જોઈએ છે, જેની સાથે હું તાદાત્મ્ય અનુભવું ને અમારા બેઉનાં જીવન ભર્યાં ભર્યાં થાય.

હજી આજેય ઘણાં યુવાનોને પરંપરાગત શાંત જિંદગી ગમે છે. એમને પૈસાની કમાણી કરતાં ય ભર્યા ભર્યા ગૃહસ્થજીવનનો મોહ હોય છે. પુરુષની જેમ જ સ્ત્રી જીવનસાથી કમાય ને બેઉ જણ ભેગાં થઈને ધન એકઠું કર્યા કરે એવી કોઈ લાલસા એમને નથી હોતી. એમના જીવનમાં પૈસા સિવાય પ્રેમની વધારે મહત્તા હોય છે.

હા, સ્ત્રી બહાર નીકળે. બહારની દુનિયાના પડકારો ઝીલીને પોતાનું દૈવત બતાવી દે એ ગમે છે. એમાં તેઓ પૂરો સહકાર આપે છે. સાથે સાથે સ્ત્રી એનું પોતાનું નાજુક કોમળ પ્રેમાળ હૃદય પણ સાચવે, ઘરમાં એની હૂંફ વર્તાય એવું પણ ઈચ્છે છે. આમ સ્ત્રી પાસે ઘણી અપેક્ષાઓ રખાય છે. એને દરેક કાર્યમાં સહયોગ આપવા પુરુષ તૈયાર રહે છે. એ તંદુરસ્ત સમાજ માટે બહુ સરસ એંધાણ છે. આવી દષ્ટિ રહેશે તો જ કુટુંબો પ્રફુલ્લિત રહેશે.
.

[2] પ્રતીક્ષામાં નીરવે શું જોયું ?

પ્રતીક્ષાને જોઈને વિચાર આવે કે સામાન્ય દેખાવની સીધીસાદી છોકરીને કોણ પસંદ કરશે ? નથી એને ટાપટીપ આવડતી, નથી બોલવા-ચાલવાની છટા, સાવ સરળ છોકરી છે. હા, એ ઘરકામમાં હોશિયાર ને લાગણીવાળી છે પણ એ એને જોવા આવનારને પ્રથમ નજરે કેવી રીતે ખબર પડે ? અને ખબર પડે તો ય હવે માત્ર ઘરકામની આવડત કે લાગણીને કોણ પૂછે છે ? બધાંને સ્માર્ટ રૂપાળી છોકરી જોઈએ છે. એનાં માબાપને પણ એની ચિંતા રહેતી હતી. કેટલાય ઠેકાણેથી ના પડી હતી. ભાંગેલા હૈયે પણ એમના પ્રયત્ન ચાલુ જ હતા.

એક દિવસ નીરવ એને જોવા આવ્યો. નીરવ એમ.કોમ થયેલો ને બે ઠેકાણે જૉબ કરીને સારું કમાતો ને દેખાવમાં સ્માર્ટ અને હસમુખો હતો. એને જોઈને પ્રતીક્ષાને થયું કે આવા રૂપાળા છોકરાને મમ્મીપપ્પા શું કામ બોલાવતાં હશે ? આવો સરસ છોકરો તો મને ના જ પાડશે. પણ સૌના આશ્ચર્ય વચ્ચે નીરવ તરફથી હા આવી. કોઈએ નીરવને કહ્યું : ‘પ્રતીક્ષા કરતાં ક્યાંય સુંદર છોકરીઓ તને મળત. આવી ગાંગલીને શું હા કહી ? એનામાં તેં શું જોયું ?’
નીરવ બોલ્યો : ‘એક સ્ત્રીમાં જે જોઈએ એ બધું જ એનામાં છે. હું એને જોવા ગયો ત્યારે મારી સાથે મમ્મી હતી ને સાથે ભાભીનો બે વર્ષનો બાબો સત્યમ હતો. સત્યમને શરદી અને કફ હતાં. એણે નાસ્તો કર્યો ને તરત ત્યાં ઊલટી કરી. હું ને મમ્મી એકદમ સંકોચ પામી ગયાં હતાં, પરંતુ પ્રતીક્ષાએ કેટલી સાહજિકતાથી બધું સાફ કર્યું. સોફા-કારપેટ બધું બગડ્યું હતું પણ એના મોં પર જરાય અણગમો નહીં, સૂગ નહીં. પ્રતીક્ષાનાં મમ્મી ય કેટલાં ખાનદાન. એ કહે, હોય છોકરાંને તો આવું થાય. સારું થયું એનો કફ નીકળી ગયો. હવે એ સાજો થઈ જશે.’ એમના બોલવામાં ક્યાંય બનાવટ ન હતી. એમનાં સોફા-કારપેટ બગડ્યા એનો જરાય કચવાટ નહીં.

હું પ્રતીક્ષાને એકાંતમાં મળ્યો ન હતો. અમે બેઉએ વાત કરી ન હતી. મેં એને હા કહી ન હતી, એ મારું મન જાણતી ન હતી ત્યારે અમે માત્ર મહેમાન જ હતાં, મહેમાનને આવી રીતે સાચવનાર સ્નેહાળ, સેવાભાવવાળી છોકરી દીવો લઈને શોધવા જઈએ તો ય નથી મળતી. પ્રતીક્ષા લાગણીશીલ છે, વિવેકી છે, ફરજના ભાનવાળી છે, સમજદાર અને ઠરેલ છે. જીવનસાથીમાં આનાથી વધારે શું જોઈએ ! બાહ્યરૂપનો મને કદી મોહ નથી થયો. એ કેટલી સરળ અને આડંબરહીન છે. મારી સાથે મમ્મી હતી. મમ્મી ઘરડી નથી. એ સત્યમને સાફ કરી શકતી હતી. ઘેર ભાભી હોય તો ય મમ્મી જ સત્યમને નવડાવે છે, સત્યમ મમ્મીનો જ હેવાયો છે પણ પ્રતીક્ષામાં એવી તો કઈ આવડત, કેવી ખૂબી કે સત્યમે એની પાસે બધું સાફ કરાવ્યું. એને જરાય અજાણ્યું ન લાગ્યું. બાળક માણસને બહુ સારી રીતે ઓળખી શકે છે. એ ક્ષણે જ મારા હૈયામાંથી પ્રતીક્ષા માટે હા નીકળી હતી. આવી છોકરી હોય તો હું એકલો જ નહીં, મારું આખું કુટુંબ સચવાય. ઘણાં ઘરોમાં રૂપાળી, હોંશિયાર, બાહોશ પુત્રવધૂ હોય છે તોય માબાપ દીનહીન, લાચાર, ઓશિયાળાં થઈને એક ખૂણામાં બેસી રહ્યાં હોય છે. મને આવું ન ગમે. મને વિશ્વાસ છે પ્રતીક્ષાના રાજમાં મારાં મમ્મીપપ્પા કદી ઓશિયાળાં કે લાચાર બનીને નહીં જીવે. એમનાં હૈયાં સૂનકારનો અનુભવ નહીં કરે.

કેટલાય યુવાનો જીવન વ્યવસ્થિત જીવી શકાય, કુટુંબ ને ઘર બરાબર સચવાઈ શકે માટે સંસ્કારી, સદગુણી અને ખાસ તો નમ્ર છોકરી પસંદ કરે છે. જે છોકરીઓ ગૃહિણી થવામાં ગૌરવ સમજતી હોય ને અહમવાળી ન હોય, એ છોકરીઓ ભલે દેખાવે મનમોહક કે આકર્ષક ન હોય, પણ એમનું ભીતર ભાવનાશીલ હોય છે. તેઓ બીજાને સુખી કરવામાં માને છે. સદભાવ અને સર્વ પ્રત્યેનું હેત એમના ચહેરાને અનેરી શોભા આપે છે. હા, એ સૌંદર્ય જોવા દષ્ટિ જોઈએ.

[કુલ પાન : 160. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : આર.આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’, રૉયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર, અમદાવાદ-380001. ફૉન : +91 79 25506573.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગણિતનો વર્ગ – ગિરીશ ગણાત્રા
નવું વિચારતાં ડરો છો ? – વર્ષા પાઠક Next »   

24 પ્રતિભાવો : એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત

 1. Prerana* says:

  Very nice, in this fast moving time young people are awer to have a good lifeprtner which makes their life peacefull & loveble. Good.

 2. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  Jivansathini pasandgima manmel rahe aevu patra jaruri chhe.
  Rup aekalu kamanu nathi.
  Banne patroni samajdarithi jivan mahenki rahe chhe.
  Margdarshak ane upkarak jivant jivanprasango.
  Khub khub dhanyavaad.

 3. javed says:

  I feel nice after reading this kinda healthy stories in these bad time. Mrugeshbhai, many thanks to publish such a great articles, helping to make better society. Avantika Ma’am is always great.

 4. Vraj Dave says:

  Dhanyavaad.

 5. aparna says:

  મૃગેશભાઇ,
  આભાર. હું ઘણાં વખત રીડગુજરાતીના સાહિત્ય વિભાગની મુલાકાત લઉં છું. એની વાર્તાઓ ઘણી સારી હોય છે. વેબસાઇટને નવા રંગરૂપ આપ્યા તે ઘણાં સરસ છે પરંતુ સાહિત્યના પાનાં દરેક વખતે નેકસ્ટ પેજ આપવા પડે તેના કરતાં પહેલાંની જેમ નંબરીંગવાળાં હશે તો વધુ સારું રહેશે. અવંતિકા બહેનની ઘણી વાર્તાઓ હું વાચું છું. આજની એક દૂજે કે લિયે વાંચી. ગમી પણ શું છોકરીઓને લગ્ન માટે છોકરો જાતે પસંદ કરવાનો હક નથી? આમાં તો છોકરાની જ વિચારધારા બતાવી છે. વળી, આજની છોકરીઓ પણ પ્રેમાળ, પોતાને સમજી શકે તેવો છોકરો પસંદ કરે છે તો તેમની વાત પણ આમાં મૂકવી જોઇએ.

 6. dr sudhakar hathi says:

  avantika gunvant ni varta o samajik ne kautumbik hoy chhe je jivan upyogi hoy chhe

 7. kinjal says:

  khub j saras.

  ek putravadhu ma ek patni ma bahya dekhav jaruri nahi.
  tenu maan saral, sundar ane svachha hovu joia.

 8. Priti says:

  મૃગેશભાઇ,
  રીડ ગુજરાતી..કોમ નુ નવુ રુપ ખુબ સરસ છે. મને પણ અપર્ણાબેનની વાત બરાબર લાગે છે કે સાહિત્યના પાનાં પહેલાંની જેમ નંબરીંગવાળાં હોય તો મઝા આવે. હું તો તમારો સાહિત્ય વિભાગ ચોપડીની જેમ વાંચુ છું, એટલે પાન નંબર હોય તો બાકીના લેખ શોધવામાં સરળતા રહે.

 9. દરેક ઘરમાં આવી સમજદાર અને જતું કરવાની ભાવનાવાળી પુત્રવધુઓ હોય તો ઘરડાં ઘરને તાળાં મારવાની નોબત આવે..!!

 10. nayan panchal says:

  nice articles. But it would be interesting to see how many would-be-grooms out their follow this…

  thanks,
  nayan

 11. dipak says:

  very nice story.thanx Mrugeshbhai.

 12. hitesh sodagar says:

  બહુ જ પસન્દ આવિ. આભાર

 13. pragnaju says:

  યુવાનો જીવન વ્યવસ્થિત જીવી શકાય, કુટુંબ ને ઘર બરાબર સચવાઈ શકે માટે સંસ્કારી, સદગુણી અને ખાસ તો નમ્ર છોકરી પસંદ કરે છે. જે છોકરીઓ ગૃહિણી થવામાં ગૌરવ સમજતી હોય ને અહમવાળી ન હોય, એ છોકરીઓ ભલે દેખાવે મનમોહક કે આકર્ષક ન હોય, પણ એમનું ભીતર ભાવનાશીલ હોય છે. તેઓ બીજાને સુખી કરવામાં માને છે. સદભાવ અને સર્વ પ્રત્યેનું હેત એમના ચહેરાને અનેરી શોભા આપે છે. હા, એ સૌંદર્ય જોવા દષ્ટિ જોઈએ.
  કાશ, એ દષ્ટિ મળે

 14. aarohi says:

  અપર્ણાની વાત સાચી છે. છોકરી ને પણ હક છે. હુ પોતે ૨૪ વર્ષ ની છોકરી છુ, મને પણ આવુ સમજ્દાર પાત્ર જોઇએ છે. શોધી આપો.

  • priyangu says:

   આરોહિ,
   શોધો તો ઈશ્વર પન મલિ જાય ફક્ત શ્રધા જોઇએ.
   મને ૩૨ વર્શે હજુ સમજુ કોઇ મલ્યુ નથિ.
   વાક પરિસ્થિતિ નો કે મારો
   Now, I describe my self before sevral years I got accident whith 40-43 days coma now a days on the trak of recovery but every one observes me phisicaly chellanged as I am not & not going to be(perhaps).
   I am electrical engineer but now a days doing job of programer. ek idea(eccident) badle aap ki dooniya before accident I suppose to reject some one today it is inverse what U will call it? man ke dan mali jaay pan jivan naa male “Badi badi life me choti choti baate hoti hai”-enjoy every moment of life

 15. Ranjitsinh L Rathod says:

  ખરેખર ખુબ જ સરસ અને સુદર વાત.

 16. Bhavesh Thaker-Rajkot says:

  Khubaj saras article che.
  Har waqt ni jem raday ne adi jay tevo article che…

 17. Gohil Manoharsinh A. says:

  આ વારતા વાચિ મને ખુબજ આન્નદ થયો

 18. Veena Dave, USA says:

  હજુ એવા કેટલાક લોકો છે (ખાસ કરીને પરદેશમા) જે સુધરેલા નથી પણ સુધરેલા, આધુનિક હોવાનો ડૉળ કરીને દિકરી અને દિકરીના માબાપને છેતરે છે. એવા લોકો માટે કોઇ ગમે તેટ્લુ સારુ કરે પણ એ લોકો કદર નહિ જ કરે, નાની નાની બાબતમા પણ વાન્ધા પાડીને વહુને પજવશે. અને જો સાસુનો ભુતકાળ થોડો પણ, તેની સાસુને કારણે દુખી હશે, તો તો એ વહુને કદી સુખી નહિ થવા દે.

  આ બાબત હમણા બહુ કડવો અનુભવ થયો છે. રીડગુજરાતી પર એ મુકવાનુ વિચારુ છુ.

 19. patel sejal says:

  very nice story.

 20. Alpesh Abudhabi- UAE says:

  Very nice……………….I am not agree with what Veenaben commented here.
  Kem ke ketlak (ha ve to bahuj) cases ma But i would like to say in opposite manner some t happen in rare case in true life.

 21. Alpesh Abudhabi- UAE says:

  Very nice Article……..

  I am not agree what veenaben commented here. It happens reverse case nowdays, more educated/independent wife try to underestimate her mother in law & create problem for husband and family.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.