વાદળ વરસાદી છે – ધ્રુવ ભટ્ટ

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે સુપ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર ધ્રુવભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે dhruv561947@yahoo.com સંપર્ક કરી શકો છો.]

clouds

આજ હવે વરસાદ આવશે આજે વાદળ વરસાદી છે
ઉનાળાની કથા પૂરી થઈ હવે ચડી તે પરસાદી છે

ઝાડ પાંદડે રાહ ધરી છે સઘળા શ્વાસો દંગ કરીને
પણે દિશાઓ સાજ સજે છે ખૂલ્લી બારી બંધ કરીને
દૂર દૂર હણહણતે ઘોડે જાન ચડે તે દરબારી છે
આજ હવે વરસાદ આવશે આજે વાદળ વરસાદી છે

અસીમ ખુલ્લા નભને કિલ્લા-કેદ પડે તે પળ આવે છે
આજ સુધી સ્વચ્છંદ તપ્યાને કાબુ કરવા જળ આવે છે
ન્હાઈ-ધોઈ લે પછી નીકળશે સૂરજ આજે મરજાદી છે
ઉનાળાની કથા પૂરી થઈ હવે ચડી તે પરસાદી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારું મનગમતું સાહિત્ય – પ્રિમા શાહ
કાવ્યો – સોનલ પરીખ Next »   

11 પ્રતિભાવો : વાદળ વરસાદી છે – ધ્રુવ ભટ્ટ

 1. Mukesh Pandya says:

  “ન્હાઈ-ધોઈ લે પછી નીકળશે સૂરજ આજે મરજાદી છે”… વાહ, મજા આવી ગઈ. સરળ શબ્દોમાં ભીંજાઈ જવાયું.

 2. આજની પ્રસાદી સ્વાદથી ભરપુર

 3. વરસાદી મોસમની શરુવાત થવામાં છે ને અહીં વરસાદનુ કાવ્ય…

  “આજ સુધી સ્વચ્છંદ તપ્યાને કાબુ કરવા જળ આવે છે
  ન્હાઈ-ધોઈ લે પછી નીકળશે સૂરજ આજે મરજાદી છે”

  વરસાદની એક વ્યાખ્યા મારા શબ્દોમાં

  “ઝરમર ઝરમર વરસાદ વરસે
  વરસે મેઘનો નેહ
  ફરફર ફરફર ફોરા વરસે
  જાણે પ્રકૃતિનો સ્નેહ !!”

 4. P Shah says:

  આજ હવે વરસાદ આવશે આજે વાદળ વરસાદી છે
  સુંદર રચના !

 5. nayan panchal says:

  સુંદર રચના અને સુંદર કોમેન્ટસ.

  નયન

 6. ઉનાળાની કથા પૂરી થઈ હવે ચડી તે પરસાદી છે

  સરસ ગીત.

 7. preeti dave says:

  ધ્રુવ દાદા નિ રચના.. એટલે શુઁ કહેવાનુઁ કે બોલવાનુઁ ભલા? એમા તો બસ ભિઁજાવાનુઁ !…

 8. સ્‍નેહલભાઇ પટેલ. ગાંધીનગર. says:

  અસીમ ખુલ્લા નભને કિલ્લા-કેદ પડે તે પળ આવે છે
  આજ સુધી સ્વચ્છંદ તપ્યાને કાબુ કરવા જળ આવે છે

  ખુબજ સરસ.. રચના.
  આ વરસાદી માહોલનુ એવુ વર્ણન, રહે જાણ એ અકબંધ.

  અભિનંદન ધ્રુવભાઇને..

 9. સ્‍નેહલભાઇ પટેલ. ગાંધીનગર. says:

  અસીમ ખુલ્લા નભને કિલ્લા-કેદ પડે તે પળ આવે છે
  આજ સુધી સ્વચ્છંદ તપ્યાને કાબુ કરવા જળ આવે છે

  ખુબજ સરસ.. રચના.
  આ વરસાદી માહોલનુ એવુ વર્ણન, રહે જાણે એ અકબંધ.

  અભિનંદન ધ્રુવભાઇને..

 10. varsha tanna says:

  અલૌકિક પ્રસાદી અને સુંદર કાવ્ય

 11. varsha tanna says:

  વાદળીય પ્રસાદી અને સુંદર રચના

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.