જીવન – કિરીટ ગોસ્વામી

જીવન, પળ પળ બદલે રૂપ…
એ જ નથી સમજાતું
એનું સાચું કિયું સ્વરૂપ ?
આંસુભીની એક ઘડી
તો બીજી ઉત્સવ સરખી !
રોજ ખૂલે સંજોગ નામની
અણધારી જ ચબરખી
લાખ સવાલો ઘૂંટયા કરતું મન આ, બેઠું ચૂપ !
જીવન, પળ પળ બદલે રૂપ….
કોઈ ઉખાણું માની બૂજે,
કોઈ સફર કહી ચાલે !
કોઈ વળી, બેપરવા નખશિખ-
નિજમસ્તીમાં મ્હાલે !
રૂપ હજારો જોઉં નિરંતર, અન્તે તોય અરૂપ !
જીવન, પળ પળ બદલે રૂપ…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’
સુસ્વાગતમ – તંત્રી Next »   

11 પ્રતિભાવો : જીવન – કિરીટ ગોસ્વામી

 1. dr sudhakar hathi says:

  જિવાન પલ પલ
  મા બદલ્યા કરે બદલવુ એજ જીવન જો બદલતુ ના હોત તો કન્તાલા જનક બનીજાત
  સુધાકર હાથી

 2. ખુબ સરસ

  “જીવન, પળ પળ બદલે રૂપ…..”

 3. aarohi says:

  very nice poem. i like this very much. touchable.

 4. hardik says:

  ખુબ જ સરસ

 5. kinjal says:

  અતિ સુંદર
  જીવન ની આ જ મજા છે.

 6. nayan panchal says:

  જીવન તો વહેતી નદી જેવુ છે. જેમ નદી હર પળે બદલાતી રહે છે, તેમ જીવન પણ કોઈ પણ બે ક્ષણે એક સરખુ નથી હોતુ.

  સુંદર રચના,
  નયન

 7. Niraj says:

  વાહ વાહ…

 8. himanshu says:

  સુન્દર

 9. Jagdishgiri Gosai says:

  I like this very much.

 10. naresh(Dubai) says:

  સ્ત્ય ન્ગ્ન સ્ત્ય્………so tryue……….i like this poem lot.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.