કાવ્યો – સોનલ પરીખ

[રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા માટે સાહિત્યકાર અને અનુવાદક સોનલબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : sonalparikh1000@gmail.com ]

[1]
તિમિરમા તરતી ચાંદનીની સપાટી
નીરવપણે વાતા પવનથી
જરા જરા હલી
પાછી સ્થિર થાય છે

કાળી ગાઢ એકલતા સોંસરવી જતી એક કેડી
કંપી રહી છે શૂન્ય રવમાં

સન્નાટાને ફંફોસી રહેલા મારા હાથ…
… મારા હાથમાં
કોઈના નામની
કોઈ રેખા નથી ?

[2]
કોણ જાણે
કેટલા ય જન્મોથી
મારામાં ફુંકાતી રહી છું હું
ગરમ ધૂળની ડમરી જેવી

શૂન્યતાના એ સૂકા વમળમાં
તું સ્ફૂર્તિથી તરી રહ્યો છે

જન્મ્યું છે એ વમળ જ્યાંથી –
નહીં વહેલા આંસુના તે થીજેલા દરિયાને વટાવી
તેને સીમાડે ઝૂરતી
મારી નજરમાં નજર પરોવી રહ્યો છે…

[3]
હું અકબંધ છલકતું ચોમાસું
તું મસ્ત પવનની લહર

તું મને ખોલતી કળ
હું તારામાં ખૂલતી પળ

તરસ અને તૃપ્તિના
આછા-ઘેરા વાદળ ફરતું
ગુંથાયું છે જે ઘનઘોર આકાશ
તેના મંડપ નીચે
આવ પ્રિય
આ ચોકી કરતા સમયને છળ

આંખ મળ્યાની પળને
ફરી એક વાર મળ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાદળ વરસાદી છે – ધ્રુવ ભટ્ટ
રંગભર સુંદર શ્યામ રમે – લોકગીત Next »   

12 પ્રતિભાવો : કાવ્યો – સોનલ પરીખ

 1. સુંદર રચનાઓ…અભિનંદન.

  “સન્નાટાને ફંફોસી રહેલા મારા હાથ…
  … મારા હાથમાં
  કોઈના નામની
  કોઈ રેખા નથી ?”

 2. P Shah says:

  સુંદર કાવ્યો !
  અભિનંદન !

 3. Nitin says:

  બહુજ સરસ, સુન્દર કાવ્યો! અભિનદન….

 4. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  નયન

 5. સ્‍નેહલભાઇ પટેલ. ગાંધીનગર. says:

  હું અકબંધ છલકતું ચોમાસું
  તું મસ્ત પવનની લહર

  અતિસુંદર વર્ણન, અતિસુંદર શબ્‍દોની રચના…

  વાહ…. બને રચનાઓ બહેન સોનલની
  બને એ તો અસ્‍સલ સોના જેવી.

 6. Jagat Dave says:

  ત્રીજી રચના ખુબજ ઉતમ.

 7. preeti dave says:

  છેલ્લી રચનામા અભિવ્યક્તિ ટોચ પર..
  “આવ પ્રિય
  આ ચોકી કરતા સમયને છળ”..
  ક્યા ખૂબ કવિયત્રી… 🙂

 8. Ramesh Patel says:

  ભીંજવી નાખે એવી કમાલની કમાલ.
  ાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. Philmina says:

  “સન્નાટાને ફંફોસી રહેલા મારા હાથ…
  … મારા હાથમાં
  કોઈના નામની
  કોઈ રેખા નથી ?”

  Kharekhar Dil ni vat ne Shayari / Kavya banavi didhu…

 10. હું અકબંધ છલકતું ચોમાસું
  તું મસ્ત પવનની લહર

  તું મને ખોલતી કળ
  હું તારામાં ખૂલતી પળ

  ખુબજ સરસ
  સોનલબેન.

 11. kirttbhai joshi says:

  હું અકબંધ છલકતું ચોમાસું
  તું મસ્ત પવનની લહર

  તું મને ખોલતી કળ
  હું તારામાં ખૂલતી પળ

  ખુબજ સરસ
  સોનલબેન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.