ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’

ખુદ સમંદર ઉડીને નદીને મળે,
કાર્ય એવું ઉપાડી લીધું વાદળે.

ફૂલને એણે કરમાવાં દીધાં નહીં,
સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે.

સિંધુ બનવાની એની તરસ જોઈને,
રણને છલકાવી દેવું પડયું મૃગજળે.

ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર,
તારલા પણ હશે આંખના કાજળે.

ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે,
એટલે ઘરને બાંધી દીધાં સાંકળે.

જે હ્રદયના હિમાલયથી ઉતરી પડી,
એ ગઝલગંગા ઝીલી લીધી કાગળે.

દાટી દીધાં કબરમાં જે બેફામને
એ કયામત થતાં જીવતાં નીકળે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફૂલ દીધાનું યાદ – વિઠ્ઠલ પંડ્યા
જીવન – કિરીટ ગોસ્વામી Next »   

6 પ્રતિભાવો : ખુદ સમંદર – બરકત વીરાણી ‘બેફામ’

 1. Harshad Patel says:

  Gazal has deep and profound meaning. Enjoyed it.

 2. Chirag Patel says:

  WOW! Excellent

  Thank you,
  Chirag Patel

 3. બેફામને વાચવા કરતા માણવાનો આનદ અદભૂત હોઇ છે. આ ગઝલ લખીને બેફામ ઝાકળમા નાહ્યા હશે એમ કહિ શકાય.

  રમેશભાઈ ચાપાનેરી (‘રસમજન )
  કવિ-લેખક-હાસ્ય કલાકાર વલસાડ

 4. nayan panchal says:

  ખૂબ ખૂબ સુંદર ગઝલગંગા.

  ફૂલને એણે કરમાવાં દીધાં નહીં,
  સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે.

  આભાર,
  નયન

 5. kavita bhatt says:

  સુપર્બ…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.