સુસ્વાગતમ – તંત્રી

multicolor

પ્રિય વાચકમિત્રો,

જૂન મહિનો એટલે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત. નવું દફતર, નવી વોટરબેગ, નવા પુસ્તકો, નવો કલાસરૂમ – બરાબર એ જ રીતે, નવું રીડગુજરાતી, નવું લે-આઉટ, નવા વિભાગો અને નવી સુવિધાઓ ! પણ મિત્રો (એટલે કે તમે) તો એના એ જ ! તેથી પુન: આપ સૌનું રીડગુજરાતી પર સ્વાગત છે.  છેલ્લા એક સપ્તાહથી રીડગુજરાતીના તમામ વિભાગોને નવું સ્વરૂપ આપવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે જે હવે પૂરું થવામાં છે. આપ જોઈ શકો છો કે રીડગુજરાતી પર 2005 થી 15-જૂન-2009 પહેલાં પ્રકાશિત થયેલા તમામ લેખોના સાહિત્ય વિભાગને ‘સંગ્રહિત લેખો’ એવું નવું નામ આપવામાં આવ્યું છે.  તમામ લેખોનું ભારણ એક વિભાગ પર ન રહે તે માટે ટેકનિકલ કારણો સર આમ કરવું જરૂરી બન્યું હતું. આ સંગ્રહિત લેખોમાં (archieves) કુલ 2475 લેખો અને આશરે 31000 જેટલા વાચકોના પ્રતિભાવોનો સમાવેશ થાય છે.  રોજેરોજના તાજા લેખો હવે ‘નવા લેખો’ નામના નૂતન વિભાગમાં પ્રકાશિત કરવામાં આવે છે. કોઈ પ્રકારની ટેકનિકલ સમસ્યા ન સર્જાય તે માટે આ સંગ્રહિત લેખોની અનુક્રમણિકા તેમજ કોમેન્ટ લખવાની સુવિધા તે વિભાગ પૂરતી બંધ કરવામાં આવી છે. તેમ છતાં, આ તમામ જૂના લેખો આપ મહિના-પ્રમાણે કે સાહિત્ય-પ્રકાર પ્રમાણે કરેલી ગોઠવણી દ્વારા સરળતાથી વાંચી શકો છો.  જે વાચકમિત્રો RSS Feed નો ઉપયોગ કરતા હોય તેમને અહીં લેખને અંતે  આપેલું નવું સરનામું નોંધી લેવા વિનંતી છે.

રીડગુજરાતીના નવા સ્વરૂપમાં વાચકોને કુલ છ રંગોની પસંદગી આપવામાં આવી છે. આપ આપના મનગમતા લે-આઉટમાં રીડગુજરાતી વાંચી શકો છો. આ સાથે, ગુજરાતી ટાઈપિંગ માટેની સુવિધામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. તેના દ્વારા આપ ગુજરાતી ટાઈપિંગની સાથે ટૂલબારની મદદ વડે લખાણને યોગ્ય સ્વરૂપમાં ગોઠવી શકો છો. (ટૂંક સમયમાં ત્યાં ‘save’ ની સુવિધા પણ આપવામાં આવશે.) એ જ રીતે ડાઉનલોડ વિભાગને નવા પુસ્તકોથી સુસજ્જ કરવામાં આવ્યો છે. ગુજરાતી વેબસાઈટ્સ ની યાદીને વધારે માહિતીપ્રદ બનાવવામાં આવી છે.  સંપર્ક વિભાગને નવુ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તેમ છતાં હજુ, પ્રેસવિભાગ સહિત અન્ય નાના-મોટા વિભાગોનું કામ ચાલી રહ્યું છે. લેખો મોકલવા માટે એક નવી સરળ સુવિધાનો પણ ઉમેરો કરવામાં આવશે. અગાઉ આપવામાં આવેલી ઈ-મેઈલ અને પ્રિન્ટની સુવિધા ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે. પરંતુ આ બધું તૈયાર થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની જરૂર નથી, કારણ કે આવતીકાલથી (મંગળવાર) આપણે માણીશું રોજ નવા બે લેખો, અહીં આ જ ‘નવા લેખો’  વિભાગમાં. આપના સૂચનો અને પ્રતિભાવો સદા આવકાર્ય છે. કૃપયા નીચેની વિગતો નોંધી લેશો :

સંગ્રહિત (જૂના) લેખોનો વિભાગ :
http://archive.readgujarati.in/sahitya/

રોજેરોજ પ્રકાશિત થતા નવા લેખોનો વિભાગ :
http://archive.readgujarati.in/sahitya2/

જૂના લેખોની RSS Feed :
http://www.readgujarati.com/sahitya/?feed=rss2

નવા લેખો માટે RSS Feed :
http://archive.readgujarati.in/feed/

આ અંગે આપને કોઈ પૂછપરછ કરવી હોય તો કૃપયા સંપર્ક કરો :  Contactus

લિ.
તંત્રી, રીડગુજરાતી.કોમ
મૃગેશ શાહ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન – કિરીટ ગોસ્વામી
અસ્મિતાનો એક વાલી – મીરા ભટ્ટ Next »   

20 પ્રતિભાવો : સુસ્વાગતમ – તંત્રી

 1. Vaishali Maheshwari says:

  Mrugeshbhai,

  Congratulations to you for the new look of the website.

  We will continue તો enjoy reading and learning from this website.

  Thank you once again for all your efforts.

 2. નવુ લેઆઉટ સુંદર છે. બધા વાચકોને લેખ શોધવામાં અને અન્ય સુવિધાઓના ઉપયોગમાં સરળતા રહે તેવુ છે.

  આભાર

 3. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  નવા અવતાર માટે ખૂબ ખૂબ અભિનન્દન.

  જેમ નવી નોટ્બુક્સ ટેક્સબુકમાં છાપકામ ની સુગન્ધ આવે છે તેમ રીડ ગુજરાતીના નવા અવતારમાં પણ સુગન્ધ આવે છે. કઇક નવું કરતા રહેવું જરૂરી છે.

  અમારા તરફથી કોઇ પણ પ્રકારની જરૂરિયાત હોય તો ચોક્કસ થી જણાવશો.

  આભાર

  તરંગ ભાલચન્દ્ર હાથી, ગાંધીનગર.

 4. chetu says:

  નવા લેઆઉટ બદલ હાર્દિક અભિનંદન …

 5. મૃગેશભાઈ,
  સૌ પ્રથમ નવા અવતાર{look} માટે Congratulations.
  ખુબ ખુબ મહેનત કરી છે અને તે દેખાય છે. ઘણી નાની નાની વાતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
  ખુબ ખુબ………..ખુબ જ સરસ.
  Thnx a lot…for everything….

 6. dr sudhakar hathi says:

  નમસ્કાર
  નાવુ આવકાર દાયક હોય દરેક દિવસ આનોખો હોય સામાન્ય દિવાસ કેમ /?
  મુરારિ બાપુ નો કરયાક્રમ ક્યરનો પુરો થાયો ચ્હતા હજુ તે સમાચાર કેમ ?
  ડો સુધાકર હાથી

 7. nayan panchal says:

  મૃગેશભાઈ,

  રીડગુજરાતીનો નવો અવતાર ઘણો સરસ છે. આશા છે કે હવે આ અવતાર આપને વધુ તકલીફ તો નહી જ આપે અને વાચકોને નવી નવી સુવિધાઓ પણ આપશે.

  ખૂબ ખૂબ આભાર,
  નયન

 8. vaishnav priti says:

  oh my GOD!!!!!
  such a lovely out look,I had never seen on this net world.
  It attrects you more to read again and again.
  congratulations.

 9. Neha says:

  અભિનંદન મૃગેશભાઈ!

 10. Ramesh Patel says:

  રીડ ગુજરાતી ભાતીગળ રંગ અને મધુર સ્વાદથી શોભી રહ્યું છે.
  અભિનંદન શ્રી મૃગેશભાઈ
  કાવ્ય માળાથી શણગારશો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 11. નવો અવતાર ઘણો જ રૂપાળો છે.
  આપની મહેનત રંગ લાવશે એમાં કોઈ શક નથી.
  વર્ડપ્રેસ પર જોઈએ એટલી તૈયાર થિમ/લે-આઉટ મળી રહે એમ હોવા છતાં કંઈક અલગ કરવાની અને નવિનતા લાવવાની ધગશને દાદ આપવા આ કહેવાતા લેખક પાસે પણ શબ્દો નથી!

  મા સરસ્વતિની આપના કૃપા રહે એ જે પ્રાર્થના! અમારા લાયક કોઈ કામકાજ હોય તો જણાવશો.

 12. Hema Bhatt says:

  New layout is very nice.
  Hema

 13. Vraj Dave says:

  શ્રીશાહસાહેબ,
  આપના નવાકલેવરને વાંચકો પ્રતિભાવથી વધાવસે.બનીગયા પછી બધુ સહેલુ છે, બનાવવું ધણું અધરું છે.
  ખુબજ જમાવટ છે.
  અભિનંદન સાથે આભાર્.

  વ્રજ દવે

 14. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  તરવરીયા મૃગેશભાઈ,
  દિલનો ખજાનો વ્હેંચવા નીકળ્યા છો.
  સહુને આનંદિત કરો છો.
  બીજાને શું ગમશે?
  ખૂબજ ધ્યાન રાખો છો.
  આપ કોઈપણ મંઝિલ પાર કરી શકો છો.
  પરમકૃપાળુ પરમાત્મા સાહસવીરનો ખભો થાબડેજ!
  હાર્દિક અભિનંદન.

 15. બ્યુટી પારલરમાઁ જઈ નીખરેલુઁ “રીડ ગુજરાતી “વધુ ગમ્યુઁ keep it up

 16. મૃગેશભાઈ,
  નવું કલેવર ખુબ સુંદર … નિસ્વાર્થ ભાવે લોકોને સાહિત્યની લ્હાણ કરાવતી આ સાઈટ પાછળ આપનો પ્રેમ અને પરિશ્રમ બંને જોઈ શકાય છે. નવદંપતીને આશીર્વાદ આપતી વખતે પૂતો ફલો કહે એ રીતે રીડગુજરાતીને સાહિત્યે ફૂલો-ફલો એમ કહેવાની જરૂર ખરી ? તમારા આ યજ્ઞકાર્ય માટે ફરીથી હાર્દિક અભિનંદન.
  એક સૂચન – ગુજરાતી વેબસાઈટની યાદીમાં સ્વર્ગારોહણનો સમાવેશ થશે તો આનંદ…

 17. Janki says:

  woww.. nicee one.. i like this layout. congrates and thanks for your hardwork.. keep it up 🙂

 18. મ્રુગેશ ભાઇ રીડ ગુજરાતી. નો નવો Look ખુબજ સરસ છે. Keep it Up and Best of Luck.

 19. sudha lathia/bhalsod says:

  Congratulations to you for the new look of the website.

  We will continue તો enjoy reading and learning from this website.

  Thank you once again for all your efforts.

  ‘ઝકાશ યાર મજા પડિ ગયો ‘
  your work is excellent

  I really appreciate your work

  sudha Lathia/Bhalsod London

 20. kantilal kallaiwalla says:

  Personally not only I like but I value,respect and praise the service(in all possible forms) Shreeyut Mrugeshbhai Shah has provided to Gujrati Reading People. All his efforts deserve PRAIZE. On behalf of all readers (without their permission)of this website I congratulate shreeyut mrugeshbhai Shah

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.