રંગભર સુંદર શ્યામ રમે – લોકગીત

[કાઠિયાવાડી છંદ : રેણકી. ‘ડાયરો’ પુસ્તકમાંથી સાભાર.]

સર સર પર સધર અમર તર, અનસર કરકર વરધર મેલ કરે,
હરિહર સૂર અવર અછર અતિ મનહર, ભર ભર અતિ ઉર હરખ ભરે,
નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર, નિકટ મુકુટ શિર સવર નમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે….

ઝણણણણણ ઝણણ ખણણ પદ ઝાંઝર, ગોમ ઘણા ગણણણણ ગયણે
તણણણ બજ તંત ઠણણણ ટંકારવ, રણણણ સુર ધણણણ રયણે
ત્રહ ત્રહ અતિ ત્રણણ ધ્રણણ બજ ત્રાંસા, ભ્રમણ ભમર વત રમણ ભ્રમે.
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી…રે…..

ઝટ પટ પર ઉલટ પલટ નટવત ઝટ, લટ પટ કટ ઘટ નિપટ લલે
કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધિન કટ, મન ડરમટ લટ લપટ મલે.
જમુના તટ પ્રગટ અમટ અટ રટ જૂટ, સૂર પટ ખેખટ તેણ સમે,
ઘણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

ધમંધમ અતિ ધમક ઠમક પદ ઘૂઘર, ધમધમ ફળ સમ હોત ધરા,
ભ્રમ ભ્રમ વત વિષય પરિશ્રમ વ્રત ભ્રમ, ખમ ખમ દમ અહી વિડૂમ ખરા,
ગમ ગતિ અતિ અગમ નિગમ ન લહત ગમ, નટવત રમઝમ ગમ મન મેં
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે…

ગત ગત પર ઊગત તૂગત, નૃત, પ્રિયગત રત ઉનમત, ચિત્ત વધત રતિ,
તત પર ઘ્રત નચત ઉચત મુખ થૈથત, આબ્રત અત ઉત ભ્રમત અતિ,
ધિધીતત ગત વજત ભ્રદંગ, સૂર ઉધધત, કૃત ભ્રત નર તમ અતંત ક્રમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગ ભર સુંદર શ્યામ રમે જી…. રે….

ઢલ ઢલ રંગ પ્રગલ અઢલ જન પર ઝલ ઝલ અણ કલ તેજ ઝરે
ખલખલ ભૂજ ચુડ ચપલ અતિ ખલકત કાન કતોહલ પ્રબલ કરે,
વલવલ ગલ હસ્ત તુ મલ ચલ ચિતવલ, જુગલ જુગલ પ્રતિ રંગ જમે
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

સરવસ વસ મોહ દરસ સુરથિત શશિ, અરસ પરસ ત્રસ ચરસ અતિ
કસકસ પટ હુલસ વિલસ ચિત આક્રશ, રસ બસ ખુસ હસ વરસ રતિ,
ટ્રસ નવ રસ સરસ ભયો બ્રહ્માનંદ, અનરસ મનસ તરસ અધમે,
ધણ રવ પર ફરર ધરર પદ ઘૂઘર, રંગભર સુંદર શ્યામ રમે જી….રે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાવ્યો – સોનલ પરીખ
શીલવંત સાધુને… – ગંગાસતી Next »   

5 પ્રતિભાવો : રંગભર સુંદર શ્યામ રમે – લોકગીત

 1. Jagat Dave says:

  વાહ !!! આ તો….વેબ પેજ પર વરસાદી રમઝટ ની જમાવટ !!
  માતૃભાષા નો આવો વૈભવ…..બીજે શોધ્યે પણ હાથ ન લાગે. આનો અંગ્રેજી અનુવાદ સંભવ છે ?

 2. Ashish says:

  This is not a lok geet , this is suprem chand ( ચન્દ ) પુ . બ્રહમનન્દ સ્વમિ સ્વામિનરયન સમ્પ્રદાય સાધુ.
  some one sing this chand at one concert and Ravindranath Tagor was at that concert he herd this chand and simpy he start dancing . then he ask that who wrote this chand , and then he discover that this has written by one of the sadhu of Bhagawan Swminarayan.

  Pu Brahamanand Swami was Shatawadhani. and when he becomes sadhu of swaminarayn he was raj kavi.

 3. dhiraj thakkar says:

  sadaguru bramhanand swami was one of the paramhans out of 500 paramhansas of LOAD SWAMINARAYAN
  THE other paramhans were also good poet and the enrich the gujarati sahitya like s. premanand swami (PREMSAKHI), S. Niskulanand swami (“Tyag na take vairagya vina” fam) , S. Muktanand swami etc.

  Previesly the bramhanand swami was raj kavi and his name was LADUDANJI.

  TO KNOW ABOUT SADAGURU NISKULANAND SWAMI
  VISIT:
  http://www.swaminarayan.org/gujarati/satsang/2006/2202.htm

 4. parth says:

  simpaly supurb આ ભાશા અને આ વાનિ ….ગુજરાતિ ખમિર….જય હો…. ગરવિ ગુજરાત

 5. Ndsuthar says:

  ક્રુતિ ખરેખ્રર ધનાધન લાગી. આવી જ ક્રુતિઓ જેમ બને તેમ વધુ ને વધુ પ્રકાશમાં લાવો તો જ લોક છંદ શુ છે તે ગુજરાતની 5 કરોડ્ની જનતાને ખબર પડે. આવું કૈ કૈ રીડ ગુજરાતી લાવી ને અચંબો અવશ્ય કરાવે છે જેનો આનંદ કૈઇક ઓર જ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.