બોધકથાઓ – સંકલિત

[1] પ્રેમ

એક યુવતી ઑફિસથી ઘેર પાછી આવી રહી હતી. એ વખતે એની કારનો આગળનો ભાગ આગળની કારના પાછલા હિસ્સા સાથે અથડાઈ પડ્યો. પેલી યુવતીની આંખમાંથી તો આંસુ વહેવાં લાગ્યાં. પોતાની કાર તદ્દન નવી છે અને થોડા દિવસ પહેલા જ શો રૂમમાંથી લીધી છે. હવે આ કારને થયેલાં નુકશાનની વાત પતિને ક્યા મોઢે કહીશ, એમ એ પેલી કારના માલિકને કહેવા લાગી. પેલા કારમાલિકે પણ સહાનુભૂતિ બતાવી. એ સાથે જ એણે કહ્યું કે આપણે એકમેકના લાઈસન્સ નંબર અને રજિસ્ટ્રેશન નંબર લખી લેવાં જોઈએ. નંબરનો કાગળ કાઢવા યુવતીએ પોતાના ભૂરા મોટા કવરમાં હાથ નાખ્યો તો એના હાથમાં એક કાગળ આવ્યો. યુવતીના પતિએ એ કાગળમાં લખ્યું હતું : ‘અકસ્માત થાય તો એ યાદ રાખજે કે હું કારને નહીં, તને પ્રેમ કરું છું.’

બોધ : લાગણીઓ હંમેશા ભૌતિક ચીજો કરતાં વધુ મહત્વની હોય છે.

[2] જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે…

જંગલમાં ત્રણ ઝાડ વાતે વળગ્યાં. પહેલું કહે : ‘મારે તો એવો કબાટ બનવું છે, જેમાં દુનિયાની સૌથી કીમતી વસ્તુઓ રહે અને મારા દરવાજા પર સુંદર કોતરણી હોય. બીજું ઝાડ કહે : ‘હું ઈચ્છું કે મારા લાકડામાંથી એવું જહાજ બને જેમાં મોટા-મોટા રાજારાણી દરિયાઈ સફર ખેડે. ત્રીજું બોલ્યું : ‘હું તો એટલું ઈચ્છું કે મારી ઊંચાઈ એટલી વધે કે અહીં ટેકરી પર મને આભને આંબતું જોઈને લોકોને લાગે કે આહા ! આ વૃક્ષ તો છેક આકાશને, ઈશ્વરને આંબે છે.

થોડા દિવસોમાં ત્રણ કઠિયારા આવ્યા. પહેલું વૃક્ષ જોઈને કઠિયારો બોલ્યો : આ મજબૂત છે. એમાંથી હું ઘાસ રાખવા માટેની ગમાણ બનાવીશ, એમ કહીને એણે પહેલું વૃક્ષ કાપ્યું. બીજા વૃક્ષને કાપવા આગળ આવેલો કઠિયારો બોલ્યો : આમાંથી હું નાનકડી હોડી બનાવીશ. ત્રીજા વૃક્ષને જોઈને ત્રીજા કઠિયારાએ કહ્યું : આ કંઈ ખાસ કામનું નથી, છતાં હું એનું લાકડું રાખી મૂકીશ.

ત્રણેય ઝાડ કપાયાં. ત્રણેય દુ:ખી થયાં. એમના ધાર્યા પ્રમાણે કશું ન થયું પણ ઘાસ રાખવાની ગમાણ બનેલા ઝાડ પાસે એક દિવસ એક સ્ત્રી-પુરુષ આવ્યાં, એમની પાસે તાજું જન્મેલું બાળક હતું. બાળકને ગમાણમાં ઘાસ પર રાખવામાં આવ્યું. તરત ઝાડને સમજાયું : ઓહ ! મારી ગોદમાં સૂતેલું આ બાળક તો આખી સૃષ્ટિની સૌથી મુલ્યવાન વ્યક્તિ છે. કબાટ બનીને મુલ્યવાન વસ્તુ સંઘરવા કરતાં મુલ્યવાન વ્યક્તિને પોતાની ગોદમાં રાખીને એ ઝાડ ધન્ય ધન્ય થયું. થોડા વર્ષો બાદ, બીજા ઝાડમાંથી બનેલી હોડી મઝધારમાં હતી ત્યારે ભયંકર તોફાન આવ્યું. હોડી ઊંધી વળી જાય તેવી સ્થિતિ હતી. એ વખતે હોડીમાં સૂતેલા યુવાને ઊભા થઈને કહ્યું : ‘શાંતિ…શાંતિ…’ અને વાવાઝોડું શાંત થઈ ગયું. હોડી બનેલા વૃક્ષને સમજાઈ ગયું કે એ ઉતારુ બહુ મહાન આત્મા હતો. મહારાજા અને મહારાણી કરતાં પણ મોટો માણસ હતો. ઝાડને પોતાનું જીવન ધન્ય થતું લાગ્યું. ત્રીજા ઝાડના લાકડાના ટુકડા કરીને તેને એ ટુકડા એમ જ અમસ્તા રાખી મૂકવામાં આવ્યા. એક દિવસ એના બે ટુકડાને ઊભા-આડા જોડીને એમાંથી ક્રોસ બનાવાયો. એક યુવાન એ ક્રોસ ઊંચકીને ટેકરી પર ગયો અને તેને એ વધસ્તંભ સાથે જડી દેવામાં આવ્યો. ત્રીજા વૃક્ષને સમજાયું કે ટેકરી પર, ઈશ્વરની નજીક પહોંચવાની તેની ઈચ્છા પૂરી થઈ હતી.

બોધ : જ્યારે તમારું ધાર્યું ન થાય ત્યારે ધીરજ રાખજો અને સમજી લેજો કે ઈશ્વરે તમારા માટે ઘડી રાખેલી યોજના પ્રમાણે જ બધું થઈ રહ્યું છે.

[3] સ્વભાવ

એક શિષ્યે ગુરુને કહ્યું, ‘ગુરુજી, હું ક્રોધ પર કાબૂ નથી મેળવી શકતો. મને ગુસ્સો આવે ત્યારે એ મારા પર સવાર થઈ જાય છે. એનાથી છુટકારો મેળવવા શું કરું ? ગુરુએ કહ્યું :
‘આ તો વિચિત્ર કહેવાય. મને ગુસ્સો કરી દેખાડ તો !’
શિષ્યે કહ્યું : ‘આમ હમણાં ગુસ્સો ન આવે.’
‘કેમ ?’
‘ગુસ્સો તો અચાનક આવી જાય. કાંઈક મને ન ગમતું બને તો જ મારી કમાન છટકે.’
‘તો પછી એનો અર્થ એ થયો કે ક્રોધ કરવો એ તારો ખરો સ્વભાવ નથી.’ ગુરુએ કહ્યું, ‘જો એ તારા સ્વભાવમાં જ હોત તો તું ગમે ત્યારે ગુસ્સો કરી દેખાડત. તારી અંદર જે નથી એને તું તારા પર સવાર કેમ થવા દે છે, જે વળી તારા જીવનની શાંતિ પણ હરી લે છે.’ આ સાંભળ્યા પછી શિષ્યને જ્યારે પણ ગુસ્સો આવતો ત્યારે એને ગુરુજીના આ શબ્દો યાદ આવી જતા અને આમ ધીમે ધીમે તે ક્રોધને કાબૂમાં રાખતા શીખી ગયો. થોડા સમય પછી તો એ બિલકુલ ક્રોધરહિત અને શાંત થઈ ગયો.

બોધ : તમારા મૂળભૂત સ્વભાવને ઓળખો અને એ પ્રમાણે વર્તો.

[4] કપી અને કપટી – ગોવિંદ શાહ

એક વખત એક મોટા જંગલમાંથી એક માણસ સાંજના સમયે પસાર થઈ રહ્યો હતો. અચાનક તેણે સિંહ જોયો. તે મુઠ્ઠીઓવાળી જોરથી દોડવા લાગ્યો. સિંહ તેની પાછળ પડ્યો. રસ્તામાં ઝાડ આવતા ઝટપટ તે એક ઝાડ પર ચઢી ગયો. અંધકાર થયો હતો અને હાથમાં આવેલો શિકાર જતો રહ્યો તેથી સિંહ ખૂબ ગુસ્સામાં હતો. તે ઝાડની આજુબાજુ આંટા મારવા લાગ્યો તેથી થયું કે જેવો માણસ નીચે ઊતરે તેવો તેને ફાડી ખાવો.

માણસ ઝાડ ઉપર ચઢી તો ગયો પણ તે ખૂબ ગભરાઈ ગયો હતો. ઝાડ ઉપર એક વાંદરો હતો. તેણે તેને થોડી ધીરજ અને સાંત્વના આપી કે ‘હવે તારે ગભરાવવાનું કોઈ કારણ નથી. સિંહ ભલે નીચે આંટા મારે. હવે અંધારું થઈ ગયું છે માટે સુઈ જા.’ માણસે પણ વાંદરા સાથે દોસ્તી કરી દીધી અને વાંદરાને કહે : ‘આપણા પૂર્વજો એક જ હતા એટલે આપણે સંબંધે ભાઈઓ અને તે નાતે એકબીજાને મદદ કરવી જોઈએ.’ આ સાંભળી વાંદરો ખૂબ ખુશ થઈ ગયો.

સિંહ ભૂખ્યો નીચે ત્રાડો પાડતો હતો. વાંદરાએ માણસને ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ જવાનું કહ્યું પણ માણસને ઊંઘ આવતી નહોતી. છેવટે વાંદરા અને માણસે નક્કી કર્યું કે બન્નેએ વારાફરતી એક-એક કલાક સૂઈ જવું અને જોતાં રહેવું કે સિંહ છે કે ચાલ્યો ગયો. જો સિંહ ચાલ્યો જાય તો જ માણસે નીચે ઉતરવું. સિંહે જોયું કે આ બન્ને આનંદથી ઉપર અલકમલકની વાતો કરે છે અને અહીં હું ભૂખે મરું છું. હાથમાં આવેલો શિકાર જતો રહ્યો તે તેનાથી સહન ન થયું. તે ભૂખે પેટ નીચે આંટા મારતો રહ્યો અને આખી રાત ભૂખ્યા રહેવું પડશે તેવો વિચાર કરતો હતો ત્યાં થોડા વખત પછી તેણે જોયું તો વાંદરો ઊંઘી ગયેલો દેખાયો. તેનો કોઈ અવાજ પણ આવતો નહતો. એટલે તેણે ધીરેથી માણસને કહ્યું કે : ‘તારું મૃત્યુ નિશ્ચિત છે. મને ભૂખ લાગી છે એટલે ગમે ત્યારે તું નીચે ઊતરીશ એટલે હું તને ફાડી ખાઈશ. વાંદરો તો બીજે પણ જશે. તું શું કરીશ ? જો તારે જીવ બચાવવો હોય તો એક રસ્તો છે. આ વાંદરાને સ્હેજ ધક્કો માર. તેને ખબર પણ નહીં પડે અને તે નીચે પડશે એટલે તેને ખાઈને હું અહીંથી શાંતિથી જતો રહીશ અને તારો જીવ બચી જશે.

માણસને સિંહની આ વાત બરાબર ગળે ઉતરી ગઈ. તેને હવે તેનો જીવ વ્હાલો લાગ્યો. મનમાં કહેવા લાગ્યો કે માનવ યોની તો શ્રેષ્ઠ છે અને આ પામર વાનરના જીવની તો કોઈ કિંમત નથી તો શા માટે મારે તેની ચિંતા કરવી જોઈએ. અને તેણે વાંદરાને ધીરેથી ધક્કો મારવા પ્રયત્ન કર્યો. પણ વાંદરો હોંશિયાર હતો. તે ઝડપથી કૂદકો મારી બીજી ડાળ ઉપર જતો રહ્યો. તેણે બીજી ડાળ પરથી માણસને કહ્યું : ‘આખરે તું તારી જાત ઉપર ગયો ને ! તેં તારું પોત પ્રકાશ્યું. સૃષ્ટિના સમગ્ર પ્રાણીઓમાં માનવ જેવું સ્વાર્થી અને કપટી પ્રાણી બીજું કોઈ નથી. મેં તને મારી સાથે રાખ્યો તેનું આ પરિણામ ? તારા પૂર્વજો વાનરમાંથી ઊતરી આવ્યા છે એવું ભવિષ્યમાં કોઈને પણ કહેતો નહીં. નહીં તો, એ અમારી સમગ્ર વાનરજાતિનું અપમાન ગણાશે અને અમારા ઉપર કોઈ વિશ્વાસ પણ નહીં મૂકે.

બોધ : ઉપકાર કરનાર પર ઉપકાર કરવાનો બાજુએ રહ્યો, નજીવા સ્વાર્થ કે પૈસા ખાતર માણસ ક્યારેક તેના આશ્રયદાતા કે અન્નદાતાને પણ છોડતો નથી.

([1], [2] અને [3] – ‘અહા ! જિંદગી’ સામાયિકમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુલોનો ગુલદસ્તો – મનુભાઈ ભટ્ટ
વીણેલાં મોતી – પ્રમોદ બત્રા Next »   

22 પ્રતિભાવો : બોધકથાઓ – સંકલિત

 1. જય પટેલ says:

  આજની ચારેય ટચુકડી બોધકથાઓ પ્રેરણાદાયક.

  બીજી ટચુકડીમાં વધુ જોડું તો…

  Life never leaves you empty.
  It always replaces everything you lost.
  If it asks you to put something down,
  its because it wants you to pick up
  something better.

  હાલની ભોગવાદી દુનિયામાં માણસને માણસ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે ત્યારે
  ક્યાંક ક્યાંક માનવતાના દિપ પણ પ્રગટી વિશ્વાસના તંતુને અતુટ રાખી રહ્યા છે.

  સુંદર બોધકથાઓ.
  આભાર.

 2. naresh badlani says:

  all story r vrey good……….small but very valubal lesson for our life…….

 3. dr sudhakar hathi says:

  સુન્દર સન્દેશ કારને નહિ તને પ્રેમ કરુચ્હુ
  સુધકર હથિ

 4. Vraj Dave says:

  નાનકડી નાનકડી પણ ખુબજ સરસ બોધકથાઓ છે.
  આભાર
  વ્રજ દવે

 5. Divyata says:

  સુન્દર બોધકથાઓ

 6. rutvi says:

  આભાર આવી બોધપ્રદકથાઓ મોકલવા બદલ ,
  “અકસ્માત થાય તો એ યાદ રાખજે કે હું કારને નહીં, તને પ્રેમ કરું છું.”
  “તમારા મૂળભૂત સ્વભાવને ઓળખો અને એ પ્રમાણે વર્તો”
  ઘણુ જ સરસ ,

 7. બધીજ બોધ કથાઓ સરસ અને જય પટેલ ની ટુંકી વિચાર કણિકાઓ પણ અર્થ સભર છે.
  આભાર.

 8. vedant trivedi says:

  Its realy realy good story

  i realy like it,thank you very much

 9. nayan panchal says:

  બધી જ બોધકથાઓ ખૂબ સરસ અને સંદેશસભર.

  ખૂબ આભાર,
  નયન

 10. Pravin V. Patel [Norristown, PA. USA ] says:

  પ્રેરણાદાયી અને માર્ગદર્શક.
  જાણેઅજાણ્યે આપણે ખોટું કરતા હોય તો લાલબત્તી સમાન છે.
  ખૂબજ સુંદર.
  આભાર.

 11. Hardik says:

  atyan saras vartao aabhar..

 12. trupti says:

  Good stories, people need to take the lessons form the same. I remember one story. I read somewhere.

  There was a man who bought a new car. His car was parked outside the house. Morning when he came out of his house he show his son scrubbing the car, without thinking anything the man started hitting his son on his finger. He hited so badly that, the boy fractured his fingers and he was admitted to the hospital, and where due to harsh hitting, his four finger form his had was imputed. The father is felling guilty about the whole episode and is seating beside his son’s coat. The child is so innocently asking the father that, when the new finger will grow in his palm. The father starts crying and he feels like hitting the car, he goes near the car and what he noticed. His son had scrubbed ‘Dad I love you.’ The man starts crying and he dashed his car.
  The moral of the story;
  1. The happiness and safety of your people are more important then anything else in life. For the father, the materialist thing was more important then the child.
  2. Control you anger and think twice before you take any action. The father’s anger resulted in the loss of the body part through out his life.

  I suddenly remembered this story when I read the first story.

 13. Jagruti says:

  ખૂબજ સુંદર

 14. Apeksha hathi says:

  બધી જ બોધકથાઓ ખુબ જ સરસ, પ્રેરણાદાયી, તથા સમજશક્તિ વિકસાવે એવી છે.

  આજે આવી વાર્તાઓની તાતી જરુરીયાત છે.

  ખરેખર મજા આવી.

  ખુબ ખુબ આભાર…..!!!!!

  અપેક્ષા હાથી.

 15. BELA SHAH says:

  ગોવિન્દફુઆ,
  બહુ સરસ બોધક્થા હતેી.
  બેલા

 16. ખુબ જ પ્રેરણાદાયક … !

 17. kantibhai kallaiwalla says:

  All stories are simple bu SUPERIOR.I enjoyed fully

 18. ravi thakkar says:

  ખુબજ સરસ છે.

 19. ravi thakkar says:

  મને ખુબ જ ગમ્યુ .

 20. tajdin says:

  સુન્દર વાર્તાઓ થિ ઘનુ બધુ સિખ્વા મલે

 21. Arpita Buch says:

  ખુબ જ સરસ !!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.