હરિનો કાગળ – મૂકેશ જોષી

હરિનો કાગળ આવ્યો આજ !
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અછાંદસ કાવ્યો – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’
ગુલોનો ગુલદસ્તો – મનુભાઈ ભટ્ટ Next »   

11 પ્રતિભાવો : હરિનો કાગળ – મૂકેશ જોષી

 1. Mukesh Pandya says:

  શ્રી મૂકેશ જોષીને ધન્યવાદ. રચના એટલી સુંદર અને સરળ છે કે વાંચતાં જ તેને સંગીતમાં મઢવાનું મન થઈ ગયું. ઈશ્વર ઈચ્છાએ એ કામ પાર પડશે તો રીડગુજરાતીના વાંચકો માં મોકલીશ.

  • Navin N Modi says:

   આ રચના જ્યારે આપ સંગીતમાં મઢો ત્યારે મને જરુરથી યાદ કરજો. આપનો આભારી થઈશ.

  • Navin N Modi says:

   આ ગીત સંગીતમાં મઢો ત્યારે મને યાદ કરવા તો લખ્યું, પરંતુ સરનામું લખતા ભૂલાઈ ગયું. મારું સરનામું છે navinnmodi@yahoo.com

 2. ખુબ સરસ કાવ્ય.

  “કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
  હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !”

  હરિને સતત આપણું સ્મરણ છે એટલુ જ બસ છે…!!

 3. Kajal says:

  Nice dear…… One of the ultimate creations…………

 4. Navin N Modi says:

  આ કાવ્ય વાંચતા મૂકેશભાઈનું થોડા સમય પહેલાં ટહુકો.કોમ પર માણેલ ઐશ્વર્યાએ ગાયેલું ગીત ”ફોટા સાથે અરજી” યાદ આવી ગયું. બંને ગીત માણતા મીરાબાઈની યાદ આવી ગઈ. મીરા અને મૂકેશ- રાશી તો એકજ ને? થયું મૂકેશભાઈને મીરા સંબોધન કરું તો કેમ?

 5. kalpanadesai says:

  Kavyano ek ek shabda arthsabhar.Khub sunder!

 6. Bakul Sugandhia says:

  Mukeshbhai abhinandan, bahu saras rachna chhe.
  bakul sugandhia

 7. nayan panchal says:

  ખૂબ જ સુંદર રચના.

  નયન

  કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
  હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
  હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
  હરિનો કાગળ આવ્યો આજ !

 8. ghanshyam says:

  મુકેશભાઇ,
  ખુબ ખુબ આભાર
  આવા કાવયો વેબસાએત પર મોકલતા રહેજો
  ઘનશયામ વઘાસિયા

 9. Gajanan Raval says:

  Mukeshbhai writes with innate emotional vision that leads one to unfold
  inner consciousness with bliss!
  Many congrats and hearty love,
  Gajanan Raval
  Greenville-SC,
  USA
  N.B. Would you provide me his email Id/ and Phone No?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.