નવું વિચારતાં ડરો છો ? – વર્ષા પાઠક

[પુન: પ્રકાશિત]

‘આપણે તો ભાઈ વર્ષોથી આ જ નિયમ પાળ્યો છે કે સવારે બરાબર સાડા સાત વાગ્યે ઘરેથી નીકળીને ઑફિસે જવું અને સાંજે છના ટકોરે પાછા ઘરે હાજર થઈ જવું. અઠવાડિયાના સાતેય દિવસનો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું મેનુ લગભગ નક્કી જ હોય. કોઈ વાર મહેમાન આવી જાય, ઘરમાં સાજામાંદા હોય તો એમાં ચૅઈન્જ થાય. મહિને એક વાર ઘરના બધાએ સાથે ફિલ્મ જોવા જવાનું અને બહાર જમવાનું….. બહારના બધાય કહે કે ભાઈ, માન ગયા તુમ કો ! તમે તો ખરી રેગ્યુલર લાઈફ જીવો છો !’

ચહેરા પર ગૌરવમિશ્રિત સ્મિત સાથે એક ગૃહસ્થ પોતાની દિનચર્યા, જીવનશૈલી વર્ણવી રહ્યા હતા. બોલતાં બોલતાં એમણે સામે બેઠેલી પત્ની સામે જોયું, ‘મેં તો લગ્ન પછી તરત જ કહી દીધેલું કે બીજા ભલે ગમે તે કરે, પણ આપણે ડિસિપ્લિન્ડ લાઈફ જીવવાની. આપણે રહીશું એમ જ આપણાં સંતાનો પણ….’

ગૃહસ્થનો વાણીપ્રવાહ એક દિશામાં અસ્ખલિત વહી રહ્યો હતો એમના જીવનની જેમ જ. સામે પત્નીના ચહેરા પર નિર્લેપતાના ભાવ હતા. કદાચ એ આ સંભાષણ અનેક વાર સાંભળી ચૂકી હશે. વર્ષોથી જીવાઈ રહેલી શિસ્તબદ્ધ જિંદગીનો આ પણ એક હિસ્સો હશે.

મહેમાનો સાથે લગભગ આવી જ વાતો કરવાની, જમવાનું, વિદાય આપવાની, મોડું થઈ જાય અને કામવાલી બાઈ જતી રહે તો જાતે રસોડાની સાફસફાઈ કરી નાખવાની. ભગવાનનું નામ લેવાનું અને મૉર્નિંગ એલાર્મ મૂકીને પથારીમાં લંબાવી દેવાનું. બીજે દિવસે સોમવાર હોય તો હસબન્ડના ટિફિનમાં ભાખરી સાથે કઠોળ મૂકવાનું, દીકરાને સ્કૂલે મોકલવાનો, ધોબીનો હિસાબ કરવાનો… બધું બરાબર ગોઠવાયેલું. આજે, કાલે, પરમ દિવસે…..

ખરેખર એને આ રીતે જીવવામાં મજા આવતી હશે ?
આમ જુઓ તો કોઈ દુ:ખ નથી. ઘરમાં કંકાસ નથી. પતિ સારું કમાય છે, દીકરો ભણવામાં હોંશિયાર છે. ભવિષ્યની ચિંતા નથી. પતિદેવે કંડારી રાખેલી કેડી પર ચાલ્યા કરે તો આખી જિંદગી આમ જ શાંતિપૂર્વક નીકળી જવાની, પણ ખરેખર એને આવી શાંત, એકધારી, ઘરેડ બની ગયેલી જિંદગી ગમતી હશે ?

બાવીસ વર્ષની ઉંમરે પરણી ગયેલી એ સ્ત્રી અત્યારે પાંત્રીસની થઈ છે. આ તેર વર્ષમાં એને ક્યારેય નિયમ તોડવાની ઈચ્છા નહીં થઈ હોય ? કોઈ વાર એને કંઈ unexpected, implusive લાગે તેવું કરવાનું મન નહીં થયું હોય ?

પતિ ભલે સાંજે છને ટકોરે ઘરમાં હાજર થઈ જાય, પણ હું આજે ફ્રૅન્ડને ઘરે મોડે સુધી બેસીને વાતો કરીશ….. આજે રસોઈ નહીં બનાવું, ઘરમાં કહી દઈશ કે ફોન કરીને રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવી લઈએ. કાલે સવારે મોડી ઊઠીશ…. આ મહિને બજેટની ઐસીતૈસી કરી નાખીને પણ પેલે દિવસે સ્ટોરમાં જોયેલી અને બહુ ગમી ગયેલી પર્સ ખરીદી લઈશ….. હસબન્ડને કહી દઈશ કે આ બે દિવસ તમારી શિસ્તને પડતી મૂકો અને ચાલો, બહાર ફરવા ઊપડી જઈએ, કોઈ પ્લાનિંગ વિના…..

આવો વિચાર ભૂલેચૂલે એ ડિસિપ્લિન્ડ હસબન્ડની ડિસિપ્લિન્ડ અર્ધાંગિનીને આવ્યો હશે ?

પતિને પૂછો તો માથું ધુણાવીને કહી દેશે : ‘ના રે, માય વાઈફ ઈઝ નૉટ લાઈક ધૅટ !’ પત્નીને પૂછો તો કદાચ બીજાની હાજરીમાં એ ના પાડશે, કદાચ આટલાં વર્ષોની આદતથી મજબૂર છે તો ખાનગીમાં પણ ના પાડી દેશે, પરંતુ પછી એકલી પડતાંની સાથે જ એ પોતાની જાતને આ સવાલ પૂછશે અને પ્રમાણિક જવાબની અપેક્ષા રાખતી હોય તો અંદરથી એક ઝીણો, દબાયેલો અવાજ સંભળાશે : ‘કોઈ કોઈ વાર મન થાય છે…..’

સાચું પૂછો તો આપણને બધાંને ક્યારેક તો આવી ઈચ્છા થવી જોઈએ. સ્ત્રીને અને પુરુષને પણ ! વરસોનાં વરસ સુધી આપણે એકસરખી ઘરેડમાં જીવ્યા કરીએ છીએ. આ રફતારને શિસ્ત, સિક્યોરિટી, શાણપણ જેવાં રૂપાળાં નામ આપીએ છીએ, પરંતુ વાસ્તવિકતામાં એ આપણો ડર છે, અજાણ્યા રસ્તે જવાનો ! Fear of unknown ! એટલી હદ સુધી કે કોઈ નવા વિચારને પણ આપણે ભાગ્યે જ મગજમાં આવવા દઈએ છીએ.

ઘરથી ઑફિસ કે ઘરથી માર્કેટ સુધી અનેક રસ્તા જતા હશે, પણ આપણામાંથી કેટલા જણ એ બધી ગલીકૂંચીમાંથી, કમસે કમ એકાદવાર પણ, પસાર થવાનો પ્રયત્ન કરીએ છીએ ? રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ મેનુ-કાર્ડમાંથી હંમેશા અમુક, ચાખેલી-પારખેલી વાનગીઓ જ મંગાવવાનો આગ્રહ રાખીએ છીએ. એક જ હેરસ્ટાઈલને વળગી રહીએ છીએ, ઘરમાં ફર્નિચરની જગ્યા સુદ્ધાં બદલતાં નથી.

અહીં માત્ર કોઈ નિયમ તોડવાની વાત નથી. વાત છે કે તમે ક્યારેય તમારા સેટ રૂટીનમાંથી બહાર જઈને વિચારો છો ? થોડા સમય પહેલાં એક પૉસ્ટર જોયેલું, એમાં લખેલું : How many new ideas you had this week ? અને ખરેખર આપણામાં એવા અનેક લોકો હશે કે જે આના જવાબમાં કહેશે : ‘Not a single one !’ એક અઠવાડિયું તો ઠીક, એક આખા મહિના-વરસમાં પણ એકેય નવો વિચાર ન આવ્યો હોય એવા માણસો પણ દુનિયામાં જીવે છે. તમે એમાંના એક છો ?

જે નવું વિચારતા નથી એ નવું જાણતા નથી. એક જ રસ્તે ચાલ્યા જનારને વર્ષો સુધી ખબર નહીં પડે કે બીજા રસ્તા પર સરસ મજાનો ગાર્ડન છે અને જે નવું જાણતા નથી એ કદાચ નવું કરતા પણ નથી, એમને પેલા ગાર્ડનમાં જઈને પક્ષીઓના અવાજ સાંભળવાની, નવા માણસોને મળવાની, ખુલ્લી હવામાં ખુલ્લા પગે ચાલવાની તક નથી મળતી. કદાચ એ બહાનું કાઢશે કે રૂટિનમાંથી બહાર આવીએ ત્યારે નવું વિચારવાની તક મળે ને ? પણ આ ખરા અર્થમાં બહાનું જ છે. કંઈ નવું વિચારવા માટે દિવસો કે કલાકોની જરૂર નથી પડતી. આપણે જેને કમ્પલસરી રૂટીન કહીએ એ તો વધુમાં વધુ સવારના છ વાગ્યાથી શરૂ થઈને રાતે બાર વાગ્યા સુધીમાં પતી જતું હોય છે અને દર વખતે શરીર અને મન એટલાં થાકેલાં નથી હોતાં કે નવું વિચારવાની શક્તિ ન રહે ! હકીકત એ છે કે આપણે દિમાગના દરવાજા બંધ કરી દઈએ છીએ કે નવું કરવાથી કંટાળીએ છીએ કે પછી સેફ રૂટીનમાંથી બહાર નીકળતાં ડરીએ છીએ !

ખોટું લાગતું હોય તો આજે રાતે સૂતાં પહેલાં કે કાલે સવારે ઊઠીને ખુદને પૂછી લેજો : ‘જીવનમાં નવું શું છે ?’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક દૂજે કે લિએ – અવંતિકા ગુણવંત
પત્ની-પારાયણ : નીલેશ રાણા Next »   

21 પ્રતિભાવો : નવું વિચારતાં ડરો છો ? – વર્ષા પાઠક

 1. dr sudhakar hathi says:

  namaskar
  ektharu jivan kantala janak bani jay chhe life ma thrill hovi joiye niyamo todvani pan ek maza chhe ghani na bel ni jem jiv vathi koi progress nathy
  dr sudhakar hathi
  jamnagar

 2. Mukesh Pandya says:

  મૃગેશભાઈ, તમે ખૂબ જ સારી વાત લાવ્યા છો. નિયમીત જીવન જીવવામાં આવો અભાવ ક્યારેક આવી જાય છે, ખાસ કરી ને જીવનની સંધ્યાએ, કે જ્યારે રખડપટ્ટી કરવામાં તંદુરસ્તી સાથ નથી આપતી, અને રૂટીન કામ એક આદત બની જાય છે. આજે જ્યારે મારાં સંતાનો પોતાની રીતે સેટ થઈ ગયાં છે ત્યારે અમે બન્ને રૂટીન તોડી ને રખડવાની મજા લઈ લઈએ છીએ.

 3. Chintan Parmar says:

  very good article.

 4. panna vyas says:

  ઓહ્ આ લેખમા તો ખુબસુરત પિક્ચરનિ yaad avi gayi.
  enjoyed a good article.

 5. કંઈક નવું કરવાનો..વિચારવાનો વિચાર સારો છે પણ આપણે ઘરેડમાં જીવવા ટેવાયેલા છીએ.

  આપણે ત્યાં કહેવત છે…

  ગુજરાતીઓ આરંભે શુરા…!!

  જો કે હવે છેલ્લાં ૨૦-૨૫ વર્ષથી માહોલ બદલાયો છે.
  ગુજરાતમાં બદલાયેલું વાતાવરણ આ વાતની સાક્ષી પુરે છે.

  વિતેલા વર્ષોની ઘણી કહેવતો અપ્રાસંગિક બની ગઈ છે.

  ટહુકો.

  ફરે તે ચરે બાંધ્યું ભુખે મરે.

 6. Dhaval B. Shah says:

  સરસ લેખ.

 7. nayan panchal says:

  નવુ નવુ વિચારતા રહો, નવુ નવુ કરતા રહો, ૩૫ વર્ષની ઉંમરે નાનપણની રમત રમવાનુ મન થાય તો રમી લેવી (ઘરેડ જાય તેલ લેવા), જીવન તો એકવાર જ જીવવાનુ છે.

  સરસ લેખ.

  નયન

 8. Chirag Patel says:

  Changes are constants – If the water is in idle state – its starts to turn green and starts to stink – if its constantly on move – it’s beautiful – Changes are though out the universe and they are always and ongoing – People should not get into “routine” life style – then you become a machine rather than human – at that point you stop appreciating heavenly glory – Changes are laws of mother nature…

  Thank you,
  Chirag Patel

 9. Vaishali Maheshwari says:

  Very nice article Varshaben and very true too.

  “જે નવું વિચારતા નથી એ નવું જાણતા નથી. ”

  We all need to cultivate new thoughts in our minds. Take risks, accept challenges and enjoy our lives to the fullest.

  Some famous routine related quotes, that gives support to Ms. Varsha Pathak’s thoughts:

  “The less routine the more life.” – Amos Bronson Alcott

  “Habit and routine have an unbelievable power to waste and destroy.” – Henri de Lubac

  “When there is freedom from mechanical conditioning, there is simplicity. The classical man is just a bundle of routine, ideas and tradition. If you follow the classical pattern, you are understanding the routine, the tradition, the shadow – you are not understanding yourself.” – Bruce Lee

  “As long as habit and routine dictate the pattern of living, new dimensions of the soul will not emerge.” – Henry Van Dyke

  Thank you Ms. Varsha Pathak.

 10. javed says:

  New activities bring energy-blast to life and also give you new friends, dude, I would say, they are dead – completely dead bodies, who live routine life. Is this life? We are not machines, human bodies, actually any animals are not programmed for routine life. It makes you rigid, creates empty mind, makes emotionless relationship, keeps away good friends…good health .. Astu.

 11. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  ઉમદા વિચાર છે.
  ઘરેડમાંથી બહાર નીકવા માટે ચેઈન્જ જરુરી છે.
  ચેઈન્જથી આરામ અને આનંદ બન્ને મળસે.
  Change of work is Rest.
  વર્ષાબેન બરાબર વરસો.
  આભાર.

 12. ઈન્દ્રેશ વદન says:

  લેખકે પોતાનું જ મનોમંથન રજુ કર્યુ લાગે છે !
  પણ, તેઓ એ નક્કી નથી કરી શક્યા કે રોજ શું નવું કરવું?
  Maybe for a change, તેમણે ‘પકાઉ’ લેખ લખવાના બદલે, કંઈક રસપ્રદ લખવું જોઈએ. 🙂

 13. Ashwin Barad says:

  This is comon problem for many of us But Good One Think Diferntly-Live Diferntly

 14. vaishnav priti says:

  હેલ્લો,
  બહુજ સરસ લેખ હતો,મજા આવિ આવિ ગઇ.લાગ્યુ કે મારિજ વાતો લખિ હોઇ.
  ખુબ્જ આભર્.
  હવે હુ બદ્લવા કોશિશ કરિશ્.

 15. Hitesh Mehta says:

  kharekhar apane kadi aapni ghared mathi bahar avavano prayatn nahi karta. bahuj saras vat che. jivanma darek rango hova joia.” ak kedi nahi anek kedi a chali nava rastani ronak roj navi jania ” khub saras…

 16. Shraddha says:

  Yes…. very true…. we r afraid to change our life style… yes we want change but if it done something done then.. this type of fear we face in heart of one corner… correct…

  But its necessary to change…. its make life more beautiful and yes testy also…. We just have to ready our self to test that new test at once….. just try to do so… once.. its really nice…

  Me also face this type of problemm.. i want chance but condition is… it must to good.. not want to take single chance for bad things….

  But yes……… Life need change….. for batter tomorrow… and make today more beautiful then the yesterday…

  All the best to make new change in ur life and yes to me also… Lets go and try to do so…….. GOD is with us….

 17. Ashish Dave says:

  Nothing wrong in changes…just the direction should be right. Gandhiji once said: Be the change that you want to see in the world.

  Ashish Dave
  Sunnyvale, California

 18. Parsh says:

  Very true,

  If we try new things that will give some new excitement. But that doesnt always give the fulfillment… We need to come out of comfort zone and try doing things dont like will be better one

 19. vasudha vanol says:

  Varsha ben,

  its really great article from you, we like change in our life but we always afraid to change our schedule & our thoughts. may be its create some problem. but we dont think that life is game we dont know whats happen in future. so why we live as machine. જેવા પડશે એવા દેવાશે.

 20. Bhalchandra, USA says:

  Chile chile Gadi Chale, Chile chale Kaput
  Ae chile na chale, ghoda, sinh, saput

  This Gujarati doho approves this article!

 21. Purvi says:

  Wistfull thinking by a lot of you!

  If you are willing to live with the constant creative tension of making spontaneous decisions the whole day, welcome to the unbeaten path….

  તમારા જૂના થતા કે નવા વિચારો જીવન ના દરેક પાસા અને દરેક કલાક માં ઝલક્શે, ખાલી મહિને બે દિવસ નિયમ તોડવા થી એ નહી બદલાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.