Archive for July, 2009

યૌવનની અસ્મિતા – વનલતા મહેતા

[‘કપોળ સમાજ દર્પણ’ સામાયિક જુલાઈ-09માંથી સાભાર.] ‘પણ શું કામ ?’ ‘શું કામ નહીં ?’ ‘આ તમારી વડીલશાહી છે. તમે નક્કી કરો એમ જ મારે કરવું એ ક્યાંનો ન્યાય ?’ ‘ક્યાંનો ન્યાય એટલે ? અમે તારા માબાપ છીએ. તારું ભલું જ અમે ઈચ્છીએ ને ?’ ‘હવે આ બધા બોધવાક્યો પેટીમાં પૂરી દો. તમે આજના જમાનાને ઓળખો […]

સસલું કે સિંહ – ગિરીશ ગણાત્રા

એ દિવસોમાં એ ખૂબ જ હતાશા અનુભવી રહ્યો હતો. આપત્તિનાં વાદળો ચારે બાજુથી ઘેરાયેલાં અને ગમે ત્યારે તૂટી પડે અને પોતાને હતો ન હતો કરી નાખે એવી એની મનોદશા હતી. ઘરમાં એ એકલો હતો. પત્ની બાળકોને લઈને પિયર ગઈ હતી. ભૂખ બહુ લાગી નહોતી એટલે ફ્રીઝમાંથી બ્રેડ-બટર કાઢી એને ન્યાય આપતો ટી.વી. સામે બેઠો. કોણ […]

ડૉ. પ્રીતિ ભટ્ટ સાથે મુલાકાત – શ્રીલેખા રમેશ મહેતા

[‘નવનીત સમર્પણ’ જુલાઈ-09 માંથી સાભાર.] લોકસંગીત. લોકસંગીત એટલે જીવનનો ધબકાર, મનમાં થતો મધુરો રણકાર અને સાથે સાથે હૈયાને વલોવી નાખતો હાહાકાર. પિયુના અબોલા સહન ન થતાં સહિયરને થતી ફરિયાદ. પરણ્યા જોડે માંડેલી ગોઠડીની યાદ. પરદેશ વસતા વાલમના કાગળની જોવાતી રાહ. અને કાગળ મળ્યા પછી તેમાં પોતા વિશે એક અક્ષરનો પણ ઉલ્લેખ ન હોય તેનો વસમો […]

રમૂજનું રમખાણ – સં. તરંગ હાથી

[ રીડગુજરાતીને આ રમૂજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.] થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું : ‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’ ‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં […]

આદર્શ માનવનું નિર્માણ – સ્વામી વિવેકાનંદ

[‘આદર્શ માનવનું નિર્માણ’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1992) સાભાર.] [1] ભૂલો અને નિષ્ફળતાઓ એ છૂપા દૈવી ભોમિયા છે આપણું સંચાલન બળ આપણા વિચારો જ છે. મનમાં શ્રેષ્ઠ વિચારોને અપનાવો. રાતદિવસ એવા ઉત્તમ વિચારો જ સાંભળો અને કાયમ એનું મનન કરો. નિષ્ફળતાની ચિંતા કરો નહીં. એ તો સ્વાભાવિક છે. નિષ્ફળતા જીવનની શોભા છે. એના વગર જીવનમાં શું […]

જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો – સં. હરિશ્ચંદ્ર

[‘જીવનઘડતરના પ્રેરક પ્રસંગો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] એ તારો ગુલામ છે ! બાળપણમાં વિનોબાને ભૂતનો બહુ ડર લાગતો. ત્યારે મા તેને સમજાવતી કે ભૂત-બૂત તો નરી કલ્પના છે. ભગવાનના ભક્તોને ભૂત-પ્રેત કદી નથી સતાવી શકતાં. રામનામ લેવું એટલે બધાં ભૂત-પ્રેત ભાગી જશે. દીકરાને મા પર શ્રદ્ધા હતી એટલે […]

મરજીવા – વીનેશ અંતાણી

[તાજેતરમાં પ્રકાશિત થયેલું ‘મરજીવા’ જાણીતા સાહિત્યકાર શ્રી વીનેશભાઈ અંતાણીની ‘ડૂબકી શ્રેણી’નું બીજું પુસ્તક છે. આ લઘુલેખો બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના માણસોના નાજુક સંવેદનો અને અસીમ ભાવવિશ્વને પ્રગટાવે છે. સંવેદનશીલ સર્જકની કલમ મરજીવાની જેમ માનવમનના અતલ ઊંડાણમાં પ્રવેશીને સાચાં મોતીઓનો સાક્ષાત્કાર કરાવે છે. આપ શ્રી વીનેશભાઈનો આ સરનામે vinesh_antani@hotmail.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત […]

બટરિયો – મીનાક્ષી ચંદારાણા

[‘અખંડ આનંદ’ જુલાઈ-09માંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ માટે પરવાનગી આપવા બદલ શ્રીમતી મીનાક્ષીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. તેઓ ખૂબ સારા ગઝલકાર અને લેખિકા છે. તેમની અનેક કૃતિઓ વિવિધ સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે. આપ તેમનો આ સરનામે chandaranas@gmail.com અથવા આ નંબર પર +91 9998003128 સંપર્ક કરી શકો છો.] ‘ભઈ, તમે તે દી’ કેતા’તા, તે ઈ […]

ઈશ્વર પ્રત્યેની આસ્થા – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. શરદભાઈનો (અમદાવાદ) આ સરનામે સંપર્ક કરી શકો છો : drsharadthaker@yahoo.com ] ચોક્કસપણે યાદ નથી કે એ કયું વર્ષ હતું, પણ એટલી ખબર છે કે એ દિવસે અમદાવાદમાં એક રાતમાં બાર ઈંચ વરસાદ પડ્યો હતો. સમી સાંજથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને પછી તો આખી રાત ચાલ્યા કર્યો હતો. […]

શાંત પળોમાં – ગિજુભાઈ બધેકા

[બાળકોની ‘મૂછાળી મા’ તરીકે જાણીતા આદરણીય કેળવણીકાર સ્વ. શ્રી ગિજુભાઈ બધેકાના બાળ સાહિત્યથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. બાળસાહિત્ય ઉપરાંત તેમણે ચિંતનાત્મક વિચારોને તેમના સર્જનમાં વહેતા મૂક્યા છે. ‘શાંત પળોમાં’ નામનું આ પુસ્તક ગિજુભાઈના નવા સ્વરૂપનો પરિચય કરાવે છે. મૂળ 1934માં લખાયેલ આ પુસ્તકની છેલ્લી આવૃત્તિ 1983માં થઈ હતી. તે પછી આ પુસ્તક અપ્રાપ્ય છે. […]

માણસ છે, બિઝનેસ કરે છે – કૃષ્ણ દવે

[ ‘કવિતા’ વિશેષાંકમાંથી સાભાર. રીડગુજરાતીને આ કૃતિ માટે પરવાનગી આપવા બદલ શ્રી કૃષ્ણભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9426563388 ] પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે. ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે. અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને, પોતે તડકો […]

ભજી લેને કિરતાર (ચાબખા) – ભોજા ભગત

પ્રાણિયા, ભજી લેને કિરતાર આ તો સ્વપનું છે સંસાર….. (2) ધન દોલતને માલ ખજાના પુત્ર ને પરિવાર, એમાંથી જાશ તું એકલો, પછે ખાશ જમના માર…… પ્રાણિયા… ઊંચી મેડીને અજબ ઝરુખા, ગોખ તણો નહીં પાર, કોટિધ્વજને લક્ષપતિ તેના બાંધ્યા રહ્યા ઘરબાર……… પ્રાણિયા….. ઉપર ફરેરા ફરહરે ને, હેઠે શ્રીફળ ચાર, ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે […]

અમૃતવર્ષા – ચંદ્રેશ શાહ

[‘અમૃતવર્ષા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી ચંદ્રેશભાઈનો (જામનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9998093550. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યોના અંતે આપવામાં આવી છે.] [1] હશે શબ્દ મારો પણ સિકંદર હશે આત્મા જો એની અંદર હશે ચૂમશે લઈ આદમીને ગોદમાં લાગણીનો એ સમંદર હશે […]

ત્રિપથગા – રમેશ પટેલ ‘આકાશદીપ’

[‘ત્રિપથગા’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રમેશભાઈનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +1 951-736-8089 અથવા આ સરનામે rjpsmv@yahoo.com  સંપર્ક કરી શકો છો : પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જોબન જેવું જોબન જેવું જગમાં, કોઈ દીઠું ના આજ અંગઅંગમાં ઊછળે કંઈક અજબ ગજબનું રાઝ […]

સમીક્ષા – રોહિત શાહ

[ ‘નારી, તું તો ન્યારી !’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1990) સાભાર.] સમીક્ષાને હું નાનપણથી ઓળખું. શ્રીમંત માતાપિતાની એકની એક દીકરી. લાડકોડમાં ઉછરેલી એટલે જરા સ્વતંત્ર મિજાજની. કોઈ વખત જીદ ઉપર આવી જાય તો તોબા કરાવી મૂકે ! આડોશ-પાડોશમાં ય કોઈ એનું નામ ન લે ! એની છાપ જ એવી પડેલી કે સૌ એનાથી ચેતીને ચાલે. […]

બુદ્ધિની બલિહારી – કનુભાઈ રાવલ

[‘વિક્રમ અને વૈતાળની વાતો’ પુસ્તકમાંથી સાભાર.] દોડતો દોડતો વિક્રમ સ્મશાનમાં અશોક વૃક્ષ નીચે આવ્યો. આછા પ્રકાશમાં ઉંચે નજર કરી. ડાળી પર એક શબ લટકતું હતું. વિક્રમ ઝડપથી ઝાડ પર ચડ્યો અને શબને નીચે ઉતાર્યું. ખભે નાખીને તે ઝડપથી ચાલતો થયો. શબે સળવળાટ કર્યો. તેમાં છુપાયેલો વૈતાળ બોલ્યો : ‘વિક્રમ, તારી વીરતાનો હું પ્રશંસક છું. પણ […]

લતા મંગેશકર – રજની વ્યાસ

[‘અવિસ્મરણીય વ્યક્તિચિત્રો’ પુસ્તકમાંથી (આવૃત્તિ : 1988) સાભાર.] 1942ના વર્ષના એપ્રિલ મહિનાનો એક દિવસ… મરાઠી રંગભૂમિના એક વખતના ખ્યાતનામ અદાકાર અને સંગીતકાર દીનાનાથ મંગેશકર લથડેલી તબિયતે ઘેર આવ્યા. તેમના કાનમાંથી લોહી દદડતું હતું. આઠ દિવસ સુધી તેમને પથારીમાં જ રહેવું પડ્યું. એક રાતે તેમની તબિયતે ગંભીર સ્વરૂપ પકડ્યું. પોતે જ્યોતિષ જાણતા હતા. એટલે તેમણે પોતાનું ભાવિ […]

અપશુકન – પુષ્પાબેન પંડ્યા

[પુન:પ્રકાશિત] આજે તો સુનીતાએ દ્રઢ નિશ્ચય કર્યો કે શૈલેષ આવે એટલે તેને મૌખિક નોટિસ આપી જ દેવી કે, ‘હું આવતીકાલે મારે પિયર જવાની છું’ છેલ્લાં પંદર દિવસથી સુનીતાએ આવો નિશ્ચય કર્યો હતો, પણ તેનો નિશ્ચય અમલમાં આવતો નહીં. ‘ઓવરટાઈમ’ કરીને થાક્યોપાક્યો શૈલેષ આંગણામાં દેખાતો કે સુનીતા સામે દોડી જતી. તેના હાથમાંનું પાકીટ લઈ લેતી. શૈલેષ […]

સ્વપ્નભંગ – પૂજા તત્સત્

[‘નવનીત સમર્પણ’ જુલાઈ-2009માંથી સાભાર.] સરકતી લીસી રેતીમાં એ આમથી તેમ ફંગોળાઈ રહી હતી. રેતીનું અફાટ રણ દૂર દૂર સુધી ફેલાયેલું હતું. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ મખમલી સોનેરી રેતી જ રેતી. ઊંચાનીચા સોનેરી ઢોળાવો. પવનના સપાટાથી વારે વારે ઊપસતી, બદલાતી અને અદશ્ય થતી રેતીની ભાતો. ઘડીમાં એ રેશમી રેતીમાં પગ ખોડીને ઠેરવીને ઢોળાવની […]

અંતરનાં અજવાળાં – કૃપાશંકર જાની

[‘અંતરનાં અજવાળાં’ પુસ્તકમાંથી સાભાર.] [1] માની આજ્ઞા હું જ્યારે નવો નવો શિક્ષક તરીકે દાખલ થયો હતો તે વખતની વાત છે. દસમા ધોરણમાં હું સંસ્કૃતનો વર્ગ લઈ રહ્યો હતો. મારું ધ્યાન સંસ્કૃત શ્લોકોના અર્થ શીખવવા પર કેન્દ્રિત હતું. એટલામાં મેં કોઈનો અવાજ સાંભળ્યો, ‘સાહેબ, અંદર આવી શકું ?’ ‘હા. મારી રજા મળતાં જ એક પંદર વર્ષનો […]

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

[માનવીય સંબંધો, સ્વભાવ, જીવન અને પ્રકૃતિના વિષયો પર હૃદયને સ્પર્શે એવી ભાષામાં ચિંતન રજૂ કરવાની કૃષ્ણકાંતભાઈની કલમની કુશળતા છે. ગુજરાત સમાચારની રવિપૂર્તિ અને દિવ્ય ભાસ્કરની કળશપૂર્તિમાં પ્રકાશિત થયેલા તેમના 300થી વધુ ‘ચિંતનની પળે’ કૉલમના લેખો માંથી ચૂંટેલા લેખોનો સમાવેશ કરતા આ પુસ્તકનું તાજેતરમાં શ્રી ગુણવંતભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ […]

બાળકની શૈક્ષણિક સફળતાનું વિજ્ઞાન – અશોક પટેલ

[બાળકોના ઉછેર અને ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન આપતા શ્રી અશોકભાઈના અનેક સેમિનારો સૂરત ખાતે યોજાયા છે. દરેક માતાપિતાએ તેમાં ખરેખર ભાગ લેવા જેવો છે. બાળકોમાં સંસ્કાર સિંચનથી લઈને તેમની શૈક્ષણિક સફળતા માટેની અનેક સુંદર વાતો તેઓ વૈજ્ઞાનિક ઢબે કહીને સામાજિક જાગૃતિનું એક સુંદર કામ કરી રહ્યા છે. તેમનું આ પુસ્તક પણ આ તમામ બાબતોને દષ્ટાંત […]

કુદરતી સૌંદર્યથી ભરેલું સ્થળ : પાસીઘાટ – હેતલ દવે

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.] અરૂણાચલ પ્રદેશના પૂર્વ સિયાંગ જિલ્લામાં આવેલ પાસીઘાટ રાજ્યનું સૌથી જૂનું નગર છે. જેની સ્થાપના સન 1911માં થઈ હતી. અંગ્રેજોએ અહીંના સ્થાનિક લોકો આસામના મેદાનોમાં ધંધો-વ્યવહાર કરતા થાય તેમાં મદદરૂપ થવા પાસીઘાટ ખાતે એક પોલીટીકલ ઑફિસરની નિમણૂક કરી હતી. આ વિસ્તારમાં વસતા પાસી જાતિના લોકો પરથી ગામનું નામ પાસીઘાટ પડ્યું છે. પાસીઘાટને ‘અરુણાચલનું […]

મારામાંથી આખું ગામ અદશ્ય થઈ જાય છે…! – પંકજ ત્રિવેદી

[વ્યવસાયે કલાર્કની ફરજ બજાવતા શ્રી પંકજભાઈ (સુરેન્દ્રનગર) સ્વભાવે સાહિત્યકાર છે. તેમની અનેક વાર્તાઓ અને કૉલમોને લોકપ્રિય અખબારોમાં સ્થાન મળ્યું છે. હાલમાં તેઓ ફૂલછાબમાં ‘મર્મવેધ’ નામની કૉલમ લખી રહ્યા છે. આ નામે તેમનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી પંકજભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો […]

વાનગી વૈવિધ્ય – સરયુ શાહ

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.] [1] ચટપટી ચાટ સામગ્રી : 50 ગ્રામ મગ, 50 ગ્રામ મસૂર, 50 ગ્રામ ચણાની દાળ, 50 ગ્રામ કાબૂલી ચણા, 50 ગ્રામ રાજમા, 1 વાટકી તાજું દહીં, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી મીઠું, અડધી ચમચી મરચું, 2 લીલાં મરચાં સમારેલાં, કોથમીર બારીક સમારેલી, 1 ડુંગળી બારીક સમારેલી, 1 લીંબુ. રીત: બધાં કઠોળને […]

Copy Protected by Chetan's WP-Copyprotect.