વીણેલાં મોતી – પ્રમોદ બત્રા
[‘અહા જિંદગી’ સામાયિકમાંથી સાભાર.]
શતાબ્દીઓથી ચાલી આવતું શુદ્ધ સમજદારીપૂર્વકનું શિક્ષણ એટલે રૂઢિપ્રયોગો અથવા તો નાનકડાં વાક્યો. ચિંતન અને અનુભવોનો આ સાર ફક્ત એક જ વ્યક્તિને લાગતોવળગતો નથી. એ તો હજારો વ્યક્તિ સાથે અનેક જુદા જુદા સંજોગોમાં-સંદર્ભોમાં સંકળાયેલો છે. શતાબ્દીઓના અનુભવી નિચોડમાંથી અમુક ખાસ તારવેલાં પરિવારને લગતાં બુદ્ધિપૂર્ણ વિચક્ષણ વાક્ય અહીં આપેલાં છે. આશા રાખું છું કે ઘાસની ગંજીમાંથી શોધી કઢાયેલી આ સોયો તમને અથવા તમારા કુટુંબના સભ્યોને રોજબરોજનાં કામમાં કોઈને કોઈ રીતે ઉપયોગી નીવડશે. સ્વસ્થ અને આનંદિત જીવન માટે આવશ્યક, દાદ માગી લે એવાં આ વાક્યો તમારાં બાળકો તથા પૌત્ર-પૌત્રીઓને સચ્ચાઈ, કર્તવ્ય, વિશ્વાસ, દયા, આનંદ, આદર, નમ્રતા અને પ્રેમ જેવા મહત્વનાં મૂલ્યોનો પરિચય કરાવશે અને મદદરૂપ પણ થશે.
[01] લગ્નજીવનની સફળતાનું રહસ્ય એ વાત પર નિર્ભર છે કે તમે એક સારા સાથી પર પસંદગી ઉતારી છે અને પોતે પણ સારા બન્યા છો.
[02] પતંગિયું હંમેશા ભૂલી જાય છે કે પોતે પણ એક સમયે એક કીડો હતું.
[03] કોઈ પણ અંકુરિત થયેલું બીજ તરત જ ઝાડ નથી બની જતું.
[04] તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે.
[05] લક્ષ્ય ત્યારે જ સાધી શકાય જ્યારે આપણાં પ્રયત્નોને બીજા સાથે સરખાવીએ.
[06] સમુદ્રનાં મોજાંના માર્ગમાં પથ્થરોની પથારી ન હોય તો લહેરો ગૂંજતી નથી.
[07] તમે તમારા વડીલો પર ગર્વ કરી શકો છો કે નહીં એ વાતથી કોઈ ફરક નથી પડતો, ફરક તો એ વાતથી પડે છે કે તેઓ તમારા પર ગર્વ કરી શકે છે કે નહીં.
[08] દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ.
[09] તમે એક વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો મકાઈ વાવો. તમે ત્રણ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો વૃક્ષ રોપો. તમે દસ વર્ષીય યોજના બનાવવા ઈચ્છતા હો તો લોકોને કેળવણી આપો.
[10] કોઈ પણ સંઘર્ષ કરવો પડે, તમે આગળ વધતા રહો, સફળતા દસ પગલાં જ દૂર છે.
[11] કોઈ પણ સ્ત્રીનો ઉછેર કેવો છે એ ઝઘડામાં એના આચરણ દ્વારા વ્યક્ત થાય છે.
[12] ખોટું કરવા માટેની કોઈ સાચી રીત નથી.
[13] ઈમાનદાર હોવું એ ગર્ભધારણ કરવા સમાન છે.
[14] વાયદા આપીને ન પૂરાં કરવા કરતાં વિવેકથી ના પાડવી વધુ સારું છે.
[15] ક્યારેય ટૂંકો માર્ગ ન અપનાવો. તમારા અંત:કરણ સાથે ક્યારેય સમાધાન ન કરો.
[16] બાળકોને ગણિત શીખવતી વખતે શું ગણવાનું છે એ શીખવવું વધુ જરૂરી છે.
[17] સંસાર જેને અસાધારણ બુદ્ધિપ્રતિભા કહે છે એ વાસ્તવમાં ‘કોમન સેન્સ’નો ભંડાર હોય છે.
[18] કલ્પના કરવી હંમેશાં સુરક્ષિત હોય છે, આ જૂનો રસ્તો ખોટો નથી, પણ કોઈ બીજો સારો વિકલ્પ પણ હોઈ શકે છે.
[19] તમે એક આદત કેળવી લો – પ્રત્યેક વ્યક્તિ માટે કંઈ ભલું કરવાની.
[20] શિક્ષણ એટલે જીવનની જુદી જુદી વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની યોગ્યતા.
[21] કાંટાથી ભરેલું સિંહાસન બનાવી તો શકાય પણ એના પર વધુ વાર બેસી નહીં શકાય.
[22] મોટા ભાગની દુનિયા એ સિદ્ધાંત પર ચાલે છે કે તમે પાંચ ટનની ટ્રક જેવા હો તો તમને સડક વિષયક જ્ઞાનની કોઈ જરૂરત નથી.
[23] તમને રેલવે સ્ટેશને પહોંચવામાં મોડું થઈ ગયું અને ટ્રેન તમારા માટે ઊભી ન રહી તો એ માટે તમે રેલવે ખાતાને દોષિત ન ઠેરવી શકો.
[24] તમારી પીડાને રેતી પર લખો. તમારી સિદ્ધિઓને આરસ પર લખો.
[25] સન્માન વગરની સફળતા તમારી ભૂખ તો શમાવી દે છે પણ એ મીઠા વગરના ભોજન જેવી સ્વાદવિહીન છે.
[26] તમે એ વાતથી બિલકુલ ચિંતિત ન થતા કે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે. એ લોકો તો એ વાતથી ચિંતિત છે કે તમે એના વિશે શું વિચારો છો.
[27] ઊંદરદોડમાં મુશ્કેલ એ છે કે જીતી ગયા પછી પણ તમે ઊંદર જ રહો છો.
[28] જે વ્યક્તિ પોતાના મનોરંજન માટે સમય ફાળવી નથી શકતી એ હંમેશાં માંદલી જ દેખાશે.
[29] સમજદાર વ્યક્તિ એ જ કહેવાય જે બીજાની ભૂલો ભૂલી પોતાની ભૂલો યાદ રાખે.
[30] બીજાં કરતાં વધારે મહેનત કરવાથી જ શ્રેષ્ઠતા મેળવી શકાય છે.
[31] તમારા મગજમાં ઘણી વણખેડાયેલી જમીન છે, એના વિશે વિચાર કરો. કઠોર પરિશ્રમ કરવો એ હળ ચલાવવા સમાન છે, સારાં પુસ્તકો વાંચવાં એ એમાં ખાતર નાખવા જેવું છે અને શિસ્તપાલન એમાં જંતુનાશકનું કાર્ય કરે છે.
[32] વેપાર ટેનિસ રમવા જેવો છે. જેઓ સર્વિસ કરે છે તેઓ કોઈક જ વાર હારે છે.
[33] હંમેશાં બતક જેવું વર્તન કરો – સપાટી પર બિલકુલ શાંત અને નિશ્ચિંત દેખાવ પણ અંદરથી સતત હાથપગ ચલાવતા રહો.
[34] માછલી ક્યારેય મુશ્કેલીમાં ન આવવા છતાં પોતાનું મોં બંધ રાખે છે.
[35] આપણામાંથી કોઈપણ પરિપૂર્ણતા પ્રાપ્ત નથી કરી શકતું. પણ આપણે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.
[36] મુશ્કેલ સમય વધુ વાર સુધી નથી ટકતો પણ વ્યક્તિની પ્રકૃતિ કદી બદલાતી નથી. વ્યક્તિ રહે છે.
[37] બે વ્યક્તિએ જેલના સળિયા વચ્ચેથી બહાર જોયું. એકે માટી જોઈ, બીજાએ તારા.
[38] તમે પહેલીવાર સફળ ન થાવ અને ફરી પાછો પ્રયત્ન કરો, ત્યારે બીજી કોઈ રીત અપનાવો.
[39] ક્યારેય ન પડવું એ સિદ્ધિ નથી, પણ પડ્યા પછી ફરીવાર ઊઠો એ જ સાચા અર્થમાં સિદ્ધિ છે.
[40] તમે આકાશને આંબવાની કોશિશ કરો છો તો શક્ય છે કે તમને એક પણ તારો ન મળે, પણ કમસેકમ હાથમાં ધૂળ તો નહીં આવે.
[41] સતત સાંભળવાની કોશિશ કરો. ક્યારેક સારી તક ખૂબ ધીમેથી તમારાં દ્વાર ખટખટાવે છે.
[42] હસવું એક ઉત્તમ ઔષધિ છે, જાત પર હસતાં શીખો તથા બીજામાં પણ રમૂજવૃત્તિ કેળવો.
[43] એક સફળ સંવાદનું રહસ્ય એ છે કે તમે વગર અસંમત થયે અસંમત છો.
[44] વ્યક્તિને ત્રણ ભાગમાં વહેંચી શકાય (1) જે કાર્ય કરે છે (2) જે કાર્ય કરતાં જુએ છે અને (3) જે એ વાતનું આશ્ચર્ય કરે છે કે આ કાર્ય કેવી રીતે થયું.
[45] સહાનુભૂતિ કોઈ દિવસ વ્યર્થ નથી જતી, જાતને આપવા સિવાયની.
[46] તમે જે ઈચ્છો છો એ મેળવવામાં આનંદ નથી, આનંદ તો જે છે એ માણવામાં-સ્વીકારવામાં છે.
[47] મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી.
[48] હસવામાં ઉડાડી દો… એક પ્રેશર કુકર ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી એમાં સુરક્ષા વાલ્વ નથી લાગેલો.
[49] તમે દુ:ખમાં પક્ષીઓને તમારા માથા પર ચકરાવો લેતાં નથી રોકી શકતા. પણ તમે એમને તમારા માથે માળો બનાવતા રોકી શકો છો.
[50] મિત્ર બનાવવાનો ફક્ત એક જ માર્ગ છે કે તમે ખુદના મિત્ર બનો.
Print This Article
·
Save this article As PDF
“શિક્ષણ એટલે જીવનની જુદી જુદી વિષમ પરિસ્થિતિઓ સામે ઝઝૂમવાની યોગ્યતા.”
“તમારા મગજમાં ઘણી વણખેડાયેલી જમીન છે, એના વિશે વિચાર કરો. કઠોર પરિશ્રમ કરવો એ હળ ચલાવવા સમાન છે, સારાં પુસ્તકો વાંચવાં એ એમાં ખાતર નાખવા જેવું છે અને શિસ્તપાલન એમાં જંતુનાશકનું કાર્ય કરે છે.”
“મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી.”
સાવ સાદી ભાષા અને છતાં ઊંડાણપૂર્વકનો અર્થ. ખરેખર સુંદર
મનનીય મણકાઓ.
મારી પાસે ચંપલ નથી એ વાતનો રંજ મને ત્યાં સુધી જ હતો જ્યાં સુધી મેં રસ્તા પર પગ વગરની વ્યક્તિને જોઈ નહોતી.
માત્ર ઉપર ના એક વાક્ય એ મારિ ઘણી અપેક્શા સન્તોશિ દિધિ છે.
વાક્યો ને સમજવાનિ વધારે જરુર છે.
ઑય હૉય !!! શુ વાત કરો છો !!!
very nice artile.
ખૂબ જ ઉપયોગી મણકાઓ.
આભાર,
નયન
If you feel, life is a tragedy. If you think, life is a comedy.
When student is ready, the teacher appears.
સરસ લેખ ..
“દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ”
આભાર,
શશી લાડ
Nice Collection. I really liked them
Mind adding some more to it?
જીવન મા સફળ થવાના ૧૧ સુત્રો
૧) તમે જે કામ આજે કરી શકતા હો તે કદી કાલ પર મુલતવી રાખશો નહી
૨) તમે જે કામ જાતે કરી શકતા હો તે કદી બીજા ને સોપતા નહી
૩) તમે જેટલુ કમાયા હો તેનાથી વધુ ખર્ચ ક્યારેય કરશો નહી
૪) ખરેખર જે વસ્તુ ની જરુર ના હોય તે વસ્તુ ક્યારેય ખરીદશો નહી પછી ભલે તે સસ્તા મા મળે
૫) ગુસ્સો આવે ત્યારે કઈ પણ બોલતા પહેલા મનમા ૧ થી ૧૦ ગણી કાઢજો, ગુસ્સો બહુ ભારે હોય તો પુરા ૧૦૦ ગણી નાખજો
૬) ભુખ અને તરસ કરતા આત્મસંતોષ ને વધુ મહત્વ આપજો
૭) કોઈ પણ કામ હાથ માં લો તો ખુબજ સંભાળી ને હાથ માં લેજો; સમય, શક્તિ અને તમારી આવડત નો પૂરેપુરો ક્યાસ કાઢી ને હાથ પર લેજો
૮) કોઈ પણ કામ કેટલી ઝડપે પુરું કર્યુ છે તેના કરતા કેવી રીતે પુરુ કર્યુ છે તે અગત્ય નુ માનજો
૯) Quatity કરતા Quality ને વધુ મહત્વ આપજો
૧૦) હમેંશા બીજા ના સારા કામો ની કદર કરવી; ભલે પછી તમારા કામો ની કદર થાય કે ન થાય; તમારા કામો નો તમને આત્મસંતોષ મળે તે વધુ અગત્ય નુ છે
૧૧) જીંદગી ને કોઈ પણ જાત ની શર્ત વગર પ્રેમ કરો
સૌને જીવનમાં ઉટતારવા જેવા સુત્રો.
આભાર
thankes to premalbhai for these wonderful sentenses i realy like it.i add a one wellknown sentense=nothing is impossible in the world.the word impossible means -I AM POSSIBLE.
ખુબ સરસ સુત્રો છે, અને તેમા ૧૧ સુત્રો એ ઓર સરળ રસ્તો બતાવ્યો છે. “અહા જીંદગી ” ખુબજ સરસ માસિક છે.
આમાહોલ મા બે શબ્દો લખું જે મે પણ ક્યાક વાંચેલા જ છે.
દેવું થાય તેવું ખર્ચવું નહિ, પાપ થાય તેવુંકમાવું નહિ,કલેશ થાય તેવુંબોલવું નહિ,રોગ થાય તેવુંખાવું નહિ,દેહ દેખાય તેવુંપહેરવું નહિ,
સહુનું કલ્યાણ થાઓ.
આભાર.
વ્રજ દવે
આ તો ગાગર મા સાગર જેવુ થયુ છે. સૌનો આભાર…
આપની કદર બદલ ખુબ ખુબ આભાર
ખરેખર ,
સાવ સાદી, સહુને સમજાય તેવી ભાષા , અને એકજ વાક્ય ઘણુ બધુ કહી દે છે
આભાર ,
ખરેખર સાચા મોતી.
જય્ શ્રિક્રિશ્ન
સુવક્યો સમજ્વા જેવ ચે.
ખરેખર સાચા મોતિ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
સમજવા અને જિવન્ મા ઉતાર્ વા લાઆયક ચ્હે.
પ્રેમલભાઈ,
જીવનમાં ઉતારવાના સુત્રો –જીવનની સાથે સાથે હ્રદયમાં પણ ઉતારવ જેવાં છે.
ખુબ સરસ સુત્રો ..
પ્રેમલે લખેલા ૧૧ સુત્રો પણ બહુ સરસ રહ્યા
ખરેખર ઉત્તમ લેખ.
તમારો ખુબ ખુબ આભાર…
સાથે સાથે પ્રેમલ ભાઈનો પણ આભાર કે જેમણે આવા ઉપયોગી એવા ૧૧ સૂત્રો લખી જણાવ્યા.
અપેક્ષા હાથી ( ગાંધીનગર)
wonderful …
બહુ જ સરસ અને ઉત્તમ લેખ…..
ખુબ સરસ વાક્યો …….
સરસ સુવિચાર
મેળવેલું જ્ઞાન જો જીવનમાં ન ઉતારીએ તો એની કોઇ કિંમત નથી.
David Starr Jordan:
Wisdom is knowing what to do next; Skill is knowing how ot do it, and Virtue is doing it.
સરસ છે, સુંદર છે એટલું કહીને બેસી ન રહેતાં ચાલો જીવનમાં ઉતારવાનો Honest પ્રયત્ન કરીએ
બહુ જ સ્રસ….
sara Vicharo a j suvichar….. darek manas na manma sat vicharno janm thato hoy ane te mujab jivan jive to ?
bahuj sara suvicharo …..
Hitesh Mehta
Bharti Vidhyalay – Morbi – 2
તમારા દીકરાને એક ફુલ આપશો તો એ ફક્ત એ દિવસે જ એને સુંઘી શકશે. એને છોડ ઉગાડવાનું શીખવી દો – એ રોજ સુવાસ માણી શકશે.
આ ખુબ જ સરસ લાગ્યુ અને હ્રદય્સ્પર્શિ પન લગ્યુ….
સરસ આભાર
ભયઓ ભયઓ………………….આન’દ આન’દ …………….મજા.મજા………………આભાર .
શૈલેશ / હસમુખ………………………..
દરેક વ્યક્તિ એ જ કરે છે જે એને ગમતું હોય છે, નહીં કે જે એણે વાસ્તવમાં કરવું જોઈએ.
greate !!!! exactly opposit to 3 Idiots the film suggests that give a freedom to your child whatever he or she wants to do
ખરેખર સુંદર
ખુબ સારી વેબસાઈટ છે
ખુબ જ સરસ સુવક્યો છે… જીવન મા ઉતારવા જેવા છે…જીન્દગી મા કદાચ ક્યારેક કામ આવી જાય..
આભાર,
સાગર
ઉત્તમ વાક્યો……
very nice
very nice collection eager to read next article …………………….hope we will read soon till that take care n keep smiling
Regards,
નિષાદ એચ..ડઢાણીયા ( i wonder it takes 10 min to write Nishad H. Dadhaniya 🙂 i think i should learn guj typing)
From – Pune(Mah)
9049044007
this article is so good….i was so inspired to read it ‘
આ ક્રુતિ ખુબ સરસ.
જિવન મા ખુબ ઉપ્યોગિ થસે.
This is very nice kruti.
i like all thought in there……
very nice …………………