જો જો હસતાં નહીં !! – સં. તરંગ હાથી
[ રીડગુજરાતીને આ રમુજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા આ સરનામે hathitarang@gmail.com સંપર્ક કરી શકો છો.]
છગન : ‘એના એકાએક મૃત્યુનું કાંઈ કારણ ?’
મગન : ‘હા, એ ભૂલકણો હતો. સંભવ છે કે શ્વાસ લેવાનું ભૂલી ગયો હોય…’
***********
પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી બનાવ ને !’
પત્ની : ‘હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ !’
***********
બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા ઘૂસ્યા.
ખમીસ પરના ભાવની કાપલી જોઈ એક ચોરે બીજાને કહ્યું : ‘જો તો ખરો ! માળા લૂંટવા જ બેઠા છે !’
***********
એક યાત્રી : ‘ગાડીઓ આટલી મોડી દોડતી હોય તો આ ટાઈમટેબલ શા કામના ?’
ટિકીટચેકર : ‘તમે તો ગાડીઓ સમયસર આવશે તો એમ કહેશો કે આ વેઈટિંગરૂમ શા કામના ?’
***********
એક શેઠનો છોકરો ઘણાં વર્ષોથી એમ.એ.માં નાપાસ થયા કરતો હતો.
શેઠનો મિત્ર : ‘એમ.એ પાસ કરીને તમારો પુત્ર શું બનશે ?’
શેઠ : ‘દાદા’
મિત્ર : ‘એટલે ?’
શેઠ : ‘જ્યારે તે એમ.એ પાસ કરશે ત્યાં સુધીમાં તેના છોકરાનાંય છોકરાં થઈ જશે !’
***********
પુત્રી : ‘મા, હું નિલેશ સાથે કદી લગ્ન નહીં કરું. એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.’
મા : ‘તું ફિકર ન કર દીકરી. લગ્ન થઈ જવા દે, પછી એ આપોઆપ માનતો થઈ જશે.’
***********
એક કેદી બીજાને :
‘તને કેટલા વર્ષની સજા થઈ છે ?’
‘અઢાર વર્ષની…. અને તને ?’
‘મને પંદર વર્ષની….’
‘તો પછી તું તારો ખાટલો બારણા પાસે રાખ, તારે વહેલા જવાનું છે.’
***********
એક ઘર પાસે ભિખારીએ ખાવાનું માગ્યું.
અંદરથી બહેને ટિફિન ભરીને બહાર આવ્યા અને ખાવાનું બધું આપી દીધું.
પતિનું મગજ ફાટ્યું.
‘આ શું ? બધું ખાવાનું ભિખારીને આપી દીધું ? હવે એ રોજ આવતો થઈ જશે તો ?’
બીજા દિવસે ભિખારી એ સમયે આવીને ઊભો રહ્યો.
પતિ કહે : ‘જો મેં કહ્યું હતું ને કે આને ટેવ પડી જશે ?’
ભિખારી વચ્ચે બોલ્યો : ‘તમે લોકો લઢો નહીં. હું તો રસોઈ બનાવવાનું એક પુસ્તક બહેનને ભેટ આપવા આવ્યો છું ! કેવી ભયંકર રસોઈ બનાવે છે !’
***********
છગન : ‘એવી કઈ જગ્યા છે જ્યાં પૈસાદાર માણસ પણ હાથમાં વાસણ લઈને ઊભો રહે છે ?’
મગન : ‘એવી તે કઈ જગ્યા ? યાદ નથી આવતું.’
છગન : ‘સિમ્પલ ! પાણીપૂરીની લારીએ…!!’
***********
સંસ્કૃતના ટીચરે પૂછ્યું :
‘તમસો મા જ્યોર્તિગમય…. આનો અર્થ શું થાય ?’
સ્ટુડન્ટે ફટ દઈને કીધું : ‘તમે સુવો, મા ! હું જ્યોતિના ઘરે જઈને આયો !’
***********
પોલીસ ઈન્સ્પેક્ટર (હવાલદારને) : ‘ડફોળ, તને ખબર હતી કે ચોર રાતના સમયે મીનીસ્ટર સાહેબની કેબિનમાં જઈને સંતાઈ ગયો હતો. તો તેં એની ધરપકડ કેમ ના કરી ?’
હવાલદાર : ‘કારણ કે બહાર બોર્ડ મારેલું હતું – પરવાનગી વિના અંદર આવવું નહિ.’
***********
પતિ : ‘હું મરી જઈશ ત્યારે તને મારા જેવો બીજો માણસ નહીં મળે.’
પત્ની : ‘તમારા જેવો બીજો માણસ મને જોઈએ છે એવું તમને કેમ લાગ્યું ?’
***********
પ્રથમ સૈનિક : ‘તું કેમ આર્મીમાં જોડાયો ?’
બીજો સૈનિક : ‘મારી પત્ની નથી અને મને યુદ્ધ ગમે છે. પણ તારું શું ?’
પ્રથમ સૈનિક : ‘મારે પત્ની છે પણ મને શાંતિ ગમે છે.’
***********
કંજૂસ 14મે માળેથી નીચે પડ્યો.
નીચે પડતાં પડતાં પોતાના ઘરની બારીમાંથી પત્નીને રોટલી બનાવતાં જોઈ બરાડ્યો : ‘મારી રોટલી નહીં બનાવતી.’
***********
યમરાજ ધરતી પર આવીને બાર બાટલી પી ગયા. આશ્ચર્યથી વેઈટરે એમને પૂછ્યું :
‘તમને નશો ચઢ્યો નહિ ?’
યમરાજ : ‘ના. કારણ કે હું ભગવાન છું.’
વેઈટર મનોમન બબડ્યો : ‘હવે એને ચઢી ગઈ લાગે છે !’
***********
છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’
***********
સંતાસિંહ જંગલમાંથી પસાર થતો હતો. એક ઝાડ પરથી મોટો અજગર લટકતો જોઈને સંતાસિંહ બોલ્યો : ‘સિર્ફ લટકને સે હાઈટ નહીં બઢેગી, મમ્મી કો બોલો કે કોમ્પ્લાન પિલાયે !!’
***********
એક દિવસ એક નાનકડો ઉંદર હાથી પાસે આવીને કહેવા લાગ્યો :
‘હાથીભાઈ હાથીભાઈ, મને તમારો શર્ટ આપો ને !’
હાથી હસવા લાગ્યો : ‘કેમ ? તારે પહેરવો છે ?’
ઉંદર કહે : ‘ના, ના. આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ લગાવવો છે !’
***********
એક કંજૂસ મરણપથારીએ બૂમો પાડવા લાગ્યો :
‘મારો પુત્ર, પુત્રી ક્યાં છે ?’
દીકરો અને દીકરી બોલ્યાં : ‘અમે અહીંયા જ છીએ, પપ્પા !’
‘તમારી મમ્મી ક્યાં છે ?’
એની પત્ની બોલી : ‘હું પણ અહીં તમારી પાસે જ છું.’
‘નાનોભાઈ અને ભાભી ક્યાં છે ?’
તેઓ બોલ્યા : ‘અમે અહીં તમારી બાજુમાં જ બેઠા છે.’
કંજૂસ બોલ્યો : ‘ડફોળો ! તમે બધા અહીં બેઠા છો તો અંદરના રૂમમાં પંખો કેમ ચાલુ છે ?’
***********
પ્રકાશક : તમારા માટે એક સારા સમાચાર છે અને બીજા માઠા સમાચાર છે.
લેખક : સારા સમાચાર પહેલા આપો.
પ્રકાશક : ગૌરીને તમારી નવલકથા ખૂબ ગમી છે અને એ આખી રીતસર એને પચાવી ગઈ છે !
લેખક : અને માઠા સમાચાર શું છે ?
પ્રકાશક : ગૌરી મારી ગાયનું નામ છે.
***********
મનુ અને કનુ ખાસ મિત્રો હતા. પણ ઝઘડો થવાના કારણે એમની દોસ્તી તૂટી ગઈ હતી. જ્યારે મનુનો જન્મ દિવસ આવ્યો ત્યારે તેની મમ્મીએ બધા મિત્રો સાથે તેને પણ બોલાવવાનું કહ્યું.
એ વખતે મનુ કનુના ઘરે ગયો અને કહ્યું : ‘આવતી કાલે મારો જન્મ દિવસ છે. તારામાં હિંમત હોય તો આવી જજે.’
***********
રોહિત : ‘તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?’
અમિત : ‘સાવ સીધી વાત છે. જ્યારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે તો એક પણ ઘોડો તે જોવા નહિ આવે.’
***********
એક નેતાજી પોતાના ભાષણમાં પ્રજાને સંબોધન કરી રહ્યા હતા. ‘જાગો અને તમારા પગ પર ઉભા રહેવાની કોશિશ કરો.
‘હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.’ પાછળથી અવાજ આવ્યો.
***********
ટ્રક અકસ્માતમાંથી સંપૂર્ણ સાજા થઈ ગયા હોવા છતાં ગભરાઈ રહેલા દર્દીને જોઈને ડૉકટરે પ્રશ્ન કર્યો.
‘કેમ ભાઈ ? હવે તો તમે સંપૂર્ણ સાજા છો તો ગભરાયેલા કેમ દેખાવો છો ?’
દર્દી બોલ્યો : ‘સાહેબ વાત એમ છે કે, જે ટ્રક સાથે મારો અકસ્માત થયો હતો તેની પાછળ લખ્યું હતું ‘ફિર મિલેંગે.’’
***********
દાંતનો ડૉકટર : ‘આ હાથ નચાવવા અને મોં મચકોડવાનું બંધ કરો. હજુ તો હું તમારા દાંતને અડ્યો પણ નથી.
દર્દી : ‘અડ્યા તો નથી પણ તમે મારા પગની આંગળીઓ પર ઊભા છો.’
હાસ્ય એ માનવ માત્ર નો સ્વભાવ તે પશુથી જુદો પડૅ તે હાસ્ય ને કારણૅ તનદુરસ્તીમાતે હાસ્ય જરુરી જે ખડખડાટ હસી ના શકે તેનાથી ચેતજૉ
ડૉ સુધાકર હાથી
વેઈટિંગ રૂમ વિષે ટિકીટચેકરની સમયસરની સિક્સર ગમી અને ભિખારીની ભેંટ ?
વાહ ભાઈ વાહ…!!!
😀 😀
ઝાડા માણસો મોજીલા હોય અને તેને મોજીલા રહેવું જ પડે.
કોઇ મસ્તી કરી જાય તો તેની પાછળ વધારે દોડી ન શકેને.
જાડા કે ઝાડા (આ તો એક બીજી મજાક)
જાડા હોય કે ઝાડા , બન્ને મા result તો સરખુ જ આવે i.e. પાછળ દોડી ના શકે!!!!!!! ઃ)
તરંગ ભાઇ…
ખરેખર આ વખતે પહેલા કરતા પણ વધુ મઝા આવી.
હજી પણ આવા સરસ જોક્સ લખતા રહો અને અમને હસાવતા રહો….
આભાર…
અપેક્ષા હાથી.
વાહ ભાઈ વાહ્
ખૂબ મજાના જોક્સ.
આભાર,
નયન
Santa bada dukhi tha, kisi ne pucha itni tension me kyon ho?
Santa: Ek dost ko 3 lac plastic surgery k liye diye the, ab use pehchan
nahin pa raha
************ ********* ********* ********* ********* ********* ****
Driver: Sir ji, petrol khatam ho gaya , gaadi aage nahi ja sakti.
Banta: Chalo Phir, wapis le chalo.
************ ********* ********* ********* ********* ********* ****
Santa: Wo dekh teri biwi ko saanp kaat raha hai.
Banta: Are tension mat le, Jeher bharwane aya hoga…
************ ********* ********* ********* ********* *********
Banta: Kal Muje 10 logo ne Peeta.
Santa: Phir tune kya kiya?
Banta: Maine kaha salon ek-ek karke aao.
Santa: Phir?
Banta: Phir kya, Salon ne ek-ek karke dubara Peeta !
નયનભાઈ,
પહેલો અને છેલ્લો બે સાંભળેલા, અને બીજો-ત્રીજો નવા.
બધા સરસ.
આભાર.
જિજ્ઞેશ.
બધા જ સામ્ભળેલા છે.
ખુબજ સુન્દર જોકસ, બહુ મજા આવિ.
kharekhar saras jokes. maja aavi ghai ane sathe panchalbhai na jokes vachi ne hasya ma vadhare umero thayo.
Abhar Tarangbhai.
હાસ્ય તો જીવનનું લુબ્રીકન્ટ છે.
Really nice jokes…maja avi gai..
My morning start with lots of fun…………………………………………..simply nice
hase tenu gar vase.
avi j rite hasavta raho.
keep it upppppppppp
urvi
waah…… very nice !! maja avi gai ……..!!
I didnt laugh at alll… I guess I forgot to laugh of almost all jokes!
ખુબ સારા જોક્સ છે.
આભાર
વ્રજ
ફિર મિલેંગે…
ખુબ મજા આવિ.
ખડખડાટ હસવું આવ્યું… ને તમે કહો છો કે હસતાં નહી !!
ખુબ જ મજા પડી ગઈ.
ખરેખર સરસ જોક્સ છે.
The greatest is the sixer of Ticket checker on the Googly of Yatri…!!! 🙂
મને તો ઘણા વ્ખ્ત બાદ થયુ.હથિ મજેદાર લખે ૬.
ખરેખર ખુબ સરસ જોક્સ હતા
વાચિ ને ખુબ મજા આવી
પારદર્શી અભિપ્રાય આપવા બદલ રીડગુજરાતીના સુજ્ઞ વાચકો અને મૃગેશભાઇનો ખુબ ખુબ આભાર.
તરંગ ભાલચન્દ્ર હાથી,
ગાંધીનગર.
પહેલ વાર ગુજરાતી લખુ છુ. લેખ વાચી ને મઝા આવી
‘તમસો મા જ્યોર્તિગમય…. આનો અર્થ શું થાય ?’
સ્ટુડન્ટે ફટ દઈને કીધું : ‘તમે સુવો, મા ! હું જ્યોતિના ઘરે જઈને આયો !’
😀 😀 😀
પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’
😀 😀 😀
Mv.Tarangbhai,
JAY HATKESH. BAHU MAJA PADE CHHE .
PL.COME AGAIN INTO HATKESHGROUP.
THANKS.
ASHUTOSH
બહુ સરસ જોક્સ છે. બહુ મજા આવી
i followed ur instruction…….i did not laugh at all….
this jokes would b new 4 oders……but not 4 me…..i read dis pj’s frequently……..
સાચે જ બહુ મજા આવી. મોટા ભાગના જોક્સ જૂના છે તો પણ હસાવી ગયા….
Good one…
keep it up…..
A
hi tarang bhai Nachiket here,
Jay Hatkesh………..
Jokes are adorably good. Hope you’ll continue to wright.
Give regards to all from Paresh antani n family…………………..
antani nachiet paresh bhai,
wright or write?
what ever you think………….
‘whatever you think………….’ I hope ama tame trupti ben kai bhul nai kadho…………
વાહ ટેસળો પડી ગયો
આપ ના હાસ્ય માટે ના પ્રયત્નો બિરદાવુઁ છુઁ, પરન્તુ (તમસો મા જ્યોતિર્ગમય ) જેવા વેદ વાક્યો નુઁ આવુઁ અર્થઘટન આપની પ્રતિભા ને ઝાઁખી પાડે છે,અર્થાત આવુઁ હાસ્ય સમાજ ને પિરસવા માઁ આપણી વૈદિક વિરાસત ને સાચવવા પ્રામાણિક પ્રયત્નો ની અપેક્ષા રાખતો આપનો એક ગજરાતી ભાઈ,,,,
પતિ : ‘તું રોટલી તો સારી બનાવે છે પણ મારી મમ્મી જેવી નથી બનતી. મમ્મી જેવી રોટલી બનાવ ને !’
પત્ની : ‘હા ચોક્કસ. મમ્મી જેવી રોટલી તો હું બનાવું પણ પહેલાં તમે તમારા પપ્પા જેવો લોટ બાંધતા તો શીખી જાઓ !’
…………………boss…………..gr8 ….gr8…………………….AAMA KONE YADD KAARVA………
MAZA PADI GAYE…………KHUB JA SUNDAR…..jivan ma rotali…… ras aAVI GAYO…….
હાસ્ય એ દવા છે.ખરેખર સુંદર જોક્સ પીરસેલ છે. ખુબખુબ અભિનંદન
it was a nice jokes thank you.
really very nice jokes. we like many of them. also told our childrens
‘સિર્ફ લટકને સે હાઈટ નહીં બઢેગી, મમ્મી કો બોલો કે કોમ્પ્લાન પિલાયે !!’
MAJAA AAVI GAYI….
છગને એક સામાયિકમાં જાહેરાત આપી : ‘પ્રિય વાચકો, હું ગાંધીજીના ફોટા ભેગા કરું છું. તમે મદદ કરી શકો છો. તમારા ઘરમાં જેટલી પણ 500/1000 રૂપિયાની નોટ હોય એ મને મોકલી દેવા વિનંતી.’——
આ ધંધો બહુ સારો લાગ્યો….હા હા હા હા હા,…..
જબરજસ્ત હાસ્યનો હલવો……!!!!
એક વાર બે પાગલ ગામડા માથિ શહેર મા આવ્યા. ઉન્ચિ બિલ્ડિન્ગ જોઇ એક કેહ ચાલ આને ગામડે લૈ જયે,..બન્ને શર્ટ ઉતારિ ને ધક્કો મારતા હતા….એક બિજો પાગલ એમના શર્ટ લઇ ગયો થોડિ વાર પછેી એક પાગલ કેહ આપ્ને કેટ્લા દુર આવિ ગયા અપના કપડા પણ નથિ દેખાતા
‘જો તો ખરો ! માળા લૂંટવા જ બેઠા છે !’
‘તમે તો ગાડીઓ સમયસર આવશે તો એમ કહેશો કે આ વેઈટિંગરૂમ શા કામના ?’
‘તો પછી તું તારો ખાટલો બારણા પાસે રાખ, તારે વહેલા જવાનું છે.’
‘સિમ્પલ ! પાણીપૂરીની લારીએ…!!’
‘તમે સુવો, મા ! હું જ્યોતિના ઘરે જઈને આયો !’
‘હવે એને ચઢી ગઈ લાગે છે !’
‘ના, ના. આ તો મારી દીકરીના લગ્ન છે એટલે મંડપ લગાવવો છે !’
‘આવતી કાલે મારો જન્મ દિવસ છે. તારામાં હિંમત હોય તો આવી જજે.’
‘હું તો ક્યારનોય કોશિશ કરું છું, પણ આ પોલીસવાળો વારેઘડી મને બેસાડી દે છે.’
વાહ તરંગભાઈ, મોજ પડી ગઈ.
બહુજ સરસ ખુબ ગમ્યુ, નાગર શિરોમનિ તમરિ પ્રગતિ થાય ઈજ શુભેીચ્હ સાથે જૈ હાત્કેશ્
મુન્જલ મેહ્તા
ભાઈ તરંગ , નાગરો માં હાસ્ય તો લોહી માં જ હોય ને તમે સુંદર રજૂઆત કરી છે. જોક્સ તો કદી વાસી થતી જ નથી .મજા આવી ,આજ રીતે આપતા રેહજો .
નિરંજન બુચ
માફ કરશો. મારા માટે તો એક પણ નવો જોક ન હતો. મે તો આ બધા ક્યારનાયે સામ્ભળેલા છે. આ બધા SMS જ છે.
હાસ્ય ક્યારેય જુનુ નથિ થતુ..હ્સવુ આવે તો હસિ લો…શોર્ટ મેસેજ કરતા સ્વિટ મેસેજ હતા..સ્વિટ હમેસા મિઠિ જ લાગે..
ReadGujrati નિ થાળિ મા પિરસતા રહો..