ગણિતનો વર્ગ – ગિરીશ ગણાત્રા

છેલ્લાં દસ વર્ષથી જે ભય સામે હું સતત ઝઝૂમી રહી હતી તે ભયના પડછાયાએ આજે મને પડકાર ફેંક્યો હતો – કાં હાર કબૂલ કર, કાં મને જીતી લે. આ બે વિકલ્પ સિવાય તારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી ! ધોરણ દસમાનું જે પરિણામ આવ્યું તે મેં મારા પપ્પા સામે રજૂ કર્યું. અમારા જમાનામાં એકથી અગિયાર ધોરણ શાળામાં ભણવાનાં રહેતાં. એ વખતે અગિયારમું ધોરણ એસ.એસ.સી. પરીક્ષાનું વર્ષ ગણાતું. એ પછી કૉલેજનાં પગથિયાં ચડવાનાં. ચાર વર્ષે ગ્રેજ્યુએટ થઈ શકાય.

દસમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં હું પાસ તો થઈ ગઈ હતી પણ મને ઉપર ચડાવવામાં (પ્રમોટેડ) આવેલી. બધા વિષયોમાં સારા માર્કસ પણ ગણિતના વિષયમાં માત્ર અઠ્ઠાવીસ જ માર્કસ. એમાં નાપાસ થયેલી. અન્ય વિષયોમાં આવેલા સારા માર્કસ દ્વારા ગ્રેસના માર્કસ ગણી મને પ્રમોટ કરવામાં આવી હતી. મારું પરિણામપત્રક જોઈ પપ્પાએ મને કહ્યું –
‘તારે કૉલેજમાં ભણવા જવું છે ?’
કઈ યુવાન કન્યાને કૉલેજ જિંદગીની મજા માણવાનું મન ન થાય ? એમાંયે કૉલેજના મુક્ત વાતાવરણમાં થતી પ્રવૃત્તિઓ તો જીવનનું સંભારણું બની રહે. મેં નત મસ્તકે કહ્યું :
‘હા, કૉલેજમાં તો ભણવું જ છે.’
‘પણ જ્યાં સુધી તમે ગણિતના વિષયમાં પાસ ન થાઓ ત્યાં સુધી કૉલેજમાં એડમિશન મળી ન શકે. ગણિતનો વિષય ફરજિયાત છે એ તો તને ખબર છે ને ?’
‘હા.’
‘આજ સુધીમાં તેં ગણિતમાં પાંત્રીસથી વધુ માર્કસ મેળવ્યા જ નથી.’ પપ્પાએ છેલ્લાં પાંચ વર્ષમાં મેં ગણિતમાં મેળવેલા માર્કસની યાદી આપતાં કહ્યું, ‘આ તો એસ.એસ.સી.નું વર્ષ છે. દર વર્ષે એનું રિઝલ્ટ ત્રીસ-બત્રીસ ટકા જ આવે છે. ગણિતમાં ઊડી ગયા તો કૉલેજમાં જઈ ન શકાય. એટલે ગમે તે ભોગે પાંત્રીસ ટકા માર્કસ લેવા જ રહ્યા.’ પછી મારી આંખમાં આંખ પરોવતાં કહ્યું, ‘તું ગોખલેસાહેબના ટ્યુશન કલાસમાં જોડાઈ જા. ગોખલે મારા મિત્ર છે. તારા પર વિશેષ ધ્યાન રાખવાનું કહીશ.’

અને હું ગોખલેસાહેબના ટ્યુટોરિયલ કલાસમાં જોડાઈ.
કલાસનો એ પહેલો દિવસ હતો. ગોખલેસાહેબ એમના જૂના ઘરના ઉપલા માળે આવેલા એક ઓરડામાં આ વર્ગ લેતા. બેસવા માટે લોખંડની ફોલ્ડિંગ ખુરશીઓ અને ત્રણ વિદ્યાર્થીઓ દીઠ એવું જ લોખંડનું ફોલ્ડિંગ ટેબલ જેના પાયા સતત હાલતા જ રહેતા. આ વર્ગને ડાઈનિંગ-હૉલમાં ફેરવવો હોય તો પણ ફેરવી શકાય. વર્ગદીઠ એ માત્ર પંદર વિદ્યાર્થીઓ જ લેતા.

વર્ગના પહેલા દિવસે એ એમના ઘરમાંથી ઉપર આવ્યા. સફેદ ખમીસ, સફેદ પેન્ટ, દીવાલ પર લટકાવેલા કાળા બોર્ડ આગળ એ ઊભા રહેતા ત્યારે જાણે અંધકારમાં પ્રગટેલા દીવાની જ્યોત જેવા ભાસે. જાડાં બાયફોકલ કાળી ફ્રેમનાં ચશ્માં પાછળ એમની આંખ મોટી બદામ જેવી દેખાતી. તેલથી ચમકતા એમના આછા વાળમાં ટાલનો અહેસાસ અવશ્ય થતો. ચોકથી કપડાં ન ખરડાય એટલા માટે જ એમણે સફેદ રંગનાં કપડાં પહેર્યાં હશે.
‘મારું નામ ગણેશ વિદ્યાધર ગોખલે. હું મેથ્સનો ટીચર છું. તમે મારી પાસે હવે ગણિત, એલજિબ્રા અને જ્યોમેટ્રી ભણશો, પણ તમે જો માર્કસ મેળવવા જોડાયા હો તો મને લાગે છે તમે મારા વર્ગમાં જોડાવાની ભૂલ કરી છે. હું તમને મેથ્સ અવશ્ય શીખવીશ પણ આ વિષયમાં તમારી રૂચિ પેદા કરવાનો જ મારો હેતુ છે. ગણિત જેવો સરસ વિષય બીજો કોઈ નથી. એ જરા પણ ડરામણો વિષય નથી. જીવનના દરેક ક્ષેત્રમાં ગણિત તો આવવાનું જ. એમાં તમે રસ લેશો તો તમને કઠિન પથ પરથી પસાર થવાનું બળ મળશે. જીવનની કઠણાઈઓ તમારે જાતે જ ઉકેલવાની છે. ગણિતના કૂટપ્રશ્નો ઉકેલી શકશો તો જિંદગીના પ્રશ્નો તમે સહેલાઈથી ઉકેલી શકશો.’ ગોખલેસાહેબનું આ પહેલું લેકચર કંઈક આત્મવિદ્યા અંગેનું હતું. મને એ શિક્ષક નહિ, ઋષિ સમાન ભાસ્યા. અમારા નાનકડા શહેરમાં ગણિતના ખાંટુ કોઈ બીજા શિક્ષક નથી જ. એ ગણિતનો વિષય એટલો સરળ કરી નાખે છે કે જાણે ગળામાંથી શિરો પેટમાં સરકી ન જતો હોય ! શીખવતી વખતે એ એટલી બધી રમૂજ કરી લે છે કે ગણિતનો વર્ગ જરા પણ અઘરો ન લાગે.

નાનપણથી જ મેં ઈચ્છા સેવેલી કે મારે મોટી થઈ લેખિકા, કવિ બનવું. હું ગીતો લખીશ, કલાકારો ગીતની પંક્તિઓને સૂર આપશે, લોકો મારી વાર્તાઓ, નવલકથાઓ વાંચશે અને મારી પ્રશંસા કરશે. કદાચ આ જ કારણસર મને નાનપણથી ગણિતના વિષયમાં રસ ન રહ્યો હોય. મારા પપ્પા પત્રકાર હતા. ઘેર ઘણાં ઘણાં છાપાંઓ, સામાયિકો આવતાં રહેતાં હોવાથી મારી આ વિષય પરત્વે વધુ રૂચિ વિકસી હોય એ પણ સંભવ છે.

વર્ગના પહેલા દિવસે એમણે નવમા ધોરણમાં ભણી ગયેલા જ્યોમેટ્રીના વિષયનું એક થીઅરમ સિદ્ધ કરવાનું આપ્યું. એમણે બોર્ડ પર થીઅરમ લખ્યું, આકૃતિ પણ દોરી. બધા વિદ્યાર્થીઓ પોતાની નોટબુકમાં એ થીઅરમને સાબિત કરવા લાગી ગયા. ગોખલેસાહેબ વર્ગમાં ફરતા ફરતા દરેક વિદ્યાર્થી પાસે આવ્યા. એ જ્યારે જ્યારે મારી પાસે આવ્યા ત્યારે મેં કંઈ જ લખ્યું નહોતું. બુક પર મેં મારી લાંબી બાયના ટી-શર્ટવાળો હાથ ધરી દીધો. બહુ જ પ્રેમપૂર્વક એમણે મારા હાથને ખસેડ્યો અને બુકના હાંસિયામાં ભૂમિતિનો એક સિદ્ધાંત લખી આપ્યો અને ધીરેથી મારા કાન પાસે મોઢું લાવી બોલ્યા – ટ્રાય ધિસ. આ સિદ્ધાંતના આધારે આગળ વધો. મેં પ્રયત્ન આરંભ્યો. નવમા ધોરણમાં આ પ્રમેય-થીઅરમ હું શીખી ગઈ હતી. પરીક્ષા વખતે ગોખ્યો પણ હતો એટલે થોડો ઘણો યાદ આવી ગયો. આ પરીક્ષા-ખંડ તો હતો નહિ. બહુ બહુ તો ખોટું પડશે એ ધારણાથી મેં મનોયત્ન શરૂ કર્યો. મારી નવાઈ વચ્ચે પ્રમેય સિદ્ધ થઈ ગયો. ગોખલેસાહેબે મારી નોટબુક જોઈ કહ્યું – શાબાશ. જો કે એમણે હાંસિયામાં પેલો સિદ્ધાંત ન લખ્યો હોત તો હું કદાચ આ પ્રમેય સિદ્ધ કરી શકી ન હોત. મને લાગ્યું કે ગોખલેસર મને મૂંઝવણમાં મૂકવાને બદલે એ પથદર્શક બની ખૂબ જ સરળ ભાષામાં સમજાવતા. જેમ જેમ હું એમના વર્ગમાં ભણતી ગઈ તેમ તેમ મને લાગ્યું કે એ સૌ વિદ્યાર્થીઓને એકસરખા જ લેખતા. હોશિયાર હોય કે મારા જેવી ઠોઠ વિદ્યાર્થીની હોય, એમને મન સૌ સરખાં હતાં.

જો કે વર્ગમાં આવતા પંદરેય વિદ્યાર્થીઓની સરખામણીમાં હું સૌથી ધીમી વિદ્યાર્થીની હતી. બીજા વિદ્યાર્થીઓ ઝડપથી દાખલો ગણી લે ત્યારે હું સૌની પાછળ રહી જતી. એમના દરેક વર્ગને અંતે એ સૌ વિદ્યાર્થીને એક દાખલો ગણવા આપતા, જે ગણીને જ વર્ગ છોડવાનો રહેતો. એ દિવસે દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટબુક ગોખલેસાહેબ સામે ધરી, ખરાપણાની નિશાની એના પર મારી વર્ગ છોડતા ગયા. હું છેક છેલ્લે રહી ગઈ. એમણે મને જવા ન દીધી. આખરે મેં એ દાખલો ગણી બતાવ્યો. જવાબ સાચો હતો છતાંયે એમણે એના પર ચોકડી મારી કહ્યું – તેં તાળો તો મેળવી લીધો પણ ખોટી રીતે મેળવ્યો છે. મેથ્સ એ ઘડ બેસાડવાનો વિષય નથી. એને પોતાના ચોક્કસ નિયમો હોય છે. જિંદગી આખી આવી જ તાલમેલવાળી વિતાવવી છે કે શું ? એમણે દાખલાના મારા એક પછીના સ્ટેપ્સ ગોઠવી આપ્યાં. મેં એમના તરફ નજર કરતાં કહ્યું :
‘સર, હું જરા પણ હોશિયાર નથી.’
‘હોશિયાર નથી કે હોશિયાર બનવું નથી.’
‘બનવું તો છે.’
‘જ્યાં સુધી હોશિયાર બનવાની લગની તારામાં જીવિત છે ત્યાં સુધી હું તને છોડીશ નહિ.’
એવા જ એક દિવસે ખૂબ જ મથામણ પછી એમણે આપેલો એક દાખલો મેં સાચી રીતે ગણી બતાવ્યો પણ હર વખતની જેમ હું વર્ગમાં છેલ્લી હતી. દાખલા પર ખરાપણાની મહોર મારતાં એમણે કહ્યું – મને ખબર છે કે ગણિત એ તારે માટે મથામણનો વિષય છે પણ મુશ્કેલીઓ સામે લડતાં લડતાં જ આપણે અંદરથી મજબૂત બનતા જઈએ છીએ.

શાળાની છમાસિક પરીક્ષામાં ગણિતમાં મારા બહુ જ ઓછા ગુણ આવ્યા. માત્ર આડત્રીસ. આટલા ઓછા ગુણાંક જોઈ મારા તરફ જોતાં એમણે કહ્યું : ‘સરસ. પ્રયત્નો ક્યારેય છોડવા નહિ.’ શાળાની પ્રિલિમિનરી પરીક્ષામાં મેં ફરી ઉકાળ્યું. માત્ર એકત્રીસ ગુણ. કદાચ, શાળાના સત્તાવાળાઓ મને પરીક્ષાનું ફોર્મ પણ ભરવા ન દે. ગોખલેસાહેબ પાસે હું રડી જ પડી.
એમણે મને કહ્યું : ‘એક વખત હું તારા જેવી જ પરિસ્થિતિમાં હતો. તારા જેવી જ હાલત એ વખતે મારી હતી.’ કહી એમણે પોતાની વાત કહી.

‘મારા પિતાની દવાની દુકાન હતી. બધી દવાની કંપનીઓની દવાઓ અમે વેચતા. સરસ મજાનો સ્ટોર ચાલતો હતો. મારા પિતાની ઈચ્છા એવી કે જતે દહાડે હું એમનો આ ધંધો સંભાળી લઉં. હું અગિયારમા ધોરણમાં આવ્યો ત્યારે એક સરકારી કાયદો અમલમાં આવી ગયો. એ કાયદા પ્રમાણે દવાના સ્ટોરમાં દવા વેચવા ફાર્મસીનો ગ્રેજ્યુએટ હોવો જ જોઈએ. હવે જો મારે મારા પિતાનો સ્ટોર સંભાળવો હોય તો મારે ફાર્માસિસ્ટ બનવું જ રહ્યું. મને એ વિષયમાં જરાય રસ નહોતો પણ ભવિષ્યના ધંધા ખાતર મેં ફાર્મસીની કૉલેજમાં એડમિશન લીધું. હું અન્ય વિષયોમાં હોશિયાર હતો પણ કોણ જાણે, ફાર્મસીની કેમેસ્ટ્રી મને જરાયે ગમતી નહિ. એની ફોર્મ્યુલાઓ મને યાદ જ રહેતી નહોતી. હું જેમ તેમ કરી માર્કસ મેળવી લેતો પણ અંદરખાનેથી મને થતું કે હું આ વિષયમાં નબળો છું. પાસ થવાના માર્કસ એ માત્ર દંભ જ છે, વિદ્યા નથી. હું આ વિદ્યા શીખી શકીશ ખરો એવો મને જ અંદેશો થયો. આવી કાચી વિદ્યા મેળવી ભવિષ્યમાં કદાચ, કોઈ દર્દીને એક દવાની અવેજીમાં ખોટી દવાની ટીકડીઓ આપી એના જીવનને જોખમમાં પણ મૂકી દઉં. વિચારોના આવા બધા હુમલાઓ મન પર થતા રહેતા હતા. એ દરમિયાન આગ લાગવાને કારણે અમારો સ્ટોર બળી ગયો. અમને ખૂબ જ નુકશાન ગયું. ક્રેડિટ પર લાવેલા માલની ઉઘરાણી થવા લાગી. મારી માના દાગીના વેચવા પડ્યા, બચત સાફ થઈ ગઈ અને અમે નાદાર બની ગયા. ફરી બેઠા થવાના પ્રયત્નો અમને એટલી નિરાશા આપી ગયા કે ભવિષ્યમાં અમારો દવાનો સ્ટોર ઊભો કરી શકીએ એવી પરિસ્થિતિ જ નિર્માણ ન થઈ. ઉપરાંત, હું કેમિસ્ટ બની કંઈ ઉકાળી નહિ શકું એવું મને લાગવા માંડ્યું.’

‘મારો મનગમતો વિષય હતો મેથ્સ. બીજા વર્ષે મેં ફાર્મસી કૉલેજ છોડી મેથ્સ-ફિઝિક્સ સાથે બી.એસ.સી. જોઈન કર્યું. મેથ્સમાં હું પારંગત હતો. એ જ વિષયમાં એમ.એસ.સી કર્યું અને પી.એચ.ડી થવા આગળ વધ્યો. તને એમ લાગતું હશે કે રસાયણશાસ્ત્રના વિષયમાં નબળો હોવાથી મેં ગણિત વિદ્યા અપનાવી લીધી. એને હું મારી નિષ્ફળતા ગણતો નથી. મેં માત્ર રાહ જ બદલાવ્યો. શું રાહ બદલાવવો એ નિષ્ફળતા છે ?’
ગોખલેસર મારા પરિણામપત્રક સામે તાકતા બેઠા રહ્યા. થોડીવાર પછી મને પૂછ્યું :
‘તને રમતગમતનો શોખ છે ?’
‘હા, બહુ જ. દોડવાની રમતમાં હું પહેલી આવી હતી.’
‘સરસ. દોડવાની રમતમાં એક ઓબ્સ્ટેકલ-રેસ પણ હોય છે.’
‘હા, વચ્ચે ઊભા કરેલા અવરોધો ટપીને જવાનું.’
‘રેસ જીતવા આ અવરોધો ઓળંગવા જરૂરી છે ?’
‘એ વિના ઈનામ કેમ મળે ?’
‘ગણિતની પરીક્ષામાં પૂછાયેલું સમીકરણ તને ન આવડે તો ? તો તું શું કરીશ ?’
‘ઉકેલવાનો પ્રયત્ન.’
‘ધેટ્સ ધ સ્પીરીટ. ઉકેલવાના એ પ્રયત્નમાં જો એક દિશાએથી ન ઉકેલાય તો બીજી દિશામાં પ્રયત્ન કરો, ત્રીજી રીતે એનો ઉકેલો, બે-ત્રણ જુદી જુદી રીત અપનાવશો તો ઉકેલાઈ જશે. ગણિતમાં માત્ર એક જ રીતથી દાખલો ગણાતો નથી. ઘણી ઘણી રીતથી દાખલા સાચા ગણી શકાય. મારા જીવનના દાખલા મેં રસાયણશાસ્ત્રથી નહિ, મેથ્સથી ઉકેલ્યો. તું પણ આમ કેમ ન કરી શકે ? તારી તમામ તર્કશક્તિ કામે લગાડ. ગણિત પછી સહેલું બની જશે.’

આજે પાંત્રીસ વર્ષની ઉંમરે હું મારા નાનકડા પુત્રને ગણિતનું હોમવર્ક કરાવું છું ત્યારે મને ગોખલેસર યાદ આવી જાય છે. એ વખતે હું છેંતાળીશ માર્કે એસ.એસ.સી.ની પરીક્ષા વળોટી કૉલેજમાં દાખલ તો થઈ ગઈ પણ ગોખલેસર પાસેથી હું માત્ર મેથ્સ જ નહોતી શીખી, જીવન જીવવાની કળા પણ શીખી હતી. ગોખલેસર કહેતા – આપણને દરેકને નિષ્ફળતાઓ તો મળતી જ રહે છે. પ્રશ્ન એ છે કે એ નિષ્ફળતાઓનું શું કરવું ? તમે, તમારામાં જે કંઈ શક્તિઓ, તર્ક છે તેને કામે લગાડો. કાં તમે નિષ્ફળતાઓ પાર કરી જશો અથવા એમાંથી ઘણું શીખશો. તમને જીવનનો બીજો માર્ગ મળી રહેશે.’

હું મારા ભૂતકાળ તરફ નજર કરું છું. એક સારા, વગવાળા ખાનદાન કુટુંબમાં મારી સગાઈ થઈ. સગાઈ વખતે મારા સાસરાપક્ષનાં સૌએ ખૂબ જ ડાહી ડાહી વાતો કરેલી અને સુફિયાણી સફાઈઓ પેશ કરેલી કે અમને દહેજમાં રસ નથી, બે કાચની બંગડીઓ અને પહેરેલા કપડે કન્યા લઈશું. તુલસીનું પાંદડું મોસાળામાં મૂકશો એટલે બધું આવી ગયું સમજીશું વગેરે વગેરે. મારી સગાઈ થઈ ગઈ; પણ જેમ જેમ લગ્નની તારીખ નજીક આવતી ગઈ એમ એમ માગણીઓ વધતી જ ચાલી, જે છેવટે અમે એ પૂરી કરી શક્યા નહિ અને મારી સગાઈ તૂટી ગઈ. વેવિશાળ-ફોક થયેલી કન્યાનો હાથ એ જમાનામાં કોણ પકડે ? જ્યાં જ્યાં મારી સગાઈની વાત થાય ત્યાં આ પડતો મુકાયેલો સંબંધ આડો આવવા લાગ્યો. પૂરાં પાંચ-છ વર્ષ સુધી મારાં લગ્ન ન થઈ શક્યાં. છેવટે હતાશ થઈ મેં જ લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો. ‘લગ્ન’ શબ્દને મેં મારા શબ્દકોષમાંથી સંપૂર્ણપણે ભૂંસી નાંખ્યો ત્યાં જ એક બીજવર તરફથી લગ્નની દરખાસ્ત આવી ચડી. ત્રણ મહિનાનો પુત્ર મૂકી એની પહેલી પત્ની અવસાન પામી હતી. હું ‘રેડીમેઈડ’ પુત્રની માતા બની શકું એવી સ્થિતિમાં આવી ગઈ.

એ વખતે મને ગોખલેસર યાદ આવી ગયા. કુંવારા મુરતિયા સાથે લગ્ન કરવાની તકો જ અદશ્ય થઈ ગઈ હતી ત્યારે બીજવર સાથેના લગ્નની વાત સ્વીકારવી કે નહિ એની મૂંઝવણ થઈ. આ બીજવર મારાથી એટલો બધો તો મોટો નહોતો. અમારી વયમાં માત્ર નવ-દસ વર્ષનો જ ફરક. લગ્નરૂપી દાખલો બીજી રીતથી ગણાતો હતો. આ લગ્નથી હું ખૂબ જ સુખી થઈ છું. ત્રણ મહિનાનો પુત્ર મને જ એની જન્મદાત્રી માતા ગણે છે. પતિ પણ પ્રેમાળ અને મારી ઈજ્જત કરનારા. અહમ તો જરા પણ નહિ. ગોખલેસાહેબની હું ઋણી છું. મને થયું, મારે એમને પ્રત્યક્ષ મળી મારું ઋણ અદા કરવું જોઈએ. પતિના રેડીમેઈડ કપડાંના મોટા સ્ટોરમાંથી મેં એક કિંમતી શાલ મંગાવી. એક દિવસ બપોરે પુત્રને લઈને હું એમને ઘેર પહોંચી ગઈ. જે શાળામાં એ શિક્ષક હતા ત્યાંથી તો નિવૃત્ત થઈ ગયા હતા પણ એમના મેથ્સના ટ્યુટોરિઅલ્સ તો ચાલતા જ હતા. ગોખલેસાહેબ મને ઓળખી ગયા. મને પ્રેમથી પાસે બેસાડી મારા ખબરઅંતર પૂછ્યા, મારા પુત્રને રમાડ્યો. મેં એમને પ્રેમપૂર્વક શાલ ઓઢાડી. ભૂતપૂર્વ વિદ્યાર્થીના પ્રેમપૂર્વકના આ સ્મૃતિ-સ્મરણનો એમણે આદરપૂર્વક સ્વીકાર કર્યો. જતી વેળા મને કહ્યું :
‘બસ, હમણાં આવું.’
કહી એ અંદર ગયા. એક કાગળ પર એ કશું લખી લાવ્યા અને મારા પુત્રના હાથમાં મૂકતા કહ્યું : ‘દાદા, બીજું શું આપી શકે – સિવાય કે શિખામણ ? આ એક શિખામણનું વાક્ય છે એને યાદ રાખજે.’

ગોખલેસર અત્યારે વિદ્યમાન નથી પણ એણે મારા પુત્રને દીધેલી શિખામણની કાપલીને ફ્રેમમાં મઢાવીને મેં દીવાનખંડની દીવાલ પર લટકાવી છે. એ કાપલીમાં લખ્યું છે – જિંદગી ગણિતના કોયડા જેવી રહસ્યભરી છે. જો કોયડો ઉકેલી શકાય તો જિંદગીનું રહસ્ય કેમ નહિ ? જરૂર છે પ્રયત્નોની, જુદી જુદી રીતો અખત્યાર કરવાની અને લગનીની.

Print This Article Print This Article ·  Save this article As PDF

  
એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત Next »   

29 પ્રતિભાવો : ગણિતનો વર્ગ – ગિરીશ ગણાત્રા

 1. સૈફી લીમડીયાવાલા says:

  ખુબ સરસ લેખ .. મારે પોતાને ગણિત હંમેશા ખુબ અઘરુ લાગ્યુ છે. ગોખલે સાહેબ ની વાત સાચી છે. મારે ફરી થી પ્રયત્ન કરવો જોઇએ…

 2. Sarjit says:

  I liked this story very much.
  Indeed Each student should get the Teacher like ગણેશ વિદ્યાધર ગોખલે.
  But it’s not possibel to have this kind of teacher in today’s era………..

  Indeed Unexplainable !!!!!!!!

 3. Vaishali Maheshwari says:

  Excellent story.

  In this story, you have included four different instances. All the four instances have good morals in it.

  (i) Experience about the low results and Maths tutorial
  (ii) Gokhale teacher’s struggle in life and change of career (from Pharmacy to B.Sc. Maths-Physics)
  (iii) Experience about the problems that aroused after engagement and for marriage
  (iv) Advice that Gokhale Sir gave to the little child

  ‘જિંદગી ગણિતના કોયડા જેવી રહસ્યભરી છે. જો કોયડો ઉકેલી શકાય તો જિંદગીનું રહસ્ય કેમ નહિ ? જરૂર છે પ્રયત્નોની, જુદી જુદી રીતો અખત્યાર કરવાની અને લગનીની.”

  Very nice and very true.
  Keep writing and imparting us good morals like this.

  Thank you Author.

 4. Paresh says:

  Great story, very inspiring and touching. Great job

 5. Premal says:

  Its really nice story. Inspiring one.

 6. Prerana* says:

  Too Good, hoping this will help us all to solv the calculations of life…

 7. javed says:

  Nice story. Mr. A B Patel my biology teacher always said, “A knowledge is not just words written in your book, written is just information. the great thing is how you apply this information in your life and that’s knowledge.”

 8. Chirag Patel says:

  Excellent story… Reminds me of my 11th grade Economic teacher Mr. Bhupendra Patel.

  Thank you,
  Chirag Patel

 9. Ketan Raiyani says:

  Excellent….!!

 10. nayan panchal says:

  Very nice article again from Ganatra saheb.

  Yes, life is full of equations need to be solved using variables like logic, commen sense, love, relationships etc.

  Thanks a lot.
  nayan

  Mrugeshbhai, how to type in Gujarati here?

 11. Sakhi says:

  Very true and clear .

 12. Jigna says:

  I Can’t find Gujarati keyboard.

  This story remind me my Math teacher Mr. Rana. Who also used to make us interested in Math subject by making joke or story. otherwise would have been very difficult subject to understand. like “>” spell “G” in gujarati and “<" similar to "L" in gujarati language.

 13. શિક્ષક એ સમાજનો પાયો છે.

  જ્યારે જાગૃત શિક્ષક વિદ્યાર્થીઓને મળે ત્યારે વિદ્યાર્થીઓનુ શૈક્ષણિક કાર્ય અડધું થઈ જાય છે.
  શિક્ષકને ભણાવવાનો ઉત્સાહ અને વિદ્યાર્થીઓને ભણવાનો.

  સમાજનું ઘડતર કરવામાં શિક્ષકનું યોગદાન સરાહનીય છે.

 14. pateldilip says:

  ખુબ સરસ્

 15. prathmesh patel says:

  ખુબ સરસ લેખ. this inspired me to resolve my issues. as well.

 16. Bhavesh Thaker-Rajkot says:

  Khubaj saras story che..
  Ganatra saheb ni story to hu nanpan thi vachto Aaviyo chu….
  Story vachi ne mane mara balpan na divso yaad aavi gaya….
  Balpan ma maru pan maths week hatu…mara fathere mara mate amari aarthik stithi kharab hati to pan ek
  Guruji nu tution rakhavi didhu hatu…Vakat jata mane pan mathes sahelu lagva lagiyu…
  Atiyare hu ek sari company ma sara hodda par chhu …te Guruji ne karne j …
  Tethi Ganatra saheb ne mara thanks again…

 17. Ashish Dave says:

  Was this a repeat story? I though I read this before on Readgujarati?

  જ્ઞાનની તરસ જગાડે તે ગુરુ…

  Ashish Dave
  Sunnyvale, California

 18. Umang says:

  very nice story…….

 19. Dharmendra says:

  જીવન જીવવાની અને જીતવાની જડીબુટ્ટી આપતી આ વાર્તા ખૂબ ગમી..

  ધર્મેન્દ્ર પટેલ
  ન્યુ જર્સી

 20. Merry Shah says:

  Very nice atical, I remember my schooldays too. Also, i am not good in math but good in other field, it helpa me to survive.

 21. manan says:

  Above all, the moral that put at the end of the story, that a mathematician and a nice teacher explained to the third generation is important”. The positive approach to the life may solve the problems of the life by considering different dimensions of the probable solutions – As a mathematician generally does in his work ” really nice thought. Thank You Ganatra Saheb.

 22. JALPA GONDALIA says:

  I LIKE THIS STORY.

 23. nilesh patel says:

  આજ કાલ આવા સાહૅબૉ ક્યા છ. મારિ સ્કુલ મા પન ગુજ્રરાતિ ના સાહેબ હતા. વિ. એમ્ ઝવેરિ સાહેબ્. જે કાયમ જિન્દગિમા ઉપયોગિ આવે તે જ રિતે ભનાવતા.

 24. jitendra patel says:

  This story is realy best and inspirate us how to face any problems in life. Every situation in life when we be in trouble we have to think the other ways, by this we could get the right way ! !

 25. tilumati says:

  ખુબ જ પ્રેરણાદાયક વાત છે. આવા શિક્ષકો સમાજના સાચા ગુરૂ છે.

 26. Shuchi says:

  ખુબ સુન્દર્!!!!! જિવન વિશે જે ચ્હેલ્લુ વાક્ય ચે તે ખરેખર સમજ્વા જેવુ અને ઉતારવા જેવુ ખુબજ સરસ ફિલોસોફિ ચ્હે.

 27. shruti soni says:

  ખુબ જ સુન્દર વત્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.