શીલવંત સાધુને… – ગંગાસતી

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..

સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;
સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને…

વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;
અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને….

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;
પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને….

સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;
ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને….

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રંગભર સુંદર શ્યામ રમે – લોકગીત
દિલ્હીનો રિક્ષાવાળો – ગિરીશ ગણાત્રા Next »   

26 પ્રતિભાવો : શીલવંત સાધુને… – ગંગાસતી

 1. dr sudhakar hathi says:

  શીલવાન સાધૂ કોને કહેવા? ઇશવર શીવાય કોઇ ને નમવુ નહિ

  • Rajni Raval says:

   નમસ્કાર,
   વન્દનીય ગન્ગાસતી અન્ગે લખવામા હુ નાનો છુ. આપને વીનન્તી કે એમના સાહિત્ય વિશે
   વધુ જણાવશો. આભાર.
   રજની રાવલ.

 2. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  ડૉ. હાથીસાહેબ સાથે સમ્પૂર્ણ પણે સહમત.

 3. Jagat Dave says:

  નરસૈંયા ના “વૈષ્ણવજન” ની યાદ અપાવતી સુંદર રચના. જો કે, હાલ ના સંજોગો જોતાં ભારતીય સમાજ ને સાધુ કરતાં કર્મઠ ઋષિઓ ની વધારે જરુર છે.

 4. Dr Pranav Patel says:

  પ્રિય વાચક મિત્રો,( હાથી સાહેબો અને દવેભાઇ)
  ઈશ્વર મોટા છે એ વાત સાચી પણ એ વાત સમજાશે કેવી રીતે? ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો સરળ નથી. કોઈ સાધુ ની મદદ વિના એ શક્ય નથી. સાધુ શબ્દ વાંચતા આપણા મનમાં ચીલાચાલુ સાધુ ની છબી ઉભી થાય. કે જેને બાવાજી કહેવા વધારે યોગ્ય કહેવાય. અહીં ગંગાસતીજી એ સાધુની સુંદર વ્યાખ્યા કહી છે. આજના યુગ માં આવા સાધુને જોવા હોય તો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ને જુઓ. ગન્ગાસતીજીએ લખેલા એક એક શબ્દોનું જો કોઈ સારધાર પાલન કરતુ હોય તો એ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ.
  આપણે ખોટા કામ કરતા હોઈએ તો ઈશ્વર કઈ આપણને રોકવા નથી આવતા. સાધુ સંતોનો સત્સંગ આપણને ઉત્તમ જીવન જીવવાનું શીખવાડે છે. અને સાધુ સંતો જ ઈશ્વર સુધી પહોંચવાનો કઠીન માર્ગ સરળ બનાવે છે. ભગવાન ની મૂર્તિ આગળ ઉભા રહીને બીડી પિતા હોઈએ તો ભગવાન મૂર્તિ માંથી બહાર આવીને આપણો હાથ નથી પકડવાના કે ભાઈ બીડી ના પીશ. સાધુ સંતો જ આપણને ખોટા રસ્તે જતા રોકશે.
  મારા મતે જેટલું મહત્વ ભગવાન નું છે એટલું જ મહત્વ જીવનમાં સાચા ( ગંગા સતીજી એ કહ્યા એવા) શીલવંત (પ્રમુખસ્વામી મહારાજ જેવા) સાધુનું છે.

  • trupti says:

   I am sorry I do not agree with you. How one can be sure, that ‘ Prammukh Swamy’ is following each and every word written by Gangasati? Have your forgotten the Sex scandle in Saurashtra by so-called, sadhus of Swami Narayan sampraday.

   You are saying, that the God will not come and stop you from smoking but the sadhu will do that, still you all believe in ‘ MurtiPuja’. Do not forget, the remote control of your life is in the hands of God, and all your act is monitored by the God. It is rightly said that, ‘ BHAGWAN NI LATHI MA AWAJ NATHI HOTO’

   I do not intend to hurt anyone’s religious beliefs as this is a very sentimental issue and for that reason, one should not discuss about any particular sect or path.

   Jains feel, their religion and the ‘yatis’ are the best and follow each every word written in the Jainism.
   Muslims thinks that their mullahs follow every bit of Koran.
   For Christians, their Jesus is the best and the only supreme God.
   Vaishavs think that every act of Lord Krishna is the best.
   Whereas there is only one supreme authority, that is GOD and every one knows him by the different name and likes to address him by the different name.
   I fully agree with Jagat Dave, when you talk about the Sadhus and Saints, then ‘vyaktipuja’ comes in to picture.

   There are many babas in Maharashtra, whom the people follow, like Anirudhbaba,

   • chirag amin says:

    તૃપ્તિબેન,
    editor સાહેબ અહીં આવું discussion કરવાની ના પડે છે એટલે વધારે લખતો નથી. પણ પ્રણવ ભાઈએ જે લખ્યું છે એ ૧૦૦% સાચું છે. ડોકટર એમ કહે કે તમને આ તકલીફ છે અને તે આ દવા લેવાથી મટી જશે તો તમે કેમ માની લો છો. કારણ કે તમને ડોકટર પર વિશ્વાસ છે અને તે એટલે છે કારણ કે ડોકટર એ દવાનું ભણેલો છે. તો પ્રણવ ભાઈ ની વાત તમારે એટલે માનવી જોઈ કારણ કે પ્રણવભાઈ કદાચ એ પ્રમુખસ્વામી રૂપી દવા વિષે જાણ્યું હોય, અનુભવ્યું હોય અને એટલે જ આટલી ખાતરી પૂર્વક કહેતા હોય. આ જ રીતે પ્રણવભાઈ એ કહેલી વાત હું માનું છું કારણ કે મેં પણ પ્રમુખસ્વામીને બહુ નજીક થી નિહાળેલા છે. ભલે હું તેમનો અનુયાયી નથી.
    અને બીજી વાત, તમે જે sex સ્કેન્ડલ ની વાત કરો છો તેને પ્રમુખ સ્વામીની સાથે કોઈ લેવા દેવા નથી. કોઈ તૃપ્તિબેન ને તાવ આવે એટલે બધી તૃપ્તિબેન ને એ લાગુ ના પડે. એમ કોઈ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનું નામ કોઈ વાત માં આવે એટલે તે બધા સાધુઓ ને લાગુ ના પડે. બીજી વાત. સ્વામીનારાયણ સંપ્રદાય ના અલગ અલગ ઘણા ફાંટા છે. પ્રમુખસ્વામી બાપ્સ સંસ્થા ના ગુરુ છે. અને મારી નજરમાં બાપ્સ ના કોઈ પણ સાધુનું નામ ક્યારેય આવી કોઈ વાત માં સંડોવાયું નથી.તમારા ભાઈનો દીકરો કોઈ ખરાબ કામ કરી આવે એટલે કઈ તૃપ્તીબેને ખરાબ કામ કર્યું ના કહેવાય. જયારે,જ્યારે તમે જે વાત કરી એ સંપ્રદાય સ્વામીનારાયણ સંપ્રદાય હશે પણ એને અને પ્રમુખસ્વામીના સંપ્રદાયને કઈ લેવા દેવા નથી. ખાલી બંને સંપ્રદાય સ્વામીનારાયણ ભગવાન ને તેમના ભગવાન માને છે તે સિવાય.

    વાત રહી વ્યક્તિ પૂજાની. બાળક ને સ્કુલ માં ભણવા મુકીએ છીએ અને શિક્ષક એને ભણાવે છે. ભલે માતા પિતા બધું જાણતા હોય છે છતાં ડીગ્રી મેળવવા બાળક ને સ્કુલ માં મુકવાની જરૂર પડે છે. એજ રીતે ધર્મજ્ઞાન માં અને ભગવાન ને પામવામાં કોઈને કોઈ ગુરુ ની જરૂર પડે જ છે. એને વ્યક્તિપૂજા ના કહી શકાય. અને બધા જ ભક્તિ સંપ્રદાય મુર્તીપુજા માં માને છે. ભગવાન સર્વત્ર રહેલા છે એવું દુનિયા ના મોટા ભાગના લોકો માને છે અમુક નાસ્તિક લોકોને બાદ કરતા. એને અમુક લોકો સુપર પાવર કહે છે. જો ભગવાન બધે જ રહેલા હોય તો શું તે એક મૂર્તિ માં ના રહેલા હોય.
    બાપ્સ સંસ્થાના અનુયાયીઓ તેમના ગુરુ ને પૂજે છે. અને ગુરુ ને પૂજવા એવું તો વેદો માં પણ લખેલું છે. તમારી જાણ ખાતર. ” ગુરીદેવો ભવ ” ” ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈયી શ્રી ગુરવે નમઃ…
    એટલે અહીં ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કહ્યા છે….
    editor સાહેબ માફ કરજો…પણ રહેવાયું નહિ…..

    • Jagat Dabave says:

     ચિરાગભાઈ,

     આપે ડૉ. અને દર્દી નુ ઉદાહરણ આપ્યુ છે. આપણે ડો. ને (ઈશ્વરને) પૂજીએ છીએ દવા ને નહિ. જયારે વ્યક્તિપૂજા ની શરુઆત થાય ત્યારે ભગવાન ભુલાયજાય છે. અલગ સંપ્રદાયો આમ જ જન્મ લે છે. આમ જ સમાજ જોડાવા ને બદલે ટુટતો જાય છે. વેદ, ઊપનિષદ, પુરાણો ને જો અંતિમ માનીએ તો નવા ચિંતન ની જરુર જ ના રહે. કોઇપણ ગ્રંથ કે વ્યક્તિ ને અંતિમ માની શકાય નહિ. ઈશ્વર એ અંતિમ અને પ્રથમ સત્ય છે.

     ભારતીય ઈતિહાસ ને ધર્મ ની રીતે ત્રણ કાળ મા વહેચી શકાય. ૧. ઋષીકાળ, ૨. સાધુકાળ ૩. સંતકાળ. જેમા ઋષિકાળ નો સમય ભારતીય ઇતિહાસ નો સુવર્ણકાળ ગણાય છે. સાધુકાળ થી હિન્દુ ધર્મ ની અને ભારત ના પતન ની શરુઆત થાય છે. જેમા જીવન પ્રત્યે નો ઉદાસીન અને નકારાત્મક અભિગમ છે. જેમા સ્ત્રી, ધન, સંસાર, માનવસબંધો, કામ અથવા SEX, શસ્ત્ર વિદ્યા પ્રત્યે ધ્રુણા અથવા ઊપેક્ષા કરવા માં આવી. આ જ સમયમાં હિન્દુ ધર્મ માં સૌથી વધુ ધ્રુણાસ્પ રુઢિઓ એ સ્થાન જમાવ્યું જેમ કે અશ્પ્રુશ્યતા, સતીપ્રથા, જાતીવાદ, સંપ્રદાયવાદ વિ. જે હજુ સુધી ચાલી આવે છે. આ અને આવા અનેક કુરિવાજો અને રુ

     • Jagat Dabave says:

      જે હજુ સુધી ચાલી આવે છે. આ અને આવા અનેક કુરિવાજો અને રુઢિઓ એ ભારતની ૩૦૦ વર્ષ ની ગુલામી નો તખ્તો તૈયાર કરી આપ્યો. કેમ સિકંદર, બાબર, ચગેઝખાન, નેપોલિયન, ગઝની, જેવા યોધ્ધાઓ ભારતભૂમિ એ ન આપ્યા? વારંવાર લુંટાવા છતાં, કેમ કોઇ ભારતીય સમ્રાટ એ ઈરાન, અરબ્સ્તાન પર હુમલો ન કર્યો? કારણકે સાધુવાદે ભારતિય પ્રજા ને મહત્વાકાંક્ષા વિહોણી બનાવી દિધી હતી. તેને શ્સ્ત્રવિદ્યા કરતા મોક્ષવિદ્યામા વધારે રસ હતો. તેને સરહદો ના વિસ્તાર કરતાં પોતાના ગોત્ર કે સમ્પ્રદાય મા વધારે રસ હતો, અને ધર્મ…….હતો જ ક્યા? સંપ્રદાયો જ હતાં જે તેમ્ના અનુયાયીઓ ની સંખ્યા વધારવામા મગ્ન હતા. સાધુવાદ થી નિર્માલ્ય બનેલ પ્રજા વિદેશીસીઓ ના દરેક આક્રમણ સમયે સંભવામી યુગે યુગે” ની રાહ જોતી હતી. જો ગાંધી, સરદાર, જ્વાહર જેવા ઋષિઓ એ જન્મ ન લીધો હોત તો ભારતની ગુલામીનો ઈતિહાસ વધુ લંબાત. કોઇ સાધૂ એ ક્રાંતિ કરી હોય તેવુ ધ્યાન માં નથી. કારણ કે તેનુ ખુદ નુ જીવન પરાવલંબી છે. જેનુ ખુદ નુ અસ્તીત્વ લોકો ના ધન અને અન્ન પર નિર્ભર હોય તેના વિચારો પણ ગુલામી ના જ હોવા ના.

      આજ ના સમય માં પણ આવુ જ વાતાવરણ જામતું જાય છે.

      ઘણું લખી શકાય તેમ છે. કદાચ એડિટર સાહેબ છળી ના ઉઠે એટલે આપની અને વાચકો ની સમજણ પર છોડી દવ છું.

      ઈશ્વર મારા રાષ્ટ્ર ને બચાવે.

     • chirag amin says:

      જગતભાઈ,
      સિકંદર, બાબર, ચંગીઝખાન, ગઝની આ બધાને શું તમે મહત્વાકાંશી ગણો છો? મહત્વાકાંશી લોકો બીજાની લીટી ભૂસીને પોતાની લીટી મોટી નથી કરતા પણ બીજાની લીટી કરતા પોતાની લીટી મોટી કરીને એને મોટી બનાવે છે. અને ભારત ની ગુલામીનો ઈતિહાસ ટૂંકો કરવાવાળા જે ગાંધીજી, જવાહર અને સરદારનું નામ આપે જણાવ્યું છે એ કયી શસ્ત્ર વિદ્યા ભણવા ગયેલા? કયા શસ્ત્રોથી એમણે અંગ્રેજોને હાંકી કાઢેલા ? ગાંધીજી એ જ કહ્યું હતું કે એક ગાલ પર કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધરાવો. કુતરા બચકા ભરવા આવે તો એને સામે બચકા ના ભરવા જવાય. અને એમાં કોઈ નિર્માલ્યતા ના દર્શન ના થાય. સમજણ કહેવાય એને સમજણ.
      આજે કચ્છ માં જઈને પૂછી આવો કે ધરતી કંપ થયો ત્યારે કયી શસ્ત્ર વિદ્યા એમને બચાવવામાં કામ માં આવેલી? એ ધરતીકંપ વખતે સૌથી પહેલા પહોંચી જઈને બચાવાવાવાલા બાપ્સ ના સાધુઓ હતા. બચેલા લોકોને આશરો આપવાવાળા બાપ્સ ના સાધુઓ હતા. લોકોમાં જે મદદ કરવાની ભાવના પેદા થયેલી એ કોઈ શસ્ત્ર વિદ્યા શીખવાથી નહોતી થયી. ધર્મ અને સંતો જ હતા જેમણે લોકોને પ્રેમ , દયા ની ભાવના પેદા કરવાવાળા આધ્યાત્મ નો વારસો આપ્યો.સુરત માં આવેલા પૂરમાં સૌથી પહેલી અને સૌથી વધારે મદદ કોઈએ કરી હોય તો બાપ્સ ના સાધુઓએ. આવા તો કેટલાયે ઉદાહરણો છે.
      ખ્રિસ્તીઓએ આવીને ધર્મ પરિવર્તન કરાવવાની શરૂઆત કરીને ત્યારે લોકોને હિંદુ ધર્મ શું છે એ શીખવાડવા વાળા આ સાધુ સંતો જ હતા. અરે એ ના હોત ને તો આજે તમે જગત નહિ પણ જોહન થઇ ગયા હોત.
      જેમ સમાજને એક સારા ડોકટર, એન્જીનીઅર, સુથાર, લુહાર, મોચી વગેરે ની જરૂર છે તેમ જ સમાજને આજે એક સારા સંત ની પણ જરૂર છે. સંતો ના હોત ને તો આજે ઘેર ઘેર તમારી શસ્ત્રવિધા ઓસામા બિન લાદેન ને જ જન્મ આપત.

   • mahesh chaudhary says:

    truptiji hu aapana mantavya sathe sammat chhu pan e kahevu pan ahi jaruri bani jay chhe ke ahi vyaktine pradhanata nathi aapavani gunono pradhanata aapavani chhe.lokdrustie game tetala kharab vyaktima amuk babato sari hoy jene joine koi swikaratu hoy to te vyakti ne nahi pan gun ne svikaravani babat ma sacho hoy j chhe.

 5. Jagat Dave says:

  પ્રણવભાઈ,

  પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે સમ્પુર્ણ આદર છે. પરન્તુ ખેદ સાથે જણાવવા નુ કે સાધુવાદ સંપ્રદાયવાદ માં પરિવર્તિત થાય છે અને તેની સાથે વ્યક્તિપૂજાની શરુઆત થાય છે અને તેના અસંખ્ય ઊદાહરણો ઈતિહાસ માં અને વર્તમાન માં આપણી આસપાસ મોજુદ છે. હિન્દુધર્મ ની આવી વિડંબનાઓ તેના વિનાશ સુધી કદાચ લંબાતી જશે. ભારત નો ત્રણ હજાર વર્ષ નો ઈતિહાસ ગુલામી નો છે અને તેના પાછ્ળ આ અને આવી અનેક દુર્બળતાઓ કારણભુત છે.

  સ્વામિ રામક્રિશ્ણ પરમહંસ, સ્વામિ વિવેકાનંદ અને શ્રી અરવિંદ જેવી વિભુતિઓ ના દેખતા બંગાળ ના ભાગલા થયા અને ભારત ના ભાગે તેનો ૧/૪ ભાગ જ આવ્યો….શા કારણે?

  ભારત ને સાધુઓ કરતાં સરદાર વવ્લ્લ્ભભાઈ અને ગાંધી જેવા કર્મઠ ઋષિઓ એ જ બચાવ્યો છે. સાધુવાદ એ હંમેશા લોકો ને મોક્ષ, સંસાર ત્યાગ, ધન ત્યાગ, ત્સ્ત્રી ત્યાગ, ભોગ ત્યાગ, અન્ન ત્યાગ જેવા પલાયનવાદી અને સ્વકેન્દ્રી ઝમેલાઓ માં ઉલજાવ્યે રાખ્યા છે.

  બાકી આપ સમજદાર છો…….અસ્તુ.

 6. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  કૃપયા કાવ્યને અનુલક્ષીને જ આપનો પ્રતિભાવ લખશો તેમજ વિષયાંતર ન થઈ જાય તેની કાળજી રાખશો.

  આપના સહકારની અપેક્ષા સહ,

  લિ.
  તંત્રી, રીડગુજરાતી.

 7. vishwamitra says:

  ગુજરાતી સાહિત્યની જીવંત ગંગા……ગંગા સતી…..સદાય નિર્મલ ,સુદ્ધ પ્રવાહ……પાવન્ થતા ન લાગે વાર જી……

 8. sima shah says:

  ગંગા સતીના આ ભજન (ભજન જ કહેવાય ને….) જો સાંભળી શકાય તેવુ બની શકે,
  તો સોનામાં સુગંધ ભળે……..

  આભાર
  સીમા

 9. ASHISH says:

  WOV AN ANCIENT BHAJAN OF GANGASATI .
  I LIKE IT VERY MUCH.

 10. sima shah says:

  Rasikbhai,
  thankyou very much.
  I enjoyed it.
  સીમા

 11. શીલવાન સાધૂ કોને કહેવા? ઇશવર શીવાય કોઇ ને નમવુ નહિ મા બાપ ગુરુ
  Jay Bavishi Mataji
  Kotada Bavishi PIN.360530
  મો.૯૪૨૬૯૯૫૩૯૦

 12. vijali ne camkare bhajan ganga shati panbai khub lokpiy che

 13. Game Teva Loko Shathe Gagashati Pan bai Ne Na Sharkhavo Aj Na Shaghu To Shetan Che’
  Upar Na Abhipray Vaci Ne Keva Nu Man Thay Che Ke Loko Keva Murakh Che Aapana Shnto Ne Gameteva Loko Shathe Sharkhave Che ‘ MO/9825744522

 14. c z patel.....toronto,canada says:

  નમસ્કાર,
  વન્દનીય ગન્ગાસતી અન્ગે લખવામા હુ નાનો છુ. આપને વીનન્તી કે એમના સાહિત્ય વિશે
  વધુ જણાવશો. આભાર.
  czpatel

 15. nikhil says:

  મારા ખ્યાલ મુજબ સરદાર પટેલ પણ BAPS Swaminarayan Sampraday ma thij ave che.
  Thanks to post that nice pad.

 16. mahesh chaudhary says:

  pranavbhai hu aapani sathe anshik asamant chhu . karmath rushione tame sadhu rupe joi shakata nathi te babat aapana mate mane navai lagade chhe. rahi vat sadhuoni jya sudhi praja j viryavan nahi hoy tyar sudhi sadhuo aanshik rite nisahay rahevana.
  mari samaj pramaneni vaat kari chhe.
  pratyutar ni aasa sathe.

  • Nikhil Shah says:

   કોઇ સ્કુલ કે કોઇ હોસ્પિતાલ કે કોઇ પોલિસ સ્તેશન મા ખરાબ બનાવો બનવાથિ બધિ સ્કુલ્ હોસ્પિતાલ અને પોલિસો ખરાબ નથિ થૈ જાતા. ગુરુ નો મહિમા તો શાસ્ત્રો એ વગર કારન નો તો નહિ જ ગાયો હોય ને.? સરદાર પટૅલ તો BAPS સતસન્ગિ હતા જ પન આજ ના જમાના મા સ્ત્રિ અને ધનના ત્યાગિ બહુ ઓચ્ જોવા મલસે તો આવા સન્ત મલે ત્યારે નમિએ નહિ તો કૈ નહિ પણ નઙતર તો ન જ્ કરિયે.

   Unfortunately, rather than praising a santha or a person who has awakened Hindu Aasmita in millions of Indians, who has built hundreds of temples in India as well as abroad, who has built hospitals and schools
   most of our so called HINDUS does legpulling. History shows we never required outsiders to defeat our culture, religion and pride. There is a lot to say but adding that Gangasati must have seen a true Saint before narrating this kirtan,

   જેમ કોઇ કવિ એ લખિયુ કે,

   લોગ કહત હૈ કાગઝ કિ લેખિ ઔર હમ કહત હૈ નૈનન કિ દેખિ.

   I totally agree with Dr Paranvbhai and Chiragbhai.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.