નાલાયક – નીલમ દોશી

[ ગુજરાતી સાહિત્યકૃતિના અંગ્રેજી અનુવાદો થતા ઘણા સાંભળ્યા હશે પરંતુ જો કોઈ કૃતિનો સંસ્કૃત અનુવાદ થાય એ ઘટના ખરેખર વિરલ જ ગણાય ! તાજેતરમાં જાણીતા સાહિત્યકાર નીલમબેન દોશીની આ પ્રસ્તુત વાર્તા સંસ્કૃતમાં અનુવાદીત થઈને બૅંગલોરથી પ્રકાશિત થતા એક સંસ્કૃત સામાયિકમાં સ્થાન પામી છે જે ખૂબ ગૌરવની વાત છે. આ વાર્તા સાથે તેનો સંસ્કૃત અનુવાદ પણ વાર્તાના અંતે આપવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે નીલમબેનનો (ભુવનેશ્વર, ઓરિસ્સા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

દરેક માતા પિતાની જેમ ભદ્રકભાઇ અને નિમાબહેને પણ સ્વપ્નો જોયા હતા કે પુત્ર ભણીગણીને કમાતો થશે પછી પોતાને નિરાંત થશે. ….અને ભણીને પલાશને સારી નોકરી મળી જતાં તેમણે શાંતિ અનુભવી. પલાશની પત્ની વન્યા સુંદરને સાથે સંસ્કારી પણ હતી..જો કે લગ્નના થોડા જ સમયમાં પુત્રની બદલી મોટા શહેરમાં થતાં તેને જુદા રહેવાનું થયું. પરંતુ તેનો કોઇ ઉપાય નહોતો. નોકરી કરવી હોય તો ગમે ત્યાં જવું તો પડે જ ને ? આમ વન્યા અને પલાશ શહેરમાં ગયા.

ભદ્રકભાઇની પુત્રી પ્રાચી પણ હવે યુવાન થઇ હતી. તે કોલેજના છેલ્લા વરસમાં હતી. ભદ્રકભાઇ નોકરીમાંથી રિટાયર થઇ ગયા હતા. પેન્શનમાંથી ઘર આરામથી ચાલતું હતું. જો કે પૈસાની બાબતમાં ભદ્રકભાઇનો હાથ પહેલેથી જ બહુ છૂટો હતો. પૈસાની બહુ દરકાર તેમણે જીવનમાં કયારેય નહોતી કરી. અને સદનસીબે તેમની જરૂરિયાત ગમે તે રીતે હંમેશા પૂરી થઈ જતી. વળી, દીકરીના લગ્ન માટે તો ભાઈ સારું કમાતો જ હતો ને ? તેથી નિમાબહેન કે ભદ્રકભાઇને બહુ ચિંતા નહોતી. સદનશીબે વહુ પણ સારી મળી હતી. દર મહિને પુત્ર પૈસા મોકલવાનું ચૂકતો નહીં. બહેન પ્રાચી માટે ભાઇને ખૂબ લાગણી-પ્રેમ હતાં. ભાઈ-બહેન વચ્ચે લાગણીનું ઝરણું વહેતું રહેતું. વારતહેવારે કે જયારે પણ રજા મળે ત્યારે પલાશ અને વન્યા ઘેર જરૂર આવતા અને ઘર બધાના સંયુકત હાસ્યથી ગૂંજી રહેતું. કુટુંબમેળાના અમીછાંટણાથી ઘરની દીવાલો પણ જાણે રંગીન બની જતી. આમ, સુખી પરિવાર પોતાના નાનકડા માળામાં કિલ્લોલ કરતો હતો. પૈસાની રેલમછેલ ભલે નહોતી, પરંતુ પ્રેમની રેલમછેલ જરૂર હતી. શું સુખી થવા માટે એ પૂરતું નથી ? વન્યા પણ પરિવારમાં દૂધમાં સાકરની જેમ ભળી ગઇ હતી.

પરિવારમાં નાનકડી જલશ્રીના જન્મ પછી તો પલાશ અને વન્યાની સાથે સાથે દાદા, દાદી બનેલ નિમાબહેન અને ભદ્રકભાઇના હરખનો પણ પાર નહોતો. પ્રાચી પછી આજે બાવીસ વરસે ઘરમાં થયેલ શિશુના આગમને સ્વાભાવિક રીતે જ ખુશહાલી લાવી દીધેલ. ભદ્રકભાઇ એ તો પોતાની આદત મુજબ ગજા બહારનો ખર્ચો કરી પુત્રીજન્મને વધાવ્યો હતો. નિમાબહેને જ વહુની ડીલીવરી હોંશથી કરી હતી. કેમકે વહુના પિયરમાં મા-બાપ કે એવું નજીકનું કોઇ સગુ નહોતું. જલશ્રી બે મહિનાની થઇ ત્યાં સુધી વન્યા ત્યાં જ રહી હતી. ઘરમાં રમકડા કપડાં કે બાળક માટે જાતજાતની વસ્તુઓ લાવવામાં દાદા કંજૂસાઇ કરે તેમ કયાં હતા ? વન્યા ઘણીવાર બે મહિનાની છોકરી માટે આવા ખોટા ખર્ચા કરવાની ના પાડતી. પરંતુ ભદ્રકભાઇની એક જ દલીલ રહેતી : ‘ભગવાને અત્યાર સુધી આપ્યું છે. એ હવે પણ આપી જ રહેશે.’ આ ઉપરાંત તેમને બીજો શોખ હતો મિત્રોને ખવડાવવાનો, પાર્ટીઓ આપવાનો. રોજ રાત્રે તેમને ત્યાં દરબાર ભરાતો અને મહેફિલ જામતી. નિમાબહેન અચૂક કંઇ ને કંઇ બનાવી બધાને ખવડાવતા અને બધા મિત્રોને પણ અહીં ભદ્રકભાઇને ઘેર જ વધુ ફાવતું !
બે મહિના પછી વન્યા જયારે પુત્રીને લઇ પાછી શહેરમાં ગઇ ત્યારે શિશુની કિલકારી વિના ઘરઆંગણ જાણે સૂના થઇ ગયા. એક નાનકડું શિશુ આખા ઘરને કેવું જીવંત બનાવી દે છે ! એ સુખદ, સુંદર એહસાસની ખોટ ઘરમાં બધાને સાલી રહી. પણ એનો કોઇ ઉપાય કયાં હતો ? પ્રાચીનું ભણવાનું આ છેલ્લું વરસ હતું. તેની સગાઇ થઇ ગઇ હતી. હવે તેના લગ્ન સારી રીતે થઇ જાય એટલે ભદ્રકભાઇની જવાબદારી પૂરી થાય.

વન્યા ના ગયા પછી એકાદ-બે વાર તો હંમેશની જેમ પલાશના પૈસા આવ્યા. પરંતુ ધીમે ધીમે પૈસા આવવાના અનિયમિત થઈ ગયા અને છેવટે બંધ પણ થઈ ગયા. ‘હવે જવાબદારી વધવાથી પહોંચી શકાતું નથી’ એમ પલાશનો જવાબ આવી ગયો. સ્વમાની ભદ્રકભાઇને દીકરાનો જવાબ આકરો તો લાગ્યો પણ બીજો ઉપાય કયાં હતો ? અંતે વહુ-દીકરાએ ઘર ઘરકી કહાનીની જેમ પોત પ્રકાશ્યું જ – એમ માની માતા-પિતાએ મન મનાવવું જ રહ્યું ને ? બાપે તો દીકરાને ‘નાલાયક’ ગણી તેની સાથે લગભગ બધો વહેવાર બંધ કરી દીધો. કયારેક પલાશ ફોન કરતો તો પણ તેઓ વાત ન જ કરતા. જે દીકરાને આટલી હોંશથી ભણાવ્યો, પરણાવ્યો, પ્રેમ આપવામાં, પોતાના ગજા ઉપરના ખર્ચા કરવામાંયે પાછું વાળીને ન જોયું….તે દીકરો…આજે સગવડ નથી….એમ કહી દે ?

ભદ્રકભાઇને દીકરાનું એટલું ખરાબ લાગી ગયું કે તેની સાથે વાત કરવા પણ તૈયાર નહોતા.
‘દીકરીના લગ્ન બાકી છે પણ વાંધો નહીં ગમે તેની પાસેથી ઉધાર લઇશ પરંતુ એ નાલાયક પાસે તો હવે કયારેય હાથ લાંબો નહીં જ કરું. એ એના મનમાં સમજે છે શું ? એના પૈસા વિના બાપ ભૂખે મરશે ? અમે તો કયારેય તેને કહ્યું નહીં કે સગવડ નથી. બાપ પર ઉપકાર કરે છે, પૈસા ફેંકી ને ?’ – મનોમન ભદ્રકભાઇ આવું વિચારી રહેતા. પલાશ બહેન કે મા સાથે નિયમિત વાતો કરતો રહેતો. ‘સગવડ થશે એટલે પૈસા મોકલશે’ એમ આશ્વાસન પણ આપતો રહેતો. નિમાબહેને પણ મન મનાવી લીધું હતું. બીજું શું થાય ? અને એક દિવસ પ્રાચીના લગ્નની તૈયારીઓ ચાલુ થઈ. વન્યાએ વહેલું આવવાનું નક્કી કરેલ. પરંતુ ભદ્રકભાઇએ ચોખ્ખી ના પાડી દીધી – ‘મહેમાન આટલા બધા આગોતરા ન આવે. ટાઇમે જ આવજો.’

જો કે લગ્નના ખર્ચની ચિંતા હતી જ. થોડા ઉડાઉ સ્વભાવને લીધે પોતે કયારેય કોઇ બચત તો કરી જ નહોતી. હવે ? દીકરીના લગ્નમાં કોઈ કમી રહે એવું ભદ્રકભાઇ થવા દે જ નહીં. અત્યાર સુધી દીકરા પર બધો મદાર રાખીને બેઠા હતા. હવે દીકરો જ નાલાયક નીકળતા એ દરવાજો તેમણે બંધ જ કરી દીધો હતો. ‘એકવાર પણ દીકરાએ પૂછયું નહીં કે પપ્પા, બહેનના લગ્ન માટે કંઇ જરૂર છે ? પોતે સામેથી માગે તેમ નહોતા જ. આવા નાલાયક દીકરા પાસે હાથ લાંબો કરવો તેના કરતાં બીજા ઘણાં મિત્રો છે જેને વરસો સુધી ખવડાવ્યું છે એમાંથી કોઇ તો કામ જરૂર લાગશે. હવે તો દીકરો આપે તોપણ વટથી ના પાડી દેવી છે.’ એવું મનોમન તેઓ વિચારતા રહેતા. પણ મિત્રોને પૂછતાં દરેકને કોઇ ને કોઇ અગવડ હતી. બધાએ વધુ મદદ કરી શકવા પોતાની અસમર્થતા બતાવી. હવે ? હવે વ્યાજે લીધા સિવાય કયાં છૂટકો હતો ? સદનસીબે પૈસા વ્યાજે લેવાની કે કોઇ પાસે માગવાની જરૂર પડી નહીં. પલાશના નાનપણના બે ખાસ મિત્રો અહીં ગામમાં જ રહેતા હતા. તેઓ સામે ચાલીને આવી ને કહી ગયા, ‘અંકલ, જરાયે મૂંઝાતા નહીં હોં ! અમે યે પલાશની જેમ જ તમારા દીકરા છીએ ને ?’ કહી બંનેએ પૈસાની સગવડ પણ કરી દીધી અને લગ્નની બધી જવાબદારી હોંશે હોંશે ઉપાડી લીધી. ભદ્રકભાઇને થયું ‘નાલાયક’ દીકરા કરતા તો તેના મિત્રો સારા.

લગ્નના દસ દિવસ પહેલાં દીકરો-વહુ આવી ગયા. પોતે તો છેલ્લે દિવસે જ આવવાનું કહ્યું હતું. હવે બધી જવાબદારી પલાશના મિત્રોએ સરસ રીતે સંભાળી લીધી હોવાથી ભદ્રકભાઇને ભાગે બહુ ચિંતા નહોતી રહી. પૈસાની ચિંતા જરાયે ન કરવાનું તેમણે કહી દીધું હતું. ભદ્રકભાઇ તો મિત્રોનો આવો પ્રેમ જોઇ ગળગળા થઇ જતા. તેમણે કહ્યું હતું કે એકવાર પ્રસંગ પૂરો થઇ જાય પછી તમારા પૈસા હું થોડા-થોડા કરીને આપી દઇશ અને આમે ય અત્યારે તો પ્રસંગ સારી રીતે ઉકેલાઇ જાય તેટલું જ જોવાનું હતું ને ! પલાશ આવ્યો તો ખરો પણ પિતાએ તો તેની સાથે કામ પૂરતી જ વાત કરવાનો સંબંધ રાખ્યો હતો. પલાશ કે વન્યાના વર્તનમાં કોઇ ફરક નહોતો દેખાતો. તેમનું વર્તન તો એકદમ સહજ હતું. આવી ને વન્યાએ ઘરની બધી જવાબદારી કોઇના કહ્યા સિવાય ઉપાડી લીધી હતી. છતાં ઘરમાં એક તંગ વાતાવરણ જરૂર હતું. ખાસ કરીને ભદ્રકભાઇના રુક્ષ વર્તનને લીધે… તેમના અતડા રહેવાથી….જાણે કંઇ જામતું નહોતું. તેઓ નાનકડી જલશ્રીને રમાડતા. બાકી આખો દિવસ મૌન બનીને કામ કરતા રહેતા. હવે હમણાં મહેમાનો આવવાના ચાલુ થઇ જશે. વાતાવરણમાં આમ ભાર રહે એ કેમ ચાલે ?

તે દિવસે રાત્રે બધા જાનના સ્વાગત માટે શું કરવું તેની ચર્ચા કરી રહ્યા હતા. પલાશના બંને ખાસ મિત્રો પણ હાજર હતા. ભદ્રકભાઇ પલાશને બદલે તેની મિત્રો સાથે જ બધી ચર્ચા કરીને નક્કી કરી રહ્યા હતા. પલાશના મિત્રો બંને જોતા હતા…સમજતા હતા. બંને એ ઘણાં પ્રયત્નો કરી જોયા હતા અંકલનો ગુસ્સો ઉતારવાના….પણ નાકામ રહ્યા હતા. અચાનક પલાશના મિત્રો ‘પલાશનું કામ છે’ કહી તેને બહાર લઇ ગયા. ભદ્રકભાઇને થયું કે આ ‘નાલાયક’ પોતાના મિત્રોને પણ જરૂર કંઈક ચડાવશે જ. તેથી તે પણ શું વાત કરે છે તે જાણવાના કુતૂહલથી છાનામાના પાછળ ગયા. ફળિયામાં પલાશના મિત્રો પલાશને સમજાવતા હતા :
‘પલાશ, અમને લાગે છે હવે અંકલને બધી સાચી વાત કહી દેવી જોઇએ. તારી સાથે આવી રીતે વર્તે છે. એ અમને નથી ગમતું. વિના કારણ તારી ઉપેક્ષા થાય છે. પૈસા બધા તેં આપ્યા છે અને અંકલને સારા અમે લાગીએ છીએ !’
પલશ કહેતો હતો : ‘ના, મેં પૈસા આપ્યા છે એમ ખબર પડશે તો બની શકે પપ્પા ગુસ્સામાં એને હાથ પણ ન લગાડે. હું મારા પપ્પાને ઓળખું છું. એ બહુ સ્વમાની છે.’
‘પણ આમાં તેં કયાં કંઇ ખોટું કે ખરાબ કર્યું છે ? અંકલનો સ્વભાવ અને હાથ વધુ પડતા છૂટા હોવાથી પૈસા દર મહિને મોકલવાનું બંધ કરીને તેં એકી સાથે જમા કર્યાં અને આજે એ કેવા કામ આવે છે ! અંકલને એમ છે કે અમે આ બધો ખર્ચો કરીએ છીએ. હવે અમે બધી સાચી વાત અંકલને કહી દેવાના છીએ. તારી સાથે તેમનું આ વર્તન અમારાથી સહન નથી થતું…’
‘ના, ના, એવું ન કરતા….પ્લીઝ….મને પપ્પાનું કંઇ ખોટું કે ખરાબ નથી લાગતું. મેં તો નાનપણમાં કેટલીયે ભૂલો કરી હતી. પપ્પાએ કયારેય મારું ખોટુ લગાડયું છે ? બાકી આજે તેમને ખબર પડે ને ભૂલથી પણ એ કંઇ ઊલટું સમજે તો વધુ પ્રશ્નો ઉભા થાય. એના કરતાં આ લગ્ન શાંતિથી પૂરા થવા દો….’

પલાશ તો આગળ કંઇક બોલતો હતો પણ છૂપાઇને સાંભળતા ભદ્રકભાઇ તેમના દીકરાની વાતો આગળ સાંભળી ન શકયા. તેમની આંખમાંથી ગંગા-જમનાની ધારા વહેતી હતી. ધૂંધળી બનેલ આંખો ‘નાલાયક’ દીકરા ને સ્નેહથી તાકી રહી હતી.

अयोग्य: पुत्र: – नीलम दोशी (अनुवाद – नीतिन महेता)

सर्वे मातपितर: इव भद्रक: अपि स्वप्नम् अपश्यत् यत् ममं पुत्र: पलाश: अध्ययनांतरं धनं सम्पादयेत्, सुखेन जीवेत् इति । सौभाग्यात् पलाशेन सुयोग्य: उध्योग : अपि प्राप्त: । पलाशस्य पत्नी वन्या सुन्दरी संस्कारवती च । विवाहानंतरम् अचिरात् एव पलाशेन स्थानपरिवर्तनादेश: प्राप्त:। अत: स: पल्या सह नगरे अवसत् । उध्योगात् निवृत: भद्रक: प्रतिमासं निवृतिवेतनं प्राप्नोति स्म । किंतु व्यये अनिग्रहकारणात् तत् निवृतिवेतनं तस्मै पर्याप्तं न भवति स्म । अत: पुत्र: प्रतिमासं तस्मै धनं प्रेषयति स्म् । तस्मात् भद्रकस्य जीवनं निश्विंततया प्रचलति स्म् । गृहे मित्रमिलनं, भजनम् इत्यादिकं बहुधा प्रचलति स्म्,व्ययचिंतां विना । यदा विराम: प्राप्येत तदा पलाश: पल्या सह ग्रामम् आगच्छति स्म । गृहे आनन्दमय: परिसर द्रश्यते स्म । वन्या अपि दुग्धशर्करान्यायेन गृहे व्यवहर्ति स्म् ।

गच्छता कालेन वन्यया पुत्री प्राप्ता । पौत्री द्रष्टा भद्रक: तत्पत्नी च नितरां संतुष्टौ । भदक: तु एतदवसरे अपि स्वभावनुगुणं महांतम एव व्ययम् अकरोत् । प्रसूते: द्वित्राळां मासानाम् अनंतरम् पत्या पुत्र्या च सह वन्या नगरं गतवती । इदानी कौटुम्बिकव्ययभाराश्धिक्य कारणात् पलाशस्य धनप्रेषळे अनियतता समागता । एकस्मिन मासे तत: पत्रम् आगतं यत् उत्तरदायित्ववृध्धिकारळत: सध्य: काले धनं प्रेषयितुं न शक्यते इति । एतस्य पठनात् भद्रक: नितरां क्रुध्धं । पुत्रम् अयोग्यं मत्वा तेन सह व्यवहारं स्थगितं क्रतवान स: । दूरवाण्या सम्भाषणम् अपि तेन निराक्रतम् ।

अत्रांतरे भद्रकस्य पुत्र्या: विवाह: निश्विंत: । ‘ न कापि चिंता । ऋणं प्राप्य पुत्र्या: विवाह: निर्वतयिष्यामि अहम् । पुत्रं तु धनं न याचिष्यामि इति सर्वेषां पुरत: सदर्पम् अवदत् भद्रक: । मित्राणां बन्धूनां च पुरत: तेन ऋणप्रस्ताव: उपस्थित: किंतु ते स्रवे कमपि व्याजं वदंत: निराकृति दर्शितवंत: । पुत्र्या: विवाहनिर्वर्तनाय धनं कथं प्राप्येत् इति चिंतां प्राप्तवान भद्रक: । अत्रांतरे पलाशस्य सुह्रदौ आगत्य उक्तवंतौ,
‘आर्य । अलं चिंतया । आवयो : पितृतुल्य: अस्ति भवान । पलाशस्य भगिनि आवयो: अपि भगिनि एव ।’ इति । तौ एव स्वयं धनव्यव्स्थां परिकल्पितवंतौ । विवाहसंबंधेषु सर्वेषु अपि कार्येषु सोत्साहं प्रवृतौ जातौ । तयो: व्यवहारं द्रष्टा भद्रक: गद्गदकंठ: जात: ‘भवतो: धनं यथाशक्ति शीघ्रं प्रत्यर्प्यिष्यामि’ इति आद्रर्नयन: स: अवदत् । ‘ऋणप्रत्यर्पणविषये कापि चिंता न कार्या’ इति तौ उक्तवंतौ ।

विवाहदिनम् आसन्नम् । पलाश: सपत्नीक: ग्रहे उपस्थित: जात: । भद्रक: पुत्रे उपेक्षां प्रदर्शयन सर्वविधं समालोचनं करोति स्म तस्य सुह्रदया सह एव । तथापि पलाश: शांततया एव स्मेरमुख: सन व्यवहरति स्म । वन्या अपि सर्व कार्येषु यथायोग्यं प्रवृता जाता । वरयात्राया: स्वागताय कीद्रशौ व्यवस्था स्यात् इत्वत्र गृहे चर्चा प्रवृता । भद्रक: तदवसरे अपि पलाशस्य सुह्दया सहैव चर्चाम् अकरोत् ,न तु पलाशेन सह । पलशविषयक: क्रोध: भद्रकस्य मुखे व्यवहारे वचने च स्फुटतया द्रश्यते स्म । तस्य क्रोधस्य उपशमनाय सुह्रदौ बहुधा प्रयत्नम् अकुरुताम् । तथापि भद्रकस्य क्रोध: न उपशाम्य्ति । अत्रांतरे पलाश: चर्चार्थ सुह्र्दौ बहि: आहूतवान । एतत् लक्षितवान भद्रक: अचिंतयत् वत् एष: मद्विषये अयोग्यवचनानि तौ वदिश्यति इति । अत: स: छन्न: भूत्वा तेषां चर्चाम् अश्रुणॉत ।

पलाशस्य सुह्रदौ उक्तवंतो ‘पलाश, आवां चिंतयतौ स्व: यत्भवत: पितरं वस्तुस्थितिं कथयाव इति । भवत: विषये तस्य क्रोध: न आवाभ्यम सह्यते । सर्व धनं भवता एव दत्तम् आवयो: द्वारा । तथापि पिता तु करुध्यति भवते । एतत् न युक्तम् ।’
‘ न वक्तव्यम इदानीं किमपि । धनं मया दत्तम् इति यदि स: जानीयात् तर्हि स: धंस्वीकरणम् एव निराकुर्यात क्रुध्ध:सन । तस्य अभिमांनस्य भंग: सर्वर्था न करणीय: इदानीम् ।’
‘तथापि स्रवेषां पुरत: स: भवंतम् अयोग्यम् कथयति पौन: पुन्येन । एतत उचितं खलु ?’
‘तेन किमपि अनुचितं न कृतम् । प्रतिमासं यत् धनं प्राप्यते स्म तस्य स्थगनं जातन इत्यत: स: मयि कुपित: किंचित । तद्विषये चिंता न कार्या ।’
‘स: अतिव्ययं क्रत्वा रिक्तहस्त: जात:। अतिव्यय: तस्यैव खलु दोष: तथापि भवता औदाएयेळ भगिन्या: समग्र: विवाहव्यय: उढ:’
‘तस्य व्यवहारे दोष: मा दर्श्यताम् । बाल्यावस्थायां तेन मम अनेके प्रमादा: सोढा: । किं तदीय: एक दोष : मया सोढुं न शक्यते ? अत: मया इदानी शानततया स्थातव्यम् । गच्छता कालेन सर्व सम्यक भविष्यति ।’

छन्न: भूत्वा श्रुतवान भद्रक: ‘अयोग्यस्य’ पुत्रस्य वास्तवं स्वरूपं खातवान । तस्य नेत्रे सजले जाते ।

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઈન્ટર-વ્યુ – રિદ્ધિ દેસાઈ
અછાંદસ કાવ્યો – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ Next »   

30 પ્રતિભાવો : નાલાયક – નીલમ દોશી

 1. ખુબ સરસ વારતા.

 2. Soham says:

  પ્રામાણીક્તા થી કહુ તો. ખોદા પહાડ નીકલા ચૂહા….

 3. આજની બોધકારી વાર્તામાંથી પ્રેરણા લેવી હોય તો એક જ કે ઉડાઉગીરી વ્યકિતને પોતાને જ ભારે પડે છે.

  ફળિયામાં છુપાઈને નાલાયક પુત્ર અને તેના મિત્રો સાથેનો સંવાદ સાંભળ્યા બાદ આંખો સ્નેહથી તાકી રહી જે સંવાદ સાંભળ્યા પહેલાં ધૃણાથી તાકતી હતી…!!

  આજના ઘરડાં ઘરો જેવાં કે જીવન સંધ્યા..વિસામો એક જ સંદેશ આપે છે કે ઘડપણનું આગોતરૂ આયોજન કરો જેથી સ્વમાનથી પોતાના સ્વર્ગ જેવા ઘરમાં આરામથી વાનપ્રસ્થ જીવન પસાર કરી શકાય….નહિ તો પછી લાચારી ભર્યું ઘરડાં ઘરનું જીવન……..

 4. Amit says:

  It’s good story…..

  Aaj To ghar Ghar ni kahani chhe…….

 5. Pankaj Vithlani says:

  શુ પુત્ર ને તેના પિતા પર વિશ્વાસ નહોતો ? મિત્રો કરતા પોતેજ મદ્દ્દ કરે તો ગમત.

 6. Harshad Patel says:

  Wonderful! Enjoyed reading Sanscrit after long time.

 7. vaishnav priti says:

  story is like mirore image of my life.
  very nice,

 8. riya says:

  Why it is always children that get blame for not taking care or parents? Not in call case but there are sometimes parents who makes life very difficult for their son and daughter-in-law and that is the reason they have to be seperated. Nothing against anyone but i have seen that people in age group of 55-65 are very stubboran and always blame their son and bahu for. Not in all cases.

  • trupti says:

   I agree with you Riya, I have seen old people, who do not want to adjust at all. You cannot clap with one hand; both party needs to be blamed for anything happens in the household, the % of participation may vary. When any son is separated from his family, only the daughter-in-law is blamed. Sometime not the d-i-l wants to be separated but the son also wants the independence for many reasons.

   In the story, the father is spending very lavishly, without thinking about anything for future, and banking on the son, who in turn will take care of the parents. In my view, one must not forget that, the time has changed, and in the today’s world of competition, and due to increase in the expenses and changed life style, it is very difficult for the son to cope up with all the expenses.

   I do not remember attending any coaching classes until my class XI, and the fees charged by our school was Rs.5/- for class V and every year the same will increase by Re.1/- with the promotion to next class. Now I am paying Rs.50000/- for my child as a yearly fees to the school excluding the school bus fees. For every subject the tuition is required, including History/Geo./Civics and for Gujarati as the subject is a second language. The fees we are paying for the tuition is count less. In nutshell, I am spending nearly Rs.1.50 lacs on my child’s education yearly. Mind you, my child is only in calss VIII. Admission for the tuition for class IX ( for 2010-2011) is already booked form now and the fees needs to be paid in advance that to in cash. Now you decide, in this type of condition, it is possible for a person to take all the responsibility of his family with parents also, especially when the father is a spending thrift.

   • dimple says:

    Really feel very bad to hear your feelings. Today you are able to spend a lot on your childrens it is because your parents & your in law parents had made you & your husband capable for that. If what you think the same would have your bhabhi think of your parents then tell me how you would have feel. Never make differences of parents that they are my husbands parents & they my own. never.

    Please don’t feel bad but it because of you & your such type of mentality, the rest D-I-L are being blamed.

    Don’t forget “Jevu vavso evu ugse”

    Bahu lakhi saku chu ana par but I just want to tell that never forget your parents. It is because of them we are here & not that they are because of us.

   • Ashish Dave says:

    May be I am ouy of touch but what is a point of paying 50,000 when tutions are still required? Do not get that…

    Ashish Dave
    Sunnyvale, California

    • trupti says:

     My child is studying in a Pvt. school-ICSE board. Fees for IB (International Baccalaureate Diploma Programme) -class XI and XII is running in lakhs. In India, the education is becoming very expensive.

 9. Vraj Dave says:

  સારી કથા છે. અગાઊ ક્યાક વાન્ચી છે. યાદ નથી. નિવ્રતી પહેલા આયોજન કરીલેવું પડે.પણ સંતાનો નો ભરોશો પણ રાખવોજ પડે. આ તો “જો અને તો” ની વાત છે.ખેર ભગવાન સહુને સદબુધી આપે.દરેક સાથે આવું બનતુ નથી.ઘરડા ઘર માં જનારા ઓ માં ફક્ત સંતાનો કે માવતર એક પક્ષે દોશીત નો ગણાય. અહમ અને અસંતોશ પણ કારણ બને છે.
  ફરી એકવાર સહુનો આભાર.
  વ્રજ દવે

 10. કલ્પેશ says:

  Lack of Communication.

  સંપર્કનો અભાવ. ઘણા વાદ-વિવાદ અધૂરી/ખોટી માહિતીને કારણે થતા હોય છે.
  આ વાર્તામા જો પલાશ ભદ્રક્ભાઇને વાત ચોખ્ખી રીતે કહી દે?

  એક બીજી વાતઃ આપણે ઝડપથી ચુકાદો લઇએ છીએ. “નાલાયક” છોકરો? પૈસા ના આપી શક્યો એટલે? શુ પિતા કારણ સમજ્વાનો પ્રયાસ ન કરી શકે પુત્ર જોડે વાત કરીને, સ્થિતિ સમજીને?

  નીલમબેનઃ વાર્તા વાંચીને મને એક જ વસ્રુ સમજાય છે. સંપર્ક/વાતચીતની જરુર, નિર્ણય લેતા પહેલા (ગ્રંથિ બાંધતા પહેલા).
  Need for communication/dialogue.

 11. Veena Dave,USA says:

  વારતા વાચતા આગળ શુ આવશે એનો અન્દાજ આવી ગયો હતો. સરસ વારતા.

 12. નીલમ બહેનની બ્લોગ ઉપર આ વાર્તા ગુજરાતી અને સંસ્કૃતમાં વાંચેલી. આજે અહીં ફરીથી વાંચીને પણ એટલો જ આનંદ થયો.

 13. Balkrishna Shah,Vile Parle says:

  બધુ જાણતા અને સમજતા હોઇઍ પરંતુ અભ્યાસમાં જેમ રીવીજનની જરુર પડે તેમ જીવનમાં પણ આવી વાર્તા દ્વારા
  રીવીજનની જરુર પડે જે જરુરીઆત આ વાર્તા પુરી કરે છે. સાદી છતાં સરસ વાર્તા .

 14. સરસ. નીલમબેનને અભિનંદન.

 15. nayan panchal says:

  સારી વાર્તા છે.

  એક તો ઉડાઊગીરી કરવી નહિ. આ તો સારુ છે કે છોકરો સારો નીકળ્યો, નહી તર …

  બીજું કોઈના વિશે બહુ જલ્દી અભિપ્રાય બાંધી દેવો નહીં, દરેકની પાસે જે તે વર્તણૂક માટેના પોતપોતાના કારણો હોય છે.
  આભાર,
  નયન

 16. urvi panchal says:

  ખુબ જ સરસ્.

 17. Nalini Desai says:

  It is a wonderful story by Neelamben. Very real and practical and all characters are represented so well with their own moral levels. I liked the Sanskrit translation by Nitin Mehta also very much.We found very rare efforts in this field. Translation is so perfect and lively that it didn’t give any impression of the fact that the story was translated. It just felt like it was written in Sanskrit itself. Having my Masters in Sanskrit and worked in the Sanskrit field all my career, I really appreciate the effort of Nitinbhai to translate this in Sanskrit. I was interested in knowing the name of Sanskrit periodical publishing from Banglore . Do we have Nitinbhai’s email add too to convey the response of his work on this story? Please let me know.

 18. આન્ટી ને અભિનંદન…

  અમિત / પૂર્વી

 19. damini desai says:

  good story

  i think everyone should think about future all the time. its vert important.

 20. Vipul Panchal says:

  good story…

 21. jigeeta says:

  agree with trupti and riya,

  ઉડાઊગીરી કર્તા પેહ્લા વિચાર્વુ જોૂઆએ.

 22. Rita Saujani says:

  I have read the Gujarati version before and enjoyed.
  I know I can not translate in Sanskrit but I can read and understand it very well, so well done for the Sanskrit version.
  I read Sanskrit version which is more like a GIST SUMMARY and not translation.

 23. Vaishali Maheshwari says:

  Wonderful story Ms. Neelam Doshi. I really appreciate it.

  As someone has mentioned in the comments, communication is very important and the other thing is unless and until we know the complete truth, we should not end to a conclusion, just as Bhadrakbhai – Palash’s dad did.

  Palash could have tried to explain his dad, but there are chances that his dad could not have agreed or changed his standard of living as he is used to spending since so many years. On the other hand, Bhadrakbhai could have asked his son why he suddenly stopped sending money politely and he should have tried to know the right reason.

  Anyways, this was just a story, but it has good morals that we can learn from. Thank you once again Author!

 24. નીલમબહેન, મસ્ત વાર્તા છે. વળી તે સંસ્કૃતમાં અનુવાદ માટે પસ્ંદ થઈ તે તો અનેક ગણા આન્ંદની વાત છે. ખૂબ ખૂબ અભિનંદન…

 25. manvant says:

  બહેના !મોડા પડવા છતાઁ આ વાર્તા વાઁચી.
  અનુવાદ કરતાઁ વાર્તાનુઁ રહસ્ય વધુ જરૂરી
  ગણાય !રહસ્ય છેલ્લે ખુલવાથી મજા માણી.
  તમે સિદ્ધહસ્ત છો ,એમાઁ બે મત નથી.હુઁ તો
  તમારાઁ લગભગ બધાઁ લખાણો વાચતો રહુઁ
  છુઁ.નાની બહેન તો શુભેચ્છાને જ પાત્ર હોય ને ?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.